Skip to content
The Believer's Library

Indian Revised Version (IRV) Gujarati-2019

Psalms 135 IRVGuj

Side by side with the Father's Heart Bible™

ઈશ્વરસ્તુતિ

1યહોવાહની સ્તુતિ કરો.યહોવાહના નામની સ્તુતિ કરો.હે યહોવાહના સેવકો, તમે તેમની સ્તુતિ કરો.

2યહોવાહના ઘરમાં, આપણા ઈશ્વરના ઘરના,આંગણાંમાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો.

3યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે;તેમના નામની સ્તુતિ કરો, કારણ કે તેમ કરવું આનંદદાયક છે.

4કેમ કે યહોવાહે પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે,ઇઝરાયલ ખાસ તેમની સંપત્તિ છે.

5હું જાણું છું કે યહોવાહ મહાન છે,આપણા પ્રભુ સર્વ દેવો કરતાં તે મહાન છે.

6આકાશમાં તથા પૃથ્વી પર, સમુદ્રોમાં અને સર્વ મહાસાગરના ઊંડાણોમાંયહોવાહને જે જે સારું લાગ્યું, તે સર્વ તેમણે કર્યું છે.

7તે પાણીની વરાળને ઊંચે લઈ જઈ તેનાં વાદળાં ચઢાવે છે,તે વીજળી મોકલી વરસાદને વરસાવે છેઅને પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે.

8મિસરમાં તેમણે માણસોનાતથા પશુઓના પ્રથમજનિતોનો નાશ કર્યો.

9તેમણે ફારુન અને તેના સેવકોની વિરુદ્ધપોતાના ચિહ્નો તથા ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યાં.

10તેમણે ઘણી પ્રજાઓ પર હુમલો કર્યોઅને પરાક્રમી રાજાઓને મારી નાખ્યા,

11અમોરીઓના રાજા સીહોનનેઅને બાશાનના રાજા ઓગનેઅને કનાનના સર્વ રાજ્યોને તેમણે માર્યાં.

12તેમના દેશને તેમણે પોતાનાલોક ઇઝરાયલને વારસામાં આપ્યો.

13હે યહોવાહ, તમારું નામ અનંતકાળ ટકનાર છે,હે યહોવાહ, તમારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે.

14કેમ કે યહોવાહ પોતાના લોકોનો ન્યાય કરશેઅને તે પોતાના સેવકો પ્રત્યે દયાળુ થશે.

15વિદેશીઓની મૂર્તિઓ તો સોનાચાંદીની છે,તેઓ માણસોના હાથથી જ બનેલી છે.

16તે મૂર્તિઓને મુખ છે, પણ તેઓ બોલતી નથી;તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી.

17તેઓને કાન છે, પણ તેઓ સાંભળતી નથી,તેઓનાં મુખમાં શ્વાસ નથી.

18જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે,જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે.

19હે ઇઝરાયલના વંશજો, યહોવાહની સ્તુતિ કરો;હે હારુનના વંશજો, યહોવાહની સ્તુતિ કરો.

20હે લેવીના વંશજો, યહોવાહની સ્તુતિ કરો;હે યહોવાહના ભક્તો, યહોવાહની સ્તુતિ કરો.

21સિયોનમાં યહોવાહની સ્તુતિ કરો,જે યરુશાલેમમાં રહે છે.તે યહોવાહની સ્તુતિ કરો.

GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Indian Revised Version (IRV) Gujarati-2019 · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]