Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Lamentations 3 guj

Show guj only
Verse × ×
1 I am the man who has seen affliction under the rod of his wrath. હું એક એવો પુરુષ છું કે જેણે યહોવાહના કોપની સોટીથી દુઃખ ભોગવ્યું.
2 He has driven me away and made me walk in darkness without any light. તેમણે મને પ્રકાશમાં નહિ પણ અંધકારમાં દોરીને ચલાવ્યો.
3 Surely against me he turns his hand again and again, all day long. તેઓ ચોક્કસ આખો દિવસ મારી વિરુદ્ધ અવારનવાર પોતાનો હાથ ફેરવે છે.
4 He has worn away my flesh and my skin; he has broken my bones. તેમણે મારું માંસ તથા મારી ચામડીને નુકશાન પહોંચાડ્યું છે; તેમણે મારાં હાડકાં ભાંગી નાખ્યાં છે.
5 He has besieged me and surrounded me with bitterness and hardship. દુ:ખ અને સંતાપની કોટડીમાં પૂરીને તેમણે મને બાંધીને ઘેરી લીધો છે.
6 He has made me dwell in darkness like those long dead. તેમણે મને પુરાતન કાળના મરણ પામેલા એક પુરુષની જેમ અંધકારમાં પૂરી રાખ્યો છે.
7 He has walled me in so I cannot escape; he has weighed down my chains. તેમણે મને દીવાલથી ઘેરી લીધો છે, જેથી મારાથી બહાર નીકળાય નહિ. તેમણે ભારે સાંકળોથી મને બાંધી દીધો છે.
8 Even when I call out and cry for help, he shuts out my prayer. જ્યારે હું પોકાર કરીને સહાય માગુ છું, ત્યારે તેઓ મારી પ્રાર્થના પાછી વાળે છે.
9 He has blocked my ways with cut stones; he has made my paths crooked. તેમણે ઘડેલા પથ્થરોથી મારા માર્ગોને બંધ કર્યા છે; તેમણે મારા રસ્તાને વાંકાચૂંકા કર્યા છે.
10 He is a bear lying in wait for me, a lion in hiding. તેઓ રીંછની જેમ સંતાઈને મારી રાહ જુએ છે અને ગુપ્તમાં રહેનાર સિંહની જેમ મને પકડવા સંતાઈ રહે છે.
11 He drove me off my path and tore me to pieces; he has made me desolate. તેમણે મારા માર્ગો મરડી નાખ્યા છે. તેમણે મને ફાડીને નિરાધાર કર્યો છે.
12 He bent his bow and set me as the target for his arrow. તેમણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે અને મને તીરના નિશાન તરીકે ઊભો રાખ્યો છે.
13 He drove the arrows of his quiver into my vitals. તેમણે પોતાના ભાથાનાં બાણ મારા અંતઃકરણમાં માર્યા છે.
14 I have become the laughingstock of all my people, their mocking song all day long. હું મારા લોકો સમક્ષ હાંસીપાત્ર થયો છું અને તેઓ આખો દિવસ મને ચીડવતાં ગીતો ગાય છે.
15 He has filled me with bitterness; he has sated me with bitterness. તેમણે મારા જીવનને કડવાશથી ભરી દીધું છે અને મને કટુઝેરથી ભરી દીધો છે.
16 He has made my teeth grind on gravel, and made me cower in the dust. વળી તેમણે મારા દાંત કાંકરાથી ભાંગી નાખ્યા છે; તેમણે મને રાખથી ઢાંકી દીધો છે.
17 My soul has lost all peace; I have forgotten what happiness is. તમે મારો જીવ સુખશાંતિથી દૂર કર્યો છે; સમૃદ્ધિ શું છે તે હું ભૂલી ગયો છું.
18 So I say, "My endurance has perished, and so has my hope from our Father." તેથી મેં કહ્યું, "મારું બળ ખૂટી ગયું છે, એટલે યહોવા તરફથી મારી આશા નષ્ટ થઈ ગઈ છે!"
19 Remember my affliction and my wandering, the bitterness and the gall! મારું કષ્ટ તથા મારું દુઃખ, મારી કટુતા તથા કડવાસનું સ્મરણ કરો!
20 My soul continually remembers it and is bowed down within me. મારો જીવ તેમનું સ્મરણ કરીને મારામાં દીન થઈ ગયો છે.
21 But this I call to mind, and therefore I have hope: પણ હું તેનું મારા હૃદયમાં સ્મરણ કરું છું; મારે મને આશા છે.
22 The covenant love of our Father never ceases; his mercies never come to an end; યહોવાહની કૃપાને લીધે આપણે નાશ પામ્યા નથી, કેમ કે તેમની દયાનો કદી અંત નથી!
23 they are new every morning; great is your faithfulness. દરરોજ સવારે તમારી કૃપા નવી થાય છે, તમારું વિશ્વાસુપણું મહાન છે!
24 "Our Father is all I need," says my soul, "therefore I will hope in him." મારો જીવ કહે છે, "યહોવા મારો હિસ્સો છે;" તેથી હું તેમનામાં મારી આશા મૂકું છું.
25 Our Father is good to those who wait for him, to the soul who seeks him. જેઓ તેમની રાહ જુએ છે અને જે માણસ તેમને શોધે છે તેઓ પ્રત્યે યહોવા ભલા છે.
26 It is good to wait quietly for the salvation of our Father. યહોવાહના ઉદ્ધારની આશા રાખવી અને શાંતિથી તેમના આવવાની રાહ જોવી તે સારું છે.
27 It is good for a man to bear the yoke in his youth. જુવાનીમાં ઝૂંસરી ઉપાડવી એ માણસને માટે સારું છે.
28 Let him sit alone in silence when it is laid on him; યહોવાહે તેના પર ઝૂંસરી મૂકી છે, તેથી તે એકાંતમાં બેસીને શાંત રહે.
29 let him put his mouth in the dust—there may yet be hope; તે પોતાનું મુખ ધૂળમાં નાખે, કદાચિત તેને આશા ઉત્પન્ન થાય.
30 let him give his cheek to the one who strikes, and be filled with insults. જે તેને મારે છે તેના તરફ તે પોતાનો ગાલ ધરે. તે અપમાનથી ભરપૂર થાય.
31 For the Sovereign Father will not abandon forever. કેમ કે પ્રભુ આપણને કદી પણ નકારશે નહિ!
32 Though he causes grief, he will have compassion according to the abundance of his covenant love; કેમ કે જો કે તેઓ દુઃખ આપે, તોપણ પોતાની પુષ્કળ કૃપા પ્રમાણે તેઓ દયા કરશે.
33 for he does not willingly afflict or grieve people. કેમ કે તેઓ રાજીખુશીથી કોઈને પણ દુ:ખ દેતા નથી અને માણસોને ખિન્ન કરતા નથી.
34 To crush underfoot all the prisoners of the earth, પૃથ્વીના સર્વ કેદીઓને પગ નીચે કચડી નાખવા,
35 to deny a man justice in the sight of the Most High, પરાત્પરની સંમુખ કોઈનો હક પડાવી લેવો,
36 to deprive a man of justice in his case—the Sovereign Father does not approve. કોઈનો દાવો બગાડવો, એ શું પ્રભુ જોતાં નથી?
37 Who has spoken and it came to pass, unless the Sovereign Father has commanded it? પ્રભુની આજ્ઞા ન છતાં કોના કહ્યા પ્રમાણે થાય?
38 Is it not from the mouth of the Most High that both calamity and good come? પરાત્પર ઈશ્વરના મુખમાંથી દુઃખ તથા સુખ બન્ને નીકળે કે નહિ?
39 Why should a living man complain about the punishment for his sins? જીવતો માણસ શા માટે ફરિયાદ કરે છે, પોતાના પાપની સજા થવાથી તે શા માટે કચકચ કરે?
40 Let us examine and test our ways, and return to our Father! આપણે આપણા માર્ગો ચકાસીને તેમની કસોટી કરીએ અને આપણે યહોવા તરફ પાછા ફરીએ.
41 Let us lift up our hearts and our hands to our Father in heaven: આપણે આકાશમાંના ઈશ્વરની તરફ આપણા હાથ અને આપણું હૃદય ઊંચાં કરીને પ્રાર્થના કરીએ.
42 "We have sinned and rebelled, and you have not forgiven. "અમે અપરાધ તથા દંગો કર્યો છે અને તમે અમને માફ કર્યા નથી.
43 You have wrapped yourself in anger and pursued us, killing without pity; તમે અમને કોપથી ઢાંકી દીધા તથા સતાવ્યા છે. તમે અમારી કતલ કરી અને દયા રાખી નથી.
44 you have wrapped yourself with a cloud so that no prayer can pass through. અમારી પ્રાર્થના પેલે પાર જાય નહિ, માટે તમે વાદળથી પોતાને ઢાંકી દીધા.
45 You have made us scum and refuse among the peoples. તમે અમને પ્રજાઓની વચમાં કચરા અને ઉકરડા જેવા બનાવી મૂક્યા છે.
46 All our enemies open their mouths against us; અમારી વિરુદ્ધ મુખ ઉઘાડીને અમારા સર્વ શત્રુઓએ અમારી હાંસી કરી છે.
47 panic and pitfall have come upon us, devastation and destruction." ભય તથા ખાડો, પાયમાલી તથા નાશ, અમારા પર આવી પડ્યાં છે."
48 My eyes flow with streams of water over the destruction of my people. મારા લોકોની દીકરીના નાશને લીધે મારી આંખમાંથી આંસુની નદીઓ વહે છે.
49 My eyes will flow without ceasing, without respite, મારી આંખોમાંથી આંસુ વહ્યા કરશે અને બંધ નહિ થાય, કેમ કે તેનો અંત નથી
50 until our Father looks down and sees from heaven. જ્યાં સુધી યહોવા આકાશમાંથી દ્રષ્ટિ કરીને જુએ નહિ ત્યાં સુધી,
51 My eyes bring grief to my soul at the fate of all the daughters of my city. મારા નગરની સર્વ કુમારિકાઓની દશા જોઈને મારી આંખો સૂજી ગઈ છે.
52 I have been hunted like a bird by those who were my enemies without cause; તેઓ કારણ વગર મારા શત્રુ થયા છે અને પંખીની જેમ મારો શિકાર કર્યો છે.
53 they flung me alive into a pit and cast stones on me; તેઓએ મને જીવતો ખાડામાં નાખ્યો છે અને તેમણે મારા પર પથ્થરો ફેંક્યા છે.
54 water closed over my head; I said, "I am lost." મારા માથા પર પાણી ફરી વળ્યાં; મેં કહ્યું, "હું મરી ગયો છું!"
55 I called on your name, my Father, from the depths of the pit; હે યહોવા, કારાગૃહના નીચલા ભોંયરામાંથી મેં તમારા નામનો પોકાર કર્યો.
56 you heard my plea: "Do not turn a deaf ear to my cry for help!" જ્યારે મેં કહ્યું, ત્યારે તમે મારું સાંભળ્યું, "હું મદદ માટે હાંક મારું, ત્યારે તમે તમારા કાન બંધ ન કરશો."
57 You came near on the day I called on you; you said, "Do not fear!" જે દિવસે મેં તમને હાંક મારી ત્યારે તમે મારી પાસે આવ્યા અને મને કહ્યું, "ગભરાઈશ નહિ!"
58 You have taken up my cause, Sovereign Father; you have redeemed my life. હે પ્રભુ, તમે મારો બચાવ કર્યો છે અને મારો ઉદ્ધાર કર્યો છે.
59 You have seen the wrong done to me, my Father; judge my cause. હે યહોવા, તમે મને થયેલા અન્યાય જોયા છે. તમે મારો ન્યાય કરો.
60 You have seen all their vengeance, all their plots against me. મારા પ્રત્યેની તેમની વેરવૃત્તિ અને મારી વિરુદ્ધના સર્વ કાવતરાં તમે જોયા છે.
61 You have heard their taunts, my Father, all their plots against me, હે યહોવા, તેઓએ કરેલી મારી નિંદા તથા તેઓએ મારી વિરુદ્ધ કરેલા સર્વ કાવતરાં તમે સાંભળ્યાં છે.
62 the lips and thoughts of my assailants against me all day long. મારા વિરોધીઓ આખો દિવસ મારી વિરુદ્ધ બોલે છે. તમે તેમના ષડ્યંત્રો જાણો છો.
63 Watch their every move; I am the object of their mocking song. પછી ભલે તેઓ બેઠા હોય કે ઊભા હોય, તેઓ મારી મશ્કરી ઉડાવ્યે રાખે છે.
64 You will repay them, my Father, according to the work of their hands. હે યહોવા, તમે તેમના હાથની કરણી પ્રમાણે તેઓને બદલો આપજો.
65 You will give them hardness of heart; your curse will be on them. તમે તેઓની બુદ્ધિ જડ બનાવી દેજો અને તેઓના પર શાપ વરસાવજો.
66 You will pursue them in anger and destroy them from under the heavens of our Father. ક્રોધે ભરાઈને પીછો કરીને તમે તેઓનો નાશ કરજો અને હે યહોવા, તમે તેઓનો પૃથ્વી પરથી સંહાર કરજો!
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]