Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

2 Corinthians 1 OGCB

Side by side with the Father's Heart Bible™

1કરિંથમાંની ઈશ્વરની મંડળી તથા તેઓની સાથે આખા અખાયામાંના, સવઁ સંતો જોગ લિખિતંગ ઈશ્વરની ઈચ્છાથી મસીહ ઈસુનો પ્રેષિત પાઉલ તથા ભાઈ તિમોથી:

2ઈશ્વર આપણા પિતા અને પ્રભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા તથા શાંતિ પ્રાપ્ત થાઓ.

ધીરજ તથા શાંતિના ઈશ્વવર

3આપણા ઈશ્વર કેવાં મહાન છે! તે આપણા પ્રભુ ઈસુ મસીહના પિતાની સ્તુતી થાવ, જે કરુણાનો પિતા તથા સવઁ દિલાસાનો ઈશ્વર. 4જે આપણને સવઁ સંકટમાં દિલાસો આપે છે, જેથી અમને પોતાને ઈશ્વર તરફથી જે દિલાસો મળે છે, તે વડે તેઓ ગમે તેવી વિપતીમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શકિતમાન થઈએ. 5કેમકે કે જેમ આપણે મસીહને માટે વધુ સહન કરીશું, તેમજ મસીહને આશરે અમને દિલાસો પણ પુષ્કળ મળે છે. 6પણ જો અમને વિપતિ પડે છે, તો તે તમારા દિલાસા અને તારણને સારું છે કે, જેથી કરીને જે દુઃખો અમે પણ સહન કરીએ છીએ તે જ દુઃખો ધીરજથી સહન કરવાની શકિત તમારામાં ઉત્પન્ન થાય; 7અને તમારા માટે અમારી આશા મજબુત છે; કેમકે જેમ તમે દુઃખોમાં ભાગિયા, તેમ દિલાસામાં પણ ભાગિયા છો એ અમને માલૂમ છે,

8ભાઈઓ અને બહેનો, જે વિપતિ આસિયામાં અમને પડી તે વિષે તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી તે વિપતી અમારી શક્તિ ઉપરાંત હતી, તે અમને અતિશય ભારે લાગી, એટલે સુધી કે અમે જીવવાની પણ આશા છોડી; 9ખરેખર, અમને લાગ્યું કે જાણે અમે મરણની શિક્ષા થઈ હોય. પણ આ એટલા માટે બન્યું કે અમે પોતા પર નહી પણ ઈશ્વર પર ભરોસો રાખીએ, કે જે મૂએલાને જીવતાં કરે છે. 10તેણે આવા ભારે મરણથી અમારો બચાવ કર્યો, અને તે કરશે; વડી નિત્ય તે અમારો બચાવ કરશે, તેના પર અમે આશા રાખી છે. 11તમે તમારી પ્રાથઁનાઓથી અમને સહાય કરજો, કે ઘણા માણસોને આશરે જે કૃપાદાન અમને આપવામાં આવ્યું, તેને લીધે અમારા વતી ઘણાં આભારસ્તુતિ કરે.

પાઉલની યોજનાનો ફેરફાર

12હવે આ અમારો ગવઁ છે: અને અમારી પ્રેરકબુધ્ધિ એવી સાક્ષી આપે છે કે, સાંસારિક જ્ઞાનથી નહિ, પણ ઈશ્વરની કૃપાથી અમે જગતમાં, અને વિશેષે કરીને તમારી સાથે પવિત્રતાથી તથા ઈશ્વરની આગળ નિષ્કપટ ભાવથી વત્યાઁ. 13કેમકે તમે જે વાંચો છો અને માનો છો, તે વિના બીજી કોઈ વાતો અમે તમારા પર લખતા નથી; 14જો કે તમે હાલ મારી વાતો સંપૂર્ણ રીતે સમજી શકતા નથી તોપણ મારી આશા છે કે, આપણા પ્રભુ ઈસુના પુનરાગમન વખતે તમે એ બધું સંપૂર્ણ સમજી શકશો અને મારે લીધે ગૌરવ અનુભવશો. તે જ પ્રમાણે અમે પણ પ્રભુને દિવસે તમારે લીધે ગવઁ અનુભવીશું.

15કેમકે આ બાબતની અમને ખાતરી હતી, એટલે હું તમારી મુલાકાત લેવાં માગતો હતો, જેથી તમને બમણો આશીર્વાદ પ્રાપ્ત થાય. 16તેથી મેં મકદોનિયા જતી વખતે તથા પાછા ફરતી વખતે તમારી મુલાકાત લેવાનો નિર્ણય કર્યો. કે જેથી તમે મને યહૂદિયા માટે વિદાય આપી શકો. 17તો મારો એવો ઈરાદો હતો તેથી શું હું ઢચુપચુ કરતો હતો? અથવા જે કરવાને હું મનસુબો રાખું છું તે શું સાંસારિક કારણોને લીધે રાખું છું કે, મારું બોલવું હા ની હા ને ના ની ના હોય?

18પણ જેમ ઈશ્વર વિશ્વાસુ છે તેમ અમારો સંદેશ “હા” તે “હા” જ છે, અને “ના” તે “ના” જ છે. 19કેમકે ઇશ્વરનો પુત્ર ઈસુ મસીહ જે અમારા દ્રારા, તિમોથી, સિલ્વાનુસ અને હું તમારામાં પ્રગટ કરવામાં આવ્યા, તેમાં “ના” નું “હા” કહ્યું નથી અને “હા” નું “ના” કહ્યું નથી. પણ તેનામાં તો હા જ છે 20કેમકે ઈશ્વરનાં વચનો ગમે તેટલાં હશે તોપણ મસીહમાં હા છે; અને અમારી મારફતે ઈશ્વરનો મહિમા વધે એ માટે તેના વડે આમીન પણ છે. 21હવે અમને તમારી સાથે મસીહમાં જે સ્થિર કરે છે તથા જેને અમને અભિષિકત કર્યા છે, તે ઈશ્વર છે. 22તેણે અમને મુદ્રાકિત કર્યા છે, અને અમારા હ્રદયમાં પવિત્ર આત્માનો બાનું પણ આપ્યું છે.

23પણ મારા જીવનાં સમ ખાઈને હું ઈશ્વરને સાક્ષી રાખીને હું કહું છું કે તમારાં પર દયા કરીને હું હજી સુધી કરિંથ આવ્યો નથી. 24તમારા વિશ્વાસ પર અમે અધિકાર ચલાવિએ છીએ એમ તો નહિ, પણ તમારા આનંદનાં સહભાગીયા છીએ; કેમકે વિશ્વાસથી તમે દ્રઢ રહો છો.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]