Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Revelation 10 OGCB

Side by side with the Father's Heart Bible™

દૂત અને નાનું ઓળિયું

1પછી મેં બીજા એક શકિતશાળી દૂતને આકાશમાંથી ઊતરતો જોયો. તે વાદળોથી ઘેરાયેલો હતો, તેના માથા પર મેઘધનુષ્ય હતું; તેનું મોં સૂર્યના જેવું, અને તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા. 2તેના હાથમાં એક નાનું ખુલ્લું ઓળિયું હતું, તેણે પોતાનો જમણો પગ સમુદ્ર પર અને ડાબો પગ પૃથ્વી પર મૂકયો. 3અને તેણે સિંહની ગર્જના જેવો મોટો અવાજ કયોઁઁ. અને જયારે તેણે અવાજ કયોઁ, ત્યારે સાત ગર્જનાઓના અવાજો બોલ્યા. 4અને જયારે સાત ગર્જનાઓ બોલી, ત્યારે હું લખી લેવાનો હતો; પણ મેં સ્વગઁમાંથી એક અવાજ સાંભળ્યો, “સાત ગજઁનાએ જે કહ્યું તેના પર તું મુદ્રા કર ને તેઓને તું લખીશ નહિ, એ વાતો પ્રગટ કરવાની નથી.”

5પછી દૂતને સમુદ્ર તથા પૃથ્વી પર મેં ઊભો રહેલો જોયો તેણે પોતાનો જમણો હાથ આકાશ તરફ ઊંચો કયોઁ, 6અને જે સદાકાળ જીવે છે તેણે આકાશ તથા તેમાં જે બધું છે પૃથ્વી અને તેમાં જે બધું છે, અને સમુદ્ર તથા તેમાં જે બધું છે તે ઉત્પન્ન કરનાર તેના નામે સમ ખાઈને કહ્યું કે, “હવે વિલંબ થશે નહિ! 7પરંતુ સાતમો દૂત જયારે પોતાનું રણશિંગડું વગાડશે, ત્યારે ઈશ્વરનો જે મમઁ તેણે પોતાના સેવકો એટલે પ્રબોધકોને જણાવ્યો હતો તે પૂર્ણ થશે.”

8પછી સ્વગઁમાંથી જે અવાજ મેં સાંભળ્યો હતો, તેણે ફરીથી એક વાર મને કહ્યું: “જા, સમુદ્ર તથા પૃથ્વી પર ઊભા રહેલાં દૂતના હાથમાંથી ઉઘાડું ઓળિયું લે.”

9તેથી હું તે દૂતની પાસે ગયો અને કહ્યું કે એ નાનું ઓળિયું મને આપ. તેણે મને કહ્યું, “આ લે અને તેને ખા તે તારા પેટને કડવાશથી ભરી દેશે, પણ તારા મોંમા તે મધ જેવું મીઠું લાગશે.” 10તેથી મેં તે નાનું ઓળિયું દૂતના હાથમાંથી લીધું અને ખાધું. તે મારા મોંમાં મધ જેવું મીઠું લાગ્યું. પણ જયારે મેં તે ખાધું, ત્યારે મારું પેટ કડવું થઇ ગયું. 11ત્યારે મને કહેવામાં આવ્યું, “તારે ફરીથી ઘણાં લોક, રાષ્ટ્રો, ભાષાઓ તથા રાજાઓ સંબંધી ભવિષ્યવાણી કરવી જોઈએ.”

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]