Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Romans 8 OGCB

Show OGCB only
Verse × ×
1 There is therefore now no condemnation for those who are in Christ Jesus. એ માટે જેઓ મસીહ ઈસુમાં છે, તેઓને માટે હવે કોઈ શિક્ષા નથી.
2 In Christ Jesus, the Spirit's law of life freed you from sin and death's law. કેમકે મસીહ ઈસુમાં જીવનના આત્માના જે નિયમ છે તેણે તમને પાપ, અને મરણના નિયમથી મુક્ત કર્યા છે.
3 What the law couldn't do, weakened by the flesh, our Father did: sending his own Son in the likeness of sinful flesh, as a sin offering, he condemned sin in the flesh, કારણ કે દેહને લીધે નિયમ નિબઁળ હતો, તેથી કરી શક્યો નહિ. તે ઇશ્વરે પોતાના પુત્રને પાપી દેહના સ્વરૂપમાં પાપનું બલિદાન થવા માટે મોકલીને તેના દેહમાં પાપને દોષિત ઠરાવ્યો.
4 so the law's righteous requirement would be fulfilled in us, who walk not according to the flesh but according to the Spirit. જેથી, આપણામાં એટલે દેહ પ્રમાણે નહિ પણ આત્માને પ્રમાણે જીવીએ છીએ, નિયમની ન્યાયની જરૂરિયાત સંપૂણઁ રીતે પુરી થાય.
5 Those who live by the flesh focus on what the flesh wants; but those who live by the Spirit, on what the Spirit wants. જે લોકો દૈહિક ઇચ્છાઓ પ્રમાણે જીવે છે તેઓ દૈહિક ઇચ્છાઓ પર મન લગાડે છે; પણ જે લોકો આત્મા પ્રમાણે જીવે છે તેઓ આત્માની ઇચ્છાઓ પર મન લગાડે છે.
6 For a mind fixed on the flesh is death; a mind fixed on the Spirit is life and peace. દેહથી દોરાતું મન તે મરણ છે; પણ આત્માથી દોરાતું મન તે જીવન અને શાંતિ છે.
7 For the flesh-ruled mind is hostile to our Father; it doesn't submit to our Father's law—indeed it cannot. જે મન દૈહિક ઇચ્છાઓ દ્ઘારા નિંયત્રિત છે તે ઈશ્વર વિરોધી છે, તે ઈશ્વરના નિયમોને આધીન નથી. અને થઇ શકતું પણ નથી.
8 Those ruled by the sinful nature cannot please our Father. જેઓ દૈહિક છે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી.
9 But you are not in the flesh but in the Spirit, if indeed the Spirit of our Father lives in you. Whoever lacks the Spirit of Christ does not belong to him. પરંતુ જો, તમે, તમારાંમાં ઈશ્વરનો આત્મા વસે છે. તો તમે દૈહિક નથી પણ આત્મિક છો. પણ જો કોઇને મસીહનો આત્મા નથી તે મસીહનો નથી.
10 But if Christ is in you, the body is dead from sin, but the Spirit is life from righteousness. પણ જો કે મસીહ તમારાંમાં છે, છતાં પાપને કારણે તમારું શરીર મરેલું છે, પણ ન્યાયીપણાને લીધે તમારો આત્મા જીવે છે.
11 So if the Spirit of our Father who raised Jesus from the dead lives in you, he who raised Christ from the dead will also make your mortal bodies alive through his Spirit living in you. ઈસુ મસીહને મરણમાંથી ઉઠાડનાર આત્મા તમારાંમાં વસે છે, તો જેણે મસીહને મરણમાંથી ઉઠાડયા, તે તમારામાં વસનાર આત્મા દ્ગારા તમારાંં નાશવંત શરીરને સજીવન કરશે.
12 So then, brothers and sisters, we are debtors—but not to the flesh, to live by it. તેથી, ભાઈઓ અને બહેનો, આપણને ફરજ છે, પણ તે દેહ પ્રમાણે જીવવાની નથી.
13 For if you live by the flesh, you will die; but if by the Spirit you put to death the body's deeds, you will live. જો તમે દેહ પ્રમાણે જીવશો, તો તમે મરશો; પણ જો તમે આત્માથી શરીરનાં કામોને મારી નાંખશો, તો તમે જીવશો.
14 For all who are led by the Spirit of our Father are children of our Father. કેમકે, જેઓ ઈશ્વરનાં આત્માથી દોરાય છે, તેઓ ઈશ્વરના દીકરા છે.
15 You did not receive a spirit of slavery, to fall back into fear, but received the Spirit of sonship, by whom we cry, "Abba! Father!" તમને મળેલો આત્મા તમને ગુલામ બનાવતો નથી, કે તમે ફરીથી ભયમાં રહો; પણ જે આત્મા તમે મેળવ્યો છે તે દતકપુત્રપણાંનો મળ્યો છે. અને આપણે તેમને “અબ્બા, પિતા, કહીને બોલાવીએ છીએ!”
16 The Spirit himself bears witness with our spirit that we are children of our Father. અને તે વળી આત્મા પોતે આપણા આત્મા સાથે સાક્ષી આપે છે કે આપણે ઇશ્વરના બાળકો છીએ.
17 If children, then heirs—heirs of our Father, co-heirs with Christ, if we suffer with him, so we may also be glorified with him. હવે જો આપણે બાળકો છીએ, તો વારસદાર છીએ, ઈશ્વરના વારસદાર અને મસીહ સાથે સહવારસદાર છીએ, જો આપણે તેમનાં દુઃખોમાં ભાગીદાર બનીએ, તો આપણે પણ તેમના મહિમામાં ભાગીદાર બનીએ.
18 I count this era's suffering as nothing next to the glory to be revealed to us. હું માનું છું કે જે મહિમા આપણામાં પ્રગટ થનાર છે તેની સાથે આપણા હાલનાં દુઃખોને સરખાવવા યોગ્ય નથી.
19 For the creation waits with eager longing for the children of our Father to be revealed. કેમકે સૃષ્ટિ ઈશ્વરનાં બાળકોનાં પ્રગટ થવાની આતુરતાથી રાહ જોઈ રહી છે.
20 For creation was subjected to frustration—not by choice, but by him who subjected it—in hope, કારણ કે, સૃષ્ટિની પોતાની ઈચ્છાથી નહિ, પરંતુ તેને આધીન કરનારની ઇચ્છાથી આધીન થઇ, આશાથી
21 that creation itself will be freed from its slavery to decay, into the freedom of the glory of our Father's children. કે સૃષ્ટિ પોતે જ વિનાશનાં બંધનમાંથી મુકત થશે અને ઈશ્વરના બાળકોનાં મહિમાની સાથે મુક્તિ પામે.
22 For we know the whole creation has groaned together in labor pains until now. આપણે જાણીએ છીએ કે આખી સૃષ્ટિ અત્યાર સુધી પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે.
23 And not only the creation, but we too—who hold the Spirit's firstfruits—groan within ourselves, waiting eagerly for our full rights as sons to be restored, the redemption of our bodies. એટલું જ નહિ, આપણે પોતે પણ, જેમને આત્માનું પ્રથમફળ મળ્યું, તેઓ આપણા દતકપુત્રપણાંની, એટલે કે આપણા શરીરનાં ઉધ્ધારની રાહ જોતાં, અંદરોઅંદર નિસાસા નાંખીએ છીએ.
24 In this hope we were saved. Hope seen isn't hope—who hopes for what he already sees? કેમકે તે જ આશાએ આપણે તારણ પામ્યાં છીએ. પણ જે આશા દેખાય છે તે કંઇ આશા નથી જે પહેલેથીજ છે તેની કોણ આશા રાખે?
25 But if we hope for what we do not see, we wait for it with patience. પણ આપણે એવી આશા રાખીએ છીએ કે જે આપણી પાસે હજી સુધી નથી, ત્યારે ધીરજથી આપણે તેની રાહ જોઈએ છીએ.
26 So too the Spirit helps our weakness: we don't know what to pray for as we should, but the Spirit himself pleads for us with wordless groans. એ જ પ્રમાણે આત્મા આપણને આપણી નિર્બળતામાં સહાય કરે છે. કેવી રીતે પ્રાર્થના કરવી તે આપણે જાણતા નથી, પરંતુ પવિત્ર આત્મા આપણે માટે અવાચ્ય ઉદગારોમાં મધ્યસ્થી કરે છે.
27 He who searches hearts knows the Spirit's mind, since the Spirit intercedes for the saints according to our Father's will. અને આપણા હ્રદયોને પારખાનાર આત્માની ઇચ્છા જાણે છે, કેમકે પવિત્ર આત્મા ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ઇશ્વરના લોકો માટે મધ્યસ્થી કરે છે.
28 We know all things work together for good for those who love our Father, who are called according to his purpose. અને આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર પર પ્રેમ રાખે છે, અને જેઓ તેમના હેતુ પ્રમાણે બોલાવાયેલા છે તેઓના ભલા માટે ઈશ્વર બધી બાબતોમાં કામ કરે છે.
29 Those he foreknew, he also predestined to be shaped to his Son's image, so he would be firstborn among many brothers and sisters. કેમકે જેમને ઈશ્વર અગાઉથી જાણતા હતા તેઓને તેમણે પોતાના દીકરાની પ્રતિમા પ્રમાણે થવાનું અગાઉથી નક્કી કયુઁ હતું, જેથી તે ઘણાં ભાઈઓ અને બહેનોમાં પ્રથમજનિત થાય.
30 Those he predestined, he also called; those he called, he also justified; those he justified, he also glorified. ઈશ્વરે આપણને પસંદ કર્યા અને તેમની પાસે બોલાવ્યા. જયારે આપણે તેમની પાસે આવ્યા ત્યારે; તેમણે આપણને દોષમુકત જાહેર કર્યા, મસીહની સર્વ ભલાઈથી ભરપૂર કર્યા; પોતાની સાથે સીધા સંબંધમાં સ્થાપિત કર્યા અને આપણને તેમના મહિમાના ભાગીદાર બનાવવાનું વચન આપ્યું.
31 So what do we say to these things? If our Father is for us, who can be against us? અને જેઓને તેમણે અગાઉથી મુકરર કયાઁ, તેઓને તેમણે બોલાવ્યા પણ, જેમને તેમણે બોલાવ્યા તેમને ન્યાયી પણ ઠરાવ્યાં, જેમને ન્યાયી ઠેરવ્યા તેમને મહિમાવાન પણ કર્યા. તો આ વાતો વિષે આપણે શું કહીએ? જો ઈશ્વર આપણા પક્ષના છે તો આપણી સામો કોણ?
32 He didn't spare his own Son but gave him up for us all—won't he also freely give us everything with him? જેમણે પોતાના પુત્રને પાછો ના રાખ્યો, પણ આપણા બધાં માટે તમને સોંપી દીધા, તો તેમની સાથે કૃપા કરીને આપણને બધું જ કેમ નહિ આપે?
33 Who should bring any charge against our Father's chosen ones? Our Father is the one who justifies. ઈશ્વરના પસંદ કરેલાં ઉપર કોણ દોષ મૂકશે? ન્યાયી ઠરાવનાર તે ઈશ્વર જ છે.
34 Who condemns? Christ Jesus—who died, more than that, was raised, who is at our Father's right hand, who indeed intercedes for us. તો પછી દોષિત ઠરાવનાર કોણ? કોઇ નહિ. મસીહ ઈસુ જે મૃત્યું પામ્યા અને સજીવન થયા, તેમનાથી પણ વધું જે ઇશ્વરને જમણે હાથે છે, અને આપણે માટે મધ્યસ્થતા પણ કરી રહ્યાં છે.
35 Who can separate us from Christ's love? Suffering, hardship, persecution, famine, nakedness, danger, sword? તો મસીહના ના પ્રેમથી આપણને કોણ જુદા પાડી શકે? મુશ્કેલી, કે આફત કે, સતાવણી કે દુકાળ કે, નગ્નતા કે, તરવાર કે, ભય?
36 As it is written: "For your sake we are killed all day long; we are counted as sheep to be slaughtered." જેમ લખેલું છે તેમ: “તમારે લીધે અમે આખો દિવસ માયાઁ જઈએ છીએ; કતલ થનાર ઘેટાંના જેવાં અમે ગણાયેલા છીએ.”
37 No, in all these things we are more than conquerors through him who loved us. ના, આ બધી બાબતોમાં જેણે આપણા પર પ્રેમ રાખ્યો, તેના દ્ગારા વિશેષ જય પામીએ છીએ.
38 For I am convinced neither death nor life, neither angels nor rulers, neither present nor future, nor powers, કેમકે મને ખાતરી છે કે, ન તો મરણ, ન જીવન, ન તો દૂતો કે દુષ્ટ, ન વતઁમાન કે ન ભવિષ્ય, કે ન તો કોઇ પરાક્રમ,
39 neither height nor depth, nor anything else in all creation, can separate us from the love of our Father in Christ Jesus our Lord. ઊંચાણ કે, ઊંડાણ કે બીજું કાંઈ પણ સૃષ્ટ વસ્તુ, ઈશ્વરના પ્રેમ આપણા પ્રભુ મસીહ ઈસુમાં છે તેનાથી આપણને જુદા પાડી શકશે નહિ.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]