Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Lamentations 2 guj

Show guj only
Verse × ×
1 How the Sovereign Father in his anger has shrouded daughter Zion in a cloud! He has hurled down from heaven to earth the splendor of Israel; he has not remembered his footstool in the day of his anger. પ્રભુએ ક્રોધે ભરાઈને સિયોનની દીકરીને દુઃખના વાદળોથી ઢાંકી દીધી છે! તેમણે ઇઝરાયલની શોભાને આકાશમાંથી પૃથ્વી પર નાખી દીધી છે. પોતાના કોપને દિવસે પોતાના પાયાસનનું સ્મરણ કર્યું નથી.
2 The Sovereign Father has swallowed up without mercy all the dwellings of Jacob; in his wrath he has torn down the strongholds of daughter Judah. He has brought down to the ground in dishonor her kingdom and its rulers. પ્રભુએ યાકૂબનાં સર્વ નગરોને નષ્ટ કર્યા છે અને તેઓ પર દયા રાખી નથી. તેમણે ક્રોધે ભરાઈને યહૂદિયાની દીકરીના કિલ્લાઓને ભાંગી નાખ્યા છે; તેમણે તેઓને જમીનદોસ્ત કર્યા છે અને રાજ્યને તથા તેના સરદારોને ભ્રષ્ટ કર્યાં છે.
3 In fierce anger he has stripped Israel of all her strength; he has withdrawn his right hand and left them exposed to the enemy. He has burned in Jacob like a flaming fire that consumes on every side. તેમણે ભારે કોપથી ઇઝરાયલનું સઘળું બળ કાપી નાખ્યું છે. તેમણે શત્રુની આગળ પોતાનો જમણો હાથ પાછો ખેંચી લીધો છે. જે ભડભડ બળતો અગ્નિ ચારે તરફનું બાળી નાખે છે તેમ તેમણે યાકૂબને બાળી નાખ્યો છે.
4 He has bent his bow like an enemy, his right hand poised like a foe; and he has killed all who were lovely to see. In the tent of daughter Zion he has poured out his fury like fire. શત્રુની જેમ તેમણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે. જાણે સામાવાળો હોય તેમ તેઓ પોતાનો જમણો હાથ ઉગામીને ઊભા રહ્યા છે. જે બધા દેખાવમાં સુંદર હતા, તેઓનો તેમણે નાશ કર્યો છે. સિયોનની દીકરીના મંડપમાં તેમણે પોતાનો કોપ અગ્નિની જેમ પ્રસાર્યો છે.
5 The Sovereign Father has become like an enemy; he has swallowed up Israel. He has swallowed up all her palaces and laid in ruins her strongholds, and he has heaped mourning and lamentation on daughter Judah. પ્રભુ શત્રુના જેવા થયા છે. તેમણે ઇઝરાયલને પાયમાલ કર્યા છે. તેમના સર્વ રાજમહેલોને તેમણે નષ્ટ કર્યો છે અને તેમણે તેમના કિલ્લાઓનો નાશ કર્યો છે. તેમણે યહૂદિયાની દીકરીનો ખેદ તથા વિલાપ વધાર્યો છે.
6 He has stripped his shelter like a garden, he has ruined his appointed place. Our Father has made Zion forget appointed feast and sabbath, and in his fierce anger he has spurned king and priest. જાણે કે વાડીનો મંડપ હોય તેમ તેમણે પોતાનો હુમલો કરીને તેને તોડી પાડ્યો છે. તેમણે પોતાનું પવિત્રસ્થાન નષ્ટ કર્યું છે. યહોવાહે સિયોનમાં નીમેલા પર્વ તથા સાબ્બાથને વિસ્મૃત કરાવ્યાં છે, કેમ કે પોતાના ક્રોધમાં તેમણે રાજાને તથા યાજકને તુચ્છકાર્યા છે.
7 The Sovereign Father has rejected his altar, disowned his sanctuary; he has handed over to the enemy the walls of her palaces. They raised a shout in the house of our Father as on a day of festival. પ્રભુએ પોતાની વેદીને નકારી છે; તે પોતાના પવિત્રસ્થાનથી કંટાળી ગયા છે. તેમણે દુશ્મનના હાથે તેમના રાજમહેલની દીવાલોનો નાશ કરાવ્યો છે. જેમ પવિત્રસ્થાનને દિવસે ઘોંઘાટ થાય છે તેમ તેઓએ યહોવાહના ભક્તિસ્થાનમાં ઘોંઘાટ કર્યો છે.
8 Our Father determined to lay in ruins the wall of daughter Zion. He stretched out the measuring line; he did not hold back his hand from destroying. He made rampart and wall lament; together they fell to ruin. યહોવાહે સિયોનની દીકરીની દીવાલો તોડી પાડવાનો નિશ્ચય કર્યો છે. તેમણે તેનું માપ લઈને તેનો નાશ કરવાથી પોતાનો હાથ પાછો પડવા દીધો નથી. તેમણે બુરજ તથા દીવાલોને ખેદિત કર્યા છે અને તેઓ એકસાથે ખિન્ન થાય છે.
9 Her gates have sunk into the ground; he has ruined and broken her bars. Her king and her princes are among the nations; the law is no more, and her prophets find no vision from our Father. તેના દરવાજા ખંડેરોની જેમ દટાયેલા પડ્યા છે; તેમણે તેમની ભૂંગળોને ભાંગીને ભૂકો કરી નાખી છે. જે વિદેશીઓમાં મૂસાનું નિયમશાસ્ત્ર નથી હોતું તેવા લોકોમાં તેમનો રાજા તથા તેમના સરદારો છે. વળી તેમના પ્રબોધકોને પણ યહોવા તરફથી દર્શન થતું નથી.
10 The elders of daughter Zion sit on the ground in silence; they have thrown dust on their heads and put on mourning clothes. The young women of Jerusalem have bowed their heads to the ground. સિયોનની દીકરીના વડીલો મૂંગા થઈને ભૂમિ પર બેસે છે. તેઓએ પોતાના માથા પર ધૂળ નાખી છે; તેઓએ ટાટનો પટ્ટો કમરે બાંધ્યો છે. યરુશાલેમની કુંવારિકાઓએ પોતાના માથાં જમીન સુધી નમાવ્યાં છે.
11 My eyes are worn out from weeping; my stomach churns; my heart is poured out on the ground because of the destruction of the daughter of my people, as children and infants faint in the streets of the city. રડી રડીને મારી આંખો લાલ થઈ છે; મારી આંતરડી કકળે છે. મારા લોકોની દીકરીના ત્રાસને લીધે મારું કાળજું બળે છે, કેમ કે છોકરાં તથા સ્તનપાન કરતાં બાળકો રાજમાર્ગ પર મૂર્ચ્છિત થાય છે.
12 They cry to their mothers, "Where is bread and wine?" as they faint like the wounded in the streets of the city, as their life is poured out in their mothers' arms. તેઓ પોતાની માતાઓને કહે છે, "રોટલી અને દ્રાક્ષારસ ક્યાં છે?" નગરની શેરીઓમાં ઘાયલ થયેલાની જેમ તેઓને મૂર્છા આવે છે, તેઓ તેઓની માતાના ખોળામાં મરણ પામે છે.
13 What can I say for you, to what can I compare you, daughter Jerusalem? What can I liken to you, that I may comfort you, virgin daughter Zion? For your ruin is vast as the sea; who can heal you? હે યરુશાલેમની દીકરી, હું તારા વિષે તને શું કહું? હે સિયોનની કુંવારી દીકરી, હું તને કોની સાથે સરખાવું? તારો ઘા સમુદ્ર જેટલો ઊંડો છે. તને કોણ સાજી કરશે?
14 Your prophets have seen for you false and deceptive visions; they did not expose your guilt to restore your fortunes, but have seen for you oracles that are false and misleading. તારા પ્રબોધકોએ તારે સારુ નિરર્થક તથા મુર્ખામીભર્યા દર્શનો જોયાં છે. તેઓએ તારો અન્યાય ઉઘાડો કર્યો નહિ, કે જેથી તારો બંદીવાસ પાછો ફેરવાઈ જાત, પણ તમારે માટે અસત્ય વચનો તથા પ્રલોભનો જોયા છે.
15 All who pass by clap their hands at you; they hiss and shake their heads at daughter Jerusalem: "Is this the city that was called the perfection of beauty, the joy of all the earth?" જેઓ પાસે થઈને જાય છે તેઓ સર્વ તારી વિરુદ્ધ તાળી પાડે છે. તેઓ ફિટકાર કરીને યરુશાલેમની દીકરીની સામે માથાં હલાવીને કહે છે, "જે નગરને લોકો 'સુંદરતાની સંપૂર્ણતા' તથા 'આખી પૃથ્વીનું આનંદસ્પદ કહેતા હતા, તે શું આ છે?"
16 All your enemies open their mouths against you; they hiss and gnash their teeth and cry, "We have swallowed her! This is the day we longed for; we have found it, we have seen it!" તારા સર્વ શત્રુઓ તારા પર પોતાનું મુખ ઉઘાડીને હાંસી ઉડાવે છે. તેઓ તિરસ્કાર કરીને તથા દાંત પીસીને કહે છે, "અમે તેને ગળી ગયા છીએ! જે દિવસની અમે રાહ જોતા હતા તે ચોક્કસ આ જ છે! તે અમને પ્રાપ્ત થયો છે! અમે તેને જોયો છે!"
17 Our Father has done what he purposed; he has carried out his word which he commanded long ago. He has torn down without pity; he has let the enemy gloat over you and raised up the power of your foes. યહોવાહે જે વિચાર્યું તે તેમણે કર્યું છે. પોતાનું જે વચન તેમણે પ્રાચીન કાળમાં ફરમાવ્યું હતું તે તેમણે પૂરું કર્યું છે. દયા રાખ્યા વગર તેમણે તેને તોડી પાડ્યું છે, તારો શત્રુ તારા હાલ જોઈને હરખાય, એવું તેમણે કર્યું છે; તેમણે તારા દુશ્મનોનું શિંગ ઊંચું ચઢાવ્યું છે.
18 The people's heart cried out to the Sovereign Father. Wall of daughter Zion, let tears stream down like a torrent day and night! Give yourself no rest, your eyes no relief. તેઓના હૃદય પ્રભુને પોકારતા હતા, "હે સિયોનની દીકરીના કોટ, તારી આંખમાંથી રાતદિવસ આંસુઓ નદીની જેમ વહેતાં જાય; પોતાને વિસામો ન આપ. તારી આંખની કીકીને સુકાવા ન દે.
19 Arise, cry out in the night at the start of each night watch! Pour out your heart like water before the Sovereign Father! Lift your hands to him for the lives of your children, who faint from hunger at every street corner. તું રાત્રીના પ્રથમ પહોરે ઊઠીને મોટેથી પ્રાર્થના કર; પ્રભુની સમક્ષ હૃદયને પાણીની જેમ વહાવ. તારાં જે બાળકો સર્વ શેરીઓના નાકાંમાં ભૂખે મૂર્ચ્છિત થાય છે, તેઓના જીવ બચાવવાને માટે તારા હાથ તેમની તરફ ઊંચા કર."
20 Look, our Father, and consider: whom have you ever treated like this? Should women eat their offspring, the children they have cradled? Should priest and prophet be killed in the sanctuary of the Sovereign Father? હે યહોવા, જુઓ અને વિચાર કરો કે તમે કોને આવું દુઃખ આપ્યું છે. શું સ્ત્રીઓ પોતાના સંતાનોને, એટલે સ્તનપાન કરાવેલા બાળકનો ભક્ષ કરે? શું યાજક તથા પ્રબોધક પ્રભુના પવિત્રસ્થાનમાં માર્યા જાય?
21 Young and old lie on the ground in the streets; my young women and my young men have fallen by the sword. You have killed them in the day of your anger, slaughtering without pity. જુવાન તથા વૃદ્ધો શેરીઓમાં ભૂમિ પર પડેલા છે. મારી કન્યાઓ તથા મારા યુવાનોને તરવારથી કાપી નાખવામાં આવ્યાં છે. તમે તમારા કોપના સમયમાં તેઓને મારી નાખ્યાં છે; તમે દયા કર્યા વગર તેમની કતલ કરી છે.
22 You summoned, as to a festival day, terrors on every side; and on the day of our Father's anger no one escaped or survived. My enemy has destroyed those I cradled and raised. જાણે કે પર્વના દિવસને માટે તમે મારી આસપાસ લડાઈની ધાસ્તી ઊભી કરી છે; યહોવાહના કોપને દિવસે કોઈ છૂટ્યો અથવા બચી ગયો નથી. જેઓને મેં ખોળામાં રમાડ્યાં તથા ઉછેર્યાં, તેઓને મારા શત્રુઓએ નષ્ટ કર્યાં છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]