Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Amos 1 guj

Show guj only
Verse × ×
1 The words of Amos, a shepherd of Tekoa, which he saw about Israel when Uzziah ruled Judah and Jeroboam son of Joash ruled Israel, two years before the earthquake. યહૂદિયાના રાજા ઉઝિયાના શાસનમાં અને ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામના શાસનમાં ધરતીકંપ થયો. તે પહેલાં બે વર્ષ અગાઉ તકોઆના ગોવાળોમાંના આમોસને જે વચન પ્રાપ્ત થયાં તે.
2 He said: Our Father roars from Zion, sounds his voice from Jerusalem; the shepherds' pastures mourn, and Carmel's summit withers. તેણે કહ્યું, યહોવાહ સિયોનમાંથી ગર્જના કરશે; યરુશાલેમમાંથી પોકાર કરશે; અને કાર્મેલ શિખર પરનો ઘાસચારો સુકાઈ જશે. અને ભરવાડો શોકાતુર થઈ જશે.''
3 This is what our Father says: For three sins of Damascus, and for four, I will not turn it back, because they threshed Gilead with sledges of iron. યહોવાહ આ પ્રમાણે કહે છે; દમસ્કસના ત્રણ ગુનાને લીધે. હા ચાર ગુનાને લીધે, હું તેઓને શિક્ષા કર્યા વગર રહીશ નહિ. કેમ કે તેઓએ ગિલ્યાદને અનાજ ઝૂડવાના લોખંડના સાધનોથી માર્યો છે.
4 So I will send a fire upon the house of Hazael, and it will devour the strongholds of Ben-hadad. પરંતુ હું યહોવાહ હઝાએલના ઘરમાં અગ્નિ મોકલીશ, અને તે બેન-હદાદના મહેલોને ભસ્મ કરી દેશે.
5 I will break the gate-bar of Damascus, and cut off the one who sits enthroned in the Valley of Aven and the one who holds the scepter in Beth-eden; and the people of Aram will go into exile to Kir, says our Father. વળી હું દમસ્કસના દરવાજાઓ તોડી નાખીશ અને આવેનની ખીણમાંથી તેના રહેવાસીઓનો નાશ કરીશ, બેથ-એદેનમાંથી રાજદંડ ધારણ કરનારને નષ્ટ કરીશ; અને અરામના લોકો કીરમાં ગુલામગીરીમાં જશે," એમ યહોવાહ કહે છે.
6 So says our Father: For three crimes of Gaza, and for four, I will not reverse it—they exiled an entire people, handing them over to Edom. યહોવાહ આ પ્રમાણે કહે છે કે; "ગાઝાના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે, તેઓને શિક્ષા કરવાનું હું ચૂકીશ નહિ, કેમ કે અદોમના લોકોને સોપી દેવા માટે, તેઓ આખી પ્રજાને ગુલામ કરીને લઈ ગયા.
7 So I will send a fire upon the wall of Gaza, and it will devour her strongholds. હું ગાઝાની દીવાલોને આગ લગાડીશ, અને તે તેના કિલ્લેબંધી મહેલોને નષ્ટ કરી નાખશે.
8 I will cut off the one enthroned in Ashdod and the one who holds the scepter in Ashkelon; I will turn my hand against Ekron, and the remnant of the Philistines will perish, says the Sovereign Father. હું આશ્દોદના બધા રહેવાસીઓ મારી નાખીશ, અને આશ્કલોનમાંથી રાજદંડ ધારણ કરનારનો નાશ કરીશ. હું એક્રોનની વિરુદ્ધ મારો હાથ ફેરવીશ, અને બાકી રહેલા પલિસ્તીઓ નાશ પામશે," એવું પ્રભુ યહોવાહ કહે છે.
9 So says our Father: For three sins of Tyre, and for four, I will not relent, because they handed over a whole community of exiles to Edom and forgot the covenant of brothers. યહોવાહ આ પ્રમાણે કહે છે; તૂરના ત્રણ ગુનાને લીધે, હા ચારને લીધે, હું તેને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ, તેઓએ ભાઈચારાના કરારનો ભંગ કર્યો છે, અને સમગ્ર પ્રજા અદોમને સોંપી દીધી.
10 So I will send a fire upon the wall of Tyre, and it will devour her strongholds. હું તૂરની દીવાલોને આગ લગાડીશ, અને તે તેના સર્વ કિલ્લેબંધી ઘરોને નષ્ટ કરી નાખશે."
11 This is what our Father says: For three sins of Edom, and for four, I will not relent, because he chased his brother with the sword, stifled all compassion, his anger tore endlessly, and he kept his wrath forever. યહોવાહ આ મુજબ કહે છે; અદોમના ચાર ગુનાને લીધે, હા ત્રણને લીધે, હું તેમને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ. કેમ કે હાથમાં તરવાર લઈને તે પોતાના ભાઈઓની પાછળ પડ્યો. અને તેણે દયાનો છેક ત્યાગ કર્યો, અને નિત્ય ક્રોધના આવેશમાં તે મારફાડ કરતો હતો. અને તેનો રોષ કદી શમી ગયો નહિ.
12 So I will send a fire upon Teman, and it will devour the strongholds of Bozrah. હું તેમાન પર અગ્નિ મોકલીશ, અને તે બોસ્રાના મહેલોને ભસ્મ કરી નાખશે."
13 This is what our Father says: For three sins of the Ammonites, and for four, I will not relent, because they ripped open Gilead's pregnant women to enlarge their border. યહોવાહ આ પ્રમાણે કહે છે, ''આમ્મોનીઓના ત્રણ ગુનાને લીધે, હા ચારને લીધે, હું તેઓને શિક્ષા કરવાનું માંડી વાળીશ નહિ. કેમ કે પોતાના પ્રદેશની સરહદ વિસ્તારવા માટે તેઓએ ગિલયાદમાં ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખી છે.
14 So I will kindle a fire on the wall of Rabbah, and it will devour her strongholds, with shouting on the day of battle, with a tempest on the day of the whirlwind. પણ હું રાબ્બાના કોટમાં આગ લગાડીશ, અને તે યુદ્ધના સમયે તથા હોંકારાસહિત, અને વાવાઝોડાં તથા તોફાનસહિત, તેના મહેલોને ભસ્મ કરશે.
15 And their king will go into exile, he and his officials together, says our Father. તેઓનો રાજા પોતાના સરદારો સાથે, ગુલામગીરીમાં જશે," એમ યહોવાહ કહે છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]