Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Revelation 9 OGCB

Side by side with the Father's Heart Bible™

1પછી પાંચમા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું, ત્યારે મેં એક તારાને આકાશમાંથી પૃથ્વી પર પડતો જોયો. તેને ઊંડાણનાં ખાડાની ચાવી આપવામાં આવી હતી. 2જયારે તેણે ઊંડાણનાં ખાડાને ઉઘાડયો ત્યારે તેમાંથી મોટી ભઠ્ઠીમાંથી નીકળતો હોય તેવો ધુમાડો નીકળ્યો. એ ધુમાડાથી સૂર્ય તથા આકાશ અંધરાઈ ગયાં. 3એ ધુમાડામાંથી પૃથ્વી પર તીડો ઊતરી આવ્યા અને તેમને વીંછીના જેવી શકિત આપવામાં આવી. 4તેઓને કહેવામાં આવ્યું કે પૃથ્વી પરના ઘાસ, કે છોડ અને વૃક્ષોને નુકશાન ન પહોંચાડો, પરંતુ જે લોકોનાં કપાળ પર ઈશ્વરની મુદ્રા ન હોય તેઓને જ નુકશાન પહોંચાડો. 5તેઓને તેમને મારી નાંખવાના ન હતા, પરંતુ પાંચ મહિના સુધી તેઓને રિબાવવાનાં હતાં; અને વીંછી જયારે માણસને ડંખ મારે છે તે વખતની પીડા જેવી તેઓની પીડા હતી. 6તે દિવસોમાં લોકો મરણ માંગશે, પરંતુ મળશે નહિ; તેઓ મરણ પામવાં ઝંખશે પરંતુ મરણ તેઓનાથી દૂર નાસી જશે.

7એ તીડો યુધ્ધ માટે સજાવેલા ઘોડા જેવાં દેખાતાં હતાં. તેઓએ તેમના માથાં પર સોનાનાં જેવા મુગટ પહેયાઁ હતા, અને તેઓનાં મુખ મનુષ્યનાં મુખ જેવાં હતાં. 8તેઓના વાળ સ્ત્રીનાં વાળ જેવા હતા, અને તેઓના દાંત સિંહના દાંત જેવા હતા. 9તેઓએ લોખંડી બખ્તર જેવા બખ્તર પહેર્યા હતાં, અને તેઓની પાંખોનો અવાજ રણમેદાનમાં દોડતા ઘણાં ઘોડા અને રથોનાં અવાજ જેવો હતો. 10તેઓને વીંછીના જેવી ડંખ વાળી પૂંછડીઓ હતી, અને લોકોને પાંચ મહિના સુધી રિબાવવાની શકિત હતી. 11ઊંડાણનો જે દૂત છે તે તેઓનો રાજા છે, હિબ્રૂમાં તેનું નામ અબદોન અને ગ્રીકમાં અપોલ્યોન એટલે વિનાશક છે.

12પહેલી વિપતિનો પતિ ગઇ છે; પરંતુ હજી બે વિપતીઓ બાકી છે.

13છઠ્ઠા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું, ત્યારે મેં ઈશ્વરની સમુંખની સોનાની વેદીનાં શિંગડામાંથી નીકળતી એક વાણી સાંભળી. 14તેણે રણશિંગડું વગાડનાર છઠ્ઠા દૂતને કહ્યું, “મહા નદી યુફ્રેતિસ આગળ બંધનમાં રાખી મુકાયેલા ચાર દૂતોને છૂટા કર.” 15ત્રીજા ભાગની માનવી વસ્તીને મારી નાખવા માટે જે ચાર દૂતને કે જેમને તે વર્ષ, તે માસ તે દિવસ અને તે ઘડીને માટે છોડવામાં આવ્યા. 16મેં તેમની સંખ્યા સાંભળી. તેઓના સૈન્યના ઘોડેસવારોની સંખ્યા વીસ કરોડની હતી.

17દર્શનમાં દેખાયેલાં ઘોડા તથા સવારોનું સ્વરૂપ આવું હતું: તેઓના બખ્તર અગ્નિ જેવા લાલ, જાંબુડા અને ગંધક જેવા પીળા રંગનાં હતાં. ઘોડાંનાં માથાં સિંહોનાં માથાં જેવાં દેખાતાં હતાં, અને તેઓના મુખમાંથી અગ્નિ, ગંધક અને ધુમાડો નીકળતાં હતાં. 18તેઓના મુખમાંથી નિકળતા અગ્નિ, ગંધક અને ધુમાડાની ત્રણ આફતો વડે ત્રીજા ભાગની વસ્તીને મારી નાખવામાં આવી. 19ઘોડાંઓની શકિત તેઓના મુખમાં અને પૂંછડીમાં હતી. તેઓની પૂંછડી સર્પના માથા જેવી હતી અને તે પૂંછડીથી ડંખ મારીને જીવલેણ હુમલો કરે છે.

20બાકીનાં જે માણસોને તે અનથઁથી મારી નાખવામાં આવ્યા નહિ, તેઓએ પોતાનાં હાથની કૃતિઓ સંબંધી પસ્તાવો કયોઁ નહિ, એટલે તેઓએ અશુધ્ધ આત્માઓની પૂજા કરવાનું તથા સોના, ચાંદી, પિતળ, પથ્થર અને લાકડાંમાંથી બનાવેલી મૂર્તિઓ જે જોતી નથી, સાંભળતી નથી કે ચાલતી નથી તેમની પૂજા કરવાનું ચાલુ રાખ્યું. 21પોતે કરેલાં ખૂન, જાદુક્રિયા, વ્યભિચાર અને ચોરી વિશે પણ તેઓએ પસ્તાવો કર્યો નહિ.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]