Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Romans 6 OGCB

Show OGCB only
Verse × ×
1 What should we say, then? Should we go on sinning so that grace may increase? તો આપણે શું કહીએ? કૃપા વધે માટે શું આપણે પાપ કર્યા જ કરીએ?
2 Absolutely not! How can we who died to sin still live in it? ના! કદી નહિ! પાપ સંબંધી આપણે મરણ પામ્યા છીએ તો પછી આપણે પાપમાં કેવી રીતે જીવીએ?
3 Or are you unaware that all of us baptized into Christ Jesus were baptized into his death? શું તમે નથી જાણતાં કે જેઓ મસીહ ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા તેઓ સવઁ તેના મરણમાં બાપ્તિસ્મા પામ્યાં.
4 So we were buried with him through baptism into death, that as Christ was raised from the dead through our Father's glory, we too might walk in newness of life. તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેની સાથે મરણમાં દટાયા, કે જેથી મસીહ પિતાનાં દ્ગારા મૃત્યુમાંથી સજીવન થયા. તેમ આપણે પણ નવું જીવન જીવીએ.
5 For if we've been joined to his death's likeness, we'll surely also be joined to his resurrection. કારણ કે જો આપણે તેનાં મરણની સમાનતામા તેમની સાથે એકરૂપ થયા. તો તેમના પુનરુત્થાનની સમાનતામા આપણે એકરૂપ થઇશુ.
6 We know our old self was crucified with him to destroy sin's body, so we'd no longer be enslaved to sin. આપણે જાણીએ છીએ કે આપણું જુનું માણસપણું ક્રૂસે જડાયું જેથી આપણું શરીર પાપનાં અંકુશમાં ન રહે અને આપણે પાપની ગુલામીમાં ન રહીએ
7 For anyone who has died has been set free from sin. કારણ કે જે કોઇ મૃત્યુ પામ્યું છે તે પાપથી મુક્ત થયો છે.
8 Now if we died with Christ, we believe that we will also live with him. હવે જો આપણે મસીહ સાથે મૃત્યુ પામ્યા, તો આપણને વિશ્વાસ છે કે તેમની સાથે જીવીશું પણ ખરા.
9 For we know Christ, raised from the dead, never dies again; death no longer rules him. કેમકે આપણે જાણીએ છીએ કે, મસીહ મરણમાંથી સજીવન થયા અને ફરી મરણ પામનાર નથી; મરણનો હવે તેમના પર કોઈ અધિકાર નથી.
10 For the death he died, he died to sin once for all; but the life he lives, he lives to our Father. જે મૃત્યુ તેઓ પામ્યા, તેઓ બધા પાપ માટે એક જ વાર મૃત્યુ પામ્યા; પણ જે જીવન તેઓ જીવે છે તે ઈશ્વર માટે જીવે છે.
11 In the same way, count yourselves dead to sin but alive to our Father in Christ Jesus. એ જ રીતે, તમે પણ પાપને લીધે મરેલાં પણ મસીહ ઈસુમાં ઈશ્વરને લિધે જીવતાં ગણો.
12 Therefore do not let sin reign in your mortal body so that you obey its desires. તમારાં નાશવંત શરીર પર પાપને રાજ ન કરવા દો; જેથી તમે તેની દુર્વાસનાઓને આધીન ન થાઓ.
13 Do not offer your body's parts to sin as weapons for wrongdoing; instead, offer yourselves to our Father as those brought from death to life, and your body's parts to him as weapons for righteousness. તમારાં શરીરનાં અવયવોને ભૂંડાઈનાં સાધન તરીકે પાપને ન સોંપો, પરંતુ મરણમાંથી સજીવન થયેલા એવા તમે પોતાને ઈશ્વરને સોંપાઈ જાઓ, તથા પોતાના અવયવોને ન્યાયપણાના સાધન તરીકે તેમને સોંપો.
14 For sin will not have mastery over you, because you are not under law but under grace. હવેથી પાપ તમારાં પર રાજ કરશે નહિ, કેમકે તમે નિયમને આધીન નથી, પરંતુ કૃપાને આધીન છો.
15 What then? Should we sin because we are not under law but under grace? Absolutely not! તો શું? આપણે પાપ કરીએ કેમકે આપણે નિયમ હેઠળ નહિ પણ કૃપા હેઠળ છે? ના, કદી નહિ!
16 Don't you know that offering yourselves to someone as slaves to obey makes you slaves of whoever you obey—whether sin, leading to death, or obedience, leading to righteousness? શું તમે નથી જાણતા કે, જયારે તમે પોતાને કોઇને આજ્ઞાકીંત ગુલામ તરીકે સોંપો છો, ત્યારે તમે જેની આજ્ઞા પાળો છો તેના તમે ગુલામ છો, કદાચ તમે પાપનાં ગુલામ છો, જે મૃત્યું તરફ દોરી લઇ જાય છે અથવા આજ્ઞાપાલનના, જે તમને ન્યાયપણા તરફ દોરી લઇ જાય છે.
17 Thanks to our Father: you were slaves of sin, but you obeyed from the heart the teaching pattern you were entrusted to. તમે પહેલાં પાપનાં ગુલામ હતા, પરંતુ ઈશ્વરનો આભાર માનો કે હવે તમે તેમના શિક્ષણનો હ્રદયપૂર્વક સ્વીકાર કયોઁ છે.
18 Having been set free from sin, you became slaves of righteousness. આથી તમે પાપની ગુલામીમાંથી મુક્ત બનીને ન્યાયીપણાનાં ગુલામ બન્યા છો.
19 I speak humanly, since your flesh is weak. As you offered your body's parts as slaves to impurity and lawlessness, resulting in more lawlessness, now offer them as slaves to righteousness, resulting in holiness. તમારા દેહની મયાઁદાને કારણે હું રોજિંદા જીવનનો દાખલો આપી રહ્યો છું: જેમ તમે પહેલાં અશુધ્ધતા અને વધતી જતી દુષ્ટતાના ગુલામ તરીકે પોતાને સોંપ્યા હતાં, તેમ હવે પવિત્રતા તરફ દોરી જતા ન્યાયીપણાના દાસ તરીકે પોતાને સોંપો.
20 For when you were slaves of sin, you were free from righteousness. જયારે તમે પાપનાં ગુલામ હતા ત્યારે તમે ન્યાયપણાના નિંયત્રણથી સ્વતંત્ર હતા
21 What did you gain then from what you're now ashamed of? For those things end in death. તેનું પરિણામ શું હતું, તે માટે તમે હમણાં શરમાઓ છો તે બાબતોનું પરિણામ મરણ છે.
22 But now, freed from sin and enslaved to our Father, your fruit leads to holiness, and the end, eternal life. પરંતુ હવે તમે પાપથી મુક્ત થઈને ઈશ્વરના ગુલામ બન્યા છો, પરિણામે તમે પવિત્ર થઈને અનંતજીવન પામ્યા છો.
23 For the wages of sin is death, but our Father's gift is eternal life in Christ Jesus our Lord. કેમકે પાપનું વેતન મરણ છે, પરંતુ આપણા પ્રભુ મસીહ ઈસુની મારફતે ઈશ્વર તરફથી મળતું કૃપાદાન અનંતજીવન છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]