Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

1 Timothy 3 OGCB

Side by side with the Father's Heart Bible™

આગેવાનની અને અધ્યક્ષની લાયકાત

1આ વાત વિશ્વાસયોગ્ય છે: જો કોઈ અધ્યક્ષની ઇચ્છા રાખે છે, તો તે ઉમદા કાયઁ છે. 2હવે અધ્યક્ષ તો નિદોઁષ, પોતાની પત્નીને વિશ્વાસયોગ્ય, સંયમી, વિચારવંત, આદરણીય, પરોણાગત કરનાર, શીખવી શકે એવો હોવો જોઈએ. 3તે દારૂ પીનાર નહિ, હિંસક નહિ, પણ સહનશીલ, ઝઘડાખોર નહિ પરંતુ નમ્ર, તે દ્રવ્યલોભી ન હોવો જોઈએ. 4તે પોતાના કુટુંબને વ્યવસ્થિત રીતે ચલાવનાર તથા તેનાં બાળકોને આધીનતામાં રાખનાર, અને તે સંપૂણઁ આદરને યોગ્ય હોવો જોઈએ. 5કેમકે જો કોઈ માણસ પોતાના કુટુંબને વ્યવસ્થિત રીતે ચલાવી શકતો નથી, તો તે આખી ઈશ્વરની મંડળીની કેવી રીતે સંભાળ રાખી શકે? 6તે તાજેતરમાં જ બદલાણ પામેલો ન હોવો જોઈએ; નહિ તો તે ગર્વિષ્ઠ બની જશે અને આખરે શેતાનની જેમ જ શિક્ષા ભોગવશે. 7અને બહારનાં લોકોમાં તેની સાક્ષી સારી હોવી જોઈએ, જેથી તે નિંદાપાત્ર થઈને શેતાનનાં ફાંદામાં ફસાય નહિ.

8એ જ રીતે, સેવકો પણ માનને પાત્ર, ગંભીર, દારૂ ન પીનાર અને અપ્રમાણીકપણે પૈસા લેવાનો પ્રયાસ ન કરનાર હોવા જોઈએ. 9તે શુધ્ધ અંતઃકરણથી વિશ્વાસનાં ઊંડા સત્યને પકડી રાખનાર હોવો જોઈએ. 10પહેલાં તેઓની પારખ થવી જોઈએ; અને જો તેઓની વિરુધ્ધ કંઈ ન હોય, તો તેઓ સેવક તરીકેની સેવા કરી શકે.

11એ જ પ્રમાણે, સ્ત્રીઓએ માનને પાત્ર બનવું જોઈએ, નિંદાખોર નહિ, પણ સંયમી અને સવઁ બાબતોમાં વિશ્વાસુ હોવી જોઈએ.

12સેવક પોતાની પત્નીને વિશ્વાસુ હોવો જોઈએ અને પોતાના બાળકો અને ઘરનું સારી રીતે સંચાલન કરતો હોવો જોઈએ. 13જેઓએ સારી રીતે સેવા કરી છે તેઓ મસીહ ઈસુમાં તેમના વિશ્વાસમાં ઉત્તમ દરજ્જો અને મોટી ખાતરી મેળવે છે.

પાઉલની સૂચનાઓ માટેનાં કારણો

14જો કે હું તમારી પાસે જલ્દી આવવાં ઇચ્છા રાખું છું, છતાં પણ હું તમને આ સૂચનાઓ લખી રહ્યો છું, 15જો મને આવવામાં વાર લાગે, તો લોકોએ ઇશ્વરના ઘરમાં કેવી રીતે વતઁવું એ તારા જાણવામાં આવે; એ ઘર તો જીવંત ઈશ્વરની મંડળી, સત્યનો સ્તંભ અને પાયો છે. 16બધા પ્રશ્ન ઉપરાંત, એ રહસ્ય છે કે ઈશ્વરમય જીવન જીવવું એ મોટો મઁમ છે;માનવદેહે તે પ્રગટ થયા,આત્મા દ્રારા ન્યાયી ઠરાવાયાં,દૂતો દ્રારા જોવામાં આવ્યા,સર્વ પ્રજાઓમાં પ્રચાર કરવામાં આવ્યો,એમનાં પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો,અને મહિમામાં ઉપર લઈ લેવામાં આવ્યા.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]