Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Luke 21 OGCB

Side by side with the Father's Heart Bible™

વિધવાનું દાન

1ઈસુએ ઉપર જોયું તો તેમણે મંદિરમાં શ્રીમંતોને પોતાના દાન મંદિરનાં ભંડારમાં નાખતા જોયા. 2તેમણે એ પણ જોયું કે એક ગરીબ વિધવાએ તાંબાના બે નાના સિક્કા નાખતા જોઈ. 3તેમણે કહ્યું, હું સાચે જ કહું છું, “સાચે જ આ ગરીબ વિધવાએ બીજા બધા કરતા વધારે આપ્યું છે. 4આ બધા લોકોએ તેમનું દાન તેમની સંપતિમાંથી આપ્યું; પણ તેણે તેની ગરીબાઈમાંથી જીવવા માટે જે હતું તે બધું જ આપી દીધું.”

મંદિરનો નાશ અને અંતના સમયની નિશાનીઓ

5તેમના કેટલાક શિષ્યો મંદિરને કેવી રીતે સુંદર પથ્થરોથી અને ઇશ્વરને સમપિઁત ભેટો દ્વારા મંદિરને કેવું શણગારેલું છે તે વિશે ટિપ્પણી કરવા લાગ્યા; 6પણ ઈસુએ કહ્યું, “તમે અહીં જે જુઓ છો, પરંતુ એવો સમય આવશે જયારે એક પથ્થર પર બીજા પથ્થર રહેવા દેવામાં આવશે નહિ, અને દરેક તોડી પાડવામાં આવશે.”

7“ગુરુજી, તેઓએ પૂછયું, એ બધું ક્યાંરે બનશે? અને આ થવાનું હશે તેની નિશાની શું થશે?”

8તેમણે જવાબ આપ્યો, “તમને કોઈ ભરમાવે નહિ માટે સાવધ રહો, કારણ મારે નામે ઘણા આવશે, ને કહેશે, હું તે છું, ‘સમય પાસે આવ્યો’ છે. ‘તેઓની પાછળ જશો નહિ.’ 9જયારે તમે યુધ્ધ તથા યુધ્ધની અફવાઓ સાંભળો ત્યારે ગભરાઈ જતા નહિ. કારણ એ બધું થવાની જરૂર છે, પણ એટલેથી જ સિધો અંત નહિ આવે.”

10પછી તેમણે તેમને કહ્યું, “પ્રજા પ્રજાની વિરુધ્ધ અને રાજ્ય રાજયની વિરુધ્ધ ઊઠશે. 11મોટા મોટા ધરતીકંપ થશે, દુકાળો અને અલગ અલગ જગ્યાએ મહામારી થશે, અને આકાશમાં ભયજનક ઘટનાઓ અને મોટા ચિન્હો થશે.

12“પણ આ બધાં પહેલાં, તેઓ તમને પકડશે અને તમને સતાવશે. તેઓ તમને સભાસ્થાનોમાં સોંપી દેશે, અને તમને જેલમાં નાંખશે, અને મારે નામને લીધે તમને રાજાઓ તથા રાજ્યકતાઁઓ સમક્ષ લઈ જવામાં આવશે. 13અને તેથી તમે મારી સાક્ષી આપશો. 14પણ મનમાં નિશ્ચય કરો કે, તમે તમારો બચાવ કેવી રીતે કરશો તેની ચિંતા કરશો નહિ, 15કેમકે હું તમને શબ્દો તથા જ્ઞાન આપીશ કે, તમારા વિરોધીઓમાંથી કોઈ પણ તમારો વિરોધ કે સામનો કરી શકશે નહિ. 16વળી તમારાંં માતાપિતા, ભાઈઓ, બહેનો. સગા સંબંધીઓ અને મિત્રોથી તમને પકડાવી દેવામાં આવશે, અને તમારાંમાંના કેટલાકને તેઓ મારી પણ નંખાવશે. 17મારે લીધે સર્વ તમારો ધિક્કાર કરશે. 18પણ તમારાં માથાનો એક વાળ પણ નાશ પામશે નહિ. 19મક્કમ રહો, અને તમે જીવન જીતશો.

20“તમે યરુશાલેમને લશ્કરોથી ઘેરાયેલું જુઓ, ત્યારે તમે જાણજો કે તેનો વિનાશ નજીક છે. 21ત્યારે જેઓ યહૂદિયામાં છે તેઓ પહાડો પર નાસી જાય, અને જેઓ શહેરમાં હોય તેઓ બહાર જાય; અને જેઓ દેશમાં હોય તેઓ શહેરમાં પ્રવેશ કરવો નહિ. 22કેમકે જે લખવામાં આવ્યું છે તે સવઁ પૂરા થાય માટે આ શિક્ષાનો સમય છે. 23એ દિવસોમાં સગર્ભા સ્ત્રીઓ અને ધવડાવતી માતાઓને માટે કેટલું ભયાનક હશે! દેશ પર મોટી વિપતિ અને આ લોકોની વિરુધ્ધ મોટો કોપ આવી પડશે. 24તેઓ તરવારથી માર્યા જશે અને બંદીવાન તરીકે બધાં રાષ્ટ્રોમાં લઈ જવાશે. વિદેશીઓનો સમય પૂરો નહીં થાય ત્યાં સુધી યરુશાલેમને વિદેશીઓ દ્રારા ખૂંદી નંખાશે.

25“સૂર્ય, ચંદ્ર અને તારાઓમાં ચિહ્નો જોવા મળશે. પૃથ્વી પર પ્રજાઓ સમુદ્રના ગર્જના અને ઉછાળાથી ત્રાસ પામી ગભરાઈ જશે. 26જગત પર જે આવી પડવાનું છે તેની બીકથી તથા ભયથી લોકો નિર્ગત થઈ જશે, કેમકે આકાશમાંના પરાક્રમ હાલી ઉઠશે. 27ત્યારે તેઓ માણસના દીકરાને મહામહિમા સહિત વાદળમાં આવતો નિહાળશો. 28જયારે આ પ્રમાણે થવાનું શરુ થાય, ત્યારે તમે ઊભા થાવ ને તમારા માથાં ઊંચા કરો, કેમકે તમારો ઉધ્ધાર નજીક આવી રહ્યો છે.”

29તેમણે તેઓને આ દ્રષ્ટાંત કહ્યું: “અંજીરનું વૃક્ષ અને બધા વૃક્ષોને જુઓ. 30જયારે તેમના પર પાંદડાં ફૂટવાં લાગે, ત્યારે તમે તે જોઇને પોતાની મેળે જાણો છો કે ઉનાળો નજીક છે. 31એ જ પ્રમાણે, તમે આ બનાવો બનતાં જુઓ, ત્યારે જાણો કે ઈશ્વરનું રાજ્ય નજીક છે.

32“હું તમને સાચે જ કહું છું, કે આ બધા પૂરાં નહિ થાય ત્યાં સુધી આ પેઢીનો અંત આવશે નહિ. 33આકાશ અને પૃથ્વી જતાં રહેશે, પણ મારાંં વચનો કયારેય જતા રહેશે નહિ.

34“અતિશય ખાનપાનથી તથા જીવનની ચિંતાથી તમારાંં મન જડ ન થઈ જાય માટે સાવધાન રહો, જેથી તે દિવસ ફાંદાની પેઠે તમારા પર ઓંચિતો આવી પડે. 35કારણ કે એ દિવસ આખી પૃથ્વી પરનાં સવઁ વસનારા લોકો પર આવી પડશે. 36હંમેશા જાગતાં રહો, અને પ્રાર્થના કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ.”

37ઈસુ દરરોજ મંદિરમાં શિક્ષણ આપતાં હતા, અને દરરોજ સાંજે પડતાં જૈતુન નામના પર્વત પર રાત વિતાવવા બહાર જતા હતાં. 38અને વહેલી સવારથી જ બધા લોકો તેમને સાંભળવા મંદિરે આવતાં.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]