Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Amos 3 guj

Show guj only
Verse × ×
1 Hear this word our Father has spoken against you, children of Israel—against the whole family I brought up from Egypt: હે ઇઝરાયલના લોકો, તમારી વિરુદ્ધ એટલે જે આખી પ્રજાને હું મિસરમાંથી બહાર કાઢી લાવ્યો, તેની વિરુદ્ધ આ જે વચનો યહોવાહ બોલ્યા તે સાંભળો,
2 Of all the families of the earth, I have known only you; therefore I will hold you accountable for all your sins. ''પૃથ્વી પરના સર્વ લોકોમાંથી ફક્ત તમને જ મેં પસંદ કર્યા છે. તેથી હું તમારા સર્વ ગુનાઓ માટે તમને શિક્ષા કરીશ.''
3 Do two walk together, unless they have agreed to meet? શું બે જણા સંપ કર્યા વગર, સાથે ચાલી શકે?
4 Does a lion roar in the forest when he has no prey? Does a young lion cry out from his den if he has caught nothing? શું શિકાર હાથમાં આવ્યા વગર, સિંહ જંગલમાં ગર્જના કરે? શું કંઈ પણ પકડ્યા વગર, સિંહનું બચ્ચું પોતાની ગુફામાંથી ત્રાડ પાડેે?
5 Does a bird fall into a snare on the ground when there is no trap for it? Does a snare spring up from the earth when it has caught nothing? પક્ષીને જાળ નાખ્યા વગર, તેને ભૂમિ પર કેવી રીતે પકડી શકાય? જાળ જમીન પરથી છટકીને, કંઈ પણ પકડ્યા વિના રહેશે શું?
6 If a ram's horn is blown in a city, will the people not tremble? If disaster comes to a city, has our Father not done it? રણશિંગડું નગરમાં વગાડવામાં આવે, તો લોકો ડર્યા વિના રહે ખરા? શું યહોવાહના હાથ વિના, નગર પર આફત આવી પડે ખરી?
7 Surely the Sovereign Father does nothing without revealing his secret to his servants the prophets. નિશ્ચે પ્રભુ યહોવાહ, પોતાના મર્મો પોતાના સેવક પ્રબોધકોને જાણ કર્યા વિના રહેશે નહિ.
8 The lion has roared—who will not fear? The Sovereign Father has spoken—who can keep from prophesying? સિંહે ગર્જના કરી છે; કોણ ભયથી નહિ ધ્રૂજે? પ્રભુ યહોવાહ બોલ્યા છે; તો કોણ પ્રબોધ કર્યા વગર રહી શકે?
9 Proclaim over the strongholds in Ashdod and over the strongholds in the land of Egypt, and say: "Assemble on the mountains of Samaria and see the great uproar within her, and the oppression in her midst." આશ્દોદના મહેલોમાં, અને મિસર દેશના મહેલોમાં જાહેર કરો કે, ''સમરુનના પર્વત ઉપર તમે ભેગા થાઓ. અને જુઓ ત્યાં કેવી અંધાધૂંધી, અને ભારે જુલમ થઈ રહ્યા છે.
10 They do not know how to do right, declares our Father—those who hoard up violence and plunder in their strongholds. યહોવાહ આ પ્રમાણે કહે છે કે; ''તેઓને ન્યાયથી વર્તવાની ખબર નથી" તેઓ હિંસાનો સંગ્રહ કરે છે અને લૂંટથી પોતાના ઘર ભરે છે."
11 So the Sovereign Father says: An enemy will surround the land, topple your defenses, and loot your strongholds. તેથી પ્રભુ યહોવાહ કહે છે; દેશની આસપાસ શત્રુ ફરી વળશે; અને તે તમારા કિલ્લાઓ તોડી પાડશે. અને તમારા મહેલોને લૂંટી લેશે."
12 This is what our Father says: As a shepherd rescues two legs or a piece of an ear from the lion's mouth, so the children of Israel living in Samaria will be rescued—with a corner of a couch, part of a bed. યહોવાહ કહે છે કે; "જેમ ભરવાડ સિંહના મોંમાંથી, તેના શિકારના બે પગ કે કાનનો ટુકડો પડાવી લે છે, તેમ સમરુનમાં પલંગોના ખૂણા પર, તથા રેશમી ગાદલાના બિછાના પર બેસનાર ઇઝરાયલ લોકોમાંથી, કેટલાકનો બચાવ થશે.
13 Hear, and testify against the house of Jacob, declares the Sovereign Father, the Father of heaven's armies: પ્રભુ યહોવાહ એમ કહે છે કે, તમે સાંભળો અને યાકૂબના વંશજો સામે સાક્ષી પૂરો.
14 On the day I punish Israel for his rebellions, I will also punish the altars of Bethel; the horns of the altar will be cut off and fall to the ground. કેમ કે જયારે હું ઇઝરાયલને તેનાં પાપો માટે શિક્ષા કરીશ, તે દિવસે હું બેથેલની વેદીઓને પણ શિક્ષા કરીશ, વેદી પરના શિંગડાં કાપી નાખવામાં આવશે. અને તેઓ જમીન પર પડી જશે.
15 I will strike the winter house along with the summer house; the houses of ivory will perish, and the great houses will come to an end, declares our Father. હું શિયાળાના મહેલો, તથા ઉનાળાના મહેલો બન્નેનો નાશ કરીશ. અને હાથીદાંતના મહેલો નાશ પામશે અને ઘણાં ઘરો પાયમાલ થશે.'' એવું યહોવાહ કહે છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]