Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Romans 7 OGCB

Show OGCB only
Verse × ×
1 Or don't you know, brothers—I'm speaking to people who know the law—that the law rules over a person only while he lives? ભાઈઓ અને બહેનો, એ શું તમે નથી જાણતા? હું નિયમશાસ્ત્ર જાણનારાઓ માટે બોલું છું, વ્યકિત જયાં સુધી જીવે છે ત્યાં સુધીજ નિયમ તેના પર સત્તા ચલાવે છે
2 A married woman is bound by law to her husband while he lives; if he dies, she is free from the law of the husband. દાખલા તરીકે એક પરણિત સ્ત્રી પતિ જીવંત હોય ત્યાં સુધી નિયમથી બંધાયેલી છે, પરંતુ જો તેનો પતિ મરણ પામે, તો તેના પતિ સાથેના બંધાયેલા નિયમથી મુક્ત બને છે.
3 While her husband lives, she's called an adulterous woman if she becomes another man's wife; but if he dies, she's free from that law—not an adulterous woman if she marries another. તેથી, પતિ જીવતો હોય ત્યારે જો પત્ની બીજા પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધે, તો તે વ્યભિચારી કહેવાય, પરંતુ તેના પતિના મરણ પછી તે નિયમથી મુક્ત બને છે અને જો તે બીજા પુરૂષ સાથે લગ્ન કરે તો તે વ્યભિચારીણી નથી.
4 So, my brothers and sisters, you too were put to death to the law through Christ's body, to belong to another—the one raised from the dead—so we might bear fruit for our Father. તો, મારા ભાઈઓ અને બહેનો, મસીહના શરીર દ્ગારા તમે પણ આ જ રીતે નિયમશાસ્ત્રને આધીન મૃત્યું પામ્યા, જેથી તમે બીજાના એટલે, જે મરણમાંથી સજીવન કરવામાં આવ્યા છે તેમના થાઓ. જેથી આપણે ઇશ્વરને માટે ફળ આપી શકીએ.
5 For when we were in the flesh, sin's passions, stirred by the law, worked in our bodies to produce fruit for death. પણ જયારે આપણે દેહના રાજ્યમાં હતા, ત્યારે નિયમ વડે ઉત્તેજિત પાપી વાસનાઓ આપણામાં કામ કરતી હતી, જેથી આપણે મરણને માટે ફળ ઉપજાવિએ,
6 But now we're released from the law, dead to what held us bound, so we serve in the new way of the Spirit, not the old way of the written code. પરંતુ હવે, જેના બંધનમાં હતો, તેના માટે મૃત્યું પામ્યા, એટલે હવે આપણે નિયમથી મુક્ત થયા છીએ જેથી આપણે પવિત્ર આત્માની નવીન પધ્ધતિથી સેવા કરીએ, અને નિયમશાસ્ત્રની જૂની પધ્ધતિથી નહિ.
7 What then should we say? Is the law sin? Never! Yet I wouldn't have known sin except through the law—nor would I have known craving, had the law not said, "Do not crave what isn't yours." તો આપણે શું કહીએ? શું નિયમ પાપરૂપ છે? ના, કદી નહિ! છતાં, જો નિયમ ન હોત તો પાપ શું છે તે મેં જાણ્યું ન હોત. કેમકે જો નિયમશાસ્ત્રે કહ્યું ન હોત કે “લોભ ન કર” તો મને ખબર ન હોત કે લોભ ખરેખર શું છે.
8 But sin, seizing an opening through the commandment, produced in me every covetous craving. For apart from law, sin is dead. પણ પાપે પ્રસંગ મળવાથી આજ્ઞા વડે મારામા દરેક પ્રકારનો લોભ ઉત્પન્ન કયોઁ કેમકે નિયમ વિના પાપ નિજીઁવ હતું.
9 I once lived apart from law; but when the commandment came, sin revived, and I died. એક સમય હું નિયમ વિના જીવતો હતો; પણ જયારે આજ્ઞા આવી, એટલે પાપ સજીવન થયું અને હું મૃત્યું પામ્યો.
10 I found that the very commandment that was meant to bring life actually brought death. મને માલુમ પડ્યું કે જે આજ્ઞા જીવનને અર્થે હતી, તે મરણ લાવનાર બની.
11 For sin, seizing the opportunity through the commandment, deceived me, and through the commandment killed me. કારણ કે પાપે આજ્ઞા દ્વારા પ્રસંગ મળતા, મને છેતયોઁ, અને આજ્ઞા દ્વારા મને મારી નાંખ્યો.
12 So then, the law is holy, and the commandment is holy and righteous and good. તો પછી, નિયમશાસ્ત્ર પવિત્ર છે, અને આજ્ઞા પવિત્ર, ન્યાયી અને હિતકારક છે.
13 Did the good, then, bring death to me? Absolutely not! Rather, sin—to be exposed as sin—produced death in me through the good, so that through the commandment sin might become extremely sinful. તો પછી, જે હિતકારક છે તે શું મારા માટે મૃત્યુરૂપ બન્યું? ના! તોપણ પાપ તે પાપ તરીકે જ ઓળખાય તે માટે તેણે મારા મૃત્યુ માટે જે સારું છે તેનો ઉપયોગ કર્યો, જેથી પાપની આજ્ઞાથી સંપૂણઁ પાપી બની જાય.
14 For we know the law is spiritual, but I am fleshly, sold under sin. આપણે જાણીયે છીએ કે નિયમ આત્મિક છે; પણ હું દૈહિક છું, અને પાપને ગુલામ તરીકે વેચાયેલો છું!
15 I don't understand what I do; for I don't do what I want, but what I hate I do. હું જે કરું છું તે હું સમજી શકતો નથી, હું જે કરવા ઈચ્છું છું તે હું કરી શકતો નથી, પરંતુ જે હું ધિક્કારું છું તે જ હું કરું છું.
16 If I do what I don't want, I agree the law is good. અને જો હું જે કરવા માગતો નથી તે કરું છું, તો હું સ્વીકારુ છું કે નિયમ સારો છે.
17 So now, it's no longer I who do it, but sin living in me. તો હવે જે તે કરે છે તે હું પોતે નથી, પણ મારામાં રહેલું પાપ છે તે જ તે કરે છે.
18 For I know nothing good lives in me—that is, in my flesh. For I want to do good but can't carry it out. હું જાણું છું કે મારાંમાં એટલે મારા દેહમાં કાંઈ સારું વસતું નથી. હું સારું કરવાની ઈચ્છા રાખું છું, પણ તે પ્રમાણે કરી શકતો નથી.
19 For I don't do the good I want, but the evil I don't want—that I keep doing. પણ જે સારું કરવાની હું ઈચ્છા રાખું છું, તે હું કરતો નથી, પણ ભૂંડું જે મારે ન કરવું જોઈએ, તે હું કર્યા કરું છું.
20 Now if I do what I don't want, it's no longer I doing it, but sin living in me doing it. હવે જે હું ઈચ્છતો નથી તે હું કરું છું તો તે કરનાર હું નથી, પણ મારાંમાં રહેલું પાપ તે કરે છે.
21 So I find this law: when I want to do good, evil lies close at hand. તેથી મને આ નિયમ કાયઁ કરતું દેખાય છે: હું સારું કરવાની ઇચ્છા રાખું છું, ત્યારે દુષ્ટતા મારી સાથે હોય છે.
22 For in my inner being I delight in the law of our Father. કેમકે મારા અંતઃકરણમાં હું ઇશ્વરનાં નિયમમાં આનંદ માનું છું.
23 But I see another law in my body, warring against the law of my mind and taking me captive to the law of sin at work in my body. પણ હું મારામાં એક અલગ નિયમને કાયઁ કરતો જોઉં છું જે મારા મનનાં નિયમ સામે લડે છે અને મારામાં કામ કરતા પાપનાં નિયમનો કેદી બનાવે છે.
24 What a wretched man I am! Who will rescue me from this body of death? હું કેવો દુભાઁગ્ય માણસ છું મને આ મરણનાં શરીરમાંથી મને કોણ છોડાવશે!
25 Thanks to our Father through Jesus Christ our Lord! So then, I myself serve the law of our Father with my mind, but with my flesh, the law of sin. આપણા પ્રભુ ઈસુ મસીહ દ્ગારા મને છોડાવનાર ઇશ્વરનો આભાર માનું છું! હું મારા મનમાં ઇશ્વરનાં નિયમનો ગુલામ છું પણ મારા પાપી સ્વભાવમાં પાપનાં નિયમનો ગુલામ છું.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]