Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Romans 2 OGCB

Show OGCB only
Verse × ×
1 So you have no excuse, whoever you are, when you judge another—in judging them you condemn yourself, since you do the same things. એ માટે, બીજાનો ન્યાય કરનાર, તમારી પાસે કંઇ બહાનું નથી, કેમકે જયારે તમે બીજાને દોષિત ઠરાવો છો, ત્યારે તમે પોતે જ દોષિત ઠરો છો, કારણ કે તમે ન્યાય કરનારાઓ પણ એ જ કામો કરો છો
2 Now we know that our Father's judgment rightly falls on those who do such things. હવે આપણે જાણીએ છીએ કે, એવા કામ કરનારાઓ વિરુધ્ધ ઇશ્વરનો ન્યાય સત્ય પર આધારીત છે.
3 Do you think, whoever judges others for such things while doing them yourself, that you'll escape our Father's judgment? તો જયારે એક માનસ તરીકે તેઓનો ન્યાય કરે છે અને છતાં જાતે એવાં કામો કરે છે, ત્યારે શું તું એમ માને છે કે તું ઈશ્વરના ન્યાયથી બચી જઈશ?
4 Or do you despise the riches of his kindness and restraint and patience, not realizing that our Father's kindness is meant to lead you to repentance? અથવા ઈશ્વરનો ઉપકાર પસ્તાવો કરવા પ્રેરે છે, એથી અજ્ઞાન રહીને શું તેના ઉપકારની સહનશીલતા તથા ધિરજને તું તુચ્છ ગણે છે?
5 But because of your hard, unrepentant heart, you are storing up wrath for yourself, for the day of wrath when our Father's righteous judgment will be revealed. પણ તારું હઠિલાપણું અને પશ્ચાતાપરહિત અંતઃકરણને લિધે તારે પોતાને સારું તું ઇશ્વરના કોપનાં દિવસને માટે, જયારે તેમનો યથાથઁ ન્યાય પ્રગટ થશે, ત્યારે પોતાની વિરુદ્ધ કોપનો સંગ્રહ કરી રહ્યો છે
6 He will repay each person according to what they have done. ઈશ્વર “તે દરેકને તેની કરણી પ્રમાણે બદલો આપશે.”
7 To those who through persistent good work seek glory, honor, and immortality, he will give eternal life. જેઓ ખંતથી સારાં કામ કરે છે અને જે અદ્રશ્ય મહિમા, માન અને અવિનાશીપણું શોધે છે તેઓને તે અનંતજીવન આપશે.
8 But those who are self-seeking, reject the truth, and follow wickedness face wrath and rage. પરંતુ જેઓ સ્વાર્થી છે, અને ઈશ્વરના સત્યને ગણકારતાં નથી અને દુષ્ટ માર્ગોમાં ચાલે છે, તેઓ પર ઈશ્વરનો કોપ ઊતરી આવશે.
9 Trouble and distress for everyone who does evil—the Jew first, then the Greek, પાપમાં રચ્યાં પચ્યાં રહેનાર દરેક પર દુઃખ અને યાતના આવી પડશે. પહેલાં યહૂદી પર પછી વિદેશીઓ પર.
10 but glory, honor, and peace for all who do good—Jew first, then Greek too. પરંતુ સારું કરનાર દરેક જણને તેમના તરફથી મહિમા, માન તથા શાંતિ મળશે, પછી તે યહૂદી હોય કે વિદેશીઓ હોય.
11 For our Father shows no favoritism. કેમકે ઈશ્વરને ત્યાં પક્ષપાત નથી.
12 Sinners without the law also perish without it; sinners under the law will be judged by it. નિયમશાસ્ત્ર વગર જેટલાએ પાપ કયુઁ, તેઓ નિયમશાસ્ત્ર વગર છતાં નાશ પામશે, અને નિયમશાસ્ત્ર હોવા છતાં જેટલાએ પાપ કર્યું, તેઓનો ન્યાય નિયમશાસ્ત્ર પ્રમાણે થશે.
13 For not those who hear the law are righteous before our Father, but those who obey it will be justified. કેમકે જેઓ નિયમશાસ્ત્ર સાંભળે છે તેઓ ઈશ્વર સમક્ષ ન્યાયી ઠરશે નહિ, પણ જેઓ નિયમશાસ્ત્રનું પાલન કરે છે તેઓ જ ન્યાયી ઠરશે.
14 Indeed, when Gentiles, who do not have the law, do by nature what the law requires, the law is at work within them, even though they do not have the law. ખરેખર, વિદેશીઓ પાસે નિયમશાસ્ત્ર નથી પરંતુ તેઓ જયારે સ્વાભાવિક રીતે તે પ્રમાણે વર્તે છે. ત્યારે નિયમશાસ્ત્ર ન હોવા છતાં તેઓ પોતે પોતાને સારું નિયમરૂપ છે.
15 They show the law's work written on their hearts, their conscience bearing witness, and their conflicting thoughts accusing or defending them. તેઓના અંતઃકરણમાં ઈશ્વરના નિયમો લખેલાં છે, તે તેઓનાં કામ બતાવી આપે છે. તેઓનો અંતરાત્મા આ વિશે સાક્ષી આપે છે અને તેઓના વિચાર એકબીજાને દોષિત કે નિર્દોષ ઠરાવે છે અને કયારેક તેમનો બચાવ પણ કરે છે.
16 This happens on the day our Father judges everyone's secrets through Jesus Christ—so my gospel says. મેં પ્રગટ કરેલી સુસમાચાર પ્રમાણે ઈશ્વર ઈસુ મસીહ મારફત માણસનાં ગુપ્ત કામોનો ન્યાય કરશે તે દિવસે બનશે.
17 But if you call yourself a Jew, rely on the law, and boast in our Father, હવે જો તું પોતાને યહૂદી કહેવડાવે છે અને નિયમશાસ્ત્ર પર આધાર રાખીને; ઈશ્વર વિશે અભિમાન ધરાવે છે.
18 if you know our Father's will and approve what is excellent because you are instructed by the law, જો તમે તેમની ઈચ્છા જાણો છો અને જે શ્રેષ્ઠ છે તેને માન્ય કરો છો; કેમકે તમને નિયમશાસ્ત્ર શીખવવામાં આવ્યું છે.
19 if you're convinced you are a guide for the blind, a light for those in darkness, વળી તમે ખાતરીપૂર્વક માનો છો કે; તમે અંધજન માટે માગઁદર્શક અને અંધકારમાં અટવાયેલા માટે અજવાળારૂપ છે;
20 a corrector of the foolish, teacher of the immature, holding in the law the shape of knowledge and truth. તું અજ્ઞાનીઓને માર્ગદર્શક, નાના બાળકોનો શિક્ષક, કેમકે તું નિયમશાસ્ત્ર જાણે છે જે જ્ઞાન તથા સત્યતાનું સ્વરૂપ છે;
21 You teach others—do you not teach yourself? You preach against stealing—do you steal? તો પછી બીજાઓને શીખવનાર, તું પોતાને કેમ શીખવતો નથી? ચોરી ન કરવાનો ઉપદેશ આપનાર, શું તું પોતે જ ચોરી કરે છે!
22 You who tell others not to commit adultery—do you commit it? You who detest idols—do you rob temples? વ્યભિચાર ન કરવો એવું કહેનાર, શું તું વ્યભિચાર કરે છે? મૂર્તિપૂજાથી કંટાળનાર શું તું પોતે જ મંદિરોને લૂંટે છે!
23 You who boast in the law, do you dishonor our Father by breaking the law? તું જે નિયમશાસ્ત્રમાં અભિમાન કરે છે, નિયમશાસ્ત્રનો ભંગ કરીને તું ઈશ્વરનું અપમાન કરતો નથી શું?
24 As it is written: "Our Father's name is blasphemed among the nations because of you." જેમ લખેલું છે તેમ તમારે લીધે વિદેશીઓમાં ઈશ્વરનું નામ નિંદાય છે.
25 Circumcision helps if you keep the law; break it, and your circumcision becomes being uncircumcised. જો તમે નિયમો પાળો છો તો સુન્નત લાભકારક છે; પરંતુ જો તમે નિયમનો ભંગ કરો છો તો તમે સુન્નત ન કરાયેલા જેવા છો.
26 So if the uncircumcised keep the law's requirements, won't their uncircumcision be counted as circumcision? તો પછી, જો સુન્નત ન કરાવનારાઓ નિયમોનું પાલન કરે, તો શું તેઓ તેને સુન્નત કરાયેલ જેવો નહિ ગણે શું?
27 The physically uncircumcised who keep the law will judge you who, with the letter and circumcision, break the law. જેઓ શારિરિક રીતે સુન્નતી નથી છતાં નિયમોનું પાલન કરે છે, તે તમને દોષિત ઠરાવશે. કારણ કે તમારી પાસે લેખિત નિયમશાસ્ત્ર તથા સુન્નત હોવા છતાં તમે નિયમભંગ કયોઁ છે?
28 For being a Jew isn't merely about the outside, nor circumcision merely about the body. જે વ્યકિત ફકત બહારથી યહૂદી છે તે યહૂદી નથી, અને જે દેખીતી અને શારીરિક યહૂદી છે તે સુન્નતી નથી;
29 Rather, one is a Jew inwardly, circumcision being of the heart, by the Spirit, not the written code; that one's praise is not from people but from our Father. ના, જે વ્યક્તિ આંતરિક યહૂદી છે તે યહૂદી છે, અને સુન્નત એ હ્રદયની સુન્નત છે, લેખિત અક્ષરોથી નહિ પણ પવિત્ર આત્માથી થાય છે આવા લોકોની પ્રશંસા બીજા લોકો તરફથી નહિ, પણ ઈશ્વર તરફથી થાય છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]