Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

1 Timothy 2 OGCB

Show OGCB only
Verse × ×
1 First of all, then, I urge that petitions, prayers, intercessions, and thanksgivings be offered for all people, સૌ પ્રથમ, હું તમને વિનંતી કરું છું કે, સર્વ માણસોને માટે પ્રાર્થના, આજીજી અને આભારસ્તુતિ કરવામાં આવે,
2 for kings and all in authority, so we may live peaceful, quiet lives in full godliness and dignity. રાજાઓને માટે અને બીજા સર્વ અધિકારીઓને માટે, જેથી આપણે પૂરાં ભકિતભાવથી અને પવિત્રતામાં શાંત અને સ્વસ્થ જીવન ગુજારીએ.
3 This is good and pleasing to our Father, our Savior, કેમકે ઈશ્વર આપણા તારનારની નજરમાં તે સારું છે.
4 who wants all people to be saved and to come to know the truth. કેમકે સર્વ લોકો તારણ પામે અને આ સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેમની ઇચ્છા છે.
5 For there is one Father, and one mediator between the Father and humanity, the man Christ Jesus, કેમકે એક જ ઈશ્વર છે અને ઈશ્વર અને માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ છે, એટલે મસીહ ઈસુ પોતે માણસ,
6 who gave himself as a ransom for all—the testimony given at the proper time. જેણે સઘળાં માણસોના ઉધ્ધારને માટે પોતાનું સ્વાપઁણ કયુઁ. યોગ્ય સમયે આ સાક્ષી આપવામાં આવી હતી.
7 For this I was made a preacher and apostle—I'm telling the truth, not lying—a teacher of the nations in faith and truth. એ માટે મને ઉપદેશક અને પ્રેષિત તરીકે પસંદ કર્યો છે, હું સાચું બોલું છું, હું જૂઠું બોલતો નથી, અને વિદેશીઓને વિશ્વાસમાં અને સત્યમાં શીખવનાર તરીકે પસંદ કર્યો છે.
8 I want the men in every place to pray, lifting up holy hands without anger or argument. એ માટે પાપ, ક્રોધ અને દ્વેષથી મુક્ત થઈને સર્વ સ્થળે પુરુષો પવિત્ર હાથો ઊંચા કરીને પ્રાર્થના કરે એવું હું ઇચ્છું છું.
9 Likewise, women should dress properly, with modesty and self-control, not in braided hair, gold, pearls, or costly clothing, એ જ પ્રમાણે સ્ત્રીઓ પણ ગંભીર અને મર્યાદાશીલ બની શોભતાં વસ્ત્રો ધારણ કરે, વળી વાળની આકર્ષક ગૂંથણી, સોના કે મોતીના કિંમતી ઘરેણાં, કે ભપકાદાર વસ્ત્ર નહિ,
10 but with good works, as is right for women who profess reverence for our Father. પણ ઈશ્વરની ભક્તિમાં નિમગ્ન રહેનારી ધાર્મિક સ્ત્રીઓને છાજે તેવી રીતે એટલે સારાં કાર્યથી પોતાને શણગારે.
11 A woman should learn quietly, in full submission. સ્ત્રીઓએ સંપૂણઁ આધીનતામાં શાંત રહીને શીખવું જોઈએ.
12 I don't allow a woman to teach or have authority over a man; instead, she should stay quiet. ઉપદેશ કરવાની કે પુરુષો પર અધિકાર ચલાવે એવી હું છૂટ આપતો નથી. પણ તેઓ શાંત રહે.
13 For Adam was formed first, then Eve. કારણ, પ્રથમ આદમ ઉત્પન્ન થયો, પછી હવા.
14 And Adam was not deceived, but the woman was deceived and became a transgressor. આદમ શેતાનથી છેતરાયો નહિ; પણ સ્ત્રી છેતરાઈ અને પાપી બની.
15 But she will be saved through childbearing, if they remain in faith, love, holiness, with self-control. તોપણ જે સ્ત્રી મયાઁદાસહિત વિશ્વાસ, પ્રેમ, તથા પવિત્રતામાં રહે, તો તે પુત્રપ્રસવ દ્રારા તારણ પામશે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]