Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

1 Timothy 1 OGCB

Side by side with the Father's Heart Bible™

1ઈશ્વર આપણા તારનારની અને મસીહ ઈસુ જે આપણી આશા છે, તેની આજ્ઞાથી થયેલો પ્રેષિત પાઉલ,

2વિશ્વાસમાં મારા સાચા દીકરા તિમોથીને: ઈશ્વર પિતા અને આપણા પ્રભુ મસીહ ઈસુ તરફથી કૃપા, દયા અને શાંતિ થાઓ.

જુઠા શિક્ષકો સામે તિમોથીની ચેતવણી

3મકદોનિયા જતી વખતે મેં તને કહ્યું હતું તે પ્રમાણે તું એફેસસમાં રહેજે, અને ત્યાંના કેટલાએક માણસોને આજ્ઞા કરવી કે તેઓ જુઠા ઉપદેશ ન કરે. 4વળી લાંબી લાંબી વંશાવળીઓ તથા કલ્પીત વાતો પ્રત્યે તેઓ લક્ષ ન આપે, એવી વાતો વિશ્વાસ પર આધાર રાખનારી ઈશ્વરની સંસ્થાને ઉતેજન આપવાને બદલે ખાલી વાદવિવાદો ઉત્પન્ન કરે છે. 5એ આજ્ઞાનો મુખ્ય હેતુ તો શુધ્ધ હ્રદયથી તથા સારા અંતઃકરણથી તથા ઠોંગ વગરનાં વિશ્વાસથી પ્રીતિ રાખવી એ છે. 6એ બાબતો પર લક્ષ ન રાખવાથી કેટલાએક મિથ્યા બકબકાટ કરવા લાગ્યા; 7તેઓ નિયમશાસ્ત્રના પંડિતો થવાની ઇચ્છા રાખે છે, પરંતુ તેઓ શું કહે છે અથવા જે વિષે તેઓ ખાતરીપૂવઁક બોલે છે તે તેઓ સમજતા નથી.

8આપણે જાણીએ છીએ કે જો નિયમશાસ્ત્રનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે સારું છે. 9આપણે જાણીએ છીએ કે નિયમ ન્યાયીને માટે નથી, પણ અનીતિમાન તથા સ્વચ્છંદીઓને માટે છે, જેઓ અધમીઁ તથા પાપી, અપવિત્ર તથા ધમઁભ્રષ્ટ, પિતૃહત્યારા તથા માતૃહત્યારા, ખૂનીઓ, 10વળી વ્યભિચારી, સજાતીય સંબંધમાં રાચનાર, મનુષ્ય-હરણ કરનાર તથા જુઠા સમ ખાનારાઓ, અને તેવાં સવઁને માટે છે; 11સ્તુત્ય ઇશ્વરના મહિમાના સુસમાચાર જે મને સોંપવામાં આવ્યા છે તે પ્રમાણેનાં શુધ્ધ ઉપદેશની વિરુધ્ધ જે કંઇ હોય તેને માટે છે.

પાઉલ માટે ઈશ્વરની કૃપા

12પ્રભુ મસીહ ઈસુનો હું ઘણો આભાર માનું છું કે તે મને સામર્થ્ય આપે છે. તેમણે મને વિશ્વાસુ ગણીને પોતાની સેવામાં દાખલ કયોઁ. 13જો કે પહેલાં તો હું દુભાઁષણ કરનાર તથા સતાવનાર અને ક્રૂર માણસ હતો. તોપણ મારા પર દયા દર્શાવી. કેમકે મે અજ્ઞાનતામાં તથા અવિશ્વાસને કારણે મેં આ બધું કર્યું હતું, 14આપણા પ્રભુની કૃપા મારાં પર અતિશય થવાથી મને મસીહ ઈસુ પર વિશ્વાસ તથા પ્રેમ થયો.

15આ વાત વિશ્વાસનીય તથા સંપૂણઁ અંગીકાર કરવા યોગ્ય છે: મસીહ ઈસુ પાપીઓનું તારણ કરવા માટે આ જગતમાં આવ્યા, એવામાં હું મુખ્ય છું. 16પરંતુ, એ જ કારણથી મારા પર દયા કરવામાં આવી જેથી મારામાં સૌથી ખરાબ પાપીઓમાં, મસીહ ઈસુ પોતાની અપાર ધીરજ બતાવી શકે, જેથી જેઓ અનંતજીવનને માટે ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓને માટે હું નમુનારૂપ થાવ. 17હવે સનાતન યુગોના રાજા, અવિનાશી અને અદ્રશ્ય તથા એકલા જ ઈશ્વર છે, તેમને સદાસર્વકાળ માન તથા મહિમા હો, આમીન.

તિમોથીને નવી જવાબદારી સોંપાય

18મારા દીકરા તિમોથી, તારા વિશે અગાઉ થયેલા ભવિષ્યકથન પ્રમાણે હું તને આજ્ઞા આપું છું કે તું તેમને સારી રીતે યાદ કરીને સારી લડાઈ લડ, 19ને વિશ્વાસ તથા સારું અંતઃકરણ રાખ, તેનો ત્યાગ કરવાથી કેટલાએકે વિશ્વાસરૂપી વહાણ ભાંગ્યું. 20તેઓમાનાં હુમનાયસ તથા એલેકઝાંડર છે, તેઓ દુભાઁષણ કરતાં ન શીખે માટે મેં તેઓને શેતાનને સોંપ્યા છે.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]