Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Luke 20 OGCB

Show OGCB only
Verse × ×
1 One of those days, as Jesus taught the people in the temple and preached good news, the chief priests and scribes came up with the elders, એક દિવસ ઈસુ મંદિરનાં આંગણાંમાં લોકોને શિક્ષણ આપતાં હતા અને સુસમાચાર પ્રગટ કરતાં હતા, ત્યારે મુખ્ય યાજકો, નિયમશાસ્ત્રના પંડિતો અને આગેવાનો સહિત તેમની પાસે આવ્યા.
2 and asked him, "Tell us by what authority you do these things, or who gave you this authority." તેઓએ કહ્યું, “અમને કહો તમે ક્યાં અધિકારથી આ કામો કરો છો? તેઓએ કહ્યું તમને આ અધિકાર કોણે આપ્યો?”
3 He answered them, "I also will ask you a question. Tell me: તેમણે જવાબ આપ્યો, “હું પણ તમને પ્રશ્ર પૂછીશ, મને કહો:
4 Was the baptism of John from heaven, or from man?" યોહાનનું બાપ્તિસ્મા સ્વગઁથી હતું કે માણસોથી?”
5 They discussed among themselves: "If we say, 'From heaven,' he'll say, 'Why didn't you believe him?' તેઓએ અંદરોઅંદર ચર્ચા કરી અને કહ્યું, “જો આપણે કહીએ કે, ‘સ્વગઁથી,’ તો તે પૂછશે, ‘તો પછી તમે તેના પર કેમ વિશ્વાસ કયોઁ નહી?’
6 But if we say 'From man,' all the people will stone us, for they're convinced John was a prophet." પણ જો આપણે કહીએ કે, ‘માણસોથી,’ તો બધા લોકો આપણને પથ્થરે મારશે, કારણ કે તેઓને ખાતરી છે કે યોહાન એક પ્રબોધક હતો.”
7 So they answered that they did not know where it came from. તેથી તેઓએ જવાબ આપ્યો, “તે કયાંથી હતું તે અમે જાણતા નથી.”
8 And Jesus said to them, "Neither will I tell you by what authority I do these things." ઈસુએ કહ્યું, “તો હું પણ તમને કહેતો નથી કે હું કયાં અધિકારથી આ કામો કરું છું.”
9 He began telling the people this parable: A man planted a vineyard, leased it to tenants, then went abroad for a long time. તેમણે લોકોને આ દ્રષ્ટાંત કહ્યું: “એક માણસે દ્રાક્ષાવાડી રોપી, કેટલાક ખેડૂતોને તે ઇજારે આપી અને લાંબા સમયને માટે બહાર ગયો.
10 "At harvest he sent a servant to the tenant farmers for his share of the vineyard's fruit, but they beat him and sent him away empty-handed. કાપણીના સમયે તેણે પોતાના એક નોકરને ઇજારદાર પાસે મોકલ્યો કે તેઓ તેને દ્રાક્ષાવાડીનાં થોડા ફળ તેને આપે. પણ ઇજારદારોએ તેને માર માયોઁ અને ખાલી હાથે પાછો મોકલી દીધો.
11 He sent another servant; they beat him too, humiliated him, and sent him away empty-handed. પછી તેણે બીજા એક નોકરને મોકલ્યો, પણ તેને પણ તેઓએ માર્યો, અને અપમાન કરીને ખાલી હાથે મોકલી દીધો.
12 And he sent yet a third, but they wounded this one too and threw him out. તેણે હજુ ત્રીજાને પણ મોકલ્યો, અને તેઓએ તેને ઘાયલ કરીને બહાર ફેંકી દીધો.
13 The vineyard owner said, 'What should I do? I will send my beloved son; perhaps they will respect him.' “ત્યારે દ્રાક્ષાવાડીના માલીકે કહ્યું ‘હું શું કરું? હું મારા પ્રિય દીકરાને મોકલીશ, જેને હું પ્રેમ કરું છું; કદાચ તેઓ તેનો આદર કરશે.’
14 But seeing him, the tenants reasoned among themselves: 'This is the heir. Let's kill him, so the inheritance becomes ours.' “પણ જયારે ઇજારદારોએ તેને જોયો, ત્યારે તેઓએ વાત કરી. ‘આ વારસદાર છે, તેઓએ કહ્યું. ચાલો, તેને મારી નાખીએ, અને વારસો આપણો થશે.’
15 They threw him out of the vineyard and killed him. What then will the vineyard owner do to them? તેથી તેમણે તેને દ્રાક્ષાવાડીની બહાર ફેંકીને તેને મારી નાંખ્યો. “હવે, દ્રાક્ષાવાડીનો માલિક તેઓને શું કરશે?
16 "He will come, destroy those tenants, and give the vineyard to others." Hearing this, they said, "Impossible!" તે આવીને તે ઇજારદારોને મારી નાંખશે અને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે.” જયારે લોકોએ આ સાંભળ્યું ત્યારે તેઓએ કહ્યું, “ઈશ્વર એવું ન થાઓ!”
17 He looked straight at them and asked, "Then what is this that's written: 'The stone the builders rejected became the cornerstone'? ઈસુએ તેઓની તરફ સીધું જોઈને પૂછ્યું, તો પછી જે લખેલું છે તેનો શો અર્થ છે: “ ‘જે પથ્થરનો નકાર બાંધનારાઓએ કયોઁ હતો તે ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો?’ ”
18 Everyone who falls on that stone will be broken to pieces, and when it falls on anyone, it will crush him." “એ પથ્થર સાથે જે કોઈ અફળાશે, તેના ટુકડે ટુકડા થઇ જશે વળી એ જેનાં પર તે પડશે તેનો ભુકકો થઈ જશે.”
19 The scribes and chief priests wanted to arrest him then and there, knowing he'd told this parable against them—but they feared the people. નિયમશાસ્ત્રના પંડિતોઓ અને મુખ્ય યાજકોએ તેમને તરત જ પકડવાનો માગઁ શોધ્યો, કેમકે તેઓએ જાણતા હતા કે આ દ્રષ્ટાંત તેઓ તેમની વિરુદ્ધ બોલ્યા છે. પરંતુ તેઓ લોકોથી બીતા હતા.
20 Watching closely, they sent spies pretending to be honest, to catch him in his words, so as to hand him over to the governor's rule and authority. તેના પર નજર રાખીને તેઓએ જાસૂસોને મોકલ્યા, જેઓ સારા હોવાનો ઢોંગ કરતા હતા. તેઓને આશા હતી કે ઈસુએ જે કહ્યું તેમની વાતમાં સપડાવશે, તેથી તેઓ તેમને રાજયપાલની સત્તા તથા અધિકારમાં સોંપી શકે.
21 They asked him, "Teacher, we know you speak and teach rightly, favor no one, but truly teach God's way. જાસૂસોએ તેમને પ્રશ્ન કર્યો, “ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે જે સાચું અને યોગ્ય છે તે તમે બોલો છો, અને તમે પક્ષપાત કરતા નથી, પણ તમે સત્યથી ઈશ્વરના માર્ગોનું શિક્ષણ આપો છો.
22 Is it lawful for us to pay taxes to Caesar, or not?" તો આપણે કૈસરને કર આપવો યોગ્ય છે કે નહિ?”
23 But he saw through their cunning and said, તેમણે તેઓની દ્ગિધા જોઈને તેઓને કહ્યું,
24 "Show me a coin worth a day's wages. Whose image and inscription is on it?" They said, "Caesar's." “મને એક સિક્કા બતાવો. એના પર કોની છાપ અને કોના લેખ છે?” તેઓએ જવાબ આપ્યો, “કૈસરના.”
25 He said to them, "Then give Caesar what's Caesar's, and our Father what's our Father's." તેમણે તેમને કહ્યું, “તો કૈસરનું છે તે કૈસરને, અને જે ઈશ્વરનું છે, તે ઈશ્વરને પાછું આપો.”
26 They could not trap him in his words before the people, and amazed at his answer, they fell silent. તેમણે જાહેરમાં જે કહ્યું તેમાં તેઓ તેમને ફસાવી શકયા નહિ. અને તેમના જવાબથી અચરત પામીને તેઓ ચૂપ થઈ ગયા.
27 Some Sadducees, who deny there is a resurrection, came and asked him, કેટલાક સાદૂકીઓ, જેઓ કહે છે પુનરુત્થાન નથી તેઓ પ્રશ્ન સાથે ઈસુ પાસે આવ્યા.
28 "Teacher, Moses wrote for us: if a man dies leaving a wife but no children, his brother must marry the widow and raise offspring for him. તેઓએ કહ્યું, “ગુરુજી, મોશેએ અમારા માટે એવુ લખ્યું છે કે જો કોઇ માણસનો ભાઈ મૃત્યું પામે ને તેની પત્નિ નિઃસંતાન હોય, તો તે માણસ તે વિધવા સાથે લગ્ન કરીને પોતાના ભાઈને સારું સંતાન ઉપજાવે.
29 Now there were seven brothers. The first took a wife and died childless. હવે સાત ભાઈઓ હતાં. પહેલો સ્ત્રીને પરણ્યો અને નિઃસંતાન મરણ પામ્યો.
30 And the second, પછી બીજો
31 and the third took her, and likewise all seven left no children and died. અને ત્રીજો પણ તેને પરણ્યો, એ પ્રમાણે સાતેય પરણ્યા અને નિઃસંતાન મરણ પામ્યા.
32 Finally the woman also died. છેલ્લે, તે સ્ત્રી પણ મરણ પામી.
33 At the resurrection, then, whose wife will she be? For all seven had married her." તો પછી હવે, પુનરુત્થાન વખતે તે કોની પત્ની થશે? કારણ કે તે સાતેયએ તેની સાથે લગ્ન કયુઁ હતું?”
34 And Jesus said to them, "The people of this age marry and are given in marriage, ઈસુએ જવાબ આપ્યો, “આ યુગના લોકો પરણે છે ને પરણાવે છે.
35 "But those considered worthy to reach that age and the resurrection from the dead neither marry nor are given in marriage. પણ જેઓ આવનાર યુગમાં, મરણમાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે, તેઓ પરણતાં નથી ને પરણાવતાં નથી.
36 For they can no longer die, because they are like angels and children of our Father, children of the resurrection. તેઓ દૂતો જેવા છે અને તેઓ ફરીથી મરનાર નથી. તેઓ પુનરુત્થાનના સંતાન હોવાથી તેઓ ઈશ્વરનાં સંતાન છે.
37 But even Moses showed the dead are raised, at the bush passage, calling our Father the God of Abraham and of Isaac and of Jacob. મોશેનાં લખાણો પણ આ બાબતને સત્ય ઠરાવે છે, બળતાં ઝાડવાનાં પ્રકરણમા મોશેએ પણ બતાવ્યું કે મૂએલાં સજીવન થાય છે, કેમકે તે પ્રભુને, અબ્રાહમનાં ઈશ્વર, અને ઇસહાકનાં ઈશ્વર, અને યાકોબનાં ઈશ્વર, તરીકે સંબોધે છે.
38 He isn't God of the dead but of the living, for all are alive to him." તે મૂએલાંઓનો ઈશ્વર નથી, પણ જીવતાંઓનો છે, કેમકે તેમનાં માટે સઘળાં જીવે છે.”
39 Then some of the scribes answered, "Teacher, you have spoken well." કેટલાક નિયમશાસ્ત્રના પંડિતોએ કહ્યું, “ગુરુજી, તમે ઠિક કહ્યું!”
40 For they no longer dared to ask him anything. અને કોઇએ તેમને વધારે પ્રશ્ન પૂછવાની હિંમત કરી નહિ.
41 But he said to them, "How can they say that the Christ is the son of David? ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “મસીહ દાવિદનો દીકરો છે એવું કેમ કહેવાય છે?
42 For David himself says in the Psalms, 'Our Father said to my Lord, "Sit at my right hand, ગીતશાસ્ત્રના પુસ્તકમાં દાવિદ પોતે જ જાહેર કરે છે: “ ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું,
43 until I make your enemies a footstool for your feet."' “જ્યાં સુધી હું તારા શત્રુઓને તારે માટે પાયાસન ન કરું ત્યાં સુધી મારે જમણે હાથે બેસ.” ’
44 David then calls him Lord—how is he his son?" દાવિદ તેમને ‘પ્રભુ’ કહે છે. તો તે તેનો દીકરો કેવી રીતે હોઈ શકે?”
45 While all the people were listening, he said to his disciples, જયારે બધા લોકો સાંભળતાં હતા, ઈસુએ તેમના શિષ્યોને કહ્યું,
46 "Watch out for the scribes, who want to walk in long robes, and love greetings in the marketplaces, the best seats in synagogues, and places of honor at feasts, “નિયમશાસ્ત્રના પંડિતોથી સાવધાન રહો, તેઓને લાંબા ઝભ્ભા પહેરીને આસપાસ ફરવાનું અને બજારોમાં લોકોના વંદન ઝીલવાનું ગમે છે. અને સભાસ્થાનોમાં મુખ્ય આસનો અને ભોજન સમારંભોમાં માનભયાઁ સ્થાનો પસંદ કરે છે.
47 who devour widows' houses and pray long prayers for show. They will receive greater condemnation." તેઓ વિધવાઓના ઘર ગળી જાય છે અને દેખાડા માટે લાંબી પ્રાર્થનાઓ કરે છે. આ માણસોને ભારે શિક્ષા ભોગવવી પડશે!”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]