Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

1 Timothy 5 OGCB

Side by side with the Father's Heart Bible™

વિધવાઓ, વડીલો અને દાસો

1વૃધ્ધ માણસને ઠપકો ન આપ, પણ પિતાને સમજાવતો હોય તેમ તેને માનથી સમજાવ. નાના ભાઈની જેમ જુવાનોની સાથે વતોઁ, 2વૃધ્ધ સ્ત્રીઓને માતા જેમ, જુવાન સ્ત્રીઓને બહેનો જેમ, પૂણઁ પવિત્રતા સાથે વતોઁ.

3જે નિરાધાર વિધવાઓ છે તેઓની મદદ કરો પ્રેમથી સંભાળ લેવી જોઈએ. 4પણ જો વિધવાઓને સંતાનો કે સંતાનોના સંતાનો હોય તો તેઓએ સૌ પ્રથમ પોતાનાં કુટુંબની સંભાળ રાખીને પોતે ધમઁનિષ્ઠ થવું જોઈએ, અને આમ પોતાના માબાપ અને દાદા-દાદીનો બદલો વાળતાં શીખે, કારણ કે આ ઈશ્વરને ગમે છે. 5જે વિધવાઓ ખરેખર ગરીબ અને નિરાધાર છે, તે ઈશ્વર પર આશા રાખે છે, અને રાતદિવસ મદદ માટે ઈશ્વર પાસે વિનંતી અને પ્રાર્થનામાં સતત તત્પર રહે છે. 6પણ જે વિધવાઓ મોજશોખમાં જીવે છે તે જીવતી હોવા છતાં મરેલી છે. 7લોકોને આ સૂચનાઓ આપ, જેથી કોઈ પણ વ્યક્તિ દોષિત ન ઠરે. 8પરંતુ જે કોઈ માણસ પોતાના સગાઓને, અને વિશેષ કરીને પોતાના જ કોઈ કુટુંબીજનને સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો નકાર કયોઁ છે, અને તે અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.

9કોઈ પણ વિધવા સ્ત્રીને વિધવાઓની યાદીમાં ન લખવી જોઈએ, સિવાય કે તેની ઉંમર ઓછાંમાં ઓછી સાઠ વર્ષની હોય, પોતાના પતિ પ્રત્યે વિશ્વાસુ રહી હોય, 10અને તે પોતાના સારા કાયોઁ માટે જાણીતી હોય, જેમ કે પોતાના બાળકોને સારી રીતે ઉછેર્યા હોય; પરોણાગત કરનારી હોય, પ્રભુના લોકોના પગ ધોયા હોય, મુશ્કેલીમાં હોય તેવાં લોકોને મદદ કરી હોય, અને દરેક પ્રકારના સારા કાયોઁમાં પોતાને સમપિઁત કરેલી હોય.

11પરંતુ જુવાન વિધવાઓને આવી યાદીમાં નોંધવા નહિ કારણ કે તેઓમાં જાતીય ઇચ્છાઓ ઉત્પન્ન થવાથી મસીહ પ્રત્યેના સમપઁણને ભૂલી જઈને તેઓ લગ્ન કરવા માંગે છે. 12આમ, તેઓ પ્રથમનાં વચનનો ભંગ કરીને પોતાના પર દંડ લાવે છે. 13ઉપરાંત, તેઓ આળસુ બની જાય છે અને ઘરે ઘરે ફરે છે, અને તેઓ ફકત આળસુ જ નથી બનતા, પણ બીજા લોકોનાં કામકાજમાં માથું મારે છે, અને જે બોલવું ઘટારત નથી તે બોલે છે. 14તેથી હું ઈચ્છું છું કે જુવાન વિધવાઓ લગ્ન કરે, તેઓને બાળકો થાય, તથા તે પોતાના ઘરની સંભાળ રાખે, અને દુશ્મનોને નિંદા કરવાનું કોઈ મોકો ન આપે. 15ખરેખર, કેટલાક તો શેતાનની પાછળ જવા માટે ભટકી ગયા છે.

16જો કોઈ વિશ્વાસી સ્ત્રી પર વિધવાઓનો આધાર હોય, તો તેણે તેને મદદ કરવી જોઈએ અને મંડળી પર તેનો બોજ ન નાંખવો જોઈએ, જેથી મંડળી ખરેખર જે નિરાધાર વિધવાઓ હોય તેઓને નિભાવી શકે.

17જે વડીલો મંડળી કામકાજ સારી રીતે ચલાવે છે, તેઓને બમણાં માનને પાત્ર ગણવાં, ખાસ કરીને જેઓ ઉપદેશ આપવામાં તથા શિક્ષણ આપવામાં વિશેષ કામ કરે છે તેઓને. 18કારણ શાસ્ત્ર કહે છે કે, “પારે ફરતાં બળદને મોઢે તું શીકી ન બાંધ,” અને “શ્રમ કરનાર પોતાના મહેનતાણાને યોગ્ય છે.” 19બે કે ત્રણ સાક્ષીઓ વગર કોઈ વડીલ પરનો આરોપ ગણાશે નહિ. 20પણ જે વડીલો પાપ કરે છે તેઓને બધાંની હાજરીમાં ઠપકો આપ. જેથી બીજાઓને ચેતવણી મળે. 21ઈશ્વરની, મસીહ ઈસુની તથા પસંદ કરેલાં દૂતોની હાજરીમાં હું તને આજ્ઞા કરું છું કે, તું પક્ષપાત વિના આ આજ્ઞાઓનું પાલન કર, અને પક્ષપાતથી કંઈ ન કર.

22કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ ન કર, બીજાઓનાં પાપમાં ભાગિયો ન થા; તું પોતે શુધ્ધ રહેજે.

23હવેથી એકલું પાણી ન પીતો, પણ તારા પેટને કારણે અને વારંવાર થતી બીમારીને લીધે થોડો દ્રાક્ષારસ પીજે.

24કેટલાક લોકોના પાપ સ્પષ્ટ છે, તેઓ ન્યાયના સ્થળે પહોંચે છે; અને બીજાઓનાં પાપ પાછળથી પ્રગટ થાય છે. 25એ જ રીતે, કેટલાક સારાં કાર્ય સ્પષ્ટ રીતે દેખાય છે, અને જે સ્પષ્ટ નથી તે કાયમ છુપાયેલા રહી શકતા નથી.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]