Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Mark 6 OGCB

Show OGCB only
Verse × ×
1 He went out from there and came to his hometown, and his disciples followed him. ત્યાંથી નીકળીને ઈસુ શિષ્યોની સાથે પોતાના વતન ગયા.
2 On the Sabbath he began teaching in the synagogue. Many who heard were amazed: "Where did this man get this? What wisdom is this, given to him? How do such miracles happen through his hands? જયારે વિશ્રામવારે આવ્યા, સભાસ્થાનમાં તે શિક્ષણ આપવાં લાગ્યા, અને ઘણા તેમને સાંભળીને આશ્ચર્ય પામ્યાં. “તેઓએ પૂછ્યું, આ બધું આ માણસ પાસે ક્યાંથી? તેમને આ જ્ઞાન કેવું આપવામાં આવ્યું છે? આ અદભુત ચમત્કારો એ કેવી રીતે કરી રહ્યા છે?
3 Isn't this the carpenter, Mary's son, brother of James, Joses, Judas, and Simon? Aren't his sisters here with us?" They were offended by him. શું એ સુથાર નથી? શું તે મરિયમનો દીકરો, યાકોબ, યોસેફ, યહૂદા અને સિમોનનો ભાઈ નથી? શું તેની બહેનો પણ અહીં આપણી પાસે નથી? આમ તેઓએ તેમના સંબંઘી ઠોકર ખાધી.”
4 Jesus said to them, "A prophet lacks honor only in his hometown, among his relatives, and in his own household." ઈસુએ તેઓને કહ્યું, “પ્રબોધક પોતાના વતન, સગાંવહાલાં અને કુટુંબ સિવાય માન વગરનો નથી.”
5 He could do no miracle there, except laying hands on a few sick and healing them. કેટલાક માંદાઓ પર હાથ મૂકીને તેઓને સાજા કર્યા, તે સિવાય ઈસુ ત્યાં કોઈ ચમત્કારો કરી શક્યાં નહિ.
6 He was amazed at their lack of faith. Then he went around the villages teaching. લોકોનો અવિશ્વાસ જોઈને તેમને આશ્ચર્ય થયું, પછી ઈસુ આસપાસના ગામેગામ શિક્ષણ આપતાં ગયા.
7 He called the twelve and began sending them out two by two, giving them authority over unclean spirits. તેમણે બાર શિષ્યોને બોલાવી તેઓને બબ્બેની જોડમાં બહાર મોકલ્યા, અને તેઓને અશુધ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો.
8 He ordered them to take only a staff for the road—no bread, no bag, no money in their belts, આ તેમના સુચનો હતા: “મુસાફરીમાં લાકડી વિના બીજું કાંઈ સાથે લેતાં નહિ ભાથું નહિ, થેલી નહિ કે કમરબંધમાં નાણાં પણ નહિ.
9 but to wear sandals and not put on two tunics. ચંપલ પહેરજો પણ વધારાનું શટઁ ના લેશો.”
10 And he said to them, "Wherever you enter a house, stay there until you leave that place. જયારે પણ તમે કોઇ ઘરમાં જાવ છો, “તે શહેર છોડો ત્યાં સુધી તેમાં રહો.
11 Whatever place refuses to welcome or hear you, leaving there, shake the dust off your feet as testimony against them." અને જયાં કંઈ લોકો તમારો આવકાર ન કરે અથવા તમારી વાત ન સાંભળે તો ત્યાંથી નીકળી જાઓ, અને પગની ધૂળ ખંખેરી નાંખો તે તેઓની વિરુધ્ધ સાક્ષીરૂપ થશે.”
12 So they went out and proclaimed that people should repent. શિષ્યો ચાલી નીકળ્યાં, અને લોકોને પાપથી પાછા ફરવાનો ઉપદેશ આપવાં લાગ્યા.
13 And they drove out many demons and anointed many sick people with oil and healed them. તેઓએ ધણા અશુધ્ધ આત્માઓને કાઢયાં અને ઘણાં માંદાઓને તેલ ચોળી અભિષેક કરીને સાજા કર્યાં.
14 King Herod heard of it, for Jesus's name had become known. Some were saying, "John the Baptist has been raised from the dead; that is why these miraculous powers are at work in him." હેરોદ રાજાએ આ વિશે સાંભળ્યું, કેમકે તેનું નામ પ્રસિધ્ધ થયું હતું. ઘણા કહેતા: “યોહાન બાપ્તિસ્ત છે, તે મરણમાંથી સજીવન થયો છે, તેથી તે આવાં ચમત્કારીક પરાક્રમી કામો તેનાથી થઈ રહયાં છે.”
15 But others said, "He's Elijah." Others said, "He's a prophet, like one of the prophets of old." બીજાઓએ કહ્યું કે, “તે પ્રબોધક એલિયા છે.” વળી બીજા કેટલાક એવું કહેતાં કે, “પ્રાચીન પ્રબોધકો માના કોઇ એકના જેવો પ્રબોધક છે.”
16 But when Herod heard of it, he said, "John, whom I beheaded, has been raised." પણ હેરોદે તે સાંભળીને કહ્યું, “તે યોહાન જ છે, મેં જેનો શિરચ્છેદ કરાવ્યો હતો તે મરણમાંથી સજીવન થયો છે.”
17 Herod had sent and seized John, binding him in prison because of Herodias, his brother Philip's wife, whom he had married. કેમકે હેરોદે પોતે યોહાનની ધરપકડ કરાવી હતી, અને જેલમાં બાંધીને પૂર્યો હતો. હેરોદિયાસને કારણ તેણે એમ કયુઁ, હેરોદ રાજા પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાસને પરણ્યો હતો.
18 For John kept telling Herod, "It is not lawful for you to have your brother's wife." આ અંગે યોહાન હેરોદને કહ્યાં કરતો હતો કે “નિયમ પ્રમાણે તારે તારા ભાઈની પત્ની રાખવી એ ઉચિત નથી.”
19 And Herodias held a grudge against him and wanted to kill him, but she could not, યોહાનને મારી નંખાવી હેરોદિયાસ વેર વાળવાં માંગતી હતી. પણ તે એમ ન કરી શકી.
20 Herod feared John, knowing him righteous and holy, and protected him. Hearing John left Herod deeply puzzled, yet he gladly listened to him. કેમકે હેરોદ તેની બીક રાખતો અને રક્ષણ કરતો, તે જાણતો કે, યોહાન ન્યાયી અને પવિત્ર માણસ હતો. યોહાનની વાત સાંભળીને હેરોદ અસ્વસ્થ બની જતો છતાં, તેને યોહાનનું સાંભળવું ગમતું.
21 Then a fitting day came: Herod's birthday, when he gave a banquet for his nobles, military commanders, and Galilee's leading men. આખરે લાગ મળી ગયો: હેરોદે પોતાની વરસગાંઠ નિમિતે ઉચ્ચ અધિકારીઓ, સેનાપતિઓ અને ગાલીલના અગ્રણ્ય નાગરિકો માટે ભોજન સમારંભ યોજયો.
22 When Herodias's daughter entered and danced, she delighted Herod and his dinner guests. The king told the girl, "Ask me for anything you want, and I'll give it to you." આ પ્રસંગે હેરોદિયાસની પુત્રીએ નૃત્ય કરીને બધાને ખુશ કરી દીધા. રાજાએ તે છોકરીને કહ્યું. “તું ચાહે તે માંગ, તે હું તને આપીશ.”
23 He swore to her, "Whatever you ask me, I'll give you—up to half my kingdom." અને તેણે સમ ખાઇને વચન આપીને કહ્યું, “જે કંઈ તું મારી પાસે માગે તે મારા અધાઁ રાજય સુધી હું તને આપીશ.”
24 She went out and said to her mother, "What should I ask?" She said, "The head of John the Baptist." બહાર જઈને તેણે તેની માને પૂછ્યું, “હું શું માંગુ?” તેણે કહ્યું, “યોહાન બાપ્તિસ્તનું માથું.”
25 She went in immediately, with urgency, to the king and asked, "I want you to give me this instant the head of John the Baptist on a platter." તરત રાજા પાસે જઈને તેણે વિનંતી કરીને કહ્યું, “મારે યોહાન બાપ્તિસ્તનું માથું તાસકમાં હમણાં જ જોઈએ.”
26 Deeply grieved, the king still wouldn't refuse her, because of his oaths and his guests. આ સાંભળીને રાજા દુઃખી થયો, પરંતુ આપેલા વચનને લીધે અને મહેમાનોને લીધે તેના કહી શકયો નહિ.
27 The king at once sent an executioner, ordering John's head brought. He went and beheaded him in the prison, તરત તેણે પોતાના એક અંગરક્ષકને યોહાનનું માથું કાપી લાવવાં જેલમાં મોકલ્યો. અંગરક્ષકે, જેલમાં આવીને યોહાનનું માથું કાપી નાખ્યું.
28 and brought his head on a platter, gave it to the girl, and the girl gave it to her mother. અને તેને તાસકમાં લાવીને છોકરીને આપ્યું, તે લઈને છોકરીએ તેની માં ને આપ્યું.
29 When John's disciples heard, they came, took his body, and laid it in a tomb. જે બન્યું હતું તે સાંભળીને યોહાનનાં શિષ્યો ત્યાં આવ્યા, અને યોહાનનાં મૃતદેહને લઈ જઈને કબરમાં દફનાવ્યું.
30 The apostles gathered to Jesus and told him all that they had done and taught. ઈસુના પ્રેષિતો તેમની પાસે એકઠાં થયા, ને તેઓએ જે જે કર્યું તથા શીખવ્યું હતું તે બધું ઈસુને કહી સંભળાવ્યું.
31 He told them, "Come away by yourselves to a quiet place and rest a while." For many were coming and going, and they had no time to eat. લોકોની ભીડ અને અવરજવર હોવાને લીધે તેમને ખાવાનો સમય પણ મળતો ન હતો. ઈસુએ કહ્યું, “ચાલો, થોડો સમય અહીંથી દૂર જઈને આરામ કરીએ.”
32 And they went away in the boat to a desolate place by themselves. હોડીમાં બેસીને તેઓ એકાંત સ્થળે જવા નીકળ્યાં.
33 Many saw them leave and recognized them; they ran on foot from every town and got there ahead of them. ઘણા લોકોએ તેઓને જતાં જોયાં ને ઓળખ્યા, અને સવઁ શહેરો માંથી પગે દોડીને તેઓની આગળ પહોંચી ગયા.
34 Stepping ashore, he saw a large crowd and felt compassion for them, for they were like sheep without a shepherd, and began teaching them many things. જયારે ઈસુ હોડીમાંથી ઊતર્યા ત્યારે ઘણી મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ત્યારે તેઓને જોઈને તેમના પ્રત્યે કરુણા ઊપજી, કારણ કે તેઓ પાળક વગરનાં ઘેટાં જેવા હતા માટે ઈસુએ તેઓને ઘણી બાબતો શીખવવા લાગ્યા.
35 When it was already late, his disciples came to him and said, "This is an isolated place, and it's already late. સાંજ પડતાં પહેલાં શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, “આ સ્થળ ઉજજડ છે, વળી ઘણું મોડું થઈ ગયું છે.
36 Send them away to go into the surrounding countryside and villages and buy themselves something to eat." લોકોને મોકલો કે જેથી નજીકનાં આસપાસનાં ગામોમાં જઈને પોતાને સારું ખોરાક ખરીદી લે.”
37 He replied, "You give them something to eat." They said, "Should we go buy 200 denarii of bread and give them it to eat?" પણ તેમણે કહ્યું કે, “તમે તેઓને કંઈક ખાવાનું આપો!” તેઓએ તેને કહ્યું, “તેમાં અડધા વર્ષથી વધુ વેતન લાગશે! શું આપણે જઈને રોટલી પાછળ આટલો ખર્ચ કરીએ અને તેમને ખાવા માટે આપીએ?”
38 He asked them, "How many loaves do you have? Go and see." They found out and said, "Five, and two fish." તેમણે પૂછયું, “કે તમારી પાસે કેટલી રોટલી છે તે જઈને જુઓ.” તેઓએ તપાસ કરીને જણાવ્યું કે “પાંચ રોટલી ને બે માછલી છે.”
39 Then he commanded them all to sit down in groups on the green grass. પછી ઈસુએ તેઓને હુકમ કર્યો કે બધા લોકોને લીલા ઘાસ પર સમૂહમાં બેસાડો.
40 So they sat down in groups, by hundreds and by fifties. તેથી તેઓ પચાસ પચાસ અને સો સોની પંગતમાં બેસી ગયા.
41 Taking the five loaves and two fish, he looked up to heaven, gave thanks and broke the loaves, gave them to the disciples to set before the people, and divided the two fish among them all. ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી અને આકાશ તરફ જોઈને ઈશ્વરનો આભાર માન્યો ને રોટલીનાં ટુકડા કર્યા અને તે ટુકડા તથા માછલી શિષ્યોને આપીને લોકોને પીરસવાં કહ્યું.
42 And they all ate and were satisfied. તેઓ બધાએ ધરાઈને ખાધું,
43 And they took up twelve baskets full of broken pieces and of the fish. ભોજન પછી શિષ્યોએ વધેલાં ટુકડાઓની બાર ટોપલીઓ ભરીને માછલીઓમાંથી પણ કંઈ વધ્યું.
44 And those who ate the loaves were 5,000 men. ખાનારા પુરુષોની સંખ્યા પાંચ હજાર હતી.
45 At once he made his disciples board the boat and go ahead to the other side, toward Bethsaida, while dismissing the crowd. ટોળાને વિદાય કયાઁ પછી તરત જ ઈસુએ શિષ્યોને હોડીમાં બેસાડી પોતાની આગળ સરોવરને સામે કાંઠે બેથસૈદા મોકલ્યા.
46 And after he had taken leave of them, he went up on the mountain to pray. પછી તેમને વિદાય કરી, તે પ્રાર્થના કરવા પહાડ પર ગયા.
47 When evening came, the boat was out on the sea, and he was alone on the land. મોડી રાત્રે, શિષ્યોની હોડી સરોવરની મધ્યમાં હતી, અને તેઓ જમીન પર એકલાં હતા.
48 He saw them straining at the oars, for the wind was against them. Around three in the morning he came to them, walking on the sea. He meant to pass by them, પવન સામો હોવાને કારણે શિષ્યો હલેસા મારતા હેરાન થાય છે તે જોઈને, સવાર થતા પહેલાં ઈસુ સરોવર પર ચાલીને તેઓની તરફ ગયા.
49 but seeing him walk on the sea, they thought it was a ghost and cried out, પણ જયારે તેઓએ તેમને સરોવર પર ચાલતાં જોયા, ને તેઓએ વિચાયુઁ કે તે કોઈ ભૂત છે. તેઓ ભયભીત બની ચીસો પાડી ઊઠયાં.
50 for all saw him and were terrified; but immediately he spoke to them, saying, "Take heart; it is I. Do not be afraid." કેમકે તેઓ સવઁ જોઈને ગભરાય ગયા. તરત જ ઈસુએ તેઓને કહ્યું, “હિંમત રાખો, ગભરાશો નહિ! એ તો હું છું!”
51 He got into the boat with them, and the wind stopped; they were completely amazed among themselves, પછી તે તેઓની સાથે હોડીમાં ચઢી ગયા અને પવન બંધ થઈ ગયો. તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.
52 for they did not understand about the loaves, but their hearts were hardened. કેમકે તેઓ રોટલી વિશે સમજયા નહિ, પણ તેઓનાં મન કઠણ થયા.
53 When they had crossed over, they came to land at Gennesaret and moored to the shore. સરોવર ઓળંગીને તેઓ ગન્નેસરેત પ્રદેશમાં આવ્યા. અને ત્યાં તેઓએ હોડી લાંગરી.
54 And when they got out of the boat, the people immediately recognized him. જેવા તેઓ નીચે ઊતર્યા કે તરત જ લોકો તેમને ઓળખી ગયા.
55 They ran through that whole region and began carrying the sick on mats to wherever they heard he was. ને સમગ્ર પ્રદેશમાં દોડી જઈને તે કયાં છે તે તેઓએ સાંભળ્યું ત્યારે બીમાર માણસોને પથારીમાં લઈને ઈસુની પાસે લાવવાં લાગ્યા.
56 Wherever he went—villages, towns, countryside—they laid the sick in the marketplaces, begging to touch just the edge of his cloak. All who touched it were healed. અને જયાં જયાં તેઓ ગામોમાં, શહેરોમાં અને પરામાં જતાં, ત્યાં ત્યાં લોકો ગયા, ત્યાંની શેરીઓમાં અને બજારોમાં લોકો પોતાનાં માંદાઓને લાવતાં અને તેમના ઝભ્ભાની કીનારીને સ્પર્શ કરવા દેવા વિનંતી કરતા. જેટલાંએ તેમને સ્પર્શ કયોઁ તે બધાં જ સાજા થયાં.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]