Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 16 OGCB

Show OGCB only
Verse × ×
1 Paul went on to Derbe and Lystra. A disciple was there named Timothy, son of a believing Jewish woman, but his father was a Greek. પછી પાઉલ દર્બે થઇને પછી લુસ્ત્રા ગયો, જયાં તિમોથી નામે એક વિશ્વાસી રહેતો, કે જેની માતા યહૂદી અને એક વિશ્વાસી હતી પણ જેનો પિતા ગ્રીક હતો.
2 He was well thought of by the brothers at Lystra and Iconium. લુસ્ત્રા અને ઈકોનિયમના વિશ્વાસીઓમાં તિમોથીની શાખ સારી હતી.
3 Paul wanted him to travel with him, so he took and circumcised him, because of the Jews in those places, for they all knew his father was Greek. પાઉલ તેને મુસાફરીમાં સાથે લેવાં માંગતો હતો. ત્યાં રહેતા યહૂદીઓને કારણે તેણે તેની સુન્નત કરાવી. કેમકે તેઓ બધાને જાણતા હતા કે તેનો પિતા ગ્રીક હતો.
4 Traveling through the towns, they delivered the decisions the apostles and elders in Jerusalem had made, for them to keep. જયારે તેઓ શહેરે શહેર ફર્યા, યરુશાલેમનાં પ્રેષિતો અને વડીલોએ કરેલાં નિર્ણયો વિશે સમજ આપીને લોકોને તે પાળવાં જણાવ્યું.
5 So the churches were strengthened in the faith and grew in numbers daily. તેથી મંડળીઓ વિશ્વાસમાં અને સંખ્યામાં વૃદ્ધિ પામતી ગઈ.
6 They crossed the Phrygian and Galatian region, since the Holy Spirit had stopped them from speaking the word in Asia. પવિત્ર આત્માએ તેઓને આસિયામાં જવાની મના કરી હતી. તેથી પાઉલ અને તેના સાથીઓ ફ્રુગિયા અને ગલાતિયાના પ્રદેશમાં ફયાઁ.
7 Reaching Mysia, they tried entering Bithynia, but the Spirit of Jesus wouldn't let them. જયારે તેઓ મુસિયાની સરહદે આવ્યા, ત્યારે તેઓએ બિથુનિયામાં પ્રવેશ કરવા પ્રયત્ન કયોઁ, પણ ઈસુના આત્માએ તેઓને ત્યાં જતા અટકાવ્યા.
8 So passing by Mysia, they went down to Troas. તેથી તેઓ મુસિયાના થઈને ત્રોઆસમાં ગયા.
9 Paul saw a vision in the night: a Macedonian man stood pleading with him, "Cross over to Macedonia and help us." રાત્રે પાઉલને સંદર્શન થયું કે મકદોનિયાનો એક માણસ ઉભો રહીને તેને વિનંતી કરવા લાગ્યો કે, “મકદોનિયા આવીને અમને સહાય કર!”
10 When he had seen the vision, we tried at once to leave for Macedonia, concluding our Father had called us to tell them the good news. પાઉલે સંદશઁન જોયા પછી, ઈશ્વર અમને સુસમાચાર પ્રગટ કરવા માટે બોલાવે છે; એવું સમજીને અમે ત્યાં જવાની તૈયારી કરી.
11 So we set sail from Troas and sailed straight to Samothrace, and the next day to Neapolis, વહાણમાં બેસીને અમે ત્રોઆસ થઇને સામોથ્રાકિથી થઈને બીજે દિવસે નીઆપોલીસ ગયા.
12 and from there to Philippi, a leading city of that district of Macedonia, a Roman colony. We stayed there several days. ત્યાંથી મુસાફરી કરીને અમે ફિલિપ્પીમાં પહોંચ્યા, કે જે રોમનોની વસાહત, અને મકદોનિયા જિલ્લાનું મુખ્ય શહેર છે. અને અમે ત્યાં કેટલાક દિવસો સુધી રહ્યા.
13 On the Sabbath we went outside the gate to a river, supposing there was a place of prayer. We sat and spoke with the women gathered there. શહેર બહાર નદી કિનારે પ્રાર્થનાસ્થાન હશે એવું માનીને વિશ્રામવારે અમે ત્યાં ગયા, ત્યાં અમે પ્રાથઁનાનું સ્થળ મેળવવાની આશા રાખતા હતા. અમે બેઠા અને ત્યાં ભેગી થયેલી સ્ત્રીઓને બોધ કયોઁ.
14 A woman named Lydia, from Thyatira, who sold purple cloth and worshiped our Father, was listening. The Lord opened her heart to Paul's words. તેમાંની એક સ્ત્રીનું નામ લુદિયા હતું, તે થૂઆતૈરા શહેરની વતની હતી, તે જાંબલી રંગના વસ્ત્રો વેચતી હતી. તે ઈશ્વરભકત હતી. પ્રભુએ તેનું હૃદય ઉઘાડયું અને તેણે પાઉલની વાતો ધ્યાનમાં લીધી.
15 When she and her household were baptized, she urged us: "If you judge me faithful to the Lord, come to my house and stay." And she persuaded us. જયારે તેણે તથા તેના ઘરનાં માણસોએ બાપ્તિસ્મા લીધું ત્યારે તેણે અમને તેના ઘરે આવવાં આમંત્રણ આપતાં કહ્યું, “હું ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ છું એવું તમે માનતા હો તો તમે આવો અને મારા ઘરે રહો.” અને તેણે આગ્રહ ચાલુ રાખ્યો.
16 As we went to the place of prayer, we met a slave girl possessed by a spirit of divination; she earned her owners great profit through fortune-telling. એક વાર અમે પ્રાર્થનાસ્થાને જતા હતા ત્યારે અમે એક દાસીને મળ્યા કે જેને અશુધ્ધ આત્મા વળગેલો હતો, જેનાથી તે ભવિષ્યકથન કહી પોતાના માલિકોને ખૂબ કમાણી કરી આપતી હતી.
17 She followed Paul and us, shouting, "These men are servants of the Most High God, announcing to you the way of salvation." તે પાઉલની તથા અમારી પાછળ આવી બૂમ પાડવા લાગી, “આ માણસો પરાત્પર ઈશ્વરના ભકતો છે, કે જેઓ તમને તારણના માઁગ વિશે કહે છે.”
18 She did this for many days. Paul, deeply annoyed, turned and told the spirit, "I command you in the name of Jesus Christ to come out of her." It came out instantly. ઘણાં દિવસ સુધી એવું ચાલ્યું. છેવટે પાઉલે કંટાળીને તેની તરફ ફરીને પેલા અશુધ્ધ આત્માને કહ્યું, “ઈસુ મસીહને નામે હું તને હુકમ કરું છું કે તેનામાંથી તું નીકળી જા!” તે જ ઘડીએ અશુધ્ધ આત્મા તેનામાંથી નીકળી ગયો.
19 When her owners saw their hope of profit was gone, they seized Paul and Silas, dragged them to the marketplace before the rulers. જયારે તેના માલીકોએ જાણ્યું કે ધન કમાવાની તેમની આશા જતી રહી છે, ત્યારે તેઓએ પાઉલ અને સિલાસને પકડયાં અને બજારમાં ન્યાયાધીશો પાસે ઘસડી ગયા.
20 Bringing them to the magistrates, they said, "These men are Jews, disturbing our city. તેઓને અમલદારોની આગળ લાવીને કહ્યું કે, “આ માણસો યહૂદી છે અને આપણા શહેરમાં ધમાલ મચાવે છે.
21 They advocate customs that are not lawful for us as Romans to accept or practice." રોમનો જે રીતરિવાજો પાળી શકે નહિ, તેવાં નિયમો પાળવાનું તેઓ શિક્ષણ આપે છે.”
22 The crowd joined the attack, and the magistrates ripped off Paul and Silas's clothes and ordered them beaten with rods. પાઉલ અને સિલાસની વિરુધ્ધમાં લોકોનાં ટોળાં ભેગા થયાં અને ન્યાયાધીશોએ તેઓનાં વસ્ત્રો ઉતારીને તેઓને ફટકા મારવાનો અમલદારે હુકમ આપ્યો.
23 After beating them severely, they threw them into prison, ordering the jailer to guard them securely. તેઓને ઘણાં ફટકા માયાઁ પછી તેઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા, અને જેલરને તેઓને ચોકસાઇથી રાખવાની આજ્ઞા કરી.
24 Given that order, he locked them in the inner cell and clamped their feet in stocks. આ હુકમ તેને મળ્યાથી, તેણે તેઓને અંદરની ઓરડીમાં પૂર્યાં અને તેઓના પગ હેડમાં બાંધી દીધા.
25 About midnight Paul and Silas prayed and sang hymns to our Father while the prisoners listened to them. મધરાતનાં સુમારે પાઉલ અને સિલાસ પ્રાર્થના કરતા હતા, અને ઇશ્વરના સ્તોત્રો ગાતાં હતા, અને બીજા કેદીઓ તેમને સાંભળતા હતા.
26 Suddenly a violent earthquake shook the prison's foundations; instantly all doors opened and everyone's chains loosened. ત્યારે એકાએક ભારે ધરતીકંપ થયો કે જેલનાં પાયા હાલી ગયા, તરત જ જેલનાં બધા દરવાજા ઊઘડી ગયા અને તમામની સાંકળો નીકળી પડી.
27 The jailer woke, saw the prison doors open, drew his sword meaning to kill himself, thinking the prisoners had escaped. જેલર જાગી ઊઠયો. અને જયારે તેણે જેલનાં દરવાજા ઊઘડેલા જોયા, ત્યારે તેણે કેદીઓ નાસી ગયા હશે એવું માનીને આત્મહત્યા કરવા તેણે પોતા પર તરવાર ઉગામી;
28 But Paul shouted, "Don't harm yourself, for we are all here!" પણ પાઉલે બૂમ પાડીને, “પોતાને કંઇ ઇજા કરીશ નહિ, અમે બધા અહીં જ છીએ!”
29 The jailer called for lights, rushed in, and fell trembling before Paul and Silas. જેલરે દીવો મંગાવી અને અંદર દોડી જઈને તે ધ્રુજતો ધ્રુજતો પાઉલ તથા સિલાસને પગે પડયો.
30 Then he brought them outside and said, "Sirs, what must I do to be saved?" પછી તે તેઓને બહાર કાઢયાં અને પૂછયું, “સાહેબો, તારણ પામવાં માટે મારે શું કરવું જોઈએ?”
31 And they said, "Believe in the Lord Jesus, and you will be saved, you and your household." તેઓએ જવાબ આપ્યો, “પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખ તો તારું તથા તારા ઘરનાં બધાનું તારણ થશે.”
32 They spoke the Lord's word to him and everyone in his house. પછી તેઓએ તેને તથા તેના ઘરનાં સર્વેને ઇશ્વરના વચનો પ્રગટ કયાઁ.
33 In that hour of the night, he took them and washed their wounds; then he and his whole household were baptized at once. રાત્રીના તે જ વખતે જેલરે તેઓને લઇ જઈને સોળ ધોયાં અને તરત જ તેણે તથા તેનાં ઘરનાંએ બાપ્તિસ્મા લીધું.
34 He brought them up into his house, set food before them, and was overjoyed with his whole household at believing in our Father. જેલર તેઓને પોતાના ઘરે લઈ ગયો અને તેઓની આગળ ભોજન પીરસ્યું. તેણે અને તેના ઘરનાંએ વિશ્વાસ કર્યા હોવાને લીધે તે અને તેનાં ઘરમાં આનંદ થઈ રહ્યો.
35 But when morning came, the magistrates sent the police, saying, "Release those men." જયારે દિવસ ઉગ્યો, ત્યારે ન્યાયાધીશોએ અધિકારીઓને મોકલીને જેલરને એ માણસોને મુક્ત કરી દેવાનો હુકમ કયોઁ.
36 The jailer told Paul, "The magistrates sent orders to release you. Come out now and go in peace." જેલરે પાઉલને કહ્યું, “ન્યાયધીશે તમને અને સિલાસને છોડી દેવાનો હુકમ કયોઁ છે, હવે તને જઈ શકો છો, શાંતિમાં જાવો.”
37 But Paul said to them, "They beat us publicly, without trial, Roman citizens that we are, and threw us into prison. Now they want to send us off secretly? No! Let them come themselves and lead us out." પણ પાઉલે સૈનિકોને કહ્યું “અમે રોમન નાગરિકો છીએ તેમ છતાં તેઓએ અમને દોષિત ઠરાવ્યાં વગર તેઓએ અમને જાહેરમાં માર મારીને જેલમાં નાંખેલા છે. હવે છાની રીતે તેઓ અમને મુક્ત કરવા માગે છે? ન, તેઓ પોતે આવે અને અમને મુક્ત કરે.”
38 The officers reported these words to the magistrates, who were afraid to hear they were Roman citizens. અધિકારીઓએ આ વાત ન્યાયાધીશોને જણાવી, અને જયારે તેઓએ જાણ્યું કે પાઉલ અને સિલાસ રોમન નાગરિકો છે ત્યારે તેઓ ગભરાઈ ગયા.
39 They came, apologized, led them out, and asked them to leave the city. તેઓ તેમને શાંત પાડવા આવ્યા, અને તેમને જેલમાંથી બહાર કાઢયાં અને શહેર છોડી ને ચાલ્યા જવાની વિનંતી કરી.
40 So they left the prison and went to Lydia's house. There they saw the brothers, encouraged them, and left. પાઉલ અને સિલાસ જેલમાંથી બહાર આવ્યા પછી તેઓ લુદિયાનાં ઘરે ગયા. જયાં તેઓ ભાઈઓને અને બહેનોને મળ્યા, અને તેમને ઉત્તેજન આપ્યું પછી તેઓ ત્યાંથી ચાલ્યાં ગયા.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]