Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Romans 8 OGCB

Side by side with the Father's Heart Bible™

આત્મા દ્ઘારા જીવન

1એ માટે જેઓ મસીહ ઈસુમાં છે, તેઓને માટે હવે કોઈ શિક્ષા નથી. 2કેમકે મસીહ ઈસુમાં જીવનના આત્માના જે નિયમ છે તેણે તમને પાપ, અને મરણના નિયમથી મુક્ત કર્યા છે. 3કારણ કે દેહને લીધે નિયમ નિબઁળ હતો, તેથી કરી શક્યો નહિ. તે ઇશ્વરે પોતાના પુત્રને પાપી દેહના સ્વરૂપમાં પાપનું બલિદાન થવા માટે મોકલીને તેના દેહમાં પાપને દોષિત ઠરાવ્યો. 4જેથી, આપણામાં એટલે દેહ પ્રમાણે નહિ પણ આત્માને પ્રમાણે જીવીએ છીએ, નિયમની ન્યાયની જરૂરિયાત સંપૂણઁ રીતે પુરી થાય.

5જે લોકો દૈહિક ઇચ્છાઓ પ્રમાણે જીવે છે તેઓ દૈહિક ઇચ્છાઓ પર મન લગાડે છે; પણ જે લોકો આત્મા પ્રમાણે જીવે છે તેઓ આત્માની ઇચ્છાઓ પર મન લગાડે છે. 6દેહથી દોરાતું મન તે મરણ છે; પણ આત્માથી દોરાતું મન તે જીવન અને શાંતિ છે. 7જે મન દૈહિક ઇચ્છાઓ દ્ઘારા નિંયત્રિત છે તે ઈશ્વર વિરોધી છે, તે ઈશ્વરના નિયમોને આધીન નથી. અને થઇ શકતું પણ નથી. 8જેઓ દૈહિક છે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી.

9પરંતુ જો, તમે, તમારાંમાં ઈશ્વરનો આત્મા વસે છે. તો તમે દૈહિક નથી પણ આત્મિક છો. પણ જો કોઇને મસીહનો આત્મા નથી તે મસીહનો નથી. 10પણ જો કે મસીહ તમારાંમાં છે, છતાં પાપને કારણે તમારું શરીર મરેલું છે, પણ ન્યાયીપણાને લીધે તમારો આત્મા જીવે છે. 11ઈસુ મસીહને મરણમાંથી ઉઠાડનાર આત્મા તમારાંમાં વસે છે, તો જેણે મસીહને મરણમાંથી ઉઠાડયા, તે તમારામાં વસનાર આત્મા દ્ગારા તમારાંં નાશવંત શરીરને સજીવન કરશે.

12તેથી, ભાઈઓ અને બહેનો, આપણને ફરજ છે, પણ તે દેહ પ્રમાણે જીવવાની નથી. 13જો તમે દેહ પ્રમાણે જીવશો, તો તમે મરશો; પણ જો તમે આત્માથી શરીરનાં કામોને મારી નાંખશો, તો તમે જીવશો.

14કેમકે, જેઓ ઈશ્વરનાં આત્માથી દોરાય છે, તેઓ ઈશ્વરના દીકરા છે. 15તમને મળેલો આત્મા તમને ગુલામ બનાવતો નથી, કે તમે ફરીથી ભયમાં રહો; પણ જે આત્મા તમે મેળવ્યો છે તે દતકપુત્રપણાંનો મળ્યો છે. અને આપણે તેમને “અબ્બા, પિતા, કહીને બોલાવીએ છીએ!” 16અને તે વળી આત્મા પોતે આપણા આત્મા સાથે સાક્ષી આપે છે કે આપણે ઇશ્વરના બાળકો છીએ. 17હવે જો આપણે બાળકો છીએ, તો વારસદાર છીએ, ઈશ્વરના વારસદાર અને મસીહ સાથે સહવારસદાર છીએ, જો આપણે તેમનાં દુઃખોમાં ભાગીદાર બનીએ, તો આપણે પણ તેમના મહિમામાં ભાગીદાર બનીએ.

વતઁમાન દુઃખ અને ભવિષ્યનો મહિમા

18હું માનું છું કે જે મહિમા આપણામાં પ્રગટ થનાર છે તેની સાથે આપણા હાલનાં દુઃખોને સરખાવવા યોગ્ય નથી. 19કેમકે સૃષ્ટિ ઈશ્વરનાં બાળકોનાં પ્રગટ થવાની આતુરતાથી રાહ જોઈ રહી છે. 20કારણ કે, સૃષ્ટિની પોતાની ઈચ્છાથી નહિ, પરંતુ તેને આધીન કરનારની ઇચ્છાથી આધીન થઇ, આશાથી 21કે સૃષ્ટિ પોતે જ વિનાશનાં બંધનમાંથી મુકત થશે અને ઈશ્વરના બાળકોનાં મહિમાની સાથે મુક્તિ પામે.

22આપણે જાણીએ છીએ કે આખી સૃષ્ટિ અત્યાર સુધી પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે. 23એટલું જ નહિ, આપણે પોતે પણ, જેમને આત્માનું પ્રથમફળ મળ્યું, તેઓ આપણા દતકપુત્રપણાંની, એટલે કે આપણા શરીરનાં ઉધ્ધારની રાહ જોતાં, અંદરોઅંદર નિસાસા નાંખીએ છીએ. 24કેમકે તે જ આશાએ આપણે તારણ પામ્યાં છીએ. પણ જે આશા દેખાય છે તે કંઇ આશા નથી જે પહેલેથીજ છે તેની કોણ આશા રાખે? 25પણ આપણે એવી આશા રાખીએ છીએ કે જે આપણી પાસે હજી સુધી નથી, ત્યારે ધીરજથી આપણે તેની રાહ જોઈએ છીએ.

26એ જ પ્રમાણે આત્મા આપણને આપણી નિર્બળતામાં સહાય કરે છે. કેવી રીતે પ્રાર્થના કરવી તે આપણે જાણતા નથી, પરંતુ પવિત્ર આત્મા આપણે માટે અવાચ્ય ઉદગારોમાં મધ્યસ્થી કરે છે. 27અને આપણા હ્રદયોને પારખાનાર આત્માની ઇચ્છા જાણે છે, કેમકે પવિત્ર આત્મા ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ઇશ્વરના લોકો માટે મધ્યસ્થી કરે છે.

28અને આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર પર પ્રેમ રાખે છે, અને જેઓ તેમના હેતુ પ્રમાણે બોલાવાયેલા છે તેઓના ભલા માટે ઈશ્વર બધી બાબતોમાં કામ કરે છે. 29કેમકે જેમને ઈશ્વર અગાઉથી જાણતા હતા તેઓને તેમણે પોતાના દીકરાની પ્રતિમા પ્રમાણે થવાનું અગાઉથી નક્કી કયુઁ હતું, જેથી તે ઘણાં ભાઈઓ અને બહેનોમાં પ્રથમજનિત થાય. 30ઈશ્વરે આપણને પસંદ કર્યા અને તેમની પાસે બોલાવ્યા. જયારે આપણે તેમની પાસે આવ્યા ત્યારે; તેમણે આપણને દોષમુકત જાહેર કર્યા, મસીહની સર્વ ભલાઈથી ભરપૂર કર્યા; પોતાની સાથે સીધા સંબંધમાં સ્થાપિત કર્યા અને આપણને તેમના મહિમાના ભાગીદાર બનાવવાનું વચન આપ્યું.

વિજેતાઓ કરતા વિશેષ

31અને જેઓને તેમણે અગાઉથી મુકરર કયાઁ, તેઓને તેમણે બોલાવ્યા પણ, જેમને તેમણે બોલાવ્યા તેમને ન્યાયી પણ ઠરાવ્યાં, જેમને ન્યાયી ઠેરવ્યા તેમને મહિમાવાન પણ કર્યા. તો આ વાતો વિષે આપણે શું કહીએ? જો ઈશ્વર આપણા પક્ષના છે તો આપણી સામો કોણ? 32જેમણે પોતાના પુત્રને પાછો ના રાખ્યો, પણ આપણા બધાં માટે તમને સોંપી દીધા, તો તેમની સાથે કૃપા કરીને આપણને બધું જ કેમ નહિ આપે? 33ઈશ્વરના પસંદ કરેલાં ઉપર કોણ દોષ મૂકશે? ન્યાયી ઠરાવનાર તે ઈશ્વર જ છે. 34તો પછી દોષિત ઠરાવનાર કોણ? કોઇ નહિ. મસીહ ઈસુ જે મૃત્યું પામ્યા અને સજીવન થયા, તેમનાથી પણ વધું જે ઇશ્વરને જમણે હાથે છે, અને આપણે માટે મધ્યસ્થતા પણ કરી રહ્યાં છે. 35તો મસીહના ના પ્રેમથી આપણને કોણ જુદા પાડી શકે? મુશ્કેલી, કે આફત કે, સતાવણી કે દુકાળ કે, નગ્નતા કે, તરવાર કે, ભય? 36જેમ લખેલું છે તેમ:“તમારે લીધે અમે આખો દિવસ માયાઁ જઈએ છીએ;કતલ થનાર ઘેટાંના જેવાં અમે ગણાયેલા છીએ.”

37ના, આ બધી બાબતોમાં જેણે આપણા પર પ્રેમ રાખ્યો, તેના દ્ગારા વિશેષ જય પામીએ છીએ. 38કેમકે મને ખાતરી છે કે, ન તો મરણ, ન જીવન, ન તો દૂતો કે દુષ્ટ, ન વતઁમાન કે ન ભવિષ્ય, કે ન તો કોઇ પરાક્રમ, 39ઊંચાણ કે, ઊંડાણ કે બીજું કાંઈ પણ સૃષ્ટ વસ્તુ, ઈશ્વરના પ્રેમ આપણા પ્રભુ મસીહ ઈસુમાં છે તેનાથી આપણને જુદા પાડી શકશે નહિ.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]