Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Luke 24 OGCB

Show OGCB only
Verse × ×
1 On the first day of the week, at dawn, they came to the tomb, carrying the spices they had prepared. અઠવાડિયેને પહેલે દિવસે વહેલી સવારે, સ્ત્રીઓએ તૈયાર કરેલાં સુગંધી દ્રવ્યો લઇને કબરે ગઇ.
2 They found the stone rolled away from the tomb, તેઓએ કબર પરથી પથ્થર ગબડાવી દીધેલો જોયો.
3 but when they went in they did not find the body of the Lord Jesus. પણ જયારે તેઓ ગયા, ત્યારે તેઓએ પ્રભુ ઈસુનું શબ જોયું નહિ.
4 While they were perplexed about this, suddenly two men stood beside them in dazzling clothes. જયારે તેઓ આ વિશે વિચારતી હતી, એવામાં વિજળી જેવા ચળકતા વસ્ત્રો પહેરેલા બે માણસો તેઓની બાજુમાં ઊભેલા હતા.
5 Frightened, they bowed their faces to the ground. The men asked, "Why seek the living among the dead? સ્ત્રીઓ ભયભીત થઇ ગઇ ને જમીન સુધી તેમના માથાં નમાવ્યા, “પણ તે માણસે તેમને કહ્યું, મૂએલાઓમાં તમે જીવતાંને કેમ શોધો છો?
6 He's not here—he's risen. Remember what he told you while still in Galilee, તેઓ અહીં નથી, તેઓ સજીવન થયા છે. જયારે તેઓ ગાલીલમાં તમારી સાથે હતા ત્યારે તેમણે તમને કહ્યું હતું તે યાદ કરો:
7 that the Son of Man must be handed over to sinful men, be crucified, and rise on the third day." ‘માણસનો દીકરો પાપીઓના હાથમાં સોંપાશે, ક્રૂસે જડાવાય ને ત્રીજે દિવસે સજીવન થાય.’ ”
8 And they remembered his words, ત્યારે તેઓને તેમના શબ્દો યાદ આવ્યા.
9 returning from the tomb, they told all this to the eleven and all the rest. જયારે તેઓ કબરેથી પાછી આવી ત્યારે તેઓએ આ બધુ અગિયારને તથા બીજા બધાંને તે બધી વાતો કહી સંભળાવી.
10 Mary Magdalene, Joanna, Mary the mother of James, and the other women with them told these things to the apostles. તેઓમાં મરિયમ માગદાલેણ, યોહાન્ના, યાકોબની મા મરિયમ અને બીજી કેટલીક તેમની સાથે હતી, જેમણે પ્રેષિતોને આ કહ્યું.
11 But these words seemed like nonsense to them, and they did not believe them. પણ તેઓએ સ્ત્રીઓનું માન્યું નહિ, કેમકે તેમની વાતો તેઓને પોકળ લાગી.
12 Peter got up and ran to the tomb; bending down, he saw only the linen cloths, then went home amazed at what had happened. એમ છતાં પિતર ઉઠીને કબર તરફ દોડી ગયો, નિચે વળીને તેણે શણની પટ્ટીઓ એકલી પડેલી જોઈ, જે થયું હતું તેથી તે અચરત થઇને ચાલ્યો ગયો.
13 That same day two of them traveled to a village called Emmaus, about seven miles from Jerusalem, હવે તે જ દિવસે તેઓમાંના બે યરુશાલેમથી લગભગ દસ કિલોમીટર દૂર આવેલા એમ્મોસ ગામ તરફ જઈ રહ્યા હતા.
14 and they were talking with each other about all these things that had happened. માર્ગમાં તેઓ એકબીજા સાથે જે બધી બનેલી બાબતો સંબંધી વાતચીત કરતા હતા.
15 While they were talking and discussing together, Jesus himself drew near and went with them. જયારે તેઓ એકબીજાની સાથે વાત કરતા હતા એવામાં ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલ્યા.
16 But their eyes were kept from recognizing him. પણ તેઓ તેમને ઓળખી શક્યાં નહિ.
17 He asked them, "What are you discussing with each other as you walk?" They stopped, looking sad. તેમણે તેમને પૂછયું, “તમે સાથે ચાલતાં ચાલતાં શી ચર્ચા કરો છો?” તેઓ ઊભા રહી ગયા, તેઓના મોં ઉતરી ગયા.
18 One of them, Cleopas, replied, "Are you the only visitor to Jerusalem who does not know what has happened there these days?" કલીઓપાસ નામનાં એક જણે, તેમને પૂછયું, “આખા યરુશાલેમની મુલાકાત કરનારામાં તું જ એક એવો લાગે છે કે જેને આ દિવસોમાં બનેલી બીનાઓની ખબર નથી!”
19 He asked, "What things?" They said, "About Jesus of Nazareth—a prophet powerful in deed and word before our Father and all the people, તેમણે પૂંછયુ, “કઈ બીનાઓ?” તેઓએ જવાબ આપ્યો, “નાઝરેથના ઈસુના વિશે, તેઓ ઈશ્વરની આગળ તથા સઘળા લોકોની આગળ કામમાં તથા વચનમાં પરાક્રમી એક પ્રબોધક હતા.
20 and how our chief priests and rulers handed him over to a death sentence, and crucified him. મુખ્ય યાજકોએ અને અમારા અધિકારીઓ તેમને પકડીને મરણદંડને માટે સોંપી દીધા, અને તેઓએ તેમને ક્રૂસે જડી દીધા.
21 We'd hoped he was the one to redeem Israel. Yet on top of all this, it's the third day since these things happened. પણ અમે આશા રાખતા હતા કે જે ઇઝરાયેલને છુટકારો આપનાર હતો તે એ જ છે, અને તે સવઁ ઉપરાંત આ બનાવને આજે ત્રીજો દિવસ થયો છે.
22 Some women of ours also amazed us—early at the tomb, વળી અમારાંમાંની કેટલીક સ્ત્રીઓ આજે વહેલી સવારે કબરે ગઈ હતી. તેઓએ અમને આશ્ચર્ય પમાડયું.
23 and not finding his body, they came back saying they'd even seen a vision of angels, who said he was alive. તેઓને તેમનું શબ મળ્યુ નહિ. ત્યારે તેઓએ આવીને કહ્યું કે, અમને દૂતોનુ દશઁન થયું હતું, જેઓએ કહ્યું કે તેઓ જીવતાં હતા.
24 Some of our companions went to the tomb and found it just as the women said, but they did not see him." અમારાંમાંથી કેટલાક કબરે ગયા જેમ સ્ત્રીઓએ કહ્યું હતુ તેમ તેઓએ જોયું, પણ તેઓએ ઈસુને જોયા નહિ.”
25 He said to them, "How foolish you are, and slow to believe all the prophets said! તેમણે તેઓને કહ્યું, “તમે કેટલાં મુખઁ છો, અને પ્રબોધકોએ જે કહ્યું તે માનવામા કેટલાં ધીમાં છો!
26 Was it not necessary that the Christ should suffer these things and enter into his glory?" શું મસીહાએ પોતાના મહિમામાં પ્રવેશતાં પહેલાં આ બધું સહેવું પડશે?”
27 And beginning with Moses and all the Prophets, he explained to them from all the Scriptures everything about himself. અને મોશે અને બધા પ્રબોધકોનાં પુસ્તકોથી શરૂ કરીને બધા શાસ્ત્રમાંથી પોતાને વિશે જે કહેવામાં આવ્યું તેનો ખુલાસો કરી બતાવ્યો.
28 And they approached the village they were heading to, and he pretended to go farther. તેઓ જે ગામમાં જતા હતા તેની નજીક આવી પહોંચ્યા, ત્યારે ઈસુ આગળ જતા હોય તેમ આગળ વધ્યા.
29 But they insisted, "Stay with us—evening is near, the day nearly done." So he went in to stay with them. પણ તેઓએ તેમને આગ્રહ કયોઁ કે, અમારી સાથે રહો કેમકે “સાંજ પડવા આવી છે, અને દિવસ નમવા આવ્યો છે. ખૂબ મોડું થઈ ગયું છે” તેથી તેઓ તેમની સાથે ગયા.
30 As he reclined with them, he took the bread, blessed it, broke it, and gave it to them. જયારે તેઓ તેમની સાથે જમવા બેઠા, ત્યારે તેમણે રોટલી લીધી આભાર માન્યો, તે ભાંગી અને તેઓને આપી.
31 And their eyes were opened, and they recognized him. And he vanished from their sight. ત્યારે તેઓની આંખો ઊઘડી ગઈ અને તેઓએ તેમને ઓળખ્યા, પણ તેઓ તેઓની દ્રષ્ટિમાંથી અદ્રશ્ય થઈ ગયા.
32 They said to each other, "Weren't our hearts burning within us as he spoke to us on the road, as he opened the Scriptures to us?" તેઓ એકબીજાને પૂછવાં લાગ્યા કે, “જયારે તેઓ રસ્તે આપણી સાથે વાત કરતા હતા ને શાસ્ત્ર ખોલીને સમજાવતા હતા ત્યારે શું આપણા હૃદય કેવાં અદભુત ઉષ્મા અનુભવતા હતાં!”
33 That same hour they got up, returned to Jerusalem, and found the eleven and those with them gathered together, એ જ સમયે તેઓ ઊઠીને યરુશાલેમ પાછા વળ્યા. ત્યાં તેમણે અગિયારને તથા તેઓની સાથેનાઓને એકઠાં થયેલા જોયા,
34 saying, "The Lord has risen indeed, and has appeared to Simon!" અને કહેતા કે, “તે સાચું છે! પ્રભુ, ખરેખર ઊઠયાં છે! અને સિમોનને દર્શન દીધું છે.”
35 And they told what happened on the road, and how he was recognized in the breaking of the bread. ત્યારે બે એ રસ્તામાં શું બન્યું, અને રોટલી ભાંગતા ઈસુ તેમનાથી કેવી રીતે ઓળખાયા હતાં તે કહી બતાવ્યું.
36 As they spoke these things, Jesus himself stood among them and said to them, "Peace to you!" એ વાતો તેઓ કરતા હતા, એટલામાં જ ઈસુ પોતે તેઓની મધ્યે ઊભા રહ્યા અને કહ્યું, “તમને શાંતિ થાઓ.”
37 But they were startled and frightened and thought they saw a spirit. તેઓ ચોંકીને ભયભીત થઇને, ધાયુઁ કે તેઓએ આત્મા જોયો.
38 And he said to them, "Why are you troubled, and why do doubts arise in your hearts? તેમણે તેઓને કહ્યું, “તમે શા માટે ગભરાઓ છો? અને તમારા મનમાં શંકા કેમ લાવો છો?
39 Look at my hands and my feet—it's really me. Touch me and see: a spirit has no flesh and bones, as you see I have." મારા હાથને મારા પગ જુઓ હું તે પોતે છું! મને સ્પર્શ કરો ને જુઓ; આત્માને માંસ તથા હાંડકા હોતા નથી, તમે જોઈ શકો છો કે તે મને છે.”
40 And when he had said this, he showed them his hands and his feet. એમ કહ્યાં પછી તેમણે તેઓને પોતાના હાથ અને પગ બતાવ્યાં.
41 And while they still disbelieved for joy and were marveling, he said to them, "Do you have anything here to eat?" અને તેઓ હજુ પણ આનંદ અને આશ્ચચઁને લિધે માનતા ન હતાં, તેમણે તેઓને પૂછયું, “તમારી પાસે અહીં કંઈ ખાવાનું છે?”
42 They gave him a piece of broiled fish, તેઓએ તેમને શેકેલી માછલીનો એક ટુકડો આપ્યો.
43 and he took it and ate before them. તે લઇને તેમણે તેઓની હાજરીમાં ખાધો.
44 He said to them, "This is what I told you while still with you: everything written about me in the Law of Moses, the Prophets, and the Psalms had to be fulfilled." તેમણે તેઓને કહ્યું, “જયારે હું તમારી સાથે હતો ત્યારે મેં તમને આ જ કહ્યું હતું: મોશે અને અન્ય પ્રબોધકોનાં લખાણોમાં તેમજ ગીતશાસ્ત્રમાં મારા વિશે જે લખ્યું છે તે બધું જ પુરું થવું જોઈએ.”
45 Then he opened their minds to understand the Scriptures, પછી શાસ્ત્રવચનો સમજવા તેમણે તેઓનાં મન ખોલ્યાં
46 and told them, "This is written: the Christ must suffer and rise from the dead on the third day, તેમણે તેઓને કહ્યું, “એમ લખેલું છે કે: મસીહા દુઃખ સહન કરશે અને ત્રીજે દિવસે મૂએલામાથી સજીવન થશે,
47 and that repentance for the forgiveness of sins should be proclaimed in his name to all nations, beginning from Jerusalem. અને યરુશાલેમથી માંડીને જગતમાં સર્વ પ્રજાઓને તેમના નામમાં પસ્તાવો અને પાપની માફી પ્રગટ કરાશે.
48 You are witnesses of these things. અને તમે તેના સાક્ષી છો.
49 I am sending the promise of my Father on you. Stay in the city until you are dressed with power from on high." હું મારા પિતાનુ વચન તમારાં પર મોકલું છું; તે પ્રમાણે પવિત્ર આત્માને હું તમારાં પર મોકલી આપીશ, પણ ઉપરના સામર્થ્યથી ભરપૂર થાવ ત્યાં સુધી તમે શહેરમાં જ રહેજો.”
50 And he led them out as far as Bethany, and lifting up his hands he blessed them. પછી તેઓ તેમને બેથાનિયા ની નજીક લઇ ગયા, તેમણે પોતાના હાથ ઊંચા કરીને તેઓને આશીર્વાદ આપ્યો.
51 While he blessed them, he parted from them and was carried up into heaven. જયારે તેઓને આશીર્વાદ આપતાં હતાં, ત્યારે તેમણે તેઓને મૂકી દીધા અને આકાશમાં લઇ લેવામાં આવ્યા.
52 And they worshiped him and returned to Jerusalem with great joy, તેઓએ તેમનું ભજન કર્યું અને આનંદ કરતા યરુશાલેમ પાછા ગયા.
53 and were continually in the temple blessing our Father. તેઓ નિત્ય મંદિરમાં ઈશ્વરની સ્તુતિ કરતા રહ્યા.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]