Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Luke 18 OGCB

Side by side with the Father's Heart Bible™

વારંવાર વિનંતી કરતી વિધવાનું દ્રષ્ટાંત

1સતત પ્રાર્થના કરતાં રહેવું જોઈએ અને કાયર થવું નહિ, એ સમજાવવા માટે ઈસુએ પોતાના શિષ્યોને આ દ્રષ્ટાંત કહ્યું. 2તેમણે કહ્યું “એક શહેરમાં એક ન્યાયાધીશ હતો. તે ઈશ્વરથી ડરતો ન હતો અને લોકો શું વિચારતા તે ગણકારતો ન હતો. 3અને તે શહેરમાં એક વિધવા રહેતી હતી, તે વારંવાર પોતાની વિનંતી લઇને તેની પાસે આવતી હતી, મારા વાદીની પાસેથી મને ન્યાય અપાવ.

4“થોડા સમય સુધી તેણે નકાયુઁ પણ આખરે તેણે પોતાના મનમાં કહ્યું કે જો ‘હું ઈશ્વરથી બીતો નથી અને માણસ મારા વિશે શું વિચારે છે એ ગણકારતો નથી 5તોપણ આ વિધવા મને હેરાન કરે છે. તેથી હું જોઈશ કે તેને ન્યાય મળે, રખેને તે વારંવાર આવીને મને થકવે.’ ”

6અને પ્રભુએ કહ્યું, “અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો. 7અને શું તમને એમ નથી લાગતું કે ઈશ્વરે પોતાના પસંદ કરેલાં કે જેઓ તેમને રાતદિવસ વિનવે છે, તેઓને શું ન્યાય નહિ આપશે? તેમના વિશે તે ખામોશી રાખશે? 8હું તમને કહું છું કે તેઓને તે જલ્દી ન્યાય આપશે. છતાં પણ, જયારે માણસનો દીકરો આવશે, ત્યારે પૃથ્વી પર તેમને વિશ્વાસ મળશે કે શું?”

ફરોશી અને જકાતદારનું દ્રષ્ટાંત

9જેઓ પોતાના ન્યાયીપણા વિશે અભિમાન કરતા હતા, અને બીજાને તિરસ્કારતા હતા, તેઓને ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું. 10“બે માણસો પ્રાર્થના કરવા મંદિરમાં ગયા, એક ફરોશી અને બીજો જકાતદાર. 11ફરોશીએ ઊભા રહીને મનમાં પ્રાર્થના કરતાં કહ્યું: ‘હે ઈશ્વર! હું તમારો આભાર માનું છું કે બીજાનાં જેવો લુંટારો, દુષ્ટતા કરનાર, કે વ્યભિચાર કરનાર કે આ જકાતદારના જેવો હું નથી. 12અઠવાડિયે બે વાર હું ઉપવાસ કરું છું અને મને જે મળે છે તેનો દસમો ભાગ આપું છું.’

13“પણ જકાતદાર દૂર ઊભો રહ્યો, તેણે આકાશ તરફ ઊંચું પણ ન જોવા ચાહતા, તેણે પોતાની છાતી કુટીને કહ્યું, ‘હે ઈશ્વર! મુજ પાપી પર દયા કરો!’

14“હું તમને કહું છું કે પેલા કરતાં એ માણસ ઈશ્વરની આગળ ન્યાયી ઠરી ઘરે ગયો. કારણ કે, જે કોઇ પોતાને ઊંચો કરે છે તેને નમ્ર કરવામાં આવશે અને જે કોઇ પોતાને નમ્ર કરશે તેને ઊંચો કરવામાં આવશે.”

નાના બાળકો અને ઈસુ

15લોકો પોતાનાં બાળકોને ઈસુ પાસે લાવ્યાં કે તેઓ તેમના પર પોતાના હાથ મુકે. જયારે શિષ્યોએ આ જોયું, ત્યારે તેઓએ તેમને ધમકાવ્યા. 16પરંતુ ઈસુએ બાળકોને પોતાની પાસે બોલાવ્યાં અને કહ્યું, “નાના બાળકોને મારી પાસે આવવાં દો અને તેઓને રોકશો નહિ! કેમકે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે. 17હું તમને સાચું કહું છું કે; જે કોઇ ઈશ્વરનું રાજ્ય બાળકની જેમ નહિ સ્વીકારે તે તેમાં પ્રવેશી શકશે નહિ.”

ધનવાન અને ઈશ્વરનું રાજ્ય

18એક અધિકારીએ તેમને પૂછયું, “ઉત્તમ ગુરુજી! અનંતજીવન પામવા માટે મારે શું કરવું જોઈએ?”

19ઈસુએ જવાબ આપ્યો, “તું મને ઉત્તમ કેમ કહે છે? ઈશ્વર એકલા જ ઉત્તમ છે, અને બીજું કોઈ નહિ. 20તું આજ્ઞાઓ જાણે છે: તું વ્યભિચાર ન કર, તું ખૂન ન કર, તું ચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન પૂર, તારા માતા અને પિતાનું સન્માન કર.”

21તેણે કહ્યું, “આ બધું હું બાળપણથી પાળતો આવ્યો છું.”

22જયારે ઈસુએ આ સાંભળ્યું, ત્યારે તેમણે તેને કહ્યું “હજું પણ તારામાં એક બાબત ખૂટે છે, તારી પાસે જે સર્વ છે તે વેચીને ગરીબોને આપી દે, અને સ્વર્ગમાં તને સંપત્તિ મળશે. પછી આવ ને મારી પાછળ ચાલ.”

23જ્યારે તેણે આ સાંભળ્યું, ત્યારે તે ખૂબ જ ઉદાસ થયો, કારણ તે બહુ ધનવાન હતો. 24ઈસુએ તેની તરફ જોઈને કહ્યું, “ધનવાન માટે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું કેટલું મુશ્કેલ છે! 25ખરેખર, ધનવાન માટે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવો તેના કરતાં ઊંટ માટે સોયના નાકામાં થઈને જવું સહેલું છે.”

26જેઓએ આ સાંભળ્યું તેઓએ પૂછયું કે, “તો કોણ તારણ પામી શકે?”

27ઈસુએ જવાબ આપ્યો, “માણસો માટે જે અશક્ય છે, તે ઈશ્વર માટે શકય છે.”

28પિતરે તેમને કહ્યું, “અમે અમારું બધું જ છોડી ને તમારી પાછળ આવ્યા છીએ.”

29ઈસુએ તેમને કહ્યું, હું તમને સાચે જ કહું છું કે “ઈશ્વરના રાજ્યને ખાતર જે કોઈએ પોતાનાં ઘરનો, પત્નીનો, ભાઈઓનો, માતા-પિતાનો કે બાળકોનો ત્યાગ કયોઁ હશે 30તેને આ યુગમાં અનેકગણું મળશે અને આવનાર યુગમાં અનંતજીવન પામ્યા વગર રહેશે નહિ.”

મરણ વિશે ઈસુની ત્રીજી આગાહી

31ઈસુએ બારેને એક બાજુમાં લઈ જઈ તેઓને કહ્યું, “આપણે યરુશાલેમ જઈએ છીએ, અને પ્રબોધકોએ માણસના દીકરા વિશે જે લખેલું છે તે સવઁ પૂર્ણ થશે. 32તેમને વિદેશીઓને સોંપી દેવામાં આવશે. તેઓ તેમની મશ્કરી કરશે, તેમનું અપમાન કરશે, અને તેમના પર થૂંકશે. 33તેઓ તેમને કોરડા મારશે અને મારી નાંખશે. અને ત્રીજે દિવસે તેઓ સજીવન થશે.”

34પણ શિષ્યો આમાંનું કંઇ પણ સમજી શક્યાં નહિ. તેનો અથઁ તેમનાથી ગુપ્ત રખાયલો હતો, અને તેઓ જે કહેતા હતા તે તેઓ સમજયા નહિ.

અંધ ભિખારીને દ્રષ્ટિ મળે છે

35જયારે ઈસુ યરીખો આવ્યા, ત્યારે એક અંધજન રસ્તાની કોરે બેસીને ભીખ માગતો હતો. 36પસાર થઈ રહેલાં ટોળાંને સાંભળીને તેણે પૂછયું આ શું થઈ રહ્યું છે. 37તેઓએ તેને કહ્યું કે, “નાઝરેથના ઈસુ ત્યાં થઈને જઈ રહ્યા છે.”

38તેણે બૂમ પાડી, “ઓ ઈસુ! દાવિદના દીકરા! મારા પર દયા કરો!”

39જેઓ આગળ જતાં હતા તેઓએ તેને ધમકાવીને છાનો રહેવા કહ્યું, પણ તેણે વધારે મોટેથી બૂમ પાડી, “ઓ દાવિદના દીકરા! મારા પર દયા કરો!”

40ઈસુ થોભી ગયા તેમણે માણસને પોતાની પાસે લાવવાનો હુકમ કયોઁ. જયારે તે પાસે આવ્યો, ત્યારે ઈસુએ તેને પૂછયું, 41“હું તારે માટે શું કરું? તારી શી ઈચ્છા છે?” તેણે જવાબ આપ્યો “પ્રભુ, હું દેખતો થાઉ!”

42ત્યારે ઈસુએ તેને કહ્યું, “તું દેખતો થા; તારા વિશ્વાસે તને સાજો કયોઁ છે.” 43તરત તે દેખતો થયો અને ઈશ્વરની સ્તુતિ કરતો કરતો ઈસુની પાછળ ગયો. જયારે બધા લોકોએ એ જોયું ત્યારે તેઓએ પણ ઈશ્વરની સ્તુતિ કરી.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]