Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 19 OGCB

Side by side with the Father's Heart Bible™

પાઉલ એફેસેસમાં

1જયારે અપોલસ કરિંથમાં હતો ત્યારે પાઉલ અંદરના પ્રદેશમાં પસાર થઈને એફેસસ ગયો. ત્યાં તેને કેટલાક શિષ્યો મળ્યા. 2તેણે તેઓને પૂછયું, “તમે વિશ્વાસ કર્યા ત્યારે શું તમે પવિત્ર આત્મા પામ્યા?” તેઓએ જવાબ આપ્યો, “ના, અમે પવિત્ર આત્મા છે એવું સાંભળ્યું પણ નથી.”

3તેથી પાઉલે પૂછયું, “તો તમે કોનું બાપ્તિસ્મા પામ્યા?” તેઓએ જવાબ આપ્યો, “યોહાન બાપ્તિસ્તનું.”

4પાઉલે કહ્યું, “યોહાનનું બાપ્તિસ્મા પસ્તાવાનું બાપ્તિસ્મા હતું. તેણે લોકોને કહ્યું મારી પાછળ જે આવે છે એટલે ઈસુ પર વિશ્વાસ કરવો જોઈએ.” 5આ સાંભળીને તેઓએ પ્રભુ ઈસુના નામે બાપ્તિસ્મા લીધું. 6જયારે પાઉલે તેઓના માથા પર હાથ મૂક્યાં ત્યારે પવિત્ર આત્મા તેઓના પર ઊતરી આવ્યો અને તેઓ અન્ય ભાષાઓમાં બોલવાં તથા પ્રબોધ કરવા લાગ્યા. 7એ બધા મળીને બારેક પુરુષો હતા.

8પાઉલે સભાસ્થાનમાં જઈને ત્રણ મહિના સુધી હિંમતથી બોધ કરતો, અને ઈશ્વરના રાજ્ય વિશે વાદવિવાદ કરતો. 9પણ, કેટલાકે હઠીલા થઇ; તેઓએ વિશ્વાસ કરવાનો ઇનકાર કયોઁ. અને જાહેરમા ઈસુનાં માગઁની નિંદા કરી. તેથી પાઉલ તેઓને છોડી ને ગયો. અને શિષ્યોને પોતાની સાથે લઈને તે તુરાનસના સભાગૃહમાં દરરોજ ચચાઁ કરતો. 10એ પ્રમાણે બે વરસ સુધી ચાલ્યું, આસિયા પ્રદેશમાં રહેતા સર્વ ગ્રીક અને યહૂદી લોકોએ પ્રભુનો સંદેશો સાંભળ્યો.

11વળી ઈશ્વરે પાઉલથી અસાધારણ ચમત્કારો કયાઁ. 12એટલે સુધી કે હાથરૂમાલ અને વસ્ત્રો તેઓ માંદાઓની પાસે લઇ જતાં ને તેમને અડકાડતા ને તેઓના રોગ દુર થતા અને અશુધ્ધ આત્મા તેઓમાંથી નીકળી જતા.

13કેટલાક ભટકતાં યહૂદી ભૂવાઓ પણ અશુધ્ધ આત્માઓને કાઢવા માટે ઈસુના નામનો ઉપયોગ કરવા લાગ્યા. તેઓ કહેતાં કે, “પાઉલ જેમને પ્રગટ કરે છે તે ઈસુના નામમાં હું તને હુકમ કરું છું કે તું બહાર નીકળી જા.” 14સ્કેવા નામનાં એક યહૂદી મુખ્ય યાજકના સાત દીકરાઓ આ પ્રમાણે કરતા હતા. 15એક દિવસે અશુધ્ધ આત્માએ તેઓને કહ્યું, “હું ઈસુને ઓળખું છું અને પાઉલને પણ ઓળખું છું. પણ તમે કોણ છો?” 16પછી અશુધ્ધ આત્મા વળગેલો એ માણસ તેઓ પર કૂદી પડયો અને તેઓ બધાને હરાવ્યાં અને તેઓને એવા માર્યા કે લોહીલુહાણ થઈને તેઓ ઘરમાંથી નવસ્ત્ર નાઠાં.

17જયારે એફેસસમાં રહેતા યહૂદીઓ અને ગ્રીકોમાં આ વાતની ખબર પડી, ત્યારે તેઓ સવઁને ડર લાગ્યો, અને પ્રભુ ઈસુનું નામ મહિમાવાન મનાયું. 18હવે જેઓ વિશ્વાસ કરતાં હતાં તેઓમાંના ઘણાંએ આવીને તેઓ જે કામ કરતા હતા તે તેઓએ જાહેરમાં કબૂલ કર્યા. 19ઘણાં જાદુગરોએ પોતાના પુસ્તકો લાવીને સહુનાં દેખતાં જાહેરમા બાળી નાંખ્યાં. એ પુસ્તકોની કિંમત ગણી તો એકંદરે પચાસ હજાર ચાંદીના સિક્કા જેટલી થઈ. 20આમ ઈશ્વરનો સંદેશો પ્રબળ રીતે આખા પ્રદેશમાં ફેલાઈ ગયો.

21એ બધુ બન્યા પછી, પાઉલે મકદોનિયા તથા અખાયામાં થઈ યરુશાલેમ જવાનું નક્કી કર્યું અને કહ્યું કે, “મારે રોમ પણ જવું જોઈએ.” 22તેણે પોતાના બે સહાયકો તિમોથી તથા એરાસ્તસને મકદોનિયા મોકલ્યા, જયારે પોતે થોડો વધું સમય આસિયામાં રહ્યો.

એફેસસમાં તોફાન

23એ જ અરસામાં એ માર્ગ વિશે ભારે ધમાલ થઈ. 24દેમેત્રિયસ નામનાં એક સોની હતો, તે આર્તિઁમિસના ચાંદીનાં મંદિરો બનાવતો હતો. અને તે તેના કારીગરોને કામ અપાવતો હતો. 25તેમાં તેણે પોતાના કારીગરોને તથા એના જેવા બીજા કારીગરોને ભેગા કયાઁ અને કહ્યું, “મિત્રો, તમે જાણો છો કે આ ધંધાથી આપણને સારી કમાણી થાય છે. 26તમે જોયું છે અને સાંભળ્યું છે તે પરથી તમે સારી રીતે જાણો છો કે આ માણસ પાઉલે માત્ર એફેસસમાં જ નહિ પરંતુ સમગ્ર આસિયા પ્રદેશમાં લોકોને એવું ઠસાવી દીધું છે અને ગેરમાગેઁ દોયાઁ છે કે માણસોનાં હાથથી બનાવેલાં દેવો તે ઈશ્વર નથી. 27આપણા વ્યવસાયનાં નામની પ્રતિષ્ઠાનો જ ભય છે એમ નહિ, પણ એને લીધે મહાન દૈવી આર્તિઁમિસના મંદિરની બદનામી થશે અને જે દેવી આતિઁમિસ જેની આરાધના આસિયામાં અને આખી દુનિયામાં થાય છે તેનો મહિમા છિનવાય જશે.”

28એ સાંભળીને લોકો ક્રોધે ભરાયા અને પોકારવાં લાગ્યા કે, “એફેસસની મહાદેવી આર્તિઁમિસની જય!” 29આખા શહેરમાં ખળભળાટ મચી ગયો, અને લોકોએ ગાયસને અને અરિસ્તાર્ખસ, જેઓ મુસાફરીમાં પાઉલના સાથીઓ મકદોનિયામાં હતા તેઓને પકડીને બધા ભેગા મળીને સભાગૃહમાં દોડી ગયા. 30પાઉલ લોકોની ભીડમાં જવા માગતો હતો પણ શિષ્યોએ તેને જવા દીધો નહિ. 31પ્રાંતના કેટલાક અધિકારીઓ અને પાઉલના મિત્રોએ તેને સંદેશ મોકલીને, સભાગૃહમાં ન જવાની વિનંતી કરી.

32સભામાં ગડબડ થઇ, કેટલાક કંઇક બૂમ પાડતાં હતા, અને કેટલાએક બિજી બૂમ પાડતા. કેટલાક લોકોને તો પોતે ત્યાં શા માટે આવ્યા હતા તેની જ ખબર ન હતી. 33ટોળામાંના યહૂદીઓએ એલેકઝાંડરને આગળ ધકેલી દિઘો અને બૂમ પાડીને તેને આદેશ આપીને તેણે લોકોને શાંત રહેવા ઈશારો કરીને જણાવ્યું જેથી તે પોતાનો બચાવ કરી શકે. 34પણ જયારે તેઓએ જાણ્યું કે તે યહૂદી છે, ત્યારે તેઓએ બે કલાક સુધી એક અવાજે પોકારો કયોઁ “એફેસસની મહાદેવી આર્તિઁમિસની જય.”

35નગરપતિએ લોકોને શાંત પાડયાં અને કહ્યું, “ઓ એફેસસના લોકો! શું આખી દુનીયા જાણતી નથી કે એફેસસ શહેર આર્તિઁમિસના મંદિરનું અને આકાશમાંથી પડેલી મૂર્તિનું પૂજનારું છે. 36તેથી આ હકિકતમાં બે મત છે જ નહિ. તેથી તમારે શાંત રહેવું જોઈએ અને કંઇ પણ ઉતાવળે કરવું નહિ. 37તમે જે માણસોને અહીં લાવ્યાં છો, છતાં તેઓએ મંદિરોને લૂટનારા નથી અને આપણા દેવીની નિંદા કરી નથી. 38તેથી જો દેમેત્રિયસ અને તેના સાથી કારીગરોને લોકોની વિરુદ્ધ કંઈ હોય તો અત્યારે અદાલત ચાલુ છે ને તેઓ ન્યાયાધીશો સમક્ષ પોતાની ફરીયાદ કરી શકે છે. 39એ સિવાય બીજા કોઈ બાબત હોય તો તેનો નિણઁય કાનૂની સભામાં થવો જોઈએ. 40આજે વગર કારણે આજે જે ધમાલ થઈ તેને માટે આપણ પર હુલ્લડનો આરોપ લાગવાનો ભય છે. એમ થાય તો આપણે તેના માટે કોઇ કારણ આપી શકીશું નહિ, કેમકે તેનું કોઇ કારણ નથી.” 41આ કહયાં પછી તેણે સભાને બરખાસ્ત કરી.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]