Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 18 OGCB

Show OGCB only
Verse × ×
1 After this, Paul left Athens and went to Corinth. આ પછી, પાઉલ આથેન્સથી નીકળીને કરિંથ ગયો.
2 There he found a Jew named Aquila, native of Pontus, newly arrived from Italy with his wife Priscilla since Claudius had ordered all Jews out of Rome. Paul visited them, ત્યાં તેને અકુલા નામે એક યહૂદી મળ્યો. તે: પોંતસનો વતની હતો. ઈટાલીથી તેની પત્ની પ્રિસ્કીલા સાથે થોડા સમય પહેલાં તે આવ્યો હતો. કલોડિયસે યહૂદીઓને રોમમાંથી નીકળી જવાનો હુકમ કયોઁ હતો. પાઉલ તેઓને મળવા ગયો.
3 since they shared a trade, he stayed and worked with them—tentmakers by trade. કારણ કે તે પણ તેમની માફક તંબુ બનાવતો હતો, તે તેમની સાથે રહીને કામ કરતો.
4 Every Sabbath he reasoned in the synagogue, trying to persuade Jews and Greeks. દરેક વિશ્રામવારે તે સભાસ્થાનમાં જઈ વાતચીત કરતો અને યહૂદીઓને તથા ગ્રીકોને સમજાવતો.
5 When Silas and Timothy came from Macedonia, Paul was consumed by the word, testifying to the Jews that the Christ was Jesus. પણ જયારે મકદોનિયાથી સિલાસ અને તિમોથી આવ્યા ત્યારે ઈસુ એ જ મસીહ છે એવી સાક્ષી યહૂદીઓને આપવામાં પાઉલે પોતાને સમઁપિત કયોઁ.
6 When they resisted and insulted him, he shook out his clothes and said, "Your blood is on your own heads! I'm clean of it. From now on I'll go to the Gentiles." પણ જયારે તેઓ પાઉલનો વિરોધ કરવા અને અપમાન કરવા લાગ્યાં, ત્યારે પાઉલે પોતાના વસ્ત્ર ખંખેરી નાંખીને તેઓને કહ્યું, “તમારું લોહી તમારે માથે, હું નિર્દોષ છું. હવેથી હું વિદેશીઓની પાસે જઈશ.”
7 He left the synagogue and went to the house of Titius Justus, a worshiper of our Father, next door to the synagogue. પછી પાઉલ સભાસ્થાનથી નિકળીને તિતસ યુસ્તસના ઘરે ગયો. તે એક ઈશ્વરભકત હતો.
8 Crispus, the synagogue leader, believed in the Lord with his whole household; many Corinthians who heard Paul believed and were baptized. સભાસ્થાનના આગેવાન ક્રીસ્પસે અને તેના આખા કુટુંબે પ્રભુ પર વિશ્વાસ કયોઁ; વળી કરિંથના બીજા ઘણાંએ પણ વિશ્વાસ કયોઁ અને બાપ્તિસ્મા પામ્યા.
9 One night the Lord told Paul in a vision, "Don't be afraid; keep speaking, don't stay silent, એક રાત્રે પ્રભુએ પાઉલને દર્શનમાં કહ્યું, “ગભરાતો નહિ, શાંત ન રહે, પણ બોલજે.
10 for I am with you, and no one will attack you to harm you, for I have many people in this city." કેમકે હું તારી સાથે છું, અને કોઈ તારા પર હુમલો કરીને ઇજા કરશે નહિ. આ શહેરમાં મારા ઘણાં લોકો છે.”
11 So Paul stayed for a year and six months, teaching the word of our Father among them. તેથી ત્યાં દોઢ વરસ સુધી રહીને પાઉલે ઈશ્વરનાં વચનોનું શિક્ષણ આપ્યું.
12 While Gallio was proconsul of Achaia, the Jews united against Paul and brought him before the tribunal, પણ ગાલિયો અખાયાનો રાજ્યપાલ હતો ત્યારે કરિંથના યહૂદીઓએ સંપ કરીને પાઉલને હુમલો કરાવવા તેને શિક્ષા કરાવવા ન્યાયાસન પાસે લઇ ગયા.
13 saying, "This man is persuading people to worship God in ways contrary to the law." તેઓએ આરોપ મૂકયો કે આ માણસ, “તે નિયમશાસ્ત્રની વિરુધ્ધ લોકોને ઈશ્વરનું ભજન કરવાની ફરજ પાડે છે.”
14 As Paul was about to speak, Gallio told the Jews, "If this were some wrong or vicious crime, Jews, I'd have reason to put up with you. પાઉલ બોલવા જતો હતો એટલામાં ગાલિયોએ તેઓને કહ્યું, “જો તમે યહૂદીઓ કોઈ ગંભીર ગુના વિશે કે ફરીયાદ કરતા હોત તો તમારું સાંભળવું મારા માટે વ્યાજબી ગણાત.
15 Since this is a dispute about words, names, and your own law, settle it yourselves. I won't judge such matters. પણ આ કેવળ શબ્દો, અને નામો અને તમારા પોતાના નિયમશાસ્ત્ર વિશેની તકરાર હોઈ તો તમે પોતે તેનો નિકાલ કરો. આવી બાબતોનો ન્યાય હું કરવા માગતો નથી.”
16 And he drove them away from the tribunal." આમ કહી તેણે તેઓને બહાર કાઢી મૂક્યાં.
17 So they all grabbed Sosthenes, the synagogue leader, and beat him before the judgment seat, but none of it concerned Gallio. પછી ત્યાંના લોકોએ સભાસ્થાનના આગેવાન સોસ્થેનેસને પકડયો અને ન્યાયાસન આગળ માર માર્યો. અને ગાલિયોએ આ વાતની કંઈ પણ પરવા કરી નહિ.
18 Paul stayed on in Corinth for many more days. Then he said farewell to the brothers and sisters and sailed for Syria, accompanied by Priscilla and Aquila. At Cenchreae he had his hair cut off, for he was keeping a vow. પાઉલ થોડો સમય કરિંથમાં રહયો, પછી ત્યાંના ભાઈઓ અને બહેનોને વિદાય લઈને તે જળમાર્ગે સિરીયા જવા નીકળ્યો. પ્રિસ્કીલા તથા અકુલાને પણ તેણે સાથે લીધા. વહાણમાં જતા પહેલાં તેણે પ્રતિજ્ઞા લીધી હતી તેથી કિંખ્રિયામાં પોતાના વાળ ઉતરાવી નાખ્યા.
19 They reached Ephesus, where Paul left Priscilla and Aquila, but he himself entered the synagogue and reasoned with the Jews. તેઓ એફેસસ પહોંચ્યા, ત્યાં પાઉલે પ્રિસ્કીલા તથા આકુલાને મૂકી દિઘા. પોતે સભાસ્થાનમાં જઈને યહૂદીઓ સાથે ચર્ચા કરી.
20 When they asked him to stay longer, he declined. જયારે તેઓએ તેને તેમની સાથે વધું સમય વિતાવવા કહ્યું, ત્યારે તેણે ના પાડી.
21 But he left, saying, "I will come back to you if our Father is willing," and sailed from Ephesus. પણ જતાં સમયે તેણે વચન આપ્યું “જો ઈશ્વરની મરજી હશે તો હું પાછો આવીશ.” અને અમે એફેસસથી વહાણ મારફતે આગળ વધ્યાં.
22 Landing at Caesarea, he went up, greeted the church, then went down to Antioch. જયારે તે કાઈસારિયા ઊતરીને પાઉલ યરુશાલેમ ગયો અને મંડળીની મુલાકાત લઇને પછી અંત્યોખ ગયો.
23 After some time there, he set out through Galatia and Phrygia, strengthening all the disciples. અંત્યોખમાં થોડો સમય વિતાવ્યા પછી, પાઉલ ત્યાંથી નિકળીને થોડા દિવસો રહ્યા પછી તે રસ્તામાં ગલાતીઆ તથા ફ્રુગિયા પ્રદેશની મુસાફરી કરી શિષ્યોને મજબુત કયાઁ.
24 A Jew named Apollos, born in Alexandria, came to Ephesus—a learned man, well versed in the Scriptures. એ દરમ્યાન આલેકઝાન્ડ્રિયા શહેરમાંથી અપોલસ નામનો એક યહૂદી એફેસસ આવ્યો હતો. તે વિદ્વાન હતો અને શાસ્ત્રનું સંપૂણઁ જ્ઞાન ધરાવતો હતો.
25 He had been taught the way of the Lord, and, spirit boiling over, spoke and taught accurately about Jesus—though he knew only John's baptism. તેને પ્રભુના માગઁનું શિક્ષણ મળ્યું હતું, તે ચોકસાયથી ઈસુ વિશેની વાતો શીખવતો હતો. તે ફકત યોહાનનું બાપ્તિસ્ત જાણતો હતો,
26 He spoke boldly in the synagogue. Priscilla and Aquila heard him, took him aside, and explained the way of our Father more accurately. તે હિંમતથી સભાસ્થાનમાં બોલવા લાગ્યો. જયારે પ્રિસ્કીલા અને અકુલા તેને સાંભળ્યો, ત્યારે તેને પોતાના ઘરે બોલાવીને ઇશ્વરના માગઁનો વધારે ચોકસાયથી ખુલાસો આપ્યો.
27 When Apollos wanted to cross to Achaia, the brothers and sisters encouraged him and wrote to the disciples to welcome him; arriving, he greatly helped those who had believed by grace, જયારે આપોલસ અખાયા જવા ઇચ્છતો હતો ત્યારે ભાઈઓ અને બહેનો તેને ઉત્તેજન આપીને શિષ્યો પર લખી મોકલ્યું કે તેઓ તેનો આવકાર કરે. જયારે તે આવ્યો ત્યારે જેઓએ કૃપાથી વિશ્વાસ કયોઁ તેઓને ઘણી સહાય કરી.
28 for he forcefully refuted the Jews in public, proving from the Scriptures that the Christ was Jesus. આપોલસે જાહેર વાદવિવાદમાં યહૂદીઓની તમામ દલીલોનું ખંડન કરી શાસ્ત્રને આધારે સાબિત કરી બતાવ્યું કે ઈસુ તે જ મસીહ હતા.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]