Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Joel 3 guj

Show guj only
Verse × ×
1 "For look, in those days and at that time, when I restore the fortunes of Judah and Jerusalem, જુઓ, તે દિવસોમાં એટલે કે તે સમયે, જ્યારે હું યહૂદિયા અને યરુશાલેમની ગુલામગીરી ફેરવી નાખીશ,
2 I will gather all the nations and bring them down to the Valley of Jehoshaphat. There I will judge them on behalf of my people, my inheritance Israel, whom they scattered among the nations; for they divided up my land, ત્યારે હું બધી પ્રજાઓને એકત્ર કરીશ, અને તેઓને યહોશાફાટની ખીણમાં નીચે લઈ આવીશ. કેમ કે મારા લોક, એટલે મારો વારસો ઇઝરાયલ, જેઓને તેઓએ વિવિધ દેશોમાં વિખેરી નાખ્યા, અને મારી ભૂમિ વિભાજિત કરી નાખી છે તેને લીધે, હું તેઓનો ત્યાં ન્યાય કરીશ.
3 and they cast lots for my people. They traded a boy for a prostitute, and sold a girl for wine to drink. તેઓએ ચિઠ્ઠીઓ નાખી મારા લોકોને વહેંચી લીધા છે, છોકરાઓ આપીને તેઓએ ગણિકાઓ લીધી છે, અને મદ્યપાન કરવા તેઓએ છોકરીઓ વેચી છે. જેથી તેઓ મદ્યપાન કરી શકે.
4 "Now what do you have against me, Tyre and Sidon, and all the regions of Philistia? Are you repaying me for something I have done? If you are paying me back, I will swiftly and speedily bring what you have done back on your own heads. હે તૂર, સિદોન તથા ફિલીશીયાના બધા પ્રાંતો, તમે મારા પર શાથી ગુસ્સે થયા છો? તમારે અને મારે શું છે? શું તમે મારા પર વેર વાળશો? જો તમે મારા પર વેર વાળશો તો, બહુ ઝડપથી હું તમારું જ વૈર તમારા માથા પર પાછું વાળીશ.
5 For you took my silver and my gold and carried my finest treasures into your temples. તમે મારા સોના અને ચાંદી લઈ લીધાં છે, તથા મારી સર્વ કિંમતી વસ્તુઓ તમારા સભાસ્થાનોમાં લઈ ગયા છો.
6 You sold the people of Judah and Jerusalem to the Greeks, to send them far away from their own land. વળી તમે યહૂદિયાના વંશજોને અને યરુશાલેમના લોકોને, ગ્રીકોને વેચી દીધા છે, જેથી તમે તેઓને પોતાના વતનમાંથી દૂર કરી શકો.
7 "But look, I am rousing them from the place to which you sold them, and I will bring what you have done back on your own heads. જુઓ, જ્યાં તમે તેઓને વેચ્યાં છે ત્યાંથી હું તેમને છોડાવી લાવીશ. અને તમારું વૈર તમારા જ માથા પર પાછું વાળીશ.
8 I will sell your sons and daughters to the people of Judah, and they will sell them to the Sabeans, to a nation far away—for our Father has spoken." હું તમારા દીકરાઓને અને દીકરીઓને, યહૂદિયાના લોકોના હાથમાં આપીશ. તેઓ તેમને શેબાના લોકોને એટલે ઘણે દૂર દેશના લોકોને વેચી દેશે, કેમ કે યહોવાહ એ બોલ્યા છે.
9 Proclaim this among the nations: Prepare for war! Rouse the warriors! Let all the fighting men draw near and come up. તમે વિદેશી પ્રજાઓમાં આ જાહેર કરો; યુદ્ધની તૈયારી કરો. શ્રેષ્ઠ યોદ્ધાઓને જાગૃત કરો,. તેઓને પાસે આવવા દો, સર્વ લડવૈયાઓ કૂચ કરો.
10 Beat your plowshares into swords and your pruning hooks into spears; let the weakling say, "I am a warrior." તમારા હળની કોશોને ટીપીને તેમાંથી તરવારો બનાવો અને તમારાં દાંતરડાંઓના ભાલા બનાવો. દુર્બળ માણસો કહે કે હું બળવાન છું.
11 Hurry and come, all you surrounding nations, and gather yourselves there. Bring down your warriors, our Father. હે આજુબાજુની સર્વ પ્રજાઓ, જલદી આવો, એકત્ર થાઓ'' હે યહોવાહ, તમારા યોદ્ધાઓને ત્યાં ઉતારી લાવો.
12 "Let the nations rouse themselves and come up to the Valley of Jehoshaphat; for there I will sit to judge all the surrounding nations. ''પ્રજાઓ ઊઠો. અને યહોશાફાટની ખીણમાં આવો. કેમ કે આસપાસની સર્વ પ્રજાઓનો, ન્યાય કરવા માટે હું ત્યાં બેસીશ.
13 Swing the sickle, for the harvest is ripe. Come, trample, for the winepress is full and the vats overflow—for their wickedness is great." તમે દાતરડા ચલાવો, કેમ કે કાપણીનો સમય આવ્યો છે. આવો, દ્રાક્ષાઓને ખૂંદો, દ્રાક્ષચક્કી ભરાઈ ગઈ છે, દ્રાક્ષાકુંડો ઉભરાઈ જાય છે, કેમ કે તેમની દુષ્ટતા મોટી છે."
14 Multitudes, multitudes in the valley of decision! For the day of our Father is near in the valley of decision. ન્યાયચુકાદાની ખીણમાં લોકોના ટોળેટોળાં મોટો જનસમુદાય છે કેમ કે ન્યાયચુકાદાની ખીણમાં યહોવાહનો દિવસ પાસે છે.
15 The sun and the moon grow dark, and the stars hold back their light. સૂર્ય અને ચંદ્ર અંધારાય છે, અને તારાઓનો પ્રકાશ ઝાંખો પડ્યો છે.
16 Our Father roars from Zion and raises his voice from Jerusalem; the heavens and the earth tremble. But our Father is a refuge for his people, a stronghold for the children of Israel. યહોવાહ સિયોનમાંથી ગર્જના કરશે, અને યરુશાલેમમાંથી પોકાર કરશે, પૃથ્વી અને આકાશ કાંપશે, પણ યહોવાહ તેમના લોકો માટે સુરક્ષિત સ્થળ થશે, તેઓ ઇઝરાયલ લોકો માટે કિલ્લો થશે.
17 "Then you will know that I am your Father, living in Zion, my holy mountain. Jerusalem will be holy, and foreigners will never pass through it again. તેથી તમે જાણશો કે મારા પવિત્ર પર્વત સિયોન ઉપર રહેનાર હું યહોવાહ તમારો ઈશ્વર છું. પછી યરુશાલેમ પવિત્ર બનશે, અને વિદેશીઓ તેના પર ફરી આક્રમણ કરશે નહિ.
18 "And in that day the mountains will drip with sweet wine, the hills will flow with milk, and all the streambeds of Judah will run with water. A spring will flow from my house and water the Valley of Acacias. તે દિવસે એમ થશે કે, પર્વતોમાંથી મીઠો દ્રાક્ષારસ ટપકશે, અને ડુંગરોમાંથી દૂધ વહેશે, યહૂદિયાની સુકાઈ ગયેલી ધારાઓ પાણીથી ભરપૂર થશે. શિટ્ટીમની ખીણને પાણી પહોંચાડવા, યહોવાહના પવિત્રસ્થાનમાંથી ઝરો નીકળશે.
19 Egypt will become a wasteland and Edom a desolate wilderness, because of the violence done to the people of Judah, in whose land they shed innocent blood. મિસર વેરાન થઈ જશે, અને અદોમ ઉજ્જડ બનશે, કેમ કે આ લોકોએ યહૂદાના વંશજો પર ઉત્પાત ગુજાર્યો હતો, તેઓએ પોતાના દેશમાં નિર્દોષ લોહી વહેવડાવ્યું છે.
20 But Judah will be inhabited forever, and Jerusalem through all generations. પણ યહૂદિયા સદાકાળ માટે, અને યરુશાલેમ પેઢી દર પેઢી માટે ટકી રહેશે.
21 I will cleanse the guilt of the blood shed against them—which I have not yet cleansed—for our Father dwells in Zion." તેઓનું લોહી કે જેને મેં નિર્દોષ ગણ્યું નથી તેને હું નિર્દોષ ગણીશ," કેમ કે યહોવાહ સિયોનમાં રહે છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]