Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 18 OGCB

Side by side with the Father's Heart Bible™

કરીંથમાં

1આ પછી, પાઉલ આથેન્સથી નીકળીને કરિંથ ગયો. 2ત્યાં તેને અકુલા નામે એક યહૂદી મળ્યો. તે: પોંતસનો વતની હતો. ઈટાલીથી તેની પત્ની પ્રિસ્કીલા સાથે થોડા સમય પહેલાં તે આવ્યો હતો. કલોડિયસે યહૂદીઓને રોમમાંથી નીકળી જવાનો હુકમ કયોઁ હતો. પાઉલ તેઓને મળવા ગયો. 3કારણ કે તે પણ તેમની માફક તંબુ બનાવતો હતો, તે તેમની સાથે રહીને કામ કરતો. 4દરેક વિશ્રામવારે તે સભાસ્થાનમાં જઈ વાતચીત કરતો અને યહૂદીઓને તથા ગ્રીકોને સમજાવતો.

5પણ જયારે મકદોનિયાથી સિલાસ અને તિમોથી આવ્યા ત્યારે ઈસુ એ જ મસીહ છે એવી સાક્ષી યહૂદીઓને આપવામાં પાઉલે પોતાને સમઁપિત કયોઁ. 6પણ જયારે તેઓ પાઉલનો વિરોધ કરવા અને અપમાન કરવા લાગ્યાં, ત્યારે પાઉલે પોતાના વસ્ત્ર ખંખેરી નાંખીને તેઓને કહ્યું, “તમારું લોહી તમારે માથે, હું નિર્દોષ છું. હવેથી હું વિદેશીઓની પાસે જઈશ.”

7પછી પાઉલ સભાસ્થાનથી નિકળીને તિતસ યુસ્તસના ઘરે ગયો. તે એક ઈશ્વરભકત હતો. 8સભાસ્થાનના આગેવાન ક્રીસ્પસે અને તેના આખા કુટુંબે પ્રભુ પર વિશ્વાસ કયોઁ; વળી કરિંથના બીજા ઘણાંએ પણ વિશ્વાસ કયોઁ અને બાપ્તિસ્મા પામ્યા.

9એક રાત્રે પ્રભુએ પાઉલને દર્શનમાં કહ્યું, “ગભરાતો નહિ, શાંત ન રહે, પણ બોલજે. 10કેમકે હું તારી સાથે છું, અને કોઈ તારા પર હુમલો કરીને ઇજા કરશે નહિ. આ શહેરમાં મારા ઘણાં લોકો છે.” 11તેથી ત્યાં દોઢ વરસ સુધી રહીને પાઉલે ઈશ્વરનાં વચનોનું શિક્ષણ આપ્યું.

12પણ ગાલિયો અખાયાનો રાજ્યપાલ હતો ત્યારે કરિંથના યહૂદીઓએ સંપ કરીને પાઉલને હુમલો કરાવવા તેને શિક્ષા કરાવવા ન્યાયાસન પાસે લઇ ગયા. 13તેઓએ આરોપ મૂકયો કે આ માણસ, “તે નિયમશાસ્ત્રની વિરુધ્ધ લોકોને ઈશ્વરનું ભજન કરવાની ફરજ પાડે છે.”

14પાઉલ બોલવા જતો હતો એટલામાં ગાલિયોએ તેઓને કહ્યું, “જો તમે યહૂદીઓ કોઈ ગંભીર ગુના વિશે કે ફરીયાદ કરતા હોત તો તમારું સાંભળવું મારા માટે વ્યાજબી ગણાત. 15પણ આ કેવળ શબ્દો, અને નામો અને તમારા પોતાના નિયમશાસ્ત્ર વિશેની તકરાર હોઈ તો તમે પોતે તેનો નિકાલ કરો. આવી બાબતોનો ન્યાય હું કરવા માગતો નથી.” 16આમ કહી તેણે તેઓને બહાર કાઢી મૂક્યાં. 17પછી ત્યાંના લોકોએ સભાસ્થાનના આગેવાન સોસ્થેનેસને પકડયો અને ન્યાયાસન આગળ માર માર્યો. અને ગાલિયોએ આ વાતની કંઈ પણ પરવા કરી નહિ.

પ્રિસ્કીલા, આકુલા અને અપોલસ

18પાઉલ થોડો સમય કરિંથમાં રહયો, પછી ત્યાંના ભાઈઓ અને બહેનોને વિદાય લઈને તે જળમાર્ગે સિરીયા જવા નીકળ્યો. પ્રિસ્કીલા તથા અકુલાને પણ તેણે સાથે લીધા. વહાણમાં જતા પહેલાં તેણે પ્રતિજ્ઞા લીધી હતી તેથી કિંખ્રિયામાં પોતાના વાળ ઉતરાવી નાખ્યા. 19તેઓ એફેસસ પહોંચ્યા, ત્યાં પાઉલે પ્રિસ્કીલા તથા આકુલાને મૂકી દિઘા. પોતે સભાસ્થાનમાં જઈને યહૂદીઓ સાથે ચર્ચા કરી. 20જયારે તેઓએ તેને તેમની સાથે વધું સમય વિતાવવા કહ્યું, ત્યારે તેણે ના પાડી. 21પણ જતાં સમયે તેણે વચન આપ્યું “જો ઈશ્વરની મરજી હશે તો હું પાછો આવીશ.” અને અમે એફેસસથી વહાણ મારફતે આગળ વધ્યાં. 22જયારે તે કાઈસારિયા ઊતરીને પાઉલ યરુશાલેમ ગયો અને મંડળીની મુલાકાત લઇને પછી અંત્યોખ ગયો.

23અંત્યોખમાં થોડો સમય વિતાવ્યા પછી, પાઉલ ત્યાંથી નિકળીને થોડા દિવસો રહ્યા પછી તે રસ્તામાં ગલાતીઆ તથા ફ્રુગિયા પ્રદેશની મુસાફરી કરી શિષ્યોને મજબુત કયાઁ.

24એ દરમ્યાન આલેકઝાન્ડ્રિયા શહેરમાંથી અપોલસ નામનો એક યહૂદી એફેસસ આવ્યો હતો. તે વિદ્વાન હતો અને શાસ્ત્રનું સંપૂણઁ જ્ઞાન ધરાવતો હતો. 25તેને પ્રભુના માગઁનું શિક્ષણ મળ્યું હતું, તે ચોકસાયથી ઈસુ વિશેની વાતો શીખવતો હતો. તે ફકત યોહાનનું બાપ્તિસ્ત જાણતો હતો, 26તે હિંમતથી સભાસ્થાનમાં બોલવા લાગ્યો. જયારે પ્રિસ્કીલા અને અકુલા તેને સાંભળ્યો, ત્યારે તેને પોતાના ઘરે બોલાવીને ઇશ્વરના માગઁનો વધારે ચોકસાયથી ખુલાસો આપ્યો.

27જયારે આપોલસ અખાયા જવા ઇચ્છતો હતો ત્યારે ભાઈઓ અને બહેનો તેને ઉત્તેજન આપીને શિષ્યો પર લખી મોકલ્યું કે તેઓ તેનો આવકાર કરે. જયારે તે આવ્યો ત્યારે જેઓએ કૃપાથી વિશ્વાસ કયોઁ તેઓને ઘણી સહાય કરી. 28આપોલસે જાહેર વાદવિવાદમાં યહૂદીઓની તમામ દલીલોનું ખંડન કરી શાસ્ત્રને આધારે સાબિત કરી બતાવ્યું કે ઈસુ તે જ મસીહ હતા.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]