Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Luke 23 OGCB

Show OGCB only
Verse × ×
1 Then the whole assembly rose and brought him before Pilate. પછી આખી સભા ઉઠીને તેઓ તેમને પિલાત સમક્ષ લઈ ગયા.
2 They began accusing him: "We found this man misleading our nation, forbidding taxes to Caesar, and claiming to be Christ, a king." અને તેઓ તેમના પર આરોપ મૂકવાં લાગ્યા, “અમને એવું માલુમ પડયું છે કે આ માણસ અમારી પ્રજાને ભરમાવે છે. વળી તે કૈસરને કર આપવાનો વિરોધ કરે છે અને પોતે મસીહ એટલે રાજા હોવાનો દાવો કરે છે.”
3 Pilate asked him, "Are you the King of the Jews?" He answered, "You say so." તેથી પિલાતે ઈસુને પૂછયું, “શું તું યહૂદીઓનો રાજા છે?” ઈસુએ જવાબ આપ્યો, “તમે એવું કહ્યું છે.”
4 Then Pilate said to the chief priests and the crowds, "I find no guilt in this man." પછી પિલાતે મુખ્ય યાજકોને તથા ટોળાને જાહેર કયુઁ, “આ માણસની વિરોધ મને કોઈ દોષ જણાતો નથી.”
5 But they pressed on: "He stirs up the people, teaching all through Judea, from Galilee to here." પણ તેઓએ વધારે આગ્રહથી કહ્યું કે, “આ માણસ ગાલીલથી માંડીને અહીં સુધી આખા યહૂદિયામાં ઉપદેશ કરીને લોકોને ઉશ્કેરી મૂકે છે.”
6 When Pilate heard this, he asked whether the man was a Galilean. આ સાંભળીને પિલાતે પૂછયું, “જો આ માણસ ગાલીલનો છે”
7 Learning he was under Herod's authority, he sent him to Herod, who himself was also in Jerusalem in those days. જયારે તેણે જાણ્યું કે ઈસુ હેરોદના તાબાના છે, ત્યારે તેણે તેમને હેરોદની પાસે મોકલ્યા, પોતે પણ તે સમયે યરુશાલેમમાં જ હતો.
8 Seeing Jesus, Herod was delighted—he'd long wanted to see him, having heard about him, and hoped to see him perform a sign. ઈસુને જોઈને હેરોદ ખુશ થઈ ગયો, કેમકે તે તેમને ઘણાં વખતથી તેમને જોવા માગતો હતો, કેમકે તેણે તેમના સંબંધી સાંભળ્યું હતુ, મારા દેખતાં તેઓ કંઇ ચમત્કાર કરી બતાવે એવી આશા તે રાખતો હતો.
9 He questioned him at great length, but Jesus gave him no answer. તેણે તેમને ઘણાં પ્રશ્નો પૂંછયા પણ ઈસુએ કશો જ જવાબ આપ્યો નહિ.
10 The chief priests and the scribes stood by, vehemently accusing him. મુખ્ય યાજકો અને નિયમશાસ્ત્રના પંડિતો આવેશથી આરોપ મૂકતાં ત્યાં ઊભા હતા.
11 Herod and his soldiers scorned and mocked him, dressed him in bright clothing, and sent him back to Pilate. પછી હેરોદ અને તેના સૈનિકોએ ઈસુનાં ઠઠા અને મશ્કરી કયાઁ. રાજવી ઝભ્ભો પહેરાવીને તેઓએ તેમને પિલાત પાસે પાછા મોકલી આપ્યા.
12 That day Herod and Pilate became friends—they had been enemies before. તે દિવસથી હેરોદ અને પિલાત મિત્ર બન્યાં, એ પહેલાં તેઓ એકબીજાનાં દુશ્મન હતા.
13 Pilate then called together the chief priests, the rulers, and the people, પછી પિલાતે મુખ્ય યાજકો, અધિકારીઓ તેમજ લોકોને એકઠા કરીને બોલાવ્યાં.
14 and said to them, "You brought me this man as one turning the people away. I examined him before you and found no guilt in this man on your charges. અને તેઓને કહ્યું, “આ માણસને તમે મારી પાસે લાવ્યા છો જે લોકોને બળવો કરવા ઉશ્કેરતા હતા. મેં તમારી હાજરીમાં તેમની તપાસ કરી છે, અને તેમના પરના તમારા આરોપો માટે મને કોઇ આધાર મળ્યો નથી.
15 Neither did Herod, for he sent him back to us. Look, he has done nothing deserving death. હેરોદને પણ નહિ, માટે તેમને અમારી પાસે પાછા મોકલ્યા છે. તમે જુઓ છો તેમ મરણદંડને યોગ્ય તેમણે કંઇ કયુઁ નથી.
16 I will therefore discipline him and release him." તેથી હું તેમને સજા કરીને છોડી દઇશ.”
17 Not in this edition હવે પર્વ સમયે લોકોને માટે એક કેદીને છોડી દેવાનો રિવાજ હતો.
18 But they all cried out together, "Away with this man! Release Barabbas to us!" પણ આખા ટોળાએ બૂમો પાડવા લાગ્યા કે, “આ માણસને લઇ જાવ અને અમારા માટે બારાબાસને છોડી મૂકો!”
19 a man imprisoned for a rebellion that happened in the city, and for murder. (શહેરમાં દંગો કરાવવાનાં કારણે અને ખૂન કરવાના ગુનાને લીધે બારાબાસને જેલમાં પૂરવામાં આવ્યો હતો.)
20 Pilate addressed them once more, wanting to release Jesus, પિલાત ઈસુને છોડવા ઈચ્છતો હતો તેથી લોકોને ફરીથી વિનંતી કરી,
21 but they kept shouting, "Crucify, crucify him!" પણ તેઓ વધૂ બૂમો પાડતા રહ્યા, “તેને ક્રૂસે જડો! તેને ક્રૂસે જડો!”
22 A third time he said to them, "Why? What wrong has this man done? I find no ground for death in him. So I will punish and release him." ત્રીજી વાર તેણે તેઓની સાથે વાત કરી: “શા માટે? આ માણસે શું ગુનો કયોઁ છેે? તેનામાં મરણદંડ યોગ્ય મને કંઇ પણ જણાયું નથી; માટે હું તેને શિક્ષા કરીને છોડી દઈશ.”
23 But they kept shouting loudly, demanding he be crucified, and their voices prevailed. પણ તેઓએ મોટા ઘાંટા પાડીને દુરાગ્રહથી માંગણી કરી કે તેને ક્રૂસે જડાવો, અને તેમના ઘાંટા ફાવ્યા.
24 So Pilate decided that their demand should be granted. તેથી તેઓની માંગણી મુજબ કરવાનો હુકમ પિલાતે કયોઁ.
25 He released the man they asked for, jailed for rebellion and murder, but handed Jesus over to their will. તેણે દંગો અને હત્યાનાં આરોપસર જે માણસને જેલમાં નાખવામાં આવ્યો હતો, જેની તેઓએ માંગણી કરી હતી. તેને તેણે છોડી દિઘો, અને ઈસુને તેણે તેઓની ઇચ્છાને સ્વાધીન કર્યા.
26 Leading him away, they seized a man named Simon of Cyrene, coming in from the countryside, and put the cross on him to carry behind Jesus. જયારે સિપાઈઓ તેમને લઈ જતા હતા, ત્યારે સિમોન નામે કૂરેનીનો, કે જે શહેરમાંથી પોતાના માગેઁ જતો હતો, તેઓએ તેને પકડયો ને ક્રૂસ તેની પર મૂકયો કે તે, તે ઉંચકીને ઈસુની પાછળ ચાલે.
27 A great crowd of the people followed him, including women who were weeping and wailing for him. ઘણા બધા લોકો એમની પાછળ જતા હતા. એમાં કેટલીક સ્ત્રીઓ તેમના માટે રડનારી અને વિલાપ કરનારી તેમની સાથે હતી.
28 But Jesus turned to them and said, "Daughters of Jerusalem, don't cry for me; cry for yourselves and your children. ઈસુએ તેઓ તરફ ફરીને કહ્યું, “ઓ યરુશાલેમની દીકરીઓ! તમે મારે માટે રડો નહિ, પણ તમારે પોતાને માટે તથા તમારાંં બાળકોને માટે રડો.
29 For the days are coming when they will say, 'Blessed are the barren, the wombs that never bore, the breasts that never nursed.' કેમકે એવો સમય આવશે કે જયારે તમે કહેશો કે, ‘જેઓ નિઃસંતાન સ્ત્રીઓ છે, જેઓનાં પેટે કદી સંતાન થયું નથી, અને જેઓએ કદી ધવડાવ્યું નથી તેઓને ધન્ય છે!’ ”
30 Then they'll begin saying to the mountains, "Fall on us," and to the hills, "Cover us." “ ‘ત્યારે તેઓ પર્વતોને કહેશે કે, “અમારા પર પડો!” અને પહાડોને કહેશે કે “અમને ઢાંકી દો!” ’
31 For if they do this when the wood is green, what will happen when it's dry?" કેમકે ઝાડ લીલું હોય ત્યારે જો લોકો આ કામ કરે છે તો જયારે તે સુકાઈ જશે ત્યારે તેનું શું કરશે?”
32 Two others, who were criminals, were also led away to be put to death with him. બીજા બે માણસો, બન્ને ગુનેગારો, તેમની સાથે મારી નાખવાં માટે લઇ જતાં હતા.
33 When they reached the place called The Skull, they crucified him there with the criminals, one on his right, one on his left. જયારે તેઓ ખોપરી નામની જગાએ આવ્યા, ત્યાં તેમને ગુનેગારોની સાથે ક્રૂસે જડવામાં આવ્યા, એક તેમની જમણી અને બીજો તેમની ડાબે.
34 Jesus said, "Father, forgive them, for they do not know what they are doing." Then they divided his garments, casting lots. ઈસુએ કહ્યું. “હે પિતા, તેઓને માફ કરો કેમકે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે.” અને તેઓએ ચિઠ્ઠીઓ નાખીને તેમનાં કપડાં વહેંચી લીધા.
35 The people stood watching; the rulers sneered, "He saved others—let him save himself, if he's God's Christ, the Chosen One." લોકો જોતાં ઊભા હતા, અને અધિકારીઓ મશ્કરી કરતાં કહેતા હતા કે, “તેણે બીજાઓને બચાવ્યાં, જો તે ઈશ્વરનો મસીહ, તેનો પસંદ કરેલો હોય, તો તે પોતાને બચાવે.”
36 The soldiers also mocked him, coming up to offer him sour wine, સૈનિકોએ પણ આવીને તેમની મશ્કરી કરી. તેઓએ તેમને પીવાં કડવો સરકો ધર્યો,
37 and saying, "If you are the King of the Jews, save yourself!" અને કહ્યું, “જો તું યહૂદીઓનો રાજા હોય તો તું પોતાને જ બચાવ.”
38 There was also an inscription over him: "This is the King of the Jews." તેમના પર એક લેખીત સુચના લગાવેલી હતી કે: આ યહૂદીઓનો રાજા છે.
39 One of the hanged criminals insulted him: "Aren't you the Christ? Save yourself and us!" તેમાંના એક ગુનેગાર કે જે ત્યાં લટકાવવામાં આવ્યો હતો, તેમની મશ્કરી કરતા કહ્યું: “શું! તું મસીહ નથી? તો તું પોતાને અને અમને બચાવ!”
40 But the other rebuked him: "Don't you even fear God, since you're under the same sentence? પણ બીજા ગુનેગારે તેને ધમકાવ્યો, “શું તું ઈશ્વરથી ડરતો નથી? તેણે કહ્યું, તું તે જ શિક્ષા નથી ભોગવતો?
41 Rightly so—we're paying for what we did; but this man has done nothing wrong." આપણે તો વ્યાજબી રીતે ભોગવીએ છીએ, આપણે આપણા પોતાના કામોનું ફળ ભોગવી રહ્યા છીએ. પણ આ માણસે કશું જ ખોટું કર્યું નથી.”
42 Then he said, "Jesus, remember me when you come into your kingdom." પછી તેણે કહ્યું, “હે ઈસુ! તમે તમારાં રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો.”
43 And Jesus said to him, "Truly I tell you, today you will be with me in Paradise." ઈસુએ તેને જવાબ આપ્યો, “હું તને સાચે જ કહું છું કે: આજે તું મારી સાથે પારાદૈસમાં હોઈશ.”
44 It was already about noon, and darkness covered the whole land until three in the afternoon, હવે લગભગ બપોર થઇ હતી, અને ત્યારે આખા દેશ પર આશરે બપોરમાં ત્રણ કલાક સુધી અંધકાર છવાઈ ગયો.
45 for the sun's light failed; and the curtain of the temple was torn in two. સૂર્ય પ્રકાશતો બંધ થયો, અને મંદિરનો પડદો ફાટી ગયો હતો.
46 Jesus called out loudly, "Father, into your hands I commit my spirit!" Then he breathed his last. ઈસુએ મોટે અવાજે બૂમ પાડી, “હે પિતા! મારો આત્મા હું તમારાં હાથમાં સોંપું છું.” જયારે તેમણે આ કહ્યું, ત્યારે તેમણે છેલ્લો શ્વાસ લિધો.
47 Seeing what happened, the centurion praised our Father: "This man really was righteous." જે થયું હતું તે જોઇને સુબેદારે જોઇને, ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું, “ખરેખર આ માણસ ન્યાયી હતો.”
48 All the crowds gathered for this sight, seeing what happened, went home beating their chests. જયારે આ દ્રશ્ય જોવા માટે એકઠા થયેલા બધા લોકોએ જે બન્યું તે જોયું, ત્યારે તેઓ પોતાની છાતી કૂટતા પાછા ગયા.
49 All his acquaintances, and the women who followed him from Galilee, stood far off watching these things. પણ જે લોકો તેમને ઓળખતા હતા, તથા ગાલીલથી ઈસુની પાછળ આવેલી સ્ત્રીઓ થોડે દૂર ઊભાં રહીને આ બધું નિહાળી રહી હતી.
50 Now there was a man named Joseph, a member of the council, a good and righteous man, હવે યોસેફ નામે એક માણસ ન્યાયસભાનો સભ્ય હતો, તે સારો તથા ન્યાયી માણસ હતો.
51 who had not agreed to their plan and action. He was from Arimathea, a Jewish town, and was waiting for the kingdom of our Father. તે યહૂદીયાના અરિમથાઈનો વતની હતો અને તે પોતે ઈશ્વરના રાજ્યની વાટ જોતો હતો. તેણે ન્યાયસભાના નિર્ણયમાં પોતાની સંમતિ આપી ન હતી.
52 This man went to Pilate and asked for the body of Jesus. તેણે પિલાત પાસે જઈને ઈસુનું શબ માગ્યું.
53 He took it down, wrapped it in a linen cloth, and laid him in a rock-cut tomb where no one had yet been laid. પછી તેણે તેને નીચે ઉતારીને તેને શણના કપડાંમાં લપેટયુ અને ખડકમાં ખોદેલી કબરમાં તેને મૂકયું અને જયાં કદી કોઇને અગાઉ મુકવામાં આવ્યો ન હતો.
54 It was the day of Preparation, and the Sabbath was about to begin. તે તૈયારીનો દિવસ હતો, અને સાબ્બાથ શરૂ થવાનો હતો.
55 Women who came with him from Galilee followed, saw the tomb, and how his body was placed. જયારે તેઓ ઈસુનું શબ ક્રૂસ પરથી લઈ જતા હતા જે સ્ત્રીઓ ઈસુની સાથે ગાલીલથી આવી હતી, તેઓ યોસેફની પાછળ જઈને કબર જોઈ અને તેમનું શબ કેવી રીતે મૂકયું હતું તે તેઓએ જોયું.
56 They went back and prepared spices and ointments, then rested on the Sabbath as commanded. પછી તેઓ ઘરે જઈને મસાલા તથા સુગંધી દ્રવ્યો તૈયાર કર્યા. પણ આજ્ઞા પ્રમાણે સાબ્બાથવારે તેઓએ વિશ્રામ લિધો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]