Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Luke 22 OGCB

Show OGCB only
Verse × ×
1 Now the Feast of Bread Without Yeast, called Passover, was approaching. હવે બેખમીર રોટલીનું પવઁ જે, પાસ્ખાપવઁ કહેવાય છે, તે પાસે આવતું હતું.
2 The chief priests and the scribes were looking for a way to kill him, because they feared the people. અને મુખ્ય યાજકો તથા નિયમશાસ્ત્રના પંડિતો ઈસુથી છુટકારો મેળવવા કંઇ રસ્તો શોધી રહ્યા હતા, કારણ કે તેઓ લોકોથી ડરતા હતા.
3 Then Satan entered into Judas, the one called Iscariot, who was one of the twelve. પછી યહૂદા જે ઇશ્કરિયોત કહેવાતો હતો જે બારમાંનો એક હતો, તેનામાં શેતાન પેઠો.
4 He went and conferred with the chief priests and temple officers how he might betray him to them. અને યહુદા મુખ્ય યાજકો તથા મંદિરનાં રક્ષકોનાં સરદારો પાસે ગયો અને ઈસુને કેવી રીતે પકડાવી દેવા મંત્રણા કરી.
5 They were glad and agreed to give him money. તેઓ ખુશ થયા અને તેને પૈસા આપવાં સહમત થયા,
6 He agreed and began looking for an opportunity to betray him to them away from the crowd. અને ટોળું હાજર ન હોય ત્યારે તેમને તેઓના હાથમાં સોંપી દેવાનો લાગ તે શોધવાં લાગ્યા.
7 Then the day of Unleavened Bread arrived, when the Passover lamb had to be sacrificed. હવે બેખમીર રોટલીનો દિવસ આવી પહોંચ્યો, કે જયારે પાસ્ખાપવઁના ઘેટાનું નું બલિદાન કરવાનું હતું.
8 Jesus sent Peter and John, saying, "Go prepare the Passover for us to eat." ઈસુએ પિતર અને યોહાનને કહીને મોકલ્યા કે, “જઈને પાસ્ખાભોજનની તૈયારી કરે.”
9 They said to him, "Where do you want us to prepare it?" તેઓએ પૂછયું, “એ માટે, અમે ક્યાં તૈયારી કરીએ?”
10 He said, "Once you enter the city, a man carrying a jar of water will meet you. Follow him into the house he enters, તેમણે જવાબ આપ્યો, “શહેરમાં દાખલ થતાં જ, તમને પાણીનો ઘડો લઈને જતો એક માણસ મળશે. તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ જજો.
11 "and tell the owner of the house, 'The Teacher says to you: Where is the guest room where I may eat the Passover with my disciples?' અને તે ઘરનાં માલિકને કહેજો. કે ‘ગુરુજી પૂછે છે કે, હું મારે ઊતરવાનો ઓરડો ક્યાં છે, જયાં હું મારા શિષ્યો સાથે પાસ્ખા ખાઉં?’
12 And he will show you a large upper room, furnished; prepare it there." ત્યારે તે તમને ઉપલે માળે તૈયાર કરેલો એક મોટો ઓરડો બતાવશે; ત્યાં તૈયારી કરો.”
13 They went and found it just as he had told them, and they prepared the Passover. તેઓ જઈને જે પ્રમાણે ઈસુએ તેઓને કહ્યું હતું તે જ પ્રમાણે મળ્યું. તેથી તેઓએ પાસ્ખાપવઁની તૈયારી કરી.
14 When the hour came, he reclined at table, and the apostles with him. જયારે સમય આવ્યો, ત્યારે ઈસુ અને તેમના પ્રેષિતો મેજ પર બેઠાં હતા.
15 He told them, "I have deeply longed to eat this Passover with you before I suffer. અને તેમણે તેઓને કહ્યું, “મારા સહન કરવા પહેલાં તમારી સાથે આ પાસ્ખાભોજન લેવાની મારી ઘણી ઈચ્છા હતી.
16 For I tell you, I won't eat it until it's fulfilled in the kingdom of our Father." કેમકે હું તમને કહું છું કે ઈશ્વરના રાજ્યમાં તે પુરું નહિ થાય ત્યાં સુધી હું તે ફરી ખાવાનો નથી.”
17 Taking a cup and giving thanks, he said, "Take this and divide it among yourselves. પ્યાલો લીધા પછી, તેમણે આભાર માનીને કહ્યું, “આ લો અને માહોમાંહે વહેંચો.
18 For I tell you, from now on I will not drink the vine's fruit until our Father's kingdom comes." હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય ન આવે, ત્યાં સુધી હું ફરીથી દ્રાક્ષારસ પીનાર નથી.”
19 He took bread, gave thanks, broke it, and gave it to them, saying, "This is my body, given for you. Do this in memory of me." અને તેમણે રોટલી લીધી, અને આભાર માનીને તે ભાંગી અને તેઓને આપીને કહ્યું, “આ મારું શરીર છે, જે તમારાં માટે આપવામાં આવેલું છે. મારી યાદગીરીમાં આ કરો.”
20 He did the same with the cup after supper: "This cup is the new covenant in my blood, poured out for you. તે જ રીતે જમી રહ્યા પછી તેમણે પ્યાલો લઇને કહ્યું, “આ પ્યાલો, મારા રકતમાંનો નવો કરાર છે, જે તમારે સારું વહેવડાવેલું છે.
21 But look—the hand of the one who betrays me is with me on the table. પણ જે મને પરસ્વાધીન કરનાર છે તેનો હાથ મારી સાથે મેજ પર છે.
22 The Son of Man goes as determined, but woe to that man through whom he is handed over!" માણસનો દીકરો યોજના પ્રમાણે જાય છે. પણ જે માણસ તેમને પરસ્વાધીન કરાવે છે તેને અફસોસ!”
23 They began asking each other which of them would do this. તેઓ અંદરોઅંદર પૂછવાં લાગ્યા કે, આપણામાંનો કોણ આ કરવાનો હશે.
24 A dispute also arose among them about which of them was the greatest. પછી તેઓમાં માંહોમાંહે વિવાદ ઊભો થયો કે આપણામાં સૌથી મોટું કોણ છે.
25 He said to them, "Kings of nations dominate them, and rulers over them are called benefactors. ઈસુએ તેઓને કહ્યું, “વિદેશીઓનાં રાજાઓ તેઓ પર ધણીપણું કરે છે, અને જેઓ તેમના પર અધિકાર ચલાવે છે તેઓ પરોપકારી કહેવાય છે.
26 Not so with you: let the greatest among you become like the youngest, the leader like the one serving. પણ તમે એવા ન થાવ, તેનાં કરતાં તમારાંમાં જે મોટો હોય, તેણે સૌથી નાનાં જેવા થવું, અને જે શાસન કરે છે, તેણે સેવા કરનારના જેવા થવું
27 Who is greater—the guest at the table or the one serving? The guest, isn't it? Yet I am among you as one who serves. મોટો કોણ છે, જે ટેબલ પર છે તે કે જે સેવા કરનાર છે તે? જે ટેબલ પર છે તે નહિ? પણ હું તમારામાં સેવા કરનારના જેવો છું.
28 "You are those who have stayed with me in my trials, મારી કસોટીનાં સમયમાં સાથે ઊભા રહેનાર તમે જ છો,
29 and I confer on you a kingdom, just as my Father conferred one on me, અને જેમ મારા પિતાએ મને આપ્યું છે તેમ હું પણ તમને રાજય આપું છું,
30 so you'll eat and drink at my table in my kingdom, and sit on thrones judging the twelve tribes of Israel." જેથી મારા રાજ્યમાં તમે મારી સાથે ખાશો ને પીશો, અને ઇઝરાયેલનાં બાર કુળોનો ન્યાય કરવા રાજ્યાસન પર બિરાજશો.
31 "Simon, Simon, listen—Satan has demanded to sift all of you like wheat, “સિમોન, સિમોન! શેતાન તમને બધાને ઘઉંની પેઠે ચાળવા માગ્યા.
32 but I prayed for you, that your faith not fail. Once you have turned back, strengthen your brothers." પણ મેં, તારે માટે પ્રાર્થના કરી છે કે તું તારા વિશ્વાસમાંથી ડગી ન જાય, અને જયારે તું પાછો ફરે, ત્યારે તારા ભાઈઓને તું વિશ્વાસમાં સ્થિર કરજે.”
33 Peter said, "Lord, I'm ready to go with you to prison and death." પણ તેણે ઉત્તર આપ્યો, “પ્રભુ, હું તમારી સાથે જેલમાં જવા અને મરવા પણ તૈયાર છું!”
34 Jesus said, "I tell you, Peter: the rooster won't crow today before you deny three times that you know me." ઈસુએ જવાબ આપ્યો, “પિતર, હું તને કહું છું કે, આજે સવારે મરઘો બોલે તે પહેલાં, હું તેમને ઓળખતો નથી, એમ કહીને તું ત્રણ વાર મારો નકાર કરીશ.”
35 He asked, "When I sent you without money bag, knapsack, or sandals, did you lack anything?" "Nothing," they said. પછી ઈસુએ તેઓને પૂછયું, “જયારે, મેં તમને થેલી, ઝોણ્ણી તથા ચંપલ વિના મોકલ્યા ત્યારે શું તમને કશાંની ખોટ પડી?” તેઓએ જવાબ આપ્યો, “કશાંની નહિ.”
36 He said to them, "But now, let the one with a money bag take it, and a knapsack too. Let the one without a sword sell his cloak and buy one. તેમણે તેઓને કહ્યું, “પણ હાલ જો તમારી પાસે થેલી હોય, તે રાખો. અને ઝોણ્ણી પણ, અને જો તમારી પાસે તરવાર ન હોય, તો તમારાંં કપડાં વેચીને તે ખરીદી લો.
37 For I tell you this Scripture must be fulfilled in me: 'He was counted among sinners.' For what is written about me is coming true." કારણ કે લખેલું છે કે, ‘અપરાધીઓની સાથે તેઓ ગણાયા,’ અને હું કહું છું કે મારામાં તે પુરું થવું જોઈએ, હા, મારા વિશે જે લખેલું છે તે પુરું થવા જઈ રહ્યું છે.”
38 They said, "Lord, look, here are two swords." He said to them, "It is enough." શિષ્યોએ કહ્યું, “જુઓ, પ્રભુ, અહીં બે તરવાર છે.” તેમણે જવાબ આપ્યો, “તે પૂરતી છે.”
39 And he went out, as usual, to the Mount of Olives, and the disciples followed him. ઈસુ હંમેશની જેમ જૈતુન પહાડ પર ગયા, અને તેમના શિષ્યો પણ તેમની પાછળ ગયા.
40 When he reached the place, he told them, "Pray you don't give in to temptation." તે જગ્યાએ પહોચ્યા પછી તેમણે તેમને કહ્યું, “પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવી પડો.”
41 And he withdrew from them about a stone's throw, and knelt down and prayed, પછી પથ્થર ફેંકી શકાય એટલા અંતરે તે તેઓથી દૂર ગયા અને તેમણે ઘૂંટણે પડીને પ્રાર્થના કરી:
42 saying, "Father, if you are willing, take this cup from me. Yet not my will, but yours, be done." “હે પિતા, તમારી ઇચ્છા હોય તો આ પ્યાલો મારાંથી દૂર કરો; તોપણ, મારી ઇચ્છા નહિ પણ તમારી પૂર્ણ થાઓ.”
43 And an angel from heaven appeared to him, strengthening him. આકાશમાંથી એક દૂત તેમને દેખાયો અને તેમને બળ આપ્યું.
44 In agony he prayed more intensely; his sweat became like great drops of blood falling down to the ground. અતિ ભારે કષ્ટ સાથે તેમણે વધારે આગ્રહથી પ્રાર્થના કરી. અને તેમનો પસીનો રકતના ટીંપાની જેમ જમીન પર પડતો હતો.
45 When he rose from prayer, he came to the disciples and found them asleep from grief, પ્રાથઁના કરીને તેઓ ઊઠીને શિષ્યોની પાસે પાછા ગયા, તેમણે તેઓને દુઃખને લીધે ઊંઘતા જોયા.
46 he said to them, "Why are you sleeping? Get up and pray, so you don't yield to temptation." તેમણે તેઓને પૂછયું, “તમે કેમ ઊંઘો છો? ઊઠો! ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.”
47 While he was still speaking, a crowd came, led by the one called Judas, one of the twelve. He came up to Jesus to kiss him, જયારે હજુ ઈસુ બોલતા હતા, એટલામાં ટોળું આવ્યું, એક માણસ જે યહૂદા કહેવાય છે કે જે બારમાનો એક, તેઓની આગળ ચાલતો હતો. તે ઈસુને ચુંબન કરવા સારું તેમની પાસે આવ્યો.
48 but Jesus said to him, "Judas, would you betray the Son of Man with a kiss?" પણ ઈસુએ તેને પૂછયું, “યહૂદા! શું તું માણસના દીકરાને ચુંબન કરી પરસ્વાધીન કરાવે છે?”
49 Seeing what was about to happen, those with him said, "Lord, should we strike with the sword?" જયારે ઈસુની પાછળ ચાલનારાઓએ જે કાંઈ બનવાનું હતું તે જોઈને બોલ્યા, “પ્રભુ, શું અમે અમારી તરવાર ચલાવીએ?”
50 And one of them struck the servant of the high priest and cut off his right ear. અને તેઓમાંના એકે પ્રમુખ યાજકના નોકરનો જમણો કાન કાપી નાંખ્યો.
51 But Jesus answered, "No more of this!" And he touched the ear and healed him. પણ ઈસુએ જવાબ આપ્યો, “આટલું બસ છે.” અને માણસના કાનને સ્પર્શ કરીને તેને સાજો કયોઁ.
52 Then Jesus said to the chief priests, temple officers, and elders who had come out against him, "Have you come out with swords and clubs, as against a robber? તેમના માટે આવેલા મુખ્ય યાજકો, મંદિરનાં રક્ષક અધિકારીઓ તથા વડીલોને ઈસુએ કહ્યું, “શું હું બડવાની આગેવાની કરી રહયો છું, કે તમે તલવારો અને ભાલાઓ લઇને આવ્યા છો?
53 Every day I was with you in the temple, and you didn't lay hands on me. But this is your hour, and the authority of darkness." હું દરરોજ મંદિરનાં આંગણાંમાં તમારી સાથે હતો, ત્યારે તમે મારા પર હાથ ન નાખ્યો! પરંતુ હાલ આ તમારો સમય છે, જયારે અંધકાર રાજ કરે છે.”
54 Seizing him, they led him and brought him into the high priest's house; Peter followed at a distance. પછી તેઓએ તેમને પકડી લીધા ને તેમને પ્રમુખ યાજકના નિવાસસ્થાને લઈ ગયા. પિતર થોડે દૂર રહીને પાછળ ગયો.
55 They lit a fire in the middle of the courtyard and sat together; Peter sat among them. અને જયારે તેઓ આંગણાની વચ્યે તાપણું સળગાવીને તેઓ સાથે બેઠાં હતા, અને ત્યારે પિતર તેઓની સાથે બેઠો.
56 But a servant girl, seeing him sitting facing the light, stared at him and said, "This one too was with him." તાપણાના અજવાળામાં એક દાસીએ તેને બેઠેલો જોયો, તેની સામે નજીકથી જોઈને કહ્યું, “આ માણસ તેની સાથે હતો!”
57 But he denied it, saying, "Woman, I do not know him." પણ તેણે નકાર કરીને કહ્યું, “બાઈ, હું તેમને ઓળખતો નથી!”
58 Shortly after, another saw him and said, "You too are one of them." But Peter said, "Man, I'm not." થોડીવાર પછી બીજા કોઇએ તેને જોઈને કહ્યું, “તું પણ તેઓમાંનો એક છે!” પિતરે જવાબ આપ્યો, “ના, ભાઈ! હું નથી.”
59 About an hour later, another insisted, "This man was certainly with him, for he's a Galilean too." એકાદ કલાક પછી બીજા એકે ખાતરીપૂવઁક કહ્યું, “ખરેખર આ માણસ તેની સાથે હતો, કેમકે તે ગાલીલનો છે.”
60 But Peter said, "Man, I don't know what you're saying." Immediately, while he was still speaking, the rooster crowed. પણ પિતરે જવાબ આપ્યો અને કહ્યું, “ભાઈ, તમે કોના વિશે વાત કરો છો તે હું જાણતો નથી!” તે બોલતો હતો એટલામાં જ મરઘો બોલ્યો.
61 The Lord turned and looked at Peter. Peter remembered what the Lord had told him: "Before the rooster crows today, you will deny me three times." ઈસુએ પાછળ ફરીને પિતરની સામું જોયું. ત્યારે પિતરને પ્રભુએ તેને કહેલા શબ્દો યાદ આવ્યા: “આજે મરઘો બોલે તે પહેલાં, તું ત્રણ વાર મારો નકાર કરીશ.”
62 And he went out and wept bitterly. અને તે બહાર જઈને ખૂબ રડયો.
63 Now the men who were holding Jesus mocked him as they beat him. જે માણસો ઈસુની ચોકી કરતા હતા તેમણે તેમની મશ્કરી કરી અને તેમને માયાઁ.
64 They blindfolded him and kept asking, "Prophesy! Who is it that struck you?" તેમણે તેમની આંખે પાટો બાંધીને પૂછયું, “પ્રબોધ કરો, તમને કોણે માર્યુ?”
65 And they said many other things against him, insulting him. અને તેઓએ ઘણી બધી અપમાનજનક બાબતો કહી.
66 At daybreak, the people's council of elders convened—chief priests and scribes—and led him away to their council, saying, વહેલી પરોઢે લોકોના વડીલોની સભા, મુખ્ય યાજકો અને નિયમશાસ્ત્રના પંડિતો બન્નેની સાથે ભેગી થઇ, અને ઈસુને તેઓની આગળ લાવવામાં આવ્યા.
67 "If you are the Christ, tell us." He said to them, "If I tell you, you will not believe, તેઓએ કહ્યું. “જો તું મસીહ છે, તો અમને જણાવ.” ઈસુએ જવાબ આપ્યો, “જો હું તમને કહું તો તમે મારો વિશ્વાસ કરવાનાં નથી
68 "and if I ask you, you will not answer. વળી જો હું તમને પૂછું તો તમે જવાબ આપવાના નથી;
69 "But from now on the Son of Man will sit at the right hand of the power of our Father." પણ હવે પછી માણસનો દીકરો ઈશ્વરનાં પરાક્રમને જમણે હાથે બિરાજશે.”
70 They all said, "So you are the Son of God?" He said to them, "You say that I am." તેઓ બધાએ પૂછયું કે, “તો શું તું ઈશ્વરપુત્ર છે?” તેમણે જવાબ આપ્યો, “તમે કહો છો, હું તે છું!”
71 They said, "What more testimony do we need? For we heard it ourselves from his mouth." ત્યારે તેઓએ કહ્યું, “આપણે પોતે તેના મોં થી સાંભળ્યું છે, હવે આપણે બીજી કોઇ સાક્ષીની શી જરુર છે.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]