Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

John 1 OGCB

Show OGCB only
Verse × ×
1 In the beginning was the Word, and the Word was with our Father, and the Word was God. આરંભમાં શબ્દ હતો, અને શબ્દ ઈશ્વરની સાથે હતો, અને શબ્દ ઈશ્વર હતો.
2 He was in the beginning with our Father. આરંભથી જ તે ઈશ્વરની સાથે હતા.
3 All things were made through him, and without him not one thing was made that was made. તેમનાંથી સઘળું બનાવવામાં આવ્યું, જે કંઇ થયું છે તે તેમના વિના બનાવવામાં આવ્યું નહિ.
4 In him was life, and the life was the light of all people. તેમનામાં જીવન હતું, અને એ જીવન સમગ્ર માનવજાતનું અજવાળું હતું.
5 The light shines in the darkness, and the darkness has not overcome it. અજવાળું અંધકારમાં પ્રકાશે છે, અને અંધકાર તેના પર કાબૂ મેળવી શકયું નહિ.
6 There came a man sent from our Father, whose name was John. ઈશ્વર તરફથી મોકલેલો એક માણસ હતો, જેનું નામ યોહાન હતું.
7 He came as a witness, to bear witness about the light, so that all might believe through John's witness. તે પ્રકાશ વિશે સાક્ષી તરીકે આવ્યો, જેથી તેના દ્વારા સર્વ લોકો વિશ્વાસ કરે.
8 He was not the light, but came to bear witness about the light. તે પોતે પ્રકાશ ન હતો, તે ફકત પ્રકાશનાં સાક્ષી તરીકે આવ્યો હતો.
9 The true light, which gives light to everyone, was coming into the world. સાચો પ્રકાશ જે દરેકને પ્રકાશ આપે છે તે જગતમાં આવી રહયો હતો.
10 He was in the world. The world came into being through him, yet did not know him. તે જગતમાં હતા અને તેમના દ્રારા જગત ઉત્પન્ન થયું હોવા છતાં જગતે તેમને ઓળખ્યા નહિ.
11 He came to his own, and his own people did not receive him. તેઓ જે તેમના પોતાના હતા તેમની પાસે આવ્યા, પણ તેમના પોતાનાંઓએ તેમનો અંગીકાર કયોઁ નહિ.
12 But to all who received him, believing in his name, he gave the right to become children of our Father, જે બધાએ તેમના પર અંગીકાર કયોઁ, જેઓએ તેમના નામ પર વિશ્વાસ કયોઁ તેટલાં ને તેમણે ઈશ્વરનાં સંતાન થવાનો અધિકાર આપ્યો.
13 children born not of blood nor of the will of flesh nor of the will of man, but of our Father. બાળકો કુદરતી રીતે જન્મેલાં નહિ, કે માણસની ઇચ્છાથી નહિ, કે પતિની ઇચ્છાથી નહિ પરંતુ ઈશ્વરથી જન્મેલાં છે.
14 The Word became flesh and lived among us. We saw his glory, the glory of the one and only Son from the Father, full of grace and truth. શબ્દ સદેહ થઇને આપણામાં વસ્યાં, અમે તેમનો મહિમા જોયો, એક માત્ર પુત્રનો મહિમા જે પિતા તરફથી આવ્યો છે, તે કૃપા અને સત્યથી ભરપૂર.
15 John testified about him, crying out, "This is the one I meant: he who comes after me outranks me, since he existed before me." યોહાન તેમનાં વિશે સાક્ષી આપે છે, તે ઘાટો પાડતા કહે છે, “જેમનાં વિશે મેં કહ્યું તે આ છે, ‘જે મારી પાછળ આવે છે તેઓ મારી અગાઉ થયા છે કેમકે તેઓ મારી અગાઉ હતા.’ ”
16 For from his fullness we have all received, grace upon grace. તેમની ભરપૂરીમાંથી અમે કૃપા પર કૃપા પામ્યા છીએ.
17 For the law was given through Moses; grace and truth came through Jesus Christ. કેમકે મોશે દ્રારા નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું હતું; કૃપા તથા સત્યતા ઈસુ મસીહ દ્રારા આવી.
18 No one has ever seen our Father; the one and only God, close beside the Father, has made him known. ઈશ્વરને કદી કોઈએ જોયા નથી, પણ એક માત્ર પુત્ર જે પોતે ઈશ્વર છે અને પિતાની સાથે સૌથી નજીકનાં સબંધમાં છે; તેમણે તેમને ઓળખ્યાં છે.
19 This is John's testimony, when the Jews sent priests and Levites from Jerusalem to ask him, "Who are you?" હવે યહૂદી આગેવાનોએ યરુશાલેમમાંથી યાજકો તથા લેવીઓને યોહાન પાસે મોકલીને પૂછાવ્યું કે, “તું કોણ છે, ત્યારે તેની સાક્ષી આ હતી”
20 He confessed, and did not deny, but confessed, "I am not the Christ." તે કબૂલ કરવાથી ફયોઁ નહિ, પણ તેણે સાફ કબૂલ કયુઁ કે, “હું મસીહા નથી.”
21 So they asked him, "What then? Are you Elijah?" "I am not," he said. "Are you the Prophet?" "No," he answered. તેઓએ તેને પૂછયું, “તો તું કોણ છે? શું તું એલિયા છે?” તેણે કહ્યું, “હું તે નથી.” “શું તું પ્રબોધક છે?” તેણે જવાબ આપ્યો, “ના.”
22 So they asked, "Who are you? We need to give an answer to those who sent us. What do you say about yourself?" આખરે તેઓએ કહ્યું “તો તું કોણ છે? અમને મોકલનારાઓને અમે શું જવાબ આપીએ?” તું પોતાના વિશે શું કહે છે?
23 He said, "I'm the voice of one crying out in the wilderness, 'Make straight the way of the Lord,' as the prophet Isaiah said." યોહાને યશાયા પ્રબોધકનાં શબ્દોમાં જવાબ આપ્યો, “અરણ્યમાં પોકારનારની વાણી હું છું, ‘પ્રભુને માટે માગઁ સીધા કરો.’ ”
24 Now they had been sent from the Pharisees. ફરોશીઓએ તેઓને મોકલ્યા હતા.
25 They asked him, "Why baptize, then, if you're not the Christ, nor Elijah, nor the Prophet?" તેને પ્રશ્ન કયોઁ કે “જો તું મસીહ નથી, કે એલિયા નથી અથવા કે પ્રબોધક નથી તો તું બાપ્તિસ્મા શા માટે કરે છે?”
26 John answered them, "I baptize with water, but among you stands one you do not know, યોહાને જવાબ આપ્યો, “હું પાણીથી બાપ્તિસ્મા આપું છું, પણ તમારી વચ્યે એક ઉભો છે, જેમને તમે ઓળખતા નથી.
27 even he who comes after me, whose sandal strap I am not worthy to untie." તે એક છે કે જે મારી પાછળ આવે છે, હું તેમના ચંપલની દોરી છોડવા હું યોગ્ય નથી.”
28 These things took place in Bethany across the Jordan, where John was baptizing. યર્દન નદીને પેલે પાર જયાં યોહાન બાપ્તિસ્મા કરતો હતો, ત્યાં બેથાનિયામાં આ બનાવ બન્યો.
29 The next day, seeing Jesus coming toward him, he said, "Look! The Lamb of our Father—Jesus—who takes away the sin of the world! બીજે દિવસે ઈસુને પોતાની પાસે આવતાં જોઈને યોહાન કહ્યું, “જુઓ! ઈશ્વરનું હલવાન, જે જગતનું પાપ લઇ લે છે!
30 This is the one I meant: 'After me comes a man who ranks before me, because he was before me.' જેમનાં વિશે જે મેં કહ્યું તે આ છે, ‘જે મારી પાછળ આવે છે તેઓ મારી અગાઉ થયા છે કેમકે તેઓ મારી અગાઉ હતા.’
31 I didn't know him, but I came baptizing with water so he would be revealed to Israel." હું પોતે તમને ઓળખતો ન હતો, પણ ઇઝરાયેલ આગળ તેઓ પ્રગટ થાય માટે હું પાણીથી બાપ્તિસ્મા કરતો આવ્યો છું.”
32 John testified: "I saw the Holy Spirit descend from heaven like a dove and remain on him. ત્યારે યોહાને આ સાક્ષી આપી, મે આત્માને આકાશમાંથી “કબૂતરના રૂપમાં ઊતરતો જોયો, અને તે તેના પર રહયો.
33 I didn't know him, but the one who sent me to baptize with water told me, 'The one you see the Holy Spirit come down and stay on—he is the one who baptizes with the Holy Spirit.' અને મેં પોતે તેમને ઓળખ્યા નહિ, પણ જેણે મને પાણીથી બાપ્તિસ્મા કરવા માટે મોકલ્યો, તેણે મને કહ્યું, ‘જેનાં પર તું આત્માને ઉતરતો અને રહેતો જુએ તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપનાર છે.’
34 And I have seen and have borne witness that this is the Son of our Father." મેં જોયું છે ને સાક્ષી આપી છે, કે તે જ ઈશ્વરનો પસંદ કરેલો છે.”
35 The next day John was standing again with two of his disciples, બીજે દિવસે ફરી યોહાન તેના બે શિષ્યો સાથે ત્યાં હતો.
36 and looking at Jesus as he walked by, he said, "Look! The Lamb of our Father!" જયારે તેણે ઈસુને ત્યાંથી પસાર થતા જોયા, ત્યારે તેણે કહ્યું, “જુઓ! ઈશ્વરનું હલવાન!”
37 The two disciples heard him say this, and they followed Jesus. જયારે તેનાં બે શિષ્યોએ તેને એમ કહેતા સાંભળ્યો, ત્યારે તેઓ ઈસુની પાછળ ગયાં.
38 Jesus turned, saw them following, and asked, "What do you seek?" They said, "Rabbi" (meaning Teacher), "where do you stay?" તેઓને પોતાની પાછળ આવતાં જોઈને ઈસુએ પૂછયું, “તમારે શું જોઈએ છે?” તેઓએ પૂછયું, “રાબ્બી, તમે કયાં રહો છો?”
39 He told them, "Come and you will see." So they went and saw where he was staying, and remained with him that day—about four in the afternoon. તેમણે જવાબ આપ્યો, “આવો અને તમે જોશો.” તેથી તેઓ ગયા અને તેઓ જયાં રહેતા હતા તે જોયું, અને તે દિવસ તેઓએ તેમની સાથે વિતાવ્યો. બપોરનાં લગભગ ચાર વાગ્યા હતા.
40 One of the two who heard John speak and followed Jesus was Andrew, Simon Peter's brother. તે બેમાંનો એક સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા હતો, કે જેણે યોહાનનું બોલવું સાંભળીને ઈસુની પાછળ ગયો.
41 He first found his own brother Simon and told him, "We've found the Messiah" (meaning Christ). આંદ્રિયાએ સૌથી પહેલું કામ એ કયુઁ કે પોતાના ભાઈ સિમોનને શોધીને કહ્યું, “અમને મસીહ મળ્યાં છે.”
42 He brought him to Jesus. Jesus looked at him and said, "You are Simon the son of John. You will be called Cephas" (meaning Peter). અને તે તેને ઈસુ પાસે લઈ આવ્યો. તેની તરફ જોઈને ઈસુએ કહ્યું, હા “તું યોનાનો દીકરો સિમોન છે, તું કેફા કહેવાશે” (જેનો અથઁ પિતર છે).
43 The next day, Jesus decided to leave for Galilee. He found Philip and said, "Follow me." બીજે દિવસે ઈસુએ ગાલીલ જવાનું નક્કી કર્યું. તેમણે ફિલિપને શોધીને કહ્યું, “મારી પાછળ આવ.”
44 Now Philip was from Bethsaida, the city of Andrew and Peter. ફિલિપ તો બેથસૈદાનો એટલે આન્દ્રિયા અને પિતરના શહેરનો હતો.
45 Philip found Nathanael and told him, "We've found the one Moses wrote of in the Law and the prophets—Jesus, son of Joseph, from Nazareth." ફિલિપે નથાનિયેલને મળીને કહ્યું, “જેમનાં વિશે મોશે તથા પ્રબોધકોએ લખેલું છે, એટલે નાઝરેથના ઈસુ, યોસેફના દીકરા અમને મળ્યાં છે.”
46 Nathanael said, "Can anything good come from Nazareth?" Philip said, "Come and see." “નાઝરેથ! શું તેમાંથી કંઇ સારું નીકળી શકે? નથાનિયેલે પૂછયું.” ફિલિપે કહ્યું, “આવીને જો.”
47 Jesus saw Nathanael approaching and said of him, "Look—a true Israelite, with no deceit in him!" જયારે ઈસુએ નથાનિયેલને પોતાની પાસે આવતો જોયો અને, તેને વિશે કહે છે, “જુઓ! આ સાચો ઇઝરાયેલી છે તેનામાં કંઇ પણ કપટ નથી.”
48 Nathanael asked him, "How do you know me?" Jesus answered, "Before Philip called you, while you were under the fig tree, I saw you." નથાનિયેલે પૂછયું, “તમે મને કેવી રીતે ઓળખો છો?” ઈસુએ જવાબ આપ્યો, “ફિલિપે તને બોલાવ્યો તે પહેલાં, તું અંજીરી નીચે હતો, ત્યારે મે તને જોયો.”
49 Nathanael answered him, "Rabbi, you are the Son of our Father! You are the King of Israel!" ત્યારે નથાનિયેલે જાહેર કયુઁ, “રાબ્બી, તમે ઈશ્વરપુત્ર છો! તમે ઇઝરાયેલનાં રાજા છો!”
50 Jesus answered him, "You believe because I told you I saw you under the fig tree? You'll see greater things than these." ઈસુએ કહ્યું, “મેં તને અંજીરી નીચે જોયો એવું મે તને કહ્યું માટે તું વિશ્વાસ કરે છે. તું આના કરતાં પણ વધારે મોટી બાબતો જોશે.”
51 He told him, "Truly, truly, I say to you, you will see heaven opened, and our Father's angels ascending and descending on the Son of Man." પછી તેમણે એ પણ કહ્યું “હું તમને સાચે જ કહું છું કે તમે આકાશ ઊઘડેલું અને ઈશ્વરના દૂતોને માણસના દીકરાને ચઢતાં અને ઊતરતાં જોશો.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]