Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 17 OGCB

Show OGCB only
Verse × ×
1 After traveling through Amphipolis and Apollonia, they came to Thessalonica, where there was a Jewish synagogue. પછી મુસાફરી કરતા પાઉલ અને તેના સાથીદારો અમ્ફિપુલિસ અને અપલાનિયામાં થઈને તેઓ થેસ્સાલોનિકા આવ્યા, જયાં યહૂદીઓનું એક સભાસ્થાન હતું.
2 Paul, as usual, went in to them and reasoned with them from the Scriptures on three Sabbaths. પાઉલે પોતાની રીત પ્રમાણે સભાસ્થાનમાં ગયો, અને ત્રણ વિશ્રામવાર સુધી તેણે તેઓની સાથે શાસ્ત્રમાંથી વાદવીવાદ કયોઁ.
3 Opening and explaining the Scriptures that the Christ must suffer and rise from the dead, he said, "This Jesus I proclaim to you is the Christ." “ખુલાસો આપીને સિધ્ધ કયુઁ કે મસીહે દુઃખ સહન કરવું અને મુત્યુમાંથી સજીવન થવું. તેણે કહ્યું કે આ ઈસુ જેને હું પ્રગટ કરું છું તે એ જ મસીહ છે.”
4 Some of them were persuaded and joined Paul and Silas, along with a great many devout Greeks and quite a few leading women. એ વાતો સાંભળીને ઈશ્વરની બીક રાખનાર ગ્રીક અને ઘણી પ્રતિષ્ઠીત ગણાતી સ્ત્રીઓ અને કેટલાક યહુદીઓ પાઉલ તથા સિલાસની સંગતમાં જોડાયાં.
5 But the Jews grew jealous, gathered evil men from the marketplace, formed a mob, and threw the city into chaos. They stormed Jason's house, seeking to bring them out to the crowd. પણ બિજા યહૂદીઓને અદેખાઈ આવી; તેઓએ શેરીનાં ગુંડાઓને ઉશ્કેયાઁ, ટોળું ભેગું કરીને શહેરમાં હુલ્લડ મચાવ્યું. તેઓએ યાસોનના ઘર પર હુમલો કરીને તેઓને લોકોની પાસે બહાર કાઠી લાવવાનો પ્રયત્ન કયોઁ.
6 Not finding them, they dragged Jason and some brothers before the city officials, shouting, "These men who have turned the world upside down have come here too, જયારે તેઓ તેમને મળ્યાં નહિ ત્યારે તેઓએ યાસોનને તથા કેટલાક વિશ્વાસીઓને બહાર ખેંચી કાઢીને બુમો પાડી: કે “આ માણસો કે જેમણે આખા જગતને ઉથલ પાથલ કર્યું છે તેઓ અહીંયા પણ આવ્યા છે.
7 Jason welcomed them. They all defy Caesar's decrees, claiming there is another king—Jesus. અને યાસોને તેઓને પોતાના ઘરમાં રાખ્યાં છે. તેઓ બધા કૈસરની આજ્ઞાઓ ની વિરુદ્ધ જઈને કહે છે કે બીજો એક રાજા છે, કે જે ઈસુ કહેવાય છે.”
8 And they stirred up the crowd and the city authorities who heard these things." જયારે તેઓએ આ સાંભળ્યું, ત્યારે ટોળાએ અને શહેરનાં ન્યાયાધીશોમાં ખળભળાટ મચી ગયો.
9 And when they had taken bail from Jason and the rest, they let them go. પછી તેઓએ યાસોનને તથા અન્યને જામીન આપીને છોડી મૂક્યાં.
10 The brothers at once sent Paul and Silas off by night to Berea; on arrival they went to the Jewish synagogue. જેવી રાત થઇ કે વિશ્વાસીઓએ પાઉલ અને સિલાસને બરૈયા મોકલી દીધા, ત્યાં પોહચીને, તેઓ સભાસ્થાનમાં ગયા.
11 These Jews were more open-minded than those in Thessalonica, receiving the word eagerly and examining Scripture daily to see if these things were true. બરૈયાના યહુદી લોકો થેસ્સાલોનિકાના લોકો કરતાં વધુ ઉમદા સ્વભાવના હતા, કેમકે તેઓ ઉત્સાહથી સંદેશો સ્વીકારતા અને પાઉલ જે કહે છે તે સાચુ છે કે કેમ તે તપાસવા શાસ્ત્રનો દરરોજ અભ્યાસ કરતા હતા.
12 So many of them believed, along with many prominent Greek women and men. પરિણામે તેઓમાંના ઘણાંએ વિશ્વાસ કયોઁ. અને કેટલીક ગ્રીક ખાનદાન સ્ત્રીઓએ તથા ઘણાં ગ્રીક પુરુષોએ પણ વિશ્વાસ કયોઁ.
13 When Jews from Thessalonica learned Paul proclaimed the word of our Father in Berea too, they went there also, agitating and stirring up the crowds. પણ જયારે થેસ્સાલોનિકાના યહૂદીઓને સાંભળ્યું કે પાઉલ બરૈયામાં ઇશ્વરનું વચન પ્રગટ કરે છે ત્યારે તેઓમાંના કેટલાક ત્યાં પણ પહોંચી ગયા. અને લોકોને ઉશ્કેરીને ખળભળાવ્યાં.
14 The brothers immediately sent Paul off to the sea, but Silas and Timothy stayed there. ત્યારે વિશ્વાસીઓએ તરત જ પાઉલને દરિયા કિનારે મોકલી દીધો, પણ સિલાસ અને તિમોથી બરૈયામાં જ રહ્યા.
15 Paul's escorts brought him to Athens, then left with orders for Silas and Timothy to join him as soon as possible. પાઉલને લઇ જનારાઓ તેને આથેન્સ લઇ ગયા. પછી સિલાસ અને તિમોથી વહેલી તકે તેની પાસે આવવાની સુચના આપીને ગયા.
16 While Paul waited for them in Athens, his spirit was provoked within him, seeing the city full of idols. જયારે પાઉલ આથેન્સમાં તેઓની રાહ જોતો હતો, તે દરમિયાન તે શહેર મૂર્તિઓથી ભરેલું જોઈ ખુબજ દુઃખી થયો.
17 So he debated in the synagogue with Jews and worshipers of God, and daily in the marketplace with whoever was there. તેથી સભાસ્થાનમાં યહૂદીઓ તથા ઇશ્વરનો ડર રાખનાર ગ્રીકો સાથે, અને બજારમાં દરરોજ જે લોકો તેને મળતાં તેમની સાથે ચર્ચા કરતો.
18 Some of the Epicurean and Stoic philosophers also debated with him. Some asked, "What's this babbler trying to say?" Others said, "He seems to promote foreign gods"—since he preached the good news of Jesus and the resurrection. કેટલાક એપીકયુરી અને સ્ટોઈક મતનાં ફિલસૂફોની સાથે પણ વાદવિવાદ કરવા લાગ્યો, કેટલાકે પૂછયું, આ બકબક કરનારા શું કહેવા માગે છે. બિજાઓએ કહ્યું કે તે કોઇ વિદેશી દેવતાઓને પ્રગટ કરતો હોય તેવું લાગે છે, તેઓએ કહ્યું, કારણ કે પાઉલ ઈસુ અને તેમના પુનરુત્થાન વિશેની વાત પ્રગટ કરતો હતો.
19 They took him and brought him to the Areopagus, asking, "Can we know what this new teaching you're presenting is? પછી તેઓએ તેને એરિયોપગસની સભામાં લઇ જઈને કહ્યું, “તું જે નવો ઉપદેશ આપી રહયો છે તે શું છે? તે અમને સમજાવ.
20 For you bring strange things to our ears, so we want to know what they mean." તું અમારા કાનોમાં વિચિત્ર વિચારો લાવી રહયો છે અને અમે તેનો અથઁ જાણવા માંગીએ છીએ.”
21 Now all the Athenians and foreigners living there spent their time on nothing but telling or hearing something new. હવે આથેન્સના વતનીઓ અને ત્યાં રહેનારાં વિદેશીઓ પોતાનો બધો સમય નવા વિચારો વિશે વાતો કરવામાં અને સાંભળવામાં ગાળતા હતા.
22 Paul stood in the middle of the Areopagus and said, "Athenians, I see that you are extremely religious in every way. પાઉલે એરિયોપગસની સભામાં ઊભા થઈને કહ્યું: “આથેન્સના લોકો! મેં જોયું છે કે તમે બધી બાબતો ઘણાં ધાર્મિક છો.
23 For as I passed through and examined your sacred objects, I found an altar inscribed: 'To an unknown god.' What you worship without knowing it, I now proclaim to you. કેમકે ચાલતાં ચાલતાં જેને તમે ભજો છો તેઓને મેં જોયા, ત્યાં મે એક વેદી પણ જોઈ, જેના પર આ લેખ લખેલો હતો કે: અજાણ્યા ઈશ્વરને માટે. તેથી જેને તમે જાણ્યાં સિવાય ભજો છો, તેને હું તમારી આગળ પ્રગટ કરવા માગું છું.
24 Our Father, who made the world and everything in it, being Sovereign of heaven and earth, doesn't live in temples made by hands, “જે ઈશ્વરે પૃથ્વી અને તેમાંનાં સર્વસ્વનું સર્જન કર્યું છે, વળી તે સ્વર્ગ અને પૃથ્વીનાં પ્રભુ હોવાથી માણસોએ બાંધેલા મંદિરમાં રહેતાં નથી.
25 nor served by human hands, as if he needed anything—he himself gives everyone life, breath, and everything. વળી માનવી હાથોની સેવાની જરૂરિયાત નથી કેમકે તેમને કશાંની જરૂર નથી. તે પોતે જ સર્વને જીવન, અને શ્વાસ તથા બધી વસ્તુઓ આપે છે.
26 From one man he made every nation of mankind live across the whole earth, fixing their set times and the boundaries of their homelands, તેમણે એક માણસમાંથી તેમણે બધી પ્રજાઓ બનાવી જેથી તેઓ આખી પૃથ્વી પર વસાવે; અને તેમણે ઈતિહાસમાં તેમના નિમાઁણ કરેલાં સમયો અને તેમના રહેઠાણોની હદ ઠરાવી આપી.
27 so they might seek our Father, perhaps reach for him and find him—though he is not far from each of us, ઈશ્વરે આમ કર્યું કે જેથી તેઓ તેને શોધે અને કદાચ તેમને પ્રાપ્ત કરે, પરંતુ તે આપણામાંના કોઈથી દૂર નથી.
28 for 'In him we live and move and have our being'; as even some of your own poets have said, 'We too are his descendants.' કારણ કે આપણે તેનામાંજ જીવીએ છીએ અને હાલીએ છીએ અને અસ્તિત્વ ધરાવીએ છીએ. જેમ તમારાં જ કોઈ કવિએ કહ્યું છે તેમ: ‘આપણે પણ તેનાં સંતાનો છીએ.’
29 So as our Father's children, we shouldn't think the divine is like gold, silver, or stone—an image shaped by human skill and imagination. “હવે જો આપણે ઈશ્વરનાં સંતાનો છીએ તો આપણે એવી કલ્પના ન કરવી જોઈએ કે ઈશ્વર સોના, ચાંદી કે પથ્થર જેવા છે જે માણસોની કલ્પના અને કુશળતાથી બનાવેલી કોરેલી મૂર્તિઓ જેવા છે.
30 The times of ignorance our Father overlooked, but now he commands all people everywhere to repent. ભૂતકાળમાં ઈશ્વરે આવી અજ્ઞાનતા અવગણી ખરી. પણ હવે તે સવઁત્ર બધા લોકોને પસ્તાવો કરવાની આજ્ઞા કરે છે.
31 He set a day to judge the world justly, through a man he appointed—proving it to all by raising him from the dead." કેમકે તેમણે એક દિવસ નિયુકત કયોઁ છે જયારે તેઓ પોતાના નિમેલા માણસ દ્વારા જગતનો અદલ ઈન્સાફ કરશે. એ વિશે તેમણે તેમને મૂએલાંમાંથી સજીવન કરીને બધાને એ વાતની સાબિતી આપી છે.”
32 Hearing of the resurrection of the dead, some mocked; others said, "We'll hear you on this again." જયારે તેઓએ મૂએલાંના પુનરુત્થાન વિશે સાંભળ્યું ત્યારે કેટલાકે એ વાત હસી કાઢી, પણ બીજાઓએ કહ્યું, “અમે આ વિશે ફરી કોઈ વાર વધારે સાંભળવા માંગીએ છીએ.”
33 So Paul left them. આમ પાઉલ ન્યાયસભા છોડી ને ચાલ્યો ગયો.
34 But some men joined him and believed, including Dionysius the Areopagite, a woman named Damaris, and others. કેટલાક લોકો તેની પાછળ ચાલીને વિશ્વાસ કર્યો. તેઓમાં દિયાનુસ્થસ, કે જે અરિઓપગસની સભ્ય, તથા દામરિસ નામની એક સ્ત્રી અને તેઓ સિવાય બીજા પણ હતાં.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]