Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Luke 21 OGCB

Show OGCB only
Verse × ×
1 Looking up, Jesus saw the rich putting their gifts into the temple treasury. ઈસુએ ઉપર જોયું તો તેમણે મંદિરમાં શ્રીમંતોને પોતાના દાન મંદિરનાં ભંડારમાં નાખતા જોયા.
2 He also saw a poor widow putting in two small copper coins. તેમણે એ પણ જોયું કે એક ગરીબ વિધવાએ તાંબાના બે નાના સિક્કા નાખતા જોઈ.
3 "Truly I tell you," he said, "this poor widow has put in more than all the others. તેમણે કહ્યું, હું સાચે જ કહું છું, “સાચે જ આ ગરીબ વિધવાએ બીજા બધા કરતા વધારે આપ્યું છે.
4 For all these gave gifts from their surplus, but she gave from her poverty all she had to live on." આ બધા લોકોએ તેમનું દાન તેમની સંપતિમાંથી આપ્યું; પણ તેણે તેની ગરીબાઈમાંથી જીવવા માટે જે હતું તે બધું જ આપી દીધું.”
5 As some were speaking of the temple, decorated with fine stones and gifts dedicated to our Father, he said: તેમના કેટલાક શિષ્યો મંદિરને કેવી રીતે સુંદર પથ્થરોથી અને ઇશ્વરને સમપિઁત ભેટો દ્વારા મંદિરને કેવું શણગારેલું છે તે વિશે ટિપ્પણી કરવા લાગ્યા;
6 "As for what you're looking at, days are coming when not one stone will be left on another—every one will be thrown down." પણ ઈસુએ કહ્યું, “તમે અહીં જે જુઓ છો, પરંતુ એવો સમય આવશે જયારે એક પથ્થર પર બીજા પથ્થર રહેવા દેવામાં આવશે નહિ, અને દરેક તોડી પાડવામાં આવશે.”
7 "Teacher," they asked, "when will these things happen, and what sign will show these things are about to happen?" “ગુરુજી, તેઓએ પૂછયું, એ બધું ક્યાંરે બનશે? અને આ થવાનું હશે તેની નિશાની શું થશે?”
8 "Watch out, don't be deceived," he said. "Many will come in my name, saying, 'I am he,' and, 'The time is near.' Don't follow them. તેમણે જવાબ આપ્યો, “તમને કોઈ ભરમાવે નહિ માટે સાવધ રહો, કારણ મારે નામે ઘણા આવશે, ને કહેશે, હું તે છું, ‘સમય પાસે આવ્યો’ છે. ‘તેઓની પાછળ જશો નહિ.’
9 When you hear of wars and revolts, don't panic. These must come first, but the end won't follow at once." જયારે તમે યુધ્ધ તથા યુધ્ધની અફવાઓ સાંભળો ત્યારે ગભરાઈ જતા નહિ. કારણ એ બધું થવાની જરૂર છે, પણ એટલેથી જ સિધો અંત નહિ આવે.”
10 Then he said to them, "Nation will rise against nation, and kingdom against kingdom. પછી તેમણે તેમને કહ્યું, “પ્રજા પ્રજાની વિરુધ્ધ અને રાજ્ય રાજયની વિરુધ્ધ ઊઠશે.
11 Great earthquakes will strike, with famines and plagues in various places, and terrors and great signs from heaven. મોટા મોટા ધરતીકંપ થશે, દુકાળો અને અલગ અલગ જગ્યાએ મહામારી થશે, અને આકાશમાં ભયજનક ઘટનાઓ અને મોટા ચિન્હો થશે.
12 But before all this, they'll grab you and persecute you, handing you over to synagogues and prisons, hauling you before kings and governors because of my name. “પણ આ બધાં પહેલાં, તેઓ તમને પકડશે અને તમને સતાવશે. તેઓ તમને સભાસ્થાનોમાં સોંપી દેશે, અને તમને જેલમાં નાંખશે, અને મારે નામને લીધે તમને રાજાઓ તથા રાજ્યકતાઁઓ સમક્ષ લઈ જવામાં આવશે.
13 This will be your opportunity to bear witness. અને તેથી તમે મારી સાક્ષી આપશો.
14 So settle in your hearts not to prepare your defense beforehand, પણ મનમાં નિશ્ચય કરો કે, તમે તમારો બચાવ કેવી રીતે કરશો તેની ચિંતા કરશો નહિ,
15 for I will give you words and wisdom no opponent can resist or refute. કેમકે હું તમને શબ્દો તથા જ્ઞાન આપીશ કે, તમારા વિરોધીઓમાંથી કોઈ પણ તમારો વિરોધ કે સામનો કરી શકશે નહિ.
16 You will be betrayed even by parents and brothers and relatives and friends, and they will kill some of you. વળી તમારાંં માતાપિતા, ભાઈઓ, બહેનો. સગા સંબંધીઓ અને મિત્રોથી તમને પકડાવી દેવામાં આવશે, અને તમારાંમાંના કેટલાકને તેઓ મારી પણ નંખાવશે.
17 You will be hated by everyone for my name's sake. મારે લીધે સર્વ તમારો ધિક્કાર કરશે.
18 But not a hair of your head will perish. પણ તમારાં માથાનો એક વાળ પણ નાશ પામશે નહિ.
19 By your endurance you will gain your lives." મક્કમ રહો, અને તમે જીવન જીતશો.
20 "When you see Jerusalem surrounded by armies, then know that its desolation has drawn near. “તમે યરુશાલેમને લશ્કરોથી ઘેરાયેલું જુઓ, ત્યારે તમે જાણજો કે તેનો વિનાશ નજીક છે.
21 Then let those in Judea flee to the mountains, let those in the city leave, and let those in the countryside not enter it, ત્યારે જેઓ યહૂદિયામાં છે તેઓ પહાડો પર નાસી જાય, અને જેઓ શહેરમાં હોય તેઓ બહાર જાય; અને જેઓ દેશમાં હોય તેઓ શહેરમાં પ્રવેશ કરવો નહિ.
22 for these are days of judgment, when all that is written will be fulfilled. કેમકે જે લખવામાં આવ્યું છે તે સવઁ પૂરા થાય માટે આ શિક્ષાનો સમય છે.
23 How terrible it will be for pregnant women and nursing mothers in those days! For great distress will fall on the land, and wrath against this people. એ દિવસોમાં સગર્ભા સ્ત્રીઓ અને ધવડાવતી માતાઓને માટે કેટલું ભયાનક હશે! દેશ પર મોટી વિપતિ અને આ લોકોની વિરુધ્ધ મોટો કોપ આવી પડશે.
24 They will fall by the edge of the sword and be led captive into all nations. Jerusalem will be trampled by the nations until the times of the nations are fulfilled." તેઓ તરવારથી માર્યા જશે અને બંદીવાન તરીકે બધાં રાષ્ટ્રોમાં લઈ જવાશે. વિદેશીઓનો સમય પૂરો નહીં થાય ત્યાં સુધી યરુશાલેમને વિદેશીઓ દ્રારા ખૂંદી નંખાશે.
25 "There will be signs in sun, moon, and stars, and on earth, nations in distress, confused by the sea's roar and surge. “સૂર્ય, ચંદ્ર અને તારાઓમાં ચિહ્નો જોવા મળશે. પૃથ્વી પર પ્રજાઓ સમુદ્રના ગર્જના અને ઉછાળાથી ત્રાસ પામી ગભરાઈ જશે.
26 People fainting from fear, dreading what's coming on the world, for the powers of the heavens will be shaken. જગત પર જે આવી પડવાનું છે તેની બીકથી તથા ભયથી લોકો નિર્ગત થઈ જશે, કેમકે આકાશમાંના પરાક્રમ હાલી ઉઠશે.
27 Then they will see the Son of Man coming in a cloud with power and great glory. ત્યારે તેઓ માણસના દીકરાને મહામહિમા સહિત વાદળમાં આવતો નિહાળશો.
28 When these things start, straighten up and lift your heads, for your redemption is near." જયારે આ પ્રમાણે થવાનું શરુ થાય, ત્યારે તમે ઊભા થાવ ને તમારા માથાં ઊંચા કરો, કેમકે તમારો ઉધ્ધાર નજીક આવી રહ્યો છે.”
29 Then he told them a parable: "Look at the fig tree and all the trees. તેમણે તેઓને આ દ્રષ્ટાંત કહ્યું: “અંજીરનું વૃક્ષ અને બધા વૃક્ષોને જુઓ.
30 When they sprout leaves, you see for yourselves and know summer is already near. જયારે તેમના પર પાંદડાં ફૂટવાં લાગે, ત્યારે તમે તે જોઇને પોતાની મેળે જાણો છો કે ઉનાળો નજીક છે.
31 Likewise, when you see these things happen, know the kingdom of our Father is near. એ જ પ્રમાણે, તમે આ બનાવો બનતાં જુઓ, ત્યારે જાણો કે ઈશ્વરનું રાજ્ય નજીક છે.
32 Truly I tell you, this generation will not pass away until all these things have taken place. “હું તમને સાચે જ કહું છું, કે આ બધા પૂરાં નહિ થાય ત્યાં સુધી આ પેઢીનો અંત આવશે નહિ.
33 Heaven and earth will pass away, but my words will never pass away." આકાશ અને પૃથ્વી જતાં રહેશે, પણ મારાંં વચનો કયારેય જતા રહેશે નહિ.
34 "Watch yourselves, or your hearts will be weighed down by wild living, drunkenness, and life's worries, and that day will spring on you suddenly, like a trap. “અતિશય ખાનપાનથી તથા જીવનની ચિંતાથી તમારાંં મન જડ ન થઈ જાય માટે સાવધાન રહો, જેથી તે દિવસ ફાંદાની પેઠે તમારા પર ઓંચિતો આવી પડે.
35 For it will come upon everyone living on the face of the whole earth. કારણ કે એ દિવસ આખી પૃથ્વી પરનાં સવઁ વસનારા લોકો પર આવી પડશે.
36 Keep watch at all times, praying for strength to escape everything about to happen, and to stand before the Son of Man." હંમેશા જાગતાં રહો, અને પ્રાર્થના કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ.”
37 By day he taught in the temple; at night he went out and stayed on the Mount of Olives. ઈસુ દરરોજ મંદિરમાં શિક્ષણ આપતાં હતા, અને દરરોજ સાંજે પડતાં જૈતુન નામના પર્વત પર રાત વિતાવવા બહાર જતા હતાં.
38 All the people would come to him at dawn in the temple to hear him. અને વહેલી સવારથી જ બધા લોકો તેમને સાંભળવા મંદિરે આવતાં.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]