Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

1 Timothy 4 OGCB

Side by side with the Father's Heart Bible™

1પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે અંતિમ સમયમાં કેટલાક લોકો વિશ્વાસથી ચલિત થઈ જશે. અને ભુલાવનાર આત્માઓ અને અશુધ્ધ આત્માના શિક્ષણને અનુસરશે. 2આવા ઉપદેશ ઢોંગી જૂઠાઓ દ્રારા આવે છે, જેમનાં અંતઃકરણ ગરમ લોખંડથી દાઝી ગયાં છે. 3તેઓ લોકોને લગ્ન ન કરવું અને અમુક ખોરાકથી દૂર રહેવા આદેશ આપે છે, કે જે ખોરાક ઈશ્વરે વિશ્વાસીઓને તથા સત્ય જાણનારાનોએ માટે આભારસ્તુતિ કરીને સ્વીકાર કરવા માટે ઉત્પન્ન કયોઁ છે. 4કારણ કે ઈશ્વરે જે કંઈ બનાવેલું છે તે સર્વ સારું છે, જો આભારસ્તુતિ સાથે તેનો સ્વીકાર કરવામાં આવે તો કંઈ પણ નકારવા જેવું નથી. 5કેમકે તે ઇશ્વરના શબ્દ અને પ્રાથઁનાથી પવિત્ર કરવામાં આવે છે.

6જો તું આ વાતો તરફ ભાઈઓ અને બહેનોનું ધ્યાન દોરીશ તો તું મસીહ ઈસુનો સારો સેવક થઈશ, જે વિશ્વાસનાં સત્યો તથા સારા શિક્ષણ પ્રમાણે તું અત્યાર સુધી ચાલતો આવ્યો છું, તેઓથી તારું પોષણ થશે. 7અધમીઁ તથા કપોળકલ્પિત કહાણીથી દૂર રહે; તેના બદલે ઈશ્વર પરાયણતાની કસરત કર. 8કેમકે શારીરિક કસરત તો થોડી જ ઉપયોગી છે, પણ ઇશ્વરપરાયણતા તો સવઁ બાબતો માટે ઉપયોગી છે, કેમકે તેમાં બંન્ને એટલે કે હમણાંના તથા આવનાર જીવનનું પણ વચન સમાયેલું છે. 9આ વાત વિશ્વાસપાત્ર છે અને તેનો સંપૂણઁઁ રીતે સ્વીકાર કરવા યોગ્ય છે. 10એ જ કારણ છે કે આપણે મહેનત અને શ્રમ કરીએ છીએ, કારણ કે આપણે જીવતાં ઇશ્વરમાં આશા રાખી છે, જે બધાં લોકોના અને વિશેષ કરીને વિશ્વાસ કરનારાઓનાં તારનાર છે.

11આ વાતોનો આદેશ આપજે અને શીખવજે. 12તું જુવાન હોવાથી કોઈ તારો તુચ્છકાર ન કરે, પણ વાણીમાં, વતઁનમાં, પ્રેમમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે. 13હું આવું ત્યાં સુધી, તું શાસ્ત્રવચન પર, બોધ કરવા પર અને શિક્ષણ આપવાં પર ધ્યાન આપજે. 14મંડળીના વડીલોએ જયારે તારા પર હાથ મૂક્યાં અને ભવિષ્યવચન મુજબ તને જે દાનો પ્રાપ્ત થયાં હતાં તેને તું અવગણીશ નહિ.

15અને આ બાબતોમાં ખંતપૂર્વક લાગુ રહેજે; તેઓમાં સંપૂણઁ રીતે સમપિઁત રહેજે, જેથી તારામાં થયેલી પ્રગતિ સર્વનાં જાણવામાં આવે. 16તારે પોતાને વિશે અને તારા ઉપદેશ વિશે સાવધ રહેજે; તેમાં દ્રઢ રહેજે, કેમકે એ પ્રમાણે કરવાથી, તું પોતાને તેમજ તમારાં સાંભળનારાઓને પણ બચાવીશ.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]