Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Romans 5 OGCB

Show OGCB only
Verse × ×
1 So, since we are made right by faith, we have peace with our Father through our Lord Jesus Christ. તેથી આપણે વિશ્વાસ કર્યાથી આપણને ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, તેથી આપણે પ્રભુ ઈસુ મસીહ મારફતે આપણને ઈશ્વર સાથે શાંતિ મળે છે,
2 Through whom we've gained access by faith into this grace we stand in, and we rejoice in hope of our Father's glory. આ જે કૃપા, જેમાં આપણે હાલમાં ઊભા છીએ તેમના દ્ગારા વિશ્વાસથી આપણે પ્રવેશ પામેલા છીએ અને આપણે ઈશ્વરના મહિમાની આશામાં ગવઁ કરીએ છીએ.
3 Not only that, but we also boast in our suffering, since suffering produces endurance, એટલું જ નહિ પણ મુશ્કેલીઓમાં પણ આપણે આનંદ કરીએ છીએ. કેમકે આપણે જાણીએ છીએ કે મુશ્કેલીઓ ધીરજ ઉત્પન્ન કરે છે;
4 and endurance produces character, and character produces hope. ધીરજથી, ચારિત્ર્યને, અને ચારિત્ર્યથી આશા ઉત્પન્ન થાય છે.
5 Hope doesn't put us to shame, because our Father's love has been poured into our hearts through the Holy Spirit given to us. ને આશા આપણને શરમાવતી નથી, કેમકે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા હૃદયમાં ઇશ્વરનો પ્રેમ રેડાયો છે.
6 While we were still weak, at the right time Christ died for the wicked. જુઓ, જયારે આપણે નિબઁળ હતાં ત્યારે યોગ્ય સમયે મસીહ પાપીઓને માટે મરણ પામ્યા.
7 Rarely would anyone die for a righteous person, though for a good person someone might even dare to die. ન્યાયી માણસને સારું ભાગ્યે જ કોઇ મરે; સારાં માણસ માટે કોઈ કદાચ મરવાની હિંમત કરે;
8 But our Father shows his own love for us: while we were still sinners, Christ died for us. પણ આપણે જયારે પાપી હતા ત્યારે આપણે માટે મસીહ મરણ પામ્યા, તેમાં ઈશ્વરે આપણા પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો.
9 Much more then, now made right by his blood, we will be saved through him from the wrath. હવે આપણે તેના રકત દ્વારા ન્યાયી ઠરાવવામાં આવ્યા છે તેના દ્વારા આપણે ઈશ્વરના કોપથી બચીશું એ કેટલું ખાતરીપૂર્વક છે.
10 If, as enemies, we were reconciled to our Father through the death of his Son, how much more, now reconciled, will his life save us? કેમકે જયારે આપણે ઈશ્વરના દુશ્મન હતા, ત્યારે તેમના પુત્રનાં મરણ દ્વારા તેમની સાથે સમાધાન થયું તો સમાધાન પછી આપણે તેમના જીવન દ્વારા બચીશું તે કેટલુ વિશેષ ખાતરી ખાતરીપૂવઁક છે!
11 Not only that—we also rejoice in our Father through our Lord Jesus Christ, through whom we have now received reconciliation. એટલું જ નહિ, પણ પ્રભુ ઈસુ મસીહ દ્વારા આપણો મિલાપ થયો છે આપણે ઈશ્વરમાં ગવઁ કરીએ છીએ.
12 So, as sin entered the world through one man, and death through sin, death spread to everyone, since all sinned. તેથી, જેમ એક માણસથી જગતમાં પાપ આવ્યું, અને પાપથી મરણ, અને તે જ રીતે સઘળા માણસોમાં મરણ આવ્યું, કેમકે સઘળાંએ પાપ કર્યું.
13 Before the law, sin was already in the world; but sin isn't counted where there's no law. નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું તે પહેલાં પાપ જગતમાં હતુ ખરુ, પણ જ્યાં નિયમશાસ્ત્ર ન હોય ત્યાં પાપ ગણાય નહિ!
14 Still, death ruled from Adam to Moses, even over those whose sin didn't match Adam's wrongdoing—Adam foreshadows the one to come. તેમ છતાં આદમથી મોશેનાં સમય સુધી મરણે રાજ કયુઁ. જેઓએ આદમની માફક આજ્ઞાભંગનું પાપ કર્યું ન હતું તેઓ પર પણ રાજ કયુઁ, તે તો આવનારને એંધાણીરૂપ હતો.
15 But the gift is not like the sin: if many died through one man's sin, much more has our Father's grace and the gift by the grace of the one man Jesus Christ overflowed to many. પણ એ દાન પાપ જેવું નથી કેમકે જો એક માણસના પાપથી ઘણાં લોકો મૃત્યું પામ્યા, તો વિશેષ કરીને એક માણસની એટલે કે ઈસુ મસીહની કૃપાથી ઘણાના પર ઈશ્વરની કૃપા તથા દાન પુષ્કળ થયાં છે.
16 And the gift is not like the result of that one man's sin: judgment from one sin brought condemnation, but the gift from many sins brought justification. અને એક માણસના પાપનાં પરિણામ સાથે ઇશ્વરના દાનની સરખામણી થઇ શકે નહિ એક પાપથી દંડ થયો અને સજા થઈ, પણ દાન ઘણાં અપરાધો અને ન્યાયકરણ લાવ્યો.
17 For if death reigned through that one man because of one trespass, how much more will those receiving grace's overflow and the gift of righteousness reign in life through the one man, Jesus Christ. કેમકે એક માણસના પાપને કારણે મરણે રાજ કર્યું. પરંતુ જે કોઈ ઈશ્વરની કૃપા અને ન્યાયપણાનું દાન પુષ્કળ મેળવે છે તેઓ એક માણસ એટલે ઈસુ મસીહથી, જીવનમાં રાજ કરશે તે કેટલું વિશેષ ખાતરીપૂવઁક છે.
18 So then, as one trespass condemned everyone, one righteous act brings everyone justification and life. તેથી જેમ, એક માણસના પાપને કારણે સર્વ પર શિક્ષા આવી પડી, તેમ એક ન્યાયી કાયઁ બધા લોકો માટે ન્યાયકરણ અને જીવનનું કારણ બન્યું.
19 As one man's disobedience made the many sinners, so one man's obedience will make the many righteous. કેમકે એક માણસના આજ્ઞાભંગને કારણે ઘણાં પાપી થયાં, તેમજ એકના આજ્ઞાપાલનથી ઘણાં ન્યાયી ઠરશે.
20 Now the law came in so that the trespass might increase, but where sin increased, grace abounded all the more, નિયમશાસ્ત્ર એટલા માટે લાવવામાં આપવામાં આવ્યું કે અપરાધ અધિક થાય. પણ જયાં પાપ વધ્યું, ત્યાં કૃપા પણ વધી.
21 so that as sin reigned in death, grace might reign through righteousness to eternal life, through Jesus Christ our Lord. જેમ પાપે રાજ કયુઁ, તેમ આપણા પ્રભુ ઈસુ મસીહ દ્ગારા ન્યાયકરણ દ્ઘારા અનંતજીવનને અથેઁ કૃપા પણ રાજ કરે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]