Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 15 OGCB

Show OGCB only
Verse × ×
1 Some men came down from Judea and taught the brothers, "Unless you are circumcised by Moses' custom, you cannot be saved." કેટલાક લોકો યહૂદિયાથી અંત્યોખમાં આવ્યા વિશ્વાસીઓને શિક્ષણ આપવાં લાગ્યા કે, “જયાં સુધી તમે મોશેના નિયમ પ્રમાણે સુન્નત ન કરાવો તો તમે તારણ પામી શકતા નથી.”
2 When Paul and Barnabas had fierce dispute and debate with them, the brothers appointed Paul, Barnabas, and some others of them to go up to the apostles and elders in Jerusalem about this question. આથી પાઉલ અને બાર્નાબાસને તેમની સાથે ઉગ્ર તકરાર અને ચર્ચા થઈ. તેથી પાઉલને, બાર્નાબાસને બીજા કેટલાક વિશ્વાસીઓ સાથે આ પ્રશ્ર અંગે પ્રેષિતો અને વડીલો પાસે સલાહ મેળવવાં માટે યરુશાલેમ જવા માટે નિયુક્ત કયાઁ.
3 Sent on by the church, they traveled through Phoenicia and Samaria, recounting the Gentiles' conversion, bringing great joy to all the brothers. મંડળીએ તેમને વિદાય આપી. ફિનીકિયા તથા સમરૂનના થઇને જતાં તેઓએ બિનયહૂદીઓ કેવી રીતે બદલાયા છે તે તેઓને જણાવ્યું. એ સાંભળીને બધાં વિશ્વાસીઓને ઘણો આનંદ થયો.
4 Arriving in Jerusalem, the church, apostles, and elders welcomed them, and they reported all our Father had done with them. જયારે તેઓ યરુશાલેમ આવ્યા, ત્યારે પ્રેષિતો અને વડિલોનું મંડળીએ સ્વાગત કયુઁ, અને તેઓની મારફતે ઈશ્વરે જે કાર્ય કર્યું હતું તેનો અહેવાલ કહી સંભળાવ્યો.
5 But some believers from the Pharisee party stood up and said, "They must be circumcised and ordered to keep the law of Moses." પરંતુ ફરોશી પક્ષના કેટલાક વિશ્વાસીઓએ ઉભાં થઇને કહ્યું કે, “બિનયહૂદીઓની સુન્નત કરાવવી જ જોઈએ અને મોશેના નિયમશાસ્ત્રનું પાલન કરાવવું જ જોઈએ.”
6 Then the apostles and the elders gathered together to look into this matter. તેથી પ્રેષિતો અને આગેવાનો આ અંગે વિચારણાં કરવા એકત્ર થયા.
7 After much debate, Peter stood and said, "Brothers, you know that in the early days our Father chose among you that the Gentiles would hear the gospel message through me and believe. ઘણી ચર્ચા પછી પિતરે ઊભા થઈને તેઓને કહ્યું, “ભાઈઓ, તમે જાણો છો કે થોડાં સમય પહેલાં બિનયહૂદીઓ પણ સુસમાચાર સાંભળે અને વિશ્વાસ કરે તે માટે ઈશ્વરે તમારાંમાંથી મને પસંદ કર્યો.
8 And our Father, who knows the heart, testified by giving them the Holy Spirit, just as he did to us. અંતઃકરણ પારખનાર ઈશ્વરે તેમને પવિત્ર આત્મા આપીને તેમનો સ્વીકાર કયોઁ જેમ તેમણે આપણને આપ્યો.
9 He drew no line between us and them, cleansing their hearts by faith. તેમણે તેઓની અને આપણી વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યો નથી, કેમકે તેમણે તેમના હ્રદય વિશ્વાસ દ્વારા શુધ્ધ કર્યા.
10 So why test our Father by putting a yoke on the disciples' neck that neither our ancestors nor we could bear? તો પછી જે ભારે ઝૂંસરી આપણે કે આપણા પૂર્વજો ઊંચકી શકવા સમર્થ ન હતા તો બિનયહૂદીઓની ગરદન પર એવી ઝૂંસરી મૂકીને તમે શા માટે ઈશ્વરની કસોટી કરો છો?
11 But we believe we will be saved through the grace of the Lord Jesus, just as they will." ના! આપણે માનીએ છીએ કે જેમ તેઓ તારણ પામે છે તેમ આપણે પણ પ્રભુ ઈસુની કૃપા વડે તારણ પામીશું.”
12 The whole crowd fell silent, listening to Barnabas and Paul describe the signs and wonders our Father did among the Gentiles through them. આખી સભા શાંત થઇ ગઇ. પછી પાઉલ અને બાર્નાબાસે તેઓની મારફતે ઈશ્વરે બિનયહૂદીઓમાં જે ચમત્કારો કર્યા હતા તે વિશે તેઓએ સાંભળ્યું.
13 After they finished speaking, James answered, "Brothers, listen to me. જયારે તેઓએ બોલવાનું પૂરું કર્યું, ત્યારે યાકોબે કહ્યું, “ભાઈઓ, મારું સાંભળો:
14 Simeon told how our Father first visited the nations, taking from them a people for his name. સિમોને આપણને સમજાવ્યું કે કેવી રીતે ઈશ્વરે બિનયહૂદીઓ માંથી પોતાના નામને માટે એક પ્રજા પસંદ કરી.
15 And the words of the prophets agree with this, just as it is written: પ્રબોધકોના શબ્દો આ સાથે સુસંગત છ, જેમ લખેલું છે કે:
16 "'After this I will return, and I will rebuild the tent of David that has fallen; I will rebuild its ruins, and I will restore it, “ ‘ત્યાર પછી હું પાછો આવીશ અને દાવિદનો તુટી ગયેલો મંડપ પાછો બાંધીશ. તે ખંડેરને હું સમારીશ, અને તેને પાછો ઉભો કરીશ
17 that the rest of mankind may seek our Father, even all the Gentiles who are called by my name, says our Father, who makes these things, જેથી બાકીનાં લોકો પ્રભુને શોધે, વિદેશીઓ જેઓ મારા નામથી ઓળખાય છે,’ પ્રભુ કહે છે, જેઓ આ કામો કરે છે.
18 known from long ago.' પહેલેથી આ બાબતો જાણીતી છે.
19 So I judge we shouldn't trouble the Gentiles turning to our Father, “તે મારો ન્યાય છે, જેથી વિદેશીઓમાંથી જેઓ ઈશ્વર તરફ ફરે છે, તેઓને આપણે મુશ્કેલીમાં ન મુકવાં જોઈએ.
20 but write telling them to avoid things polluted by idols, sexual immorality, meat from strangled animals, and blood. તેને બદલે આપણે તેઓને લખી જણાવીએ કે તેઓ વ્યભિચારથી દૂર રહે. મૂર્તિઓને ધરાવેલો ખોરાક ન ખાય, ગૂંગળાવીને મારેલાં પ્રાણીઓનાં માંસથી અને લોહીથી દુર રહે.
21 For Moses has been proclaimed in every city for generations, read aloud in synagogues every Sabbath." કેમકે પ્રાચીનકાળથી મોશેનાં નિયમશાસ્ત્રનો બોધ આપવામાં આવે છે અને દરેક શહેરનાં યહૂદી સભાસ્થાનોમાં અને દર વિશ્રામવારે વાંચવામાં આવે છે.”
22 The apostles, elders, and whole church decided to choose men from among them and send them to Antioch with Paul and Barnabas: Judas called Barsabbas, and Silas, leaders among the brothers. પછી પ્રેષિતોએ, અને વડીલોએ, સમગ્ર મંડળીએ ઠરાવ કયોઁ કે પાઉલ તથા બાર્નાબાસની સાથે તેઓ પોતાના માણસો પસંદ કરીને તેઓને અંત્યોખ મોકલે અને તેઓ ત્યાં આ નિર્ણયની જાણ કરે. તેઓએ યહૂદા (જે બસઁબાસ તરીકે ઓળખાતો હતો) તેને અને સિલાસને કે જેઓ વિશ્વાસીઓમાં આગેવાન હતા.
23 They sent this letter with them: "The apostles and elders, brothers, to the Gentile brothers in Antioch, Syria, and Cilicia: greetings. તેઓની મારફતે નિચે પ્રમાણે પત્ર મોકલ્યો: પ્રેષિતો, વડીલો, તમારા ભાઈઓ: અંત્યોખ, સિરીયા અને કિલીકિયામાંના વિદેશી વિશ્વાસીઓને, શુભેચ્છા!
24 Since we have heard that some who went out from us troubled you with words, unsettling your hearts, though we gave them no such instructions, અમારા જાણવામાં આવ્યું છે કે આપણામાંથી કેટલાક બહાર જઈને અમારી આજ્ઞા વગર તમને ગૂંચવી નાખે છે, તેઓ જે કહે છે તેનાથી તમારા મનોને ભરમાવે છે.
25 we unanimously agreed to choose men and send them to you with our beloved Barnabas and Paul. તેથી સર્વાનુમતે અમે કેટલાક માણસોને પસંદ કરીને અમારા પ્રિય મિત્રો પાઉલ અને બાર્નાબાસ સાથે તેઓને મોકલ્યા.
26 Men who have devoted their lives for the name of our Lord Jesus Christ. એ માણસો કે જેઓએ પ્રભુ ઈસુ મસીહને ખાતર પોતાના જીવન જોખમમાં મૂક્યાંં છે.
27 So we sent Judas and Silas, who will themselves tell you the same things by word of mouth. માટે અમે યહૂદા અને સિલાસને મોકલીએ છીએ. તેઓ પોતે અમે જે લખીયે છીએ તે તમને મોંઢામોઢ કહેશે.
28 The Holy Spirit and we agreed to place no greater burden on you than these necessities: પવિત્ર આત્માને તથા અમને એ યોગ્ય લાગ્યું છે કે અગત્યની વાતો કરતા વધુ બોજ તમારાં પર નાંખવો નહિ:
29 Avoid food offered to idols, blood, meat from strangled animals, and sexual immorality. Keep yourselves from these and you will do well. Farewell." એટલે કે તમારે મૂર્તિઓને ધરાવેલાં ખોરાકથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાં પ્રાણીઓથી અને વ્યભિચારથી દૂર રહેવું. જો તમે આનાથી દૂર રહેશો તો તમે સારું થશે. વિદાય.
30 So, sent off, they went down to Antioch, gathered the congregation, and delivered the letter. પછી માણસોને વિદાય કરીને અંત્યોખ ગયા, ત્યાં તેઓએ મંડળીને એકઠી કરીને પત્ર આપ્યો.
31 And when they read it, they rejoiced at the encouragement. લોકોએ વાંચીને આનંદ કર્યો કેમકે તે ઉત્તેજનદાયક સંદેશ હતો.
32 And Judas and Silas, who were themselves prophets, encouraged and strengthened the brothers with many words. યહૂદા અને સિલાસ, કે જેઓ પ્રબોધકો હતા, તેઓએ ઘણું ઉતેજન આપીને વિશ્વાસીઓને દ્રઢ કર્યા.
33 After spending time there, the brothers sent them off in peace to those who sent them. ત્યાં થોડો સમય વિતાવ્યા પછી, તેઓને વિશ્વાસીઓએ શાંતિના આશીવાઁદની સાથે જેઓએ મોકલ્યા હતા તેઓની પાસે પાછા વિદાય કર્યા.
34 Not in this edition પણ સિલાસે ત્યાં જ રહેવાનું પસંદ કર્યું.
35 But Paul and Barnabas remained in Antioch, teaching and preaching our Lord's word, with many others too. પણ પાઉલ અને બાર્નાબાસ અંત્યોખમાં રોકાયા, જ્યાં તેઓએ અને બીજાઓએ બોધ અને પ્રભુના વચનનું શિક્ષણ આપ્યું.
36 After some days, Paul told Barnabas, "Let's return and visit the brothers in every city where we announced our Lord's message, and see how they're doing." કેટલાક સમય બાદ પાઉલે બાર્નાબાસને કહ્યું કે, “ચાલો આપણે પાછા જઈએ અને અગાઉ જે જે શહેરોમાં પ્રભુના વચનનો ઉપદેશ આપેલો છે ત્યાંના વિશ્વાસીઓની મુલાકાત લઈએ અને જોઈએ કે તેઓ શું કરી રહ્યા છે.”
37 Now Barnabas wanted to take with them John who was called Mark. બાર્નાબાસ યોહાન, કે જે માર્ક કહેવાય છે તેને પણ સાથે લેવા માગતો હતો,
38 But Paul thought it best not to bring the one who deserted them in Pamphylia and didn't join them for the work. પણ પાઉલને તેને સાથે લેવાનું યોગ્ય લાગ્યું નહિ, કેમકે તે તેઓને પામ્ફૂલિયાથી મૂકીને જતો રહ્યો અને તેઓની સાથે કામમાં લાગુ રહ્યો ન હતો.
39 Their clash grew so sharp they separated from each other; Barnabas took Mark and sailed to Cyprus, તેઓ વચ્ચે એવો ઉગ્ર મતભેદ હતો કે તેઓ એકબીજાથી અલગ પડયાં. બાર્નાબાસ માર્કને લઈને વહાણમાં બેસીને સાયપ્રસ ચાલ્યો ગયો.
40 but Paul chose Silas and set out, entrusted by the brothers to the grace of our Lord. પણ પાઉલ સિલાસને લઇ ગયો. વિશ્વાસીઓએ ઈશ્વરની કૃપાને તેઓને સોંપ્યાં.
41 And he traveled through Syria and Cilicia, strengthening the churches. તે સિરીયા અને કિલીકિયા જઈને મંડળીઓને દ્રઢ કરતા ફર્યા.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]