Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Isaiah 2 guj

Show guj only
Verse × ×
1 The word that Isaiah son of Amoz saw concerning Judah and Jerusalem. આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ સંબંધી સંદર્શનમાં જે વાત પ્રગટ થઈ તે.
2 In the last days the mountain of our Father's house will be firmly established as the highest of the mountains, raised above the hills, and all the nations will stream to it. છેલ્લાં દિવસોમાં, યહોવાહના ઘરનો પર્વત બીજા પર્વતો કરતાં ઊંચો સ્થાપન થશે અને તેને શિખરો કરતાં ઊંચો કરવામાં આવશે; અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવેશ કરશે.
3 Many peoples will come and say, "Come, let us go up to the mountain of God, to his house, so he can teach us his ways and we can walk in his paths." For instruction will go out from Zion, and the word of our Father from Jerusalem. ઘણા લોકો જઈને કહેશે, "ચાલો, આપણે યહોવાહના પર્વત પાસે, યાકૂબના ઈશ્વરના ઘર પાસે ચઢી જઈએ, જેથી તે આપણને તેમના માર્ગ શીખવશે અને આપણે તેમના માર્ગમાં ચાલીશું." કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી અને યહોવાહનાં વચન યરુશાલેમમાંથી નીકળશે
4 He will judge between the nations and settle disputes for many peoples. They will beat their swords into plowshares and their spears into pruning hooks; nation will not lift up sword against nation, nor will they train for war anymore. તે વિદેશીઓમાં ઇનસાફ કરશે અને ઘણા લોકોનો ન્યાય કરશે; તેઓ પોતાની તરવારોને ટીપીને કોશો અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ તરવાર ઉગામશે નહિ અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ.
5 House of Jacob, come, let us walk in the light of our Father. હે યાકૂબના વંશજો, આવો, આપણે યહોવાહના પ્રકાશમાં ચાલીએ.
6 For you have abandoned your people, the house of Jacob, because they are filled with influences from the east and with fortune-tellers like the Philistines, and they have made alliances with foreigners. કેમ કે તમે તમારા લોકોને, એટલે યાકૂબના સંતાનોને તજી દીધા છે, કારણ કે તેઓ પૂર્વ તરફના દેશોના રિવાજોથી ભરપૂર અને પલિસ્તીઓની જેમ શકુન જોનારા થયા છે અને તેઓ વિદેશીઓનાં સંતાનો સાથે હાથ મિલાવે છે.
7 Their land is full of silver and gold, with no end to their treasures; their land is full of horses, with no end to their chariots. તેઓની ભૂમિ સોનાચાંદીથી ભરપૂર છે, તેઓના ખજાનાનો કોઈ પાર નથી; તેઓનો દેશ ઘોડાઓથી ભરપૂર છે અને તેઓના રથોનો કોઈ પાર નથી.
8 Their land is full of idols; they bow down to the work of their hands, to what their own fingers have made. વળી તેઓનો દેશ મૂર્તિઓથી ભરપૂર છે; તેઓ પોતાને હાથે બનાવેલી વસ્તુને, પોતાની આંગળીઓએ જે બનાવ્યું છે તેને પૂજે છે.
9 So mankind is brought low, and everyone is humbled—do not forgive them. તે લોકો ઘૂંટણે પડશે અને દરેક વ્યક્તિને નીચા નમાવવામાં આવશે. તેથી તેમનો સ્વીકાર કરશો નહિ.
10 Go into the rocks and hide in the dust from the dread of our Father and from the splendor of his majesty. યહોવાહના ભયથી અને તેમના માહાત્મ્યના પ્રતાપથી બચવા, ખડકોમાં શરણ શોધો અને જમીનમાં સંતાઈ જાઓ.
11 The proud eyes of mankind will be brought low, and the arrogance of men will be humbled; our Father alone will be exalted in that day. માણસની ગર્વિષ્ઠ દૃષ્ટિ નીચી કરવામાં આવશે અને પુરુષોનું અભિમાન ઉતારવામાં આવશે, અને તે દિવસે એકલા યહોવાહ જ શ્રેષ્ઠ મનાશે.
12 For the Father of heaven's armies has a day in store against all that is proud and lofty, against all that is lifted up, so that it will be brought low, કેમ કે તે સૈન્યોના યહોવાહનો દિવસ આવશે તે દરેક વિરુદ્ધ જે ગર્વિષ્ઠ તથા મગરૂર છે અને દરેક જે અભિમાની છે, તે સર્વને નમાવવામાં આવશે.
13 against all the cedars of Lebanon, lofty and lifted up, and against all the oaks of Bashan, લબાનોનનાં સર્વ મોટાં અને ઊંચાં થયેલાં એરેજવૃક્ષો પર અને બાશાનના સર્વ એલોન વૃક્ષો પર;
14 against all the high mountains and against all the lofty hills, અને સર્વ મોટા પર્વતો પર અને સર્વ ઊંચા ટેકરાઓ પર;
15 against every high tower and against every fortified wall, અને સર્વ ઊંચા મિનારા પર અને દરેક કિલ્લાના કોટ પર;
16 against all the ships of Tarshish and against every magnificent vessel. અને તાર્શીશના સર્વ વહાણો પર અને દરેક સઢવાળાં જહાજો પર તે દિવસે આવનાર છે.
17 The arrogance of mankind will be humbled, and the pride of men brought low; our Father alone will be exalted in that day, તે દિવસે, માણસનો ગર્વ ઉતારવામાં આવશે અને પુરુષોનું અભિમાન જતું રહેશે; એકલા યહોવાહ તે દિવસે શ્રેષ્ઠ મનાશે.
18 and the idols will completely vanish. મૂર્તિઓ તો બિલકુલ નાબૂદ થઈ જશે.
19 People will flee into the caves of the rocks and into holes in the ground from the dread of our Father and from the splendor of his majesty, when he rises to shake the earth. યહોવાહ પૃથ્વીને કંપાવવાને ઊઠશે, ત્યારે તેમના ભયથી તથા તેમના મહિમાના ગૌરવથી બચવા, માણસો ખડકોની ગુફાઓમાં અને ભૂમિની બખોલમાં સંતાઈ જશે.
20 In that day people will throw away their idols of silver and their idols of gold to the moles and bats, which they made for themselves to worship. તે દિવસે માણસ, ભજવા માટે પોતે બનાવેલી સોનાચાંદીની મૂર્તિઓને, છછૂંદર તથા ચામાચિડિયા પાસે ફેંકી દેશે.
21 They will go into the clefts of the rocks and into the crevices of the cliffs from the dread of our Father and from the splendor of his majesty, when he rises to shake the earth. જ્યારે યહોવાહ પૃથ્વીને કંપાવવાને ઊઠશે ત્યારે તેઓ તેના રોષથી અને તેના મહિમાના ગૌરવથી બચવા, લોકો પર્વતોની ગુફાઓમાં અને ખડકોની તિરાડોમાં ભરાઈ જશે.
22 Stop trusting in mere man, who has only breath in his nostrils. What good is he? માણસનો ભરોસો છોડી દો, કેમ કે તેના શ્વાસ તેના નસકોરામાં છે; તે શી ગણતરીમાં છે?
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]