Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

2 Thessalonians 3 OGCB

Side by side with the Father's Heart Bible™

પ્રાથઁના માટે વિનંતી

1છેવટે, ભાઈઓ અને બહેનો, બિજી બાબતો વિશે, અમારા માટે પ્રાર્થના કરો કે જેમ તમારે ત્યાં થાય છે, તેમ પ્રભુનો સંદેશો ઝડપથી ફેલાય અને તેમનો મહિમા થાય. 2વળી દુષ્ટ માણસોથી અમારો બચાવ થાય એ માટે પણ પ્રાર્થના કરો, કારણ કે બધા માણસો વિશ્વાસ કરનાર નથી. 3પરંતુ પ્રભુ વિશ્વાસુ છે, અને તે તમને બળવાન કરશે અને દુષ્ટ શેતાનથી તમારું રક્ષણ કરશે. 4અમને પ્રભુમાં ભરોસો છે કે અમે તમને જે જે આજ્ઞા આપીએ છીએ તે તે તમે પાળો છો અને પાળશો, એવો પ્રભુમાં અમે ભરોસો રાખીએ છીએ. 5પ્રભુ તમારા હ્રદયોને પ્રેમ અને મસીહની ધીરજ તરફ દોરો.

આળસ વિરુધ્ધ ચેતવણી

6પ્રિય ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ મસીહના નામમાં અમે તમને આજ્ઞા કરીએ છીએ કે, જે કોઇ આળસુ અને અવ્યવસ્થિત રહે છે, અને આપેલા શિક્ષણ પ્રમાણે ચાલતો નથી, એવા દરેક વિશ્વાસીથી દૂર રહો. 7કારણ કે તમે પોતે જાણો છો કે તમારે અમારા ઉદાહરણને કેવી રીતે અનુસરવું જોઈએ. જયારે અમે તમારી સાથે હતાં ત્યારે અમે આળસુ ન હતાં. 8અમે કોઈની પાસેથી મફત ખાધું નથી; તેના બદલે, અમે તમને કોઈને બોજારૂપ ન થઈએ તેથી અમે રાતદિવસ મહેનત તથા કષ્ટથી કામ કયુઁ છે. 9અમને તમારી પાસેથી મદદ લેવાનો હક ન હતો એમ નહિ, પણ તમે અમારું અનુકરણ કરો માટે એક નમૂનો તમને મળે તે માટે અમે એમ કર્યું હતું. 10કેમકે જયારે અમે તમારી સાથે હતા, ત્યારે અમે તમને આ નિયમ આપ્યો હતો કે: “જે કોઈ કામ કરવા તૈયાર નથી, તેણે ખાવું નહિ.”

11પણ અમારા સાંભળવામાં આવ્યું છે કે તમારાંમાંના કેટલાક આળસુ અને સ્વછંદી છે. તેઓ વ્યસ્ત નથી, પણ બીજાઓનાં કામમાં દખલગીરી કરે છે. 12પ્રભુ ઈસુ મસીહના નામમાં અમે એવા લોકોને આજ્ઞા અને વિનંતી કરીએ છીએ કે તેઓ સ્થાઈ થઇને શાંતીથી, કામ કરીને પોતે કમાઈને ખાય. 13અને તમે, ભાઈઓ અને બહેનો, સારું કરતાં તમે કદી થાકો નહિ.

14અમારા આ પત્રમાં જણાવેલી બાબતોને જો કોઈ ન માને તેને ધ્યાનમાં રાખીને તેની સાથે વ્યવહાર ન રાખો, જેથી તે શરમિંદો બને. 15છતાં, તેને દુશ્મન ન ગણો, પરંતુ એક ભાઈની જેમ તેને ચેતવણી આપો અને તેને ચેતવો.

અંતિમ શુભેચ્છાઓ

16હવે શાંતિનો પ્રભુ પોતે તમને સર્વ સમયે તથા સવઁ પ્રકારે શાંતિ આપો. પ્રભુ તમ સર્વની સાથે રહો.

17હું પાઉલ મારા પોતાના હાથે તમને સલામ લખું છું. મારા સવઁ પત્રમાં એ નિશાની છે. એવી રીતે હું લખું છું.

18આપણા પ્રભુ ઈસુ મસીહની કૃપા તમ સર્વ પર હો.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]