Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Luke 19 OGCB

Show OGCB only
Verse × ×
1 Jesus entered Jericho and was passing through. ઈસુ યરીખો શહેરમાં થઈને જતા હતા.
2 And there was a man named Zacchaeus; he was a chief tax collector, and he was rich. ત્યાં જાખી નામે એક માણસ હતો, તે મુખ્ય જકાતદાર હતો અને તે શ્રીમંત હતો.
3 He wanted to see who Jesus was, but couldn't for the crowd—he was short. તેણે ઈસુને જોવાનો પ્રયત્ન કર્યો, પણ તે ટોળા પરથી ઈસુને જોઈ શકયો નહિ કારણ કે તે ઠીંગણો હતો.
4 He ran ahead and climbed a sycamore tree to see him, since Jesus was about to pass that way. તેથી તે આગળ દોડી ગયો, અને ઈસુ તે રસ્તે આવવાના હોવાથી તેમને જોવા માટે ગુલ્લરના ઝાડ પર ચઢી ગયો.
5 When Jesus reached the spot, looked up, and said to him, "Zacchaeus, hurry down, for I must stay at your house today." જયારે ઈસુ ત્યાં પોહચ્યા, ત્યારે તેમણે ઊંચે જોઈને તેને કહ્યું, “જાખી, જલ્દી નીચે ઉતરી આવ, આજે હું તારા ઘરે રહેવાનો છું.”
6 So he hurried down and welcomed him joyfully. તેથી જાખી એકદમ નીચે ઊતર્યો અને આનંદ સાથે તેમને આવકાર્યા.
7 Seeing this, everyone grumbled, "He's gone to stay with a sinful man." બધા લોકો આ જોઇને કહેવા લાગ્યા, “તેઓ એક પાપીનાં ઘરના મહેમાન થવા ગયા.”
8 Zacchaeus stood and said to the Lord, "Look, Lord, I give half my possessions to the poor, and if I've cheated anyone, I'll repay four times as much." પણ જાખીએ ઊભા થઇને પ્રભુને કહ્યું, “જુઓ, પ્રભુ! અહીંને અત્યારે જ હું મારી મિલ્કતનો અડધો ભાગ હું ગરીબોને આપું છું, અને જો મે કશાંમાં કોઇને છેતયોઁ હોય, તો હું ચાર ગણી રકમ પાછી આપીશ.”
9 Jesus told him, "Today salvation has come to this house, since he too is a son of Abraham. ઈસુએ તેને કહ્યું, “આજે આ ઘરે તારણ આવ્યું છે, કેમકે આ માણસ પણ અબ્રાહમનો દીકરો છે.
10 For the Son of Man came to seek and to save the lost." કેમકે માણસનો દીકરો શોધવાં અને તારવા આવ્યો છે.”
11 While they listened, he added a parable, since he was near Jerusalem and they thought our Father's kingdom would appear immediately. જયારે તેઓ આ સાંભળતાં હતા, ત્યારે તેમણે એક દ્રષ્ટાંત કહેવાનું ચાલુ રાખ્યું કેમકે તેઓ યરુશાલેમની નજીક આવી પહોંચ્યા હતા, અને લોકો એવું માનતા હતા કે ઈશ્વરનું રાજ્ય હમણાં જ પ્રગટ થવાનું છે.
12 So he said, "A nobleman went to a distant land to receive a kingdom for himself and return. તેમણે કહ્યું, “એક જન્મથી અમીર માણસ પોતાને રાજા તરીકે નીમવાનાં હેતુથી અને પછી પાછો ફરવા દૂરનાં દેશમાં ગયો.
13 Calling ten of his servants, he gave each about three months' wages, saying, "Trade with this until I return." તેથી તેણે પોતાના દસ નોકરોને બોલાવ્યાં અને તેમને દશ મહોર આપીને કહ્યું કે, ‘હું પાછો આવું ત્યાં સુધી આ પૈસા કામમાં વાપરો.’
14 His citizens hated him and sent envoys after him, saying, "We don't want this man ruling over us." “પણ તેની પ્રજા તેમના પ્રત્યે દ્રેષ રાખ્યો, અને તેની પાસે એક પ્રતિનિધી મંડળ કહેવાને મોકલ્યું કે, ‘અમે નથી ઇચ્છતા કે આ માણસ અમારો રાજા બને.’
15 "Returning after receiving the kingdom, he called the servants he had given money to, to learn what they had earned. “જો કે, તેને રાજા બનાવવામાં આવ્યો, અને ઘરે પાછો ફયોઁ. પછી તેણે જે નોકરોને પૈસા આપ્યા હતા, તેઓએ તેમાંથી શું મેળવ્યું તે જાણવા માટે તેણે બોલાવ્યા.
16 The first came, saying, 'Lord, your money has earned ten times as much.'" “પહેલાંએ આવીને કહ્યું, ‘સાહેબ, તમારી મહોર દસ વધું કમાઈ છે.’
17 "He replied, 'Well done, good servant! Since you were faithful in a small matter, take charge of ten cities.'" “ ‘શાબાશ, મારા સારા નોકર!’ તેના માલીકે જવાબ આપ્યો, ‘કેમકે તું એક નાની બાબતમાં વિશ્વાસપાત્ર છે, તું દસ શહેરોનો વહીવટ સંભાળ.’
18 "And the second came, saying, 'Lord, the money you gave me has earned five times as much.'" “બીજાએ આવીને કહ્યું, ‘સાહેબ, તમારી મહોર પાંચ વધું કમાઈ છે.’
19 "And he said to him, 'And you will be in charge of five cities.'" “તેના માલીકે જવાબ આપ્યો કે, ‘તું પાંચ શહેરોનો વહીવટ સંભાળ.’
20 "Then another came, saying, 'Lord, here is your money back, which I kept wrapped in a cloth;' “પછી બિજા નોકરે આવીને કહ્યું, ‘સાહેબ, જુઓ, તમારી મહોર અહીં છે, મેં તેને રુમાલમાં મુકી રાખી છે.
21 for I was afraid of you, because you're a harsh man: you take what you didn't deposit and reap what you didn't sow." મને તમારો ડર લાગ્યો, કારણ કે તમે બહુ કડક માણસ છો, તમે જે મૂકયું ન હોય તે તમે ઉઠાવો છો, અને તમે જે વાવ્યું નથી, તે લણો છો.’
22 He answered, "By your own mouth I judge you, wicked servant! You knew I'm a harsh man, taking what I didn't deposit and reaping what I didn't sow? “તેના માલીકે જવાબ આપ્યો, ‘અરે દુષ્ટ ચાકર! હું તારા પોતાના શબ્દોથી હું તારો ન્યાય કરીશ, હું કડક માણસ છું. મે જે મૂકયું ન હોય તે હું ઉઠાવું છું, અને મેં જે વાવ્યું ન હોય, તે હું લણું છું, એમ તું જાણતો હતો.
23 Why then didn't you put my money in the bank? I'd have collected it with interest when I returned. તો પછી તેં મારા નાણાં જમા કેમ ન કરાવ્યાં, જેથી જયારે હું પાછો આવું, ત્યારે તે હું વ્યાજ સાથે લઈ શક્યો હોત?’
24 He said to those standing by, 'Take the money from him and give it to the one with ten times as much.'" “પછી તેણે બાજુમાં ઊભેલાઓને કહ્યું, ‘તેની પાસેથી મહોર લઈ લો, અને જેની પાસે દસ મહોર છે તેને આપો.’
25 "And they said to him, 'Lord, he has ten times as much! “તેઓએ કહ્યું, ‘સાહેબ, તેની પાસે દસ મહોર તો છે જ!’
26 I tell you: everyone who has will be given more; but from the one who has none, even what he has will be taken. “તેણે જવાબ આપ્યો, ‘જે કોઇની પાસે છે તેને વધારે આપવામાં આવશે, પણ જેની પાસે કંઇ નથી તેનું જે છે, તે પણ લઇ લેવામાં આવશે.
27 But bring here these enemies of mine who refused my rule, and slaughter them before me.'" હવે મારા દુશ્મનો, જેઓ હું તેઓના પર રાજ ન કરું એવું ઇચ્છતા હતા તેઓને અહીં લાવો, ને મારી આગળ તેઓને મારી નાખો.’ ”
28 And when he had said these things, he went on ahead, going up to Jerusalem. આ વાત કહી રહ્યા પછી ઈસુ યરુશાલેમ તરફ આગળ વધ્યાં.
29 Nearing Bethphage and Bethany, at the Mount of Olives, he sent two of the disciples, તેઓ જૈતુન નામનાં પહાડ આગળ બેથફગે તથા બેથાનિયા ગામ પાસે આવ્યા, તેમણે તેમનાં શિષ્યોમાંના બે ને એમ કહીને મોકલ્યા,
30 saying, "Go into the village ahead. As you enter, you will find a colt tied there, never sat on. Untie it and bring it here. “તમારી આગળનાં ગામમાં જાઓ, અને તેમાં પેસતાં જ ત્યાં તમને એક વછેરો બાંધેલો જોવા મળશે, તેના ઉપર કોઈએ કદી સવારી કરી નથી, તેને છોડી ને અહીં લાવો.
31 If anyone asks you, 'Why are you untying it?' say, 'The Lord needs it.'" જો કોઈ તમને પૂછે કે, ‘તમે તેને કેમ છોડો છો?’ તો કહેજો કે, ‘પ્રભુને તેની જરૂર છે.’ ”
32 So those who were sent went away and found it just as he had told them. જેઓને આગળ મોકલ્યા હતા, તેઓ ગયા, અને જેમ તેમણે કહ્યું હતું, તે પ્રમાણે જ તેઓને મળ્યું.
33 As they were untying the colt, its owners said to them, "Why are you untying the colt?" જયારે તેઓ વછેરાને છોડતાં હતા, ત્યારે તેના માલિકે તેમને પૂછયું, “તમે વછેરાને કેમ છોડો છો?”
34 And they said, "The Lord needs it." તેઓએ જવાબ આપ્યો, “પ્રભુને તેની જરૂર છે.”
35 They brought it to Jesus, threw their cloaks on the colt, and set Jesus on it. તેઓ તેને ઈસુ પાસે લાવ્યા, વછેરા પર પોતાના ઝભ્ભા પાથરીને ઈસુને તેના પર બેસાડયા.
36 And as he rode along, they spread their cloaks on the road. જેમ તેઓ આગળ ગયા, તેમ લોકોએ પોતાના ઝભ્ભા રસ્તામાં પાથયાઁ.
37 As he neared the descent of the Mount of Olives, the whole crowd of disciples began rejoicing, praising our Father loudly for all the mighty works they had seen, જયારે તેઓ જૈતુન પહાડના ઢોળાવ પાસે આવી પહોંચ્યા, ત્યારે શિષ્યોનું આખું ટોળું ઈસુએ કરેલાં અદભુત ચમત્કારો તેઓએ જોયા હતા તે સઘળા યાદ કરીને આનંદથી મોટે ઘાંટે ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા:
38 saying, "Blessed is the King who comes in the name of our Father! Peace in heaven and glory in the highest!" “પ્રભુને નામે જે રાજા આવે છે તેમને ધન્ય છે!” “સ્વગઁમાં શાંતિ અને પરમઊંચામાં મહિમા હો!”
39 And some of the Pharisees in the crowd said to him, "Teacher, rebuke your disciples." ટોળામાંના કેટલાક ફરોશીઓએ ઈસુને કહ્યું, “ગુરુજી, તમારાં શિષ્યોને ધમકાવો!”
40 He answered, "I tell you, if these were silent, the very stones would cry out." તેમણે તેમને જવાબ આપ્યો, “જો તેઓ શાંત રહેશે તો પથ્થરો પોકારી ઊઠશે.”
41 And when he drew near and saw the city, he wept over it, ઈસુ યરુશાલેમની નજીક આવ્યા ત્યારે શહેરને જોઈને તેના માટે રડી પડયાં.
42 saying, "If only you had known today what brings you peace! But now it is hidden from your eyes. અને કહ્યું, “જો તે પણ, શાંતિને લગતા જે વાનાં છે તે આજે જાણ્યાં હોત તો કેવું, પણ હમણાં તે તારી આંખોથી ગુપ્ત રખાયેલ છે.
43 Days are coming when your enemies will build a barricade around you, surround you, and hem you in on every side, તારાં ઉપર એવા દિવસો આવશે કે જયારે તારા દુશ્મનો તારી સામે પાડ બાંધશે અને ઘેરો ઘાલીને ચારે તરફથી તને સંકડાવશે.
44 and they will level you and your children within your walls, leaving no stone on another, because you did not recognize the time of your visitation." તને તથા તારી ભાગોળોમાં વસતાં સંતાનોને તેઓ પછાડી નાંખશે. તેઓ એક પથ્થર પર બીજો પથ્થર પર રહેવા દેશે નહિ. કારણ કે ઈશ્વરના પાસે આવવાના સમયને તે જાણ્યો નહિ.”
45 And he entered the temple and began to drive out those who were selling, જયારે ઈસુ મંદિરનાં આંગણાંમાં પ્રવેશ્યા, ત્યારે તેમણે વેચનારાઓને બહાર હાંકી કાઢયાં,
46 he told them, "Scripture says, 'My house will be a house of prayer,' but you've made it a den of robbers." “તેમણે તેઓને કહ્યું એમ લખેલું છે કે: મારું ઘર પ્રાર્થનાનું ઘર બની રહેશે, પણ તમે તો તેને લુંટારાઓનું કોતર બનાવી દીધું છે.”
47 He taught daily in the temple, while the chief priests, scribes, and leaders of the people looked for a way to kill him, મંદિરમાં તે રોજ શિક્ષણ આપતાં હતા. પણ મુખ્ય યાજકો, નિયમશાસ્ત્રના પંડિતો તથા લોકોનાં આગેવાનો તેમને મારી નાખવાની કોશિશ કરતા હતા,
48 but they found nothing they could do, since all the people hung on his words. પણ શું કરવું એ તેઓને સૂઝતું ન હતું કારણ બધા લોકો તેમના વચનો એક ચિતે સાંભળતા હતા.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]