Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Romans 6 OGCB

Side by side with the Father's Heart Bible™

પાપ સંબંધી મૂઆ, મસીહમાં સજીવન

1તો આપણે શું કહીએ? કૃપા વધે માટે શું આપણે પાપ કર્યા જ કરીએ? 2ના! કદી નહિ! પાપ સંબંધી આપણે મરણ પામ્યા છીએ તો પછી આપણે પાપમાં કેવી રીતે જીવીએ? 3શું તમે નથી જાણતાં કે જેઓ મસીહ ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા તેઓ સવઁ તેના મરણમાં બાપ્તિસ્મા પામ્યાં. 4તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેની સાથે મરણમાં દટાયા, કે જેથી મસીહ પિતાનાં દ્ગારા મૃત્યુમાંથી સજીવન થયા. તેમ આપણે પણ નવું જીવન જીવીએ.

5કારણ કે જો આપણે તેનાં મરણની સમાનતામા તેમની સાથે એકરૂપ થયા. તો તેમના પુનરુત્થાનની સમાનતામા આપણે એકરૂપ થઇશુ. 6આપણે જાણીએ છીએ કે આપણું જુનું માણસપણું ક્રૂસે જડાયું જેથી આપણું શરીર પાપનાં અંકુશમાં ન રહે અને આપણે પાપની ગુલામીમાં ન રહીએ 7કારણ કે જે કોઇ મૃત્યુ પામ્યું છે તે પાપથી મુક્ત થયો છે.

8હવે જો આપણે મસીહ સાથે મૃત્યુ પામ્યા, તો આપણને વિશ્વાસ છે કે તેમની સાથે જીવીશું પણ ખરા. 9કેમકે આપણે જાણીએ છીએ કે, મસીહ મરણમાંથી સજીવન થયા અને ફરી મરણ પામનાર નથી; મરણનો હવે તેમના પર કોઈ અધિકાર નથી. 10જે મૃત્યુ તેઓ પામ્યા, તેઓ બધા પાપ માટે એક જ વાર મૃત્યુ પામ્યા; પણ જે જીવન તેઓ જીવે છે તે ઈશ્વર માટે જીવે છે.

11એ જ રીતે, તમે પણ પાપને લીધે મરેલાં પણ મસીહ ઈસુમાં ઈશ્વરને લિધે જીવતાં ગણો. 12તમારાં નાશવંત શરીર પર પાપને રાજ ન કરવા દો; જેથી તમે તેની દુર્વાસનાઓને આધીન ન થાઓ. 13તમારાં શરીરનાં અવયવોને ભૂંડાઈનાં સાધન તરીકે પાપને ન સોંપો, પરંતુ મરણમાંથી સજીવન થયેલા એવા તમે પોતાને ઈશ્વરને સોંપાઈ જાઓ, તથા પોતાના અવયવોને ન્યાયપણાના સાધન તરીકે તેમને સોંપો. 14હવેથી પાપ તમારાં પર રાજ કરશે નહિ, કેમકે તમે નિયમને આધીન નથી, પરંતુ કૃપાને આધીન છો.

ન્યાયપણાના ગુલામ

15તો શું? આપણે પાપ કરીએ કેમકે આપણે નિયમ હેઠળ નહિ પણ કૃપા હેઠળ છે? ના, કદી નહિ! 16શું તમે નથી જાણતા કે, જયારે તમે પોતાને કોઇને આજ્ઞાકીંત ગુલામ તરીકે સોંપો છો, ત્યારે તમે જેની આજ્ઞા પાળો છો તેના તમે ગુલામ છો, કદાચ તમે પાપનાં ગુલામ છો, જે મૃત્યું તરફ દોરી લઇ જાય છે અથવા આજ્ઞાપાલનના, જે તમને ન્યાયપણા તરફ દોરી લઇ જાય છે. 17તમે પહેલાં પાપનાં ગુલામ હતા, પરંતુ ઈશ્વરનો આભાર માનો કે હવે તમે તેમના શિક્ષણનો હ્રદયપૂર્વક સ્વીકાર કયોઁ છે. 18આથી તમે પાપની ગુલામીમાંથી મુક્ત બનીને ન્યાયીપણાનાં ગુલામ બન્યા છો.

19તમારા દેહની મયાઁદાને કારણે હું રોજિંદા જીવનનો દાખલો આપી રહ્યો છું: જેમ તમે પહેલાં અશુધ્ધતા અને વધતી જતી દુષ્ટતાના ગુલામ તરીકે પોતાને સોંપ્યા હતાં, તેમ હવે પવિત્રતા તરફ દોરી જતા ન્યાયીપણાના દાસ તરીકે પોતાને સોંપો. 20જયારે તમે પાપનાં ગુલામ હતા ત્યારે તમે ન્યાયપણાના નિંયત્રણથી સ્વતંત્ર હતા 21તેનું પરિણામ શું હતું, તે માટે તમે હમણાં શરમાઓ છો તે બાબતોનું પરિણામ મરણ છે. 22પરંતુ હવે તમે પાપથી મુક્ત થઈને ઈશ્વરના ગુલામ બન્યા છો, પરિણામે તમે પવિત્ર થઈને અનંતજીવન પામ્યા છો. 23કેમકે પાપનું વેતન મરણ છે, પરંતુ આપણા પ્રભુ મસીહ ઈસુની મારફતે ઈશ્વર તરફથી મળતું કૃપાદાન અનંતજીવન છે.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]