Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Luke 18 OGCB

Show OGCB only
Verse × ×
1 Then Jesus told them a parable about the need to always pray and never lose heart. સતત પ્રાર્થના કરતાં રહેવું જોઈએ અને કાયર થવું નહિ, એ સમજાવવા માટે ઈસુએ પોતાના શિષ્યોને આ દ્રષ્ટાંત કહ્યું.
2 "In a certain town there was a judge who neither feared God nor respected people. તેમણે કહ્યું “એક શહેરમાં એક ન્યાયાધીશ હતો. તે ઈશ્વરથી ડરતો ન હતો અને લોકો શું વિચારતા તે ગણકારતો ન હતો.
3 A widow in that town kept coming to him, saying, 'Grant me justice against my opponent.' અને તે શહેરમાં એક વિધવા રહેતી હતી, તે વારંવાર પોતાની વિનંતી લઇને તેની પાસે આવતી હતી, મારા વાદીની પાસેથી મને ન્યાય અપાવ.
4 For a while he refused, but then said to himself, 'Though I don't fear God nor respect people, “થોડા સમય સુધી તેણે નકાયુઁ પણ આખરે તેણે પોતાના મનમાં કહ્યું કે જો ‘હું ઈશ્વરથી બીતો નથી અને માણસ મારા વિશે શું વિચારે છે એ ગણકારતો નથી
5 since this widow keeps troubling me, I'll grant her justice, so she doesn't wear me out with her endless visits.'" તોપણ આ વિધવા મને હેરાન કરે છે. તેથી હું જોઈશ કે તેને ન્યાય મળે, રખેને તે વારંવાર આવીને મને થકવે.’ ”
6 And the Lord said, "Listen to what the unjust judge says. અને પ્રભુએ કહ્યું, “અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો.
7 Won't our Father bring justice for his chosen ones who cry to him day and night? Will he keep delaying? અને શું તમને એમ નથી લાગતું કે ઈશ્વરે પોતાના પસંદ કરેલાં કે જેઓ તેમને રાતદિવસ વિનવે છે, તેઓને શું ન્યાય નહિ આપશે? તેમના વિશે તે ખામોશી રાખશે?
8 I tell you, he will grant them justice quickly. But when the Son of Man comes, will he find faith on earth?" હું તમને કહું છું કે તેઓને તે જલ્દી ન્યાય આપશે. છતાં પણ, જયારે માણસનો દીકરો આવશે, ત્યારે પૃથ્વી પર તેમને વિશ્વાસ મળશે કે શું?”
9 He also told this parable to some who trusted in themselves as righteous and despised everyone else: જેઓ પોતાના ન્યાયીપણા વિશે અભિમાન કરતા હતા, અને બીજાને તિરસ્કારતા હતા, તેઓને ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું.
10 "Two men went up to the temple to pray, one a Pharisee and the other a tax collector. “બે માણસો પ્રાર્થના કરવા મંદિરમાં ગયા, એક ફરોશી અને બીજો જકાતદાર.
11 The Pharisee stood and prayed about himself: 'God, I thank you I'm not like other people—robbers, wrongdoers, adulterers—or even like this tax collector.' ફરોશીએ ઊભા રહીને મનમાં પ્રાર્થના કરતાં કહ્યું: ‘હે ઈશ્વર! હું તમારો આભાર માનું છું કે બીજાનાં જેવો લુંટારો, દુષ્ટતા કરનાર, કે વ્યભિચાર કરનાર કે આ જકાતદારના જેવો હું નથી.
12 'I fast twice a week; I give a tenth of all I get.' અઠવાડિયે બે વાર હું ઉપવાસ કરું છું અને મને જે મળે છે તેનો દસમો ભાગ આપું છું.’
13 But the tax collector, standing far off, would not even raise his eyes to heaven, but beat his chest, saying, 'our Father, have mercy on me, a sinner.' “પણ જકાતદાર દૂર ઊભો રહ્યો, તેણે આકાશ તરફ ઊંચું પણ ન જોવા ચાહતા, તેણે પોતાની છાતી કુટીને કહ્યું, ‘હે ઈશ્વર! મુજ પાપી પર દયા કરો!’
14 I tell you, this man went to his home justified, not the other. Everyone who lifts himself up will be humbled; the one who humbles himself will be lifted up." “હું તમને કહું છું કે પેલા કરતાં એ માણસ ઈશ્વરની આગળ ન્યાયી ઠરી ઘરે ગયો. કારણ કે, જે કોઇ પોતાને ઊંચો કરે છે તેને નમ્ર કરવામાં આવશે અને જે કોઇ પોતાને નમ્ર કરશે તેને ઊંચો કરવામાં આવશે.”
15 People were even bringing their infants to him to touch them, but the disciples saw this and warned them off. લોકો પોતાનાં બાળકોને ઈસુ પાસે લાવ્યાં કે તેઓ તેમના પર પોતાના હાથ મુકે. જયારે શિષ્યોએ આ જોયું, ત્યારે તેઓએ તેમને ધમકાવ્યા.
16 But Jesus called the children to him and said, "Let the children come to me; don't stop them—the kingdom of our Father belongs to ones like these. પરંતુ ઈસુએ બાળકોને પોતાની પાસે બોલાવ્યાં અને કહ્યું, “નાના બાળકોને મારી પાસે આવવાં દો અને તેઓને રોકશો નહિ! કેમકે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે.
17 Truly I tell you: whoever doesn't accept the kingdom of our Father like a little child will never enter it." હું તમને સાચું કહું છું કે; જે કોઇ ઈશ્વરનું રાજ્ય બાળકની જેમ નહિ સ્વીકારે તે તેમાં પ્રવેશી શકશે નહિ.”
18 A certain ruler asked him, "Good Teacher, what must I do to inherit eternal life?" એક અધિકારીએ તેમને પૂછયું, “ઉત્તમ ગુરુજી! અનંતજીવન પામવા માટે મારે શું કરવું જોઈએ?”
19 Jesus said to him, "Why call me good? No one is good except our Father alone. ઈસુએ જવાબ આપ્યો, “તું મને ઉત્તમ કેમ કહે છે? ઈશ્વર એકલા જ ઉત્તમ છે, અને બીજું કોઈ નહિ.
20 You know the commandments: 'Do not commit adultery, Do not murder, Do not steal, Do not testify falsely, Honor your father and mother.'" તું આજ્ઞાઓ જાણે છે: તું વ્યભિચાર ન કર, તું ખૂન ન કર, તું ચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન પૂર, તારા માતા અને પિતાનું સન્માન કર.”
21 "All these I have kept since my youth," he said. તેણે કહ્યું, “આ બધું હું બાળપણથી પાળતો આવ્યો છું.”
22 Hearing this, Jesus said, "One thing you still lack: sell all you own, give to the poor, and you'll have treasure in heaven; then come, follow me." જયારે ઈસુએ આ સાંભળ્યું, ત્યારે તેમણે તેને કહ્યું “હજું પણ તારામાં એક બાબત ખૂટે છે, તારી પાસે જે સર્વ છે તે વેચીને ગરીબોને આપી દે, અને સ્વર્ગમાં તને સંપત્તિ મળશે. પછી આવ ને મારી પાછળ ચાલ.”
23 But when he heard this, he became very sad, for he was extremely rich. જ્યારે તેણે આ સાંભળ્યું, ત્યારે તે ખૂબ જ ઉદાસ થયો, કારણ તે બહુ ધનવાન હતો.
24 Jesus looked at him and said, "How hard it is for the wealthy to enter our Father's kingdom! ઈસુએ તેની તરફ જોઈને કહ્યું, “ધનવાન માટે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું કેટલું મુશ્કેલ છે!
25 For it's easier for a camel to pass through a needle's eye than for a rich person to enter our Father's kingdom." ખરેખર, ધનવાન માટે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવો તેના કરતાં ઊંટ માટે સોયના નાકામાં થઈને જવું સહેલું છે.”
26 Those who heard it asked, "Then who can be saved?" જેઓએ આ સાંભળ્યું તેઓએ પૂછયું કે, “તો કોણ તારણ પામી શકે?”
27 But he said, "What is impossible for people is possible for our Father." ઈસુએ જવાબ આપ્યો, “માણસો માટે જે અશક્ય છે, તે ઈશ્વર માટે શકય છે.”
28 Then Peter said, "Look, we have left our own homes and followed you." પિતરે તેમને કહ્યું, “અમે અમારું બધું જ છોડી ને તમારી પાછળ આવ્યા છીએ.”
29 He said to them, "Truly I tell you: no one has left house, wife, brothers, parents, or children for the sake of our Father's kingdom, ઈસુએ તેમને કહ્યું, હું તમને સાચે જ કહું છું કે “ઈશ્વરના રાજ્યને ખાતર જે કોઈએ પોતાનાં ઘરનો, પત્નીનો, ભાઈઓનો, માતા-પિતાનો કે બાળકોનો ત્યાગ કયોઁ હશે
30 who will not receive many times more now, and eternal life in the age to come." તેને આ યુગમાં અનેકગણું મળશે અને આવનાર યુગમાં અનંતજીવન પામ્યા વગર રહેશે નહિ.”
31 He took the Twelve aside and said, "Look, we're going up to Jerusalem, and all the prophets wrote about the Son of Man will be fulfilled. ઈસુએ બારેને એક બાજુમાં લઈ જઈ તેઓને કહ્યું, “આપણે યરુશાલેમ જઈએ છીએ, અને પ્રબોધકોએ માણસના દીકરા વિશે જે લખેલું છે તે સવઁ પૂર્ણ થશે.
32 For he will be handed over to the Gentiles, mocked, insulted, and spit on. તેમને વિદેશીઓને સોંપી દેવામાં આવશે. તેઓ તેમની મશ્કરી કરશે, તેમનું અપમાન કરશે, અને તેમના પર થૂંકશે.
33 They will flog him and kill him, and on the third day he will rise." તેઓ તેમને કોરડા મારશે અને મારી નાંખશે. અને ત્રીજે દિવસે તેઓ સજીવન થશે.”
34 But they understood none of this; this saying was hidden from them, and they did not grasp what was said. પણ શિષ્યો આમાંનું કંઇ પણ સમજી શક્યાં નહિ. તેનો અથઁ તેમનાથી ગુપ્ત રખાયલો હતો, અને તેઓ જે કહેતા હતા તે તેઓ સમજયા નહિ.
35 As Jesus drew near to Jericho, a blind man was sitting by the roadside begging. જયારે ઈસુ યરીખો આવ્યા, ત્યારે એક અંધજન રસ્તાની કોરે બેસીને ભીખ માગતો હતો.
36 Hearing a crowd going by, he asked what was happening. પસાર થઈ રહેલાં ટોળાંને સાંભળીને તેણે પૂછયું આ શું થઈ રહ્યું છે.
37 They told him, "Jesus of Nazareth is passing by." તેઓએ તેને કહ્યું કે, “નાઝરેથના ઈસુ ત્યાં થઈને જઈ રહ્યા છે.”
38 So he called out, "Jesus, Son of David, have mercy on me!" તેણે બૂમ પાડી, “ઓ ઈસુ! દાવિદના દીકરા! મારા પર દયા કરો!”
39 Those who were in front rebuked him and told him to be quiet, but he cried out all the more, "Son of David, have mercy on me!" જેઓ આગળ જતાં હતા તેઓએ તેને ધમકાવીને છાનો રહેવા કહ્યું, પણ તેણે વધારે મોટેથી બૂમ પાડી, “ઓ દાવિદના દીકરા! મારા પર દયા કરો!”
40 Jesus stopped and ordered him brought to him. When he came near, Jesus asked, ઈસુ થોભી ગયા તેમણે માણસને પોતાની પાસે લાવવાનો હુકમ કયોઁ. જયારે તે પાસે આવ્યો, ત્યારે ઈસુએ તેને પૂછયું,
41 "What do you want me to do for you?" He said, "Lord, let me see again." “હું તારે માટે શું કરું? તારી શી ઈચ્છા છે?” તેણે જવાબ આપ્યો “પ્રભુ, હું દેખતો થાઉ!”
42 And Jesus said to him, "Receive your sight; your faith has saved you." ત્યારે ઈસુએ તેને કહ્યું, “તું દેખતો થા; તારા વિશ્વાસે તને સાજો કયોઁ છે.”
43 At once he could see and followed Jesus, glorifying our Father. All the people who saw it praised our Father too. તરત તે દેખતો થયો અને ઈશ્વરની સ્તુતિ કરતો કરતો ઈસુની પાછળ ગયો. જયારે બધા લોકોએ એ જોયું ત્યારે તેઓએ પણ ઈશ્વરની સ્તુતિ કરી.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]