Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

2 Thessalonians 2 OGCB

Side by side with the Father's Heart Bible™

અધમઁનો માણસ

1હવે, ભાઈઓ અને બહેનો, આપણા પ્રભુ ઈસુ મસીહના પુનરાગમન અને તેમની સાથે આપણા એકત્ર થવા વિશે, અમે તમને વિનંતી કરીએ છીએ, 2અમારા તરફથી કથિત શિક્ષણથી, ભલે તે ભવિષ્યવાણી દ્રારા હોય કે મૌખિક રીતે કે પત્ર દ્રારા પ્રભુનો દિવસ આવી ગયો છે એવી અફવા સાંભળીને અસ્વસ્થ કે ગભરાઈ ન જશો. 3કોઈ તમને છેતરે નહિ, કારણ કે જયાં સુધી બળવો ન થાય અને દુષ્ટ માણસ, જેનો વિનાશ થવાની તૈયારી છે, તે પ્રગટ ન થાય, ત્યાં સુધી તે દિવસ આવશે નહિ. 4તે જે ઈશ્વર કહેવાય છે અથવા જે પૂજ્ય મનાય છે, તેની વિરુદ્બ તે પોતાને મોટો મનાવશે, જેથી પોતે ઈશ્વર હોવાનો દાવો કરીને તે ઇશ્વરનાં મંદિરમાં બેસે.

5હું તમારી સાથે હતો ત્યારે આ બધું મેં તમને કહ્યું હતું તે શું તમને યાદ નથી? 6હવે, તેને નિર્ધારિત સમયે પ્રગટ થવામાં શું અટકાવરૂપ છે તે તમે જાણો છો. 7કેમકે અધમઁની ગુપ્ત શક્તિ કામ કરી રહી છે; પણ હાલ જે અટકાવનાર છે તેને દૂર કરવામાં નહિ આવે ત્યાં સુધી તે કામ કરતો રહેશે. 8પછી તે અધમીઁ પ્રગટ થશે અને પ્રભુ ઈસુ પોતાના મુખનાં શ્વાસથી તેનો સંહાર કરશે, તથા પોતાના આગમનના સામર્થ્યથી તેનો નાશ કરશે. 9શેતાનનાં કાયોઁ પ્રમાણે તે અધમીઁ માણસ આવશે. તે જૂઠાણાંને સેવા આપતાં ચિહ્નો અને ચમત્કારો દ્રારા તમામ પ્રકારની શકિતનો ઉપયોગ કરશે. 10અને જેઓ નાશને માર્ગે છે તેઓને તે પૂરેપૂરા છેતરશે. કારણ કે તેઓએ બચવાને માટે પ્રેમથી સત્યનો સ્વીકાર કયોઁ નહિ, પણ તેનો તેઓએ ઈન્કાર કર્યો. 11આ કારણથી ઈશ્વરે તેઓને એક શકિતશાળી ભ્રમ મોકલ્યો જેથી તો જૂઠાણાં પર વિશ્વાસ કરે. 12અને તેથી જેઓએ સત્યમાં વિશ્વાસ કયોઁ નહિ, પણ દુષ્ટતામાં આનંદ કયોઁ તેઓ બધાને દોષિત ઠરવવાને માટે.

સ્થિર ઊભા રહો

13પણ ભાઈઓ અને બહેનો, તમે પ્રભુના પ્રિય છો, અમારા ભાઈઓ, તમારે માટે અમારે ઈશ્વરનો હંમેશા આભાર માનવા અમે બંધાયેલા છીએ, કેમકે ઈશ્વરે તમને આત્માના પવિત્રીકરણ વડે અને સત્ય પરના તમારાં વિશ્વાસ વડે ઉધ્ધારને અથેઁ પ્રથમફળ તરીકે ઈશ્વરે તમને આરંભથી જ પસંદ કર્યા છે. 14તેમણે અમારી મારફતે તમને સુસમાચાર સંભળાવ્યા છે, જેથી તમે આપણા પ્રભુ ઈસુ મસીહના મહિમાનાં ભાગીદાર બનો.

15માટે ભાઈઓ, દ્રઢ રહો, અને જે શિક્ષણ તમને વચન દ્રારા કે અમારા પત્ર દ્વારા આપ્યું છે તેને વળગી રહો.

16હવે આપણા પ્રભુ ઈસુ મસીહ પોતે અને ઈશ્વર આપણા પિતા જેમણે આપણા પર પ્રેમ રાખ્યો છે, અને કૃપા કરીને આપણને સવઁકાળનો દિલાસો ને સારી આશા આપ્યા છે, 17તે તમારાં હ્રદયને દિલાસાથી ભરપૂર કરો અને દરેક સારી બાબતમાં અને વચનમાં તમને દ્રઢ કરો.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]