Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Mark 6 OGCB

Side by side with the Father's Heart Bible™

માન વિનાનો પ્રબોધક

1ત્યાંથી નીકળીને ઈસુ શિષ્યોની સાથે પોતાના વતન ગયા. 2જયારે વિશ્રામવારે આવ્યા, સભાસ્થાનમાં તે શિક્ષણ આપવાં લાગ્યા, અને ઘણા તેમને સાંભળીને આશ્ચર્ય પામ્યાં. “તેઓએ પૂછ્યું, આ બધું આ માણસ પાસે ક્યાંથી? તેમને આ જ્ઞાન કેવું આપવામાં આવ્યું છે? આ અદભુત ચમત્કારો એ કેવી રીતે કરી રહ્યા છે?

3શું એ સુથાર નથી? શું તે મરિયમનો દીકરો, યાકોબ, યોસેફ, યહૂદા અને સિમોનનો ભાઈ નથી? શું તેની બહેનો પણ અહીં આપણી પાસે નથી? આમ તેઓએ તેમના સંબંઘી ઠોકર ખાધી.”

4ઈસુએ તેઓને કહ્યું, “પ્રબોધક પોતાના વતન, સગાંવહાલાં અને કુટુંબ સિવાય માન વગરનો નથી.” 5કેટલાક માંદાઓ પર હાથ મૂકીને તેઓને સાજા કર્યા, તે સિવાય ઈસુ ત્યાં કોઈ ચમત્કારો કરી શક્યાં નહિ. 6લોકોનો અવિશ્વાસ જોઈને તેમને આશ્ચર્ય થયું, પછી ઈસુ આસપાસના ગામેગામ શિક્ષણ આપતાં ગયા.

ઈસુ બાર શિષ્યોને બહાર મોકલે છે

7તેમણે બાર શિષ્યોને બોલાવી તેઓને બબ્બેની જોડમાં બહાર મોકલ્યા, અને તેઓને અશુધ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો.

8આ તેમના સુચનો હતા: “મુસાફરીમાં લાકડી વિના બીજું કાંઈ સાથે લેતાં નહિ ભાથું નહિ, થેલી નહિ કે કમરબંધમાં નાણાં પણ નહિ. 9ચંપલ પહેરજો પણ વધારાનું શટઁ ના લેશો.” 10જયારે પણ તમે કોઇ ઘરમાં જાવ છો, “તે શહેર છોડો ત્યાં સુધી તેમાં રહો. 11અને જયાં કંઈ લોકો તમારો આવકાર ન કરે અથવા તમારી વાત ન સાંભળે તો ત્યાંથી નીકળી જાઓ, અને પગની ધૂળ ખંખેરી નાંખો તે તેઓની વિરુધ્ધ સાક્ષીરૂપ થશે.”

12શિષ્યો ચાલી નીકળ્યાં, અને લોકોને પાપથી પાછા ફરવાનો ઉપદેશ આપવાં લાગ્યા. 13તેઓએ ધણા અશુધ્ધ આત્માઓને કાઢયાં અને ઘણાં માંદાઓને તેલ ચોળી અભિષેક કરીને સાજા કર્યાં.

યોહાન બાપ્તિસ્તનો શિરચ્છેદ

14હેરોદ રાજાએ આ વિશે સાંભળ્યું, કેમકે તેનું નામ પ્રસિધ્ધ થયું હતું. ઘણા કહેતા: “યોહાન બાપ્તિસ્ત છે, તે મરણમાંથી સજીવન થયો છે, તેથી તે આવાં ચમત્કારીક પરાક્રમી કામો તેનાથી થઈ રહયાં છે.”

15બીજાઓએ કહ્યું કે, “તે પ્રબોધક એલિયા છે.” વળી બીજા કેટલાક એવું કહેતાં કે, “પ્રાચીન પ્રબોધકો માના કોઇ એકના જેવો પ્રબોધક છે.”

16પણ હેરોદે તે સાંભળીને કહ્યું, “તે યોહાન જ છે, મેં જેનો શિરચ્છેદ કરાવ્યો હતો તે મરણમાંથી સજીવન થયો છે.”

17કેમકે હેરોદે પોતે યોહાનની ધરપકડ કરાવી હતી, અને જેલમાં બાંધીને પૂર્યો હતો. હેરોદિયાસને કારણ તેણે એમ કયુઁ, હેરોદ રાજા પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાસને પરણ્યો હતો. 18આ અંગે યોહાન હેરોદને કહ્યાં કરતો હતો કે “નિયમ પ્રમાણે તારે તારા ભાઈની પત્ની રાખવી એ ઉચિત નથી.” 19યોહાનને મારી નંખાવી હેરોદિયાસ વેર વાળવાં માંગતી હતી. પણ તે એમ ન કરી શકી. 20કેમકે હેરોદ તેની બીક રાખતો અને રક્ષણ કરતો, તે જાણતો કે, યોહાન ન્યાયી અને પવિત્ર માણસ હતો. યોહાનની વાત સાંભળીને હેરોદ અસ્વસ્થ બની જતો છતાં, તેને યોહાનનું સાંભળવું ગમતું.

21આખરે લાગ મળી ગયો: હેરોદે પોતાની વરસગાંઠ નિમિતે ઉચ્ચ અધિકારીઓ, સેનાપતિઓ અને ગાલીલના અગ્રણ્ય નાગરિકો માટે ભોજન સમારંભ યોજયો. 22આ પ્રસંગે હેરોદિયાસની પુત્રીએ નૃત્ય કરીને બધાને ખુશ કરી દીધા. રાજાએ તે છોકરીને કહ્યું. “તું ચાહે તે માંગ, તે હું તને આપીશ.”

23અને તેણે સમ ખાઇને વચન આપીને કહ્યું, “જે કંઈ તું મારી પાસે માગે તે મારા અધાઁ રાજય સુધી હું તને આપીશ.”

24બહાર જઈને તેણે તેની માને પૂછ્યું, “હું શું માંગુ?” તેણે કહ્યું, “યોહાન બાપ્તિસ્તનું માથું.”

25તરત રાજા પાસે જઈને તેણે વિનંતી કરીને કહ્યું, “મારે યોહાન બાપ્તિસ્તનું માથું તાસકમાં હમણાં જ જોઈએ.”

26આ સાંભળીને રાજા દુઃખી થયો, પરંતુ આપેલા વચનને લીધે અને મહેમાનોને લીધે તેના કહી શકયો નહિ. 27તરત તેણે પોતાના એક અંગરક્ષકને યોહાનનું માથું કાપી લાવવાં જેલમાં મોકલ્યો. અંગરક્ષકે, જેલમાં આવીને યોહાનનું માથું કાપી નાખ્યું. 28અને તેને તાસકમાં લાવીને છોકરીને આપ્યું, તે લઈને છોકરીએ તેની માં ને આપ્યું. 29જે બન્યું હતું તે સાંભળીને યોહાનનાં શિષ્યો ત્યાં આવ્યા, અને યોહાનનાં મૃતદેહને લઈ જઈને કબરમાં દફનાવ્યું.

પાંચ હજારને જમાડયાં

30ઈસુના પ્રેષિતો તેમની પાસે એકઠાં થયા, ને તેઓએ જે જે કર્યું તથા શીખવ્યું હતું તે બધું ઈસુને કહી સંભળાવ્યું. 31લોકોની ભીડ અને અવરજવર હોવાને લીધે તેમને ખાવાનો સમય પણ મળતો ન હતો. ઈસુએ કહ્યું, “ચાલો, થોડો સમય અહીંથી દૂર જઈને આરામ કરીએ.”

32હોડીમાં બેસીને તેઓ એકાંત સ્થળે જવા નીકળ્યાં. 33ઘણા લોકોએ તેઓને જતાં જોયાં ને ઓળખ્યા, અને સવઁ શહેરો માંથી પગે દોડીને તેઓની આગળ પહોંચી ગયા. 34જયારે ઈસુ હોડીમાંથી ઊતર્યા ત્યારે ઘણી મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ત્યારે તેઓને જોઈને તેમના પ્રત્યે કરુણા ઊપજી, કારણ કે તેઓ પાળક વગરનાં ઘેટાં જેવા હતા માટે ઈસુએ તેઓને ઘણી બાબતો શીખવવા લાગ્યા.

35સાંજ પડતાં પહેલાં શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, “આ સ્થળ ઉજજડ છે, વળી ઘણું મોડું થઈ ગયું છે. 36લોકોને મોકલો કે જેથી નજીકનાં આસપાસનાં ગામોમાં જઈને પોતાને સારું ખોરાક ખરીદી લે.”

37પણ તેમણે કહ્યું કે, “તમે તેઓને કંઈક ખાવાનું આપો!” તેઓએ તેને કહ્યું, “તેમાં અડધા વર્ષથી વધુ વેતન લાગશે! શું આપણે જઈને રોટલી પાછળ આટલો ખર્ચ કરીએ અને તેમને ખાવા માટે આપીએ?”

38તેમણે પૂછયું, “કે તમારી પાસે કેટલી રોટલી છે તે જઈને જુઓ.” તેઓએ તપાસ કરીને જણાવ્યું કે “પાંચ રોટલી ને બે માછલી છે.”

39પછી ઈસુએ તેઓને હુકમ કર્યો કે બધા લોકોને લીલા ઘાસ પર સમૂહમાં બેસાડો. 40તેથી તેઓ પચાસ પચાસ અને સો સોની પંગતમાં બેસી ગયા. 41ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી અને આકાશ તરફ જોઈને ઈશ્વરનો આભાર માન્યો ને રોટલીનાં ટુકડા કર્યા અને તે ટુકડા તથા માછલી શિષ્યોને આપીને લોકોને પીરસવાં કહ્યું. 42તેઓ બધાએ ધરાઈને ખાધું, 43ભોજન પછી શિષ્યોએ વધેલાં ટુકડાઓની બાર ટોપલીઓ ભરીને માછલીઓમાંથી પણ કંઈ વધ્યું. 44ખાનારા પુરુષોની સંખ્યા પાંચ હજાર હતી.

ઈસુ પાણી પર ચાલે છે

45ટોળાને વિદાય કયાઁ પછી તરત જ ઈસુએ શિષ્યોને હોડીમાં બેસાડી પોતાની આગળ સરોવરને સામે કાંઠે બેથસૈદા મોકલ્યા. 46પછી તેમને વિદાય કરી, તે પ્રાર્થના કરવા પહાડ પર ગયા.

47મોડી રાત્રે, શિષ્યોની હોડી સરોવરની મધ્યમાં હતી, અને તેઓ જમીન પર એકલાં હતા. 48પવન સામો હોવાને કારણે શિષ્યો હલેસા મારતા હેરાન થાય છે તે જોઈને, સવાર થતા પહેલાં ઈસુ સરોવર પર ચાલીને તેઓની તરફ ગયા. 49પણ જયારે તેઓએ તેમને સરોવર પર ચાલતાં જોયા, ને તેઓએ વિચાયુઁ કે તે કોઈ ભૂત છે. તેઓ ભયભીત બની ચીસો પાડી ઊઠયાં. 50કેમકે તેઓ સવઁ જોઈને ગભરાય ગયા. તરત જ ઈસુએ તેઓને કહ્યું, “હિંમત રાખો, ગભરાશો નહિ! એ તો હું છું!”

51પછી તે તેઓની સાથે હોડીમાં ચઢી ગયા અને પવન બંધ થઈ ગયો. તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. 52કેમકે તેઓ રોટલી વિશે સમજયા નહિ, પણ તેઓનાં મન કઠણ થયા.

53સરોવર ઓળંગીને તેઓ ગન્નેસરેત પ્રદેશમાં આવ્યા. અને ત્યાં તેઓએ હોડી લાંગરી. 54જેવા તેઓ નીચે ઊતર્યા કે તરત જ લોકો તેમને ઓળખી ગયા. 55ને સમગ્ર પ્રદેશમાં દોડી જઈને તે કયાં છે તે તેઓએ સાંભળ્યું ત્યારે બીમાર માણસોને પથારીમાં લઈને ઈસુની પાસે લાવવાં લાગ્યા. 56અને જયાં જયાં તેઓ ગામોમાં, શહેરોમાં અને પરામાં જતાં, ત્યાં ત્યાં લોકો ગયા, ત્યાંની શેરીઓમાં અને બજારોમાં લોકો પોતાનાં માંદાઓને લાવતાં અને તેમના ઝભ્ભાની કીનારીને સ્પર્શ કરવા દેવા વિનંતી કરતા. જેટલાંએ તેમને સ્પર્શ કયોઁ તે બધાં જ સાજા થયાં.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]