Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Amos 4 guj

Side by side with the Father's Heart Bible™

1હે સમરુનના પર્વત પરનીગરીબોને હેરાન કરનારી,દુર્બળોને સતાવનારી,"લાવો આપણે પીએ.''એમ પોતાના માલિકોને કહેનારીબાશાનની ગાયોતમે આ વચન સાંભળો.

2પ્રભુ યહોવાહે પોતાની પવિત્રતાને નામે પ્રતિજ્ઞા લીધી છે કે;''જુઓ, તમારા પર એવા આપત્તિના દિવસો આવી પડશે કે,જ્યારે તેઓ તમને કડીઓ ઘાલીને,તથા તમારામાંના બાકી રહેલાઓને માછલી પકડવાના ગલ વડે ઘસડી જવામાં આવશે.

3નગરની દીવાલના બાકોરામાંથી,તમે દરેક સ્ત્રીઓ સરળ રીતે નીકળી જશો,અને તમને હાર્મોનમાં ફેંકવામાં આવશે"એમ યહોવાહ કહે છે.

4"બેથેલ આવીને પાપ કરો,અને ગિલ્ગાલમાં પાપ વધારતા જાઓ.રોજ સવારે તમારાં બલિદાન લાવો,અને ત્રણ ત્રણ દિવસે તમારાં દશાંશો લાવો.

5ખમીરવાળી રોટલીનું ઉપકારાર્થાપણ કરો,અને ઐચ્છિકાર્પણોના ઢંઢેરો પિટાવી; જાહેરાત કરો,કેમ કે પ્રભુ યહોવાહ કહે છે કે,હે ઇઝરાયલ લોકોએવું તમને ગમે છે.

6મેં પણ તમને તમારાં સર્વ નગરોમાં અન્ન અને દાંતને વેર કરાવ્યું છે.અને તમારાં સ્થાનોમાં રોટલીનો દુકાળ પાડ્યો.તેમ છતાં તમે મારી પાસે પાછા આવ્યા નહિ"એવું યહોવાહ કહે છે.

7"હજી કાપણીને ત્રણ મહિનાનો સમય હતો,ત્યારથી મેં તમારે ત્યાં વરસાદ વરસતો અટકાવી દીધો.મેં એક નગરમાં વરસાદ વરસાવ્યોઅને બીજા નગરમાં ન વરસાવ્યો.દેશના એક ભાગ પર વરસતો,અને બીજા ભાગમાં વરસાદ ન વરસતા તે ભાગ સુકાઈ જતો હતો.

8તેથી બે કે ત્રણ નગરોના લોકો લથડિયાં ખાતાં પાણી માટે બીજા એક નગરમાં ગયા.પણ ત્યાં તમે તરસ છિપાવી શક્યા નહિ.તેમ છતાં મારી પાસે તમે પાછા આવ્યા નહિ''એવું યહોવાહ કહે છે.

9"મેં તમારા પર ફૂગની તથા ઝાકળની આફત આણી. તમારા સંખ્યાબંધ બાગ,તમારા દ્રાક્ષના બગીચાઓતમારાં અંજીરનાં વૃક્ષોનેઅને તમારાં જૈતૂનનાં વૃક્ષોને,જીવડાંઓ ખાઈ ગયાં છે.તોપણ તમે મારી તરફ પાછા ફર્યા નહિ"એવું યહોવાહ કહે છે.

10"મેં મિસરની જેમ તમારા પર મરકી મોકલી છે.મેં તમારા જુવાનોનો તરવારથી સંહાર કર્યો છે.અને તમારા ઘોડાઓનું હરણ કરાવ્યું છે,મેં તમારી છાવણીની દુર્ગંધ તમારાં નસકોરામાં ભરી છે.તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ''એવું યહોવાહ કહે છે.

11"ઈશ્વરે સદોમ અને ગમોરાની પાયમાલી કરી,તેમ મેં તમારા કેટલાક પર ત્રાસદાયક આફતો મોકલી,તમે બળતામાંથી ખેંચી કાઢેલા ખોયણાના જેવા હતા.તેમ છતાં તમે મારી પાસે પાછા આવ્યા નહિ"એવું યહોવાહ કહે છે.

12"એ માટે, હે ઇઝરાયલ; હું તને એ જ પ્રમાણે કરીશ,અને તેથી હું તને એમ જ કરીશ,માટે હે ઇઝરાયલ, તારા ઈશ્વરને મળવા તૈયાર થા!

13માટે જો, જે પર્વતોને બનાવનાર તથા વાયુનો સર્જનહાર છે.મનુષ્યના મનમાં શું છે તે પ્રગટ કરનાર,પ્રભાતને અંધકારમાં ફેરવી નાખનાર,અને જે પૃથ્વીના ઉચ્ચસ્થાનો પર ચાલનાર છે,તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે."

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]