Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

2 Corinthians 2 OGCB

Side by side with the Father's Heart Bible™

1તેથી મેં નિર્ણય કયોઁ છે, હું ફરીથી તમારી મુલાકાત લઈને તમને દુઃખી કરીશ નહિ, 2પણ જો હું જ તમને દુઃખી કરું, તો જે મારાથી દુઃખી થયો હોય તેના સિવાય બીજો કોણ મને આનંદ આપે છે? 3અને હું આવું ત્યારે જેઓથી મને હષઁ પામવો ઘટે છે, તેઓથી મને દુઃખ ન થાય, એ માટે મેં તમારા પર એ જ વાત લખી; હું તમો સવઁ પર ભરોસો રાખું છું, કે હું મારો આનંદ તમારી સાથે વહેંચીશ. 4કેમકે ઘણી વિપતીથી તથા અંતઃકરણની વેદનાથી મેં ઘણાં આંસુઓ પાડીને તમારા પર લખ્યું; તે તમે દુઃખી થાવ એટલા માટે નહિ પણ તમારા પર મારી જે અતિશય પ્રીતિ છે તે તમે જાણો તે માટે લખ્યું છે.

અપરાધીને ક્ષમા

5જો કોઈએ દુઃખ પમાડ્યું હોય તો તે મને નહિ, પણ કેટલેક દરજજે (કેમકે તે પર હું વિશેષ ભાર મુકવાં ચાહતો નથી) તમો સવઁને તેણે દુઃખ પહોંચાડ્યું છે. 6એવાને બહુમતીથી તેને શિક્ષા કરવામાં આવી તે બસ છે. 7હવે તમારે તેને માફી આપીને દિલાસો આપવો જોઈએ. જેથી તે અતિશય દુઃખમાં ગરક ન થઇ જાય. 8તેથી હું તમને વિનંતી કરું છું કે તમે ફરીથી તેના પર તમારો પ્રેમ વ્યકત કરો. 9મેં તમને લખ્યું એનું બીજું કારણ એ છે કે જો તમે પરીક્ષામાં સ્થિર ઉભા રહો તો, અને સવઁ વાતે આજ્ઞાકારી થાઓ. 10જેને તમે માફ કરો છો તેને હું પણ માફ કરું છું. અને મેં જે માફી આપી છે અને મે જે માફ કયુઁ છે, તે તમારે લીધે મસીહની આગળ તમારા માટે માફ કયુઁ છે. 11જેથી કરીને શેતાન આપણને ફસાવી ન જાય; કારણ કે આપણે તેની ચાલબાજીથી અજાણ નથી.

નવા કરારના સેવકો

12હવે જયારે હું મસીહના સુસમાચાર પ્રગટ કરવાં માટે ત્રોઆસ ગયો, ત્યારે પ્રભુએ મારા માટે દ્રાર ખોલ્યું. 13હજું પણ મારા મનમાં કંઇ શાંતી ન હતી કેમકે મારો ભાઈ તિતસ મને ત્યાં ન મળ્યો. માટે હું તેઓની રજા લઇને મકદોનિયા ગયો.

14પણ ઈશ્વરની સ્તુતિ થાઓ! જે સદા અમને મસીહની વિજય કૂચમાં દોરી જાય છે, અને અમારી મારફતે પોતાનામાં જ્ઞાનનો સુવાસ દરેક જગ્યાએ ફેલાવવાં માટે તે અમારો ઉપયોગ કરે છે. 15કેમકે અમે તારણ પામનારાઓમાં અને નાશ પામનારાઓમાં અમે ઈશ્વરની આગળ મસીહનાં સુવાસરૂપ છે; 16મૃત્યું લાવનારને માટે અમે સુગંધરૂપ છીએ; બિજા માટે, જીવન લાવનારને સુગંધરૂપ છીએ, અને એ કાયઁને સારું કોણ યોગ્ય છે? 17કેમકે ઘણાંની પેઠે અમે ઈશ્વરની વાતમાં ભેળ કરતાં નથી, પણ શુઘ્ઘ અંતઃકરણથી તથા ઇશ્વરના તથા ઇશ્ચરની સમક્ષ બોલતા હોઈએ તેમ અમે મસીહમાં બોલીએ છીએ.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]