Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Mark 7 OGCB

Side by side with the Father's Heart Bible™

કે જે શુધ્ધ કરે છે

1અને યરુશાલેમથી કેટલાએક નિયમશાસ્ત્રના પંડિતો અને ફરોશીઓ ઈસુની પાસે એકઠાં થયા. 2અને તેઓએ જોયું કે કેટલાએક શિષ્યો શુધ્ધ એટલે હાથ ધોયા વિના ભોજન ખાતા હતા. 3ફરોશીઓ અને બધા યહૂદીઓ તેઓની પ્રાચીન ધર્મ પ્રણાલિકા પ્રમાણે હાથ ધોયાં વિના ભોજન લેતાં નહિ. 4બજારથી ઘરે આવે ત્યારે હાથ ધોયા વિના ભોજન લેતાં ન હતા, આ અને આવી અનેક પ્રણાલિકાઓને તેઓ સદીઓથી વળગી રહ્યાં હતા, જેમ કે પ્યાલા, લોટા, વાસણો તથા પથારીઓને ધોવાની રીત તેઓ પાડતા.

5તેથી ફરોશીઓ તથા નિયમશાસ્ત્રના પંડિતોએ ઈસુને પૂછયું, “તમારાં શિષ્યો વડીલોના રીતરિવાજો ન પાડતા અશુદ્ધ હાથે ભોજન કેમ ખાય છે?”

6તેમણે જવાબ આપ્યો, “અરે ઢોંગીઓ, યશાયા પ્રબોધકે તમારાં વિશે સાચું જ કહ્યું છે કે:“ ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે,પણ તેઓનાં હૃદય મારાંથી દૂર છે.

7તેઓ મારી વ્યથઁ ભકિત કરે છે.તેઓનું શિક્ષણ માત્ર માણસના નિયમ પુરતું છે.’

8કારણ કે તમે ઈશ્વરની આ આજ્ઞાઓને અવગણીને માણસોનાં રીતરિવાજોને વધુ સ્થાન આપો છો.”

9“તમારાં રીતરિવાજોને વળગી રહેવા માટે તમે ઈશ્વરના નિયમોને સારી રીતે નકારો છો! 10જેમ કે મોશેએ ઈશ્વરની આ વાતો તમને કહી, ‘તારાં માતાપિતાનું સન્માન કર ને જે કોઈ પોતાના માતાપિતાને શાપ દે તે માર્યો જાય.’ 11પણ તમે કહો છો, ‘કે જો કોઇ જાહેર કરે છે કે તેના માતાપિતાને મદદ કરવા માટે જેનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે મેં ઈશ્વરને કુરબાન (એટલે ઇશ્વરને સમઁપણ) કરી દીધું છે.’ 12તો તમે તેના માતાપિતાને સારું કંઈ કરવા દેતા નથી. 13આ પ્રમાણે તમારાં રિતરીવાજોને ચાલુ રાખવા તમે ઈશ્વરની આ આજ્ઞા રદ કરો છો, અને એવા અનેક કામો તમે કરો છો.”

14ફરી ઈસુએ ટોળાને બોલાવીને કહ્યું, “તમે સઘળાં મારું સાંભળો અને સમજો. 15બહારથી વ્યક્તિમા જઈને કંઈ તેમને અશુધ્ધ કરી શક્તું નથી, પણ વ્યક્તિમાંથી જે નીકળે છે તે જ તેમને અશુદ્ધ કરે છે. 16જેને સાંભળવાને કાન હોય તે સાંભળે.”

17પછી ઈસુ ટોળામાંથી બહાર નીકળી એક ઘરમાં ગયા, ત્યાં શિષ્યોએ તેમને એ દ્રષ્ટાંતનો અર્થ પૂછયો. 18તેમણે કહ્યું, “શું તમે પણ અણસમજુ છો? શું તમે જાણતા નથી કે માણસમાં જે બહારથી પેસે છે તે તેને અશુધ્ધ કરી શકે? 19કેમકે તે હ્રદયમાં જતું નથી પણ પેટમાં પસાર થઈ બહાર નીકળી જાય છે!” આમ કહીને ઈસુએ દરેક ખોરાકને શુધ્ધ ઠરાવ્યો.

20“વળી તેમણે કહ્યું, વ્યક્તિમાંથી જે નીકળે તે જ તેમને અશુધ્ધ કરે છે. 21કારણ કે અંદરથી એટલે, વ્યક્તિનાં હ્રદયમાંથી ભૂંડા વિચારો, ચોરી, ખૂન, વ્યભિચાર, 22લોભ, દુષ્ટતા, કપટ, અશુદ્ધતા, અદેખાઈ, નિંદા, અભિમાન અને દરેક પ્રકારની મૂર્ખતા બહાર નીકળે છે. 23આ બધી ભૂંડી બાબતો અંદરથી આવે છે. તે વ્યક્તિને અશુધ્ધ કરે છે.”

સિરોફોનિશિયન સ્ત્રીની વિશ્વાસ

24પછી ગાલીલથી નીકળીને ઈસુ તૂર તથા સિદોનના પ્રદેશમાં ગયા, તેઓ ઘરમાં ગયા અને એ વાત કોઈ ન જાણે એવું તે ઈચ્છતા હતાં, પણ તે પોતાની હાજરી ગુપ્ત ન રાખી શકયા. 25હકીકતમાં, એક સ્ત્રી જેની નાની દીકરીને અશુધ્ધ આત્મા વળગ્યો હતો, જેવું તેણે ઈસુ વિશે સાંભળ્યું કે તરત આવીને તે તેમના પગ આગળ પડી. 26તે સ્ત્રી ગ્રીક હતી, ને સિરિયાના ફિનીકિયામાં જન્મી હતી. તેણે પોતાની દીકરીમાંથી અશુધ્ધ આત્મા કાઢવા ઈસુને વિનંતી કરી.

27તેમણે તેને કહ્યું, “પ્રથમ છોકરાંને જેટલું જોઈએ તેટલું ખાવા દો! છોકરાંની રોટલી લઈને કૂતરાંને ફેંકવી યોગ્ય નથી!”

28તેણે ઉત્તર આપ્યો, “ગુરુજી, કૂતરાં પણ ટેબલ નીચે પડેલા છોકરાનાં વધેલાં ટૂકડા ખાય છે.”

29ઈસુએ કહ્યું, “તેં સારો જવાબ આપ્યો છે. જા, તેનામાંથી અશુધ્ધ આત્મા નીકળી ગયો છે.”

30તે ઘરે ગઈ ત્યારે તેની દીકરી પથારીમાં સૂતેલી હતી ને તેનામાંથી અશુધ્ધ આત્મા નીકળી ગયો હતો.

ઈસુએ બહેરાં બોબડાંને સાજો કયોઁ

31પછી ઈસુ તૂરથી નીકળીને સિદોન ગયા, ત્યાંથી દકાપોલિસનાં માર્ગે ગાલીલ સરોવર પાસે આવી પહોંચ્યા. 32લોકો એક બહેરાં બોબડાંને તેમની પાસે લાવ્યા અને વિનંતી કરી કે તે તેના ઉપર હાથ મૂકે અને સાજો કરે.

33ઈસુ તેને ટોળામાંથી એકાંતમાં લઈ ગયા, તેના બંને કાનમાં આંગળીઓ નાંખી અને થૂંકીને તેની જીભને અડકયા; 34પછી આકાશ તરફ જોઈને તેમણે ઊંડો નિઃસાસો નાંખ્યો અને કહ્યું, “એફફાથા!” (એટલે “ઊઘડી જા”). 35તે વખતે તરત તેના કાન ખુલી ગયા, તેની જીભ છૂટી ગઈ અને તે સ્પષ્ટ બોલવાં લાગ્યો.

36ઈસુએ કોઈને ન કહેવા માટે આજ્ઞા કરી છતાં, પણ જેટલું તેમણે કયું એટલું લોકો વધારેને વધારે ફેલાવતાં ગયા. 37તેઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા અને કહેતાં, “તેમણે બધું સારું જ કયુંઁ છે, તેઓએ કહ્યું, તે બહેરાંને સાંભળતા અને બોબડાંને બોલતા કરે છે.”

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]