Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Romans 1 OGCB

Show OGCB only
Verse × ×
1 Paul, a servant of Christ Jesus, called to be an apostle, set apart for the gospel of our Father, મસીહ ઈસુનો ગુલામ પાઉલ, જેને પ્રેષિત થવા માટે બોલાવવામાં આવ્યો અને ઈશ્વરના સુસમાચાર માટે અલગ કરવામાં આવ્યો.
2 the gospel he promised beforehand through his prophets in the holy Scriptures, આ સુસમાચાર વિશે અગાઉથી નિયમસાસ્ત્રમાં પોતાના પ્રબોધકો મારફતે વચન આપ્યું હતું,
3 concerning his Son, who in his earthly life was descended from David, તેમાં પુત્ર વિશે, મનુષ્યદેહે તેઓ દાવિદ રાજાનાં વંશજ હતા,
4 and was declared to be the Son of our Father in power according to the Spirit of holiness by his resurrection from the dead—Jesus Christ our Lord. પણ પવિત્રતાના આત્માના સામર્થ્ય વડે મરણમાંથી સજીવન થવાથી; તે મહા પરાક્રમી ઈશ્વરપુત્ર ઠર્યા છે. ઈસુ મસીહ આપણા પ્રભુ,
5 Through him we received grace and apostleship for the obedience of faith among all the nations, for his name's sake, તેમના દ્રારા અમને કૃપા તથા પ્રેષિત પદ મળ્યું જેથી અમે વિદેશીઓને તેમના નામને ખાતર વિશ્વાસથી જે આજ્ઞાપાલન આવે છે તે અમે પામ્યા.
6 and you also are among those called to belong to Jesus Christ. અને તમે પણ એવા વિદેશીઓમાં એક છો જેને ઈસુ મસીહ મારફતે તેડાયેલા છો.
7 To all in Rome, loved by our Father and called his holy people: Grace to you and peace from our Father and the Lord Jesus Christ. રોમમાં રહેતા બધા લોકો જેમને ઈશ્વરે પ્રેમ કયોઁ છે, અને પોતાના પવિત્ર લોક થવા બોલાવવામાં આવ્યા છે: આપણા ઈશ્વર પિતા તથા પ્રભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા તથા શાંતિ થાઓ.
8 First, I thank my Father through Jesus Christ for all of you, since your faith is reported worldwide. સૌ પ્રથમ, હું તમારા બધા માટે ઈસુ મસીહ દ્રારા મારા ઇશ્વરનો આભાર માનું છું, કેમકે તમારો વિશ્વાસ આખા જગતમાં પ્રસિધ્ધ થયો છે.
9 For our Father is my witness, whom I serve with my spirit in the gospel of his Son, that I constantly remember you in my prayers, ઈશ્વર, જેની સેવા હું મારા આત્મામાં પુત્રનાં સુસમાચાર પ્રગટ કરું છું તેઓ મારા સાક્ષી છે કે હું નિરંતર તમારું સ્મરણ કરું છું.
10 asking that somehow by our Father's will I may now at last succeed in coming to you. ઈશ્વરની ઇચ્છા હોય તો છેવટે મને તમારી પાસે આવવાની તક મળે અને હું નિર્વિધ્ને આવી શકું, એવી મારી હંમેશની પ્રાર્થના છે.
11 For I long to see you, to share a spiritual gift that strengthens you, તમને મળવાને હું ઘણો ઉત્સુક છું, એ માટે કે હું તમને વિશ્વાસમાં દ્રઢ કરી કોઈક આત્મિક દાન પમાડી શકું.
12 that is, that we may be mutually encouraged by each other's faith, both yours and mine. એટલે કે તમને અને મને એક બીજાના વિશ્વાસથી પરસ્પર ઉત્તેજન મળે.
13 I want you to know, brothers and sisters: I often planned to visit you, but was kept from it until now—to reap some harvest among you too, as among the rest of the nations. પ્રિય ભાઈઓ અને બહેનો, હું તમને જણાવવાં માંગુ છું કે મેં ઘણીવાર તમારી પાસે આવવાનો પ્રયત્ન કયોઁ, પણ કાંઈ ને કાંઈ અવરોધને લીધે હું આવી શકયો નથી. જેમ મે બિજા વિદેશીઓમાં ફળ મેળવ્યું તેમ તમારામાં પણ ફળ મેળવું.
14 I'm obligated to Greeks and non-Greeks, to wise and foolish. હું ગ્રીકો અને બિન ગ્રીકો, જ્ઞાનીઓ તેમજ મૂર્ખ બંન્નેનો ઋણી છું.
15 So I am eager to preach the gospel to you also who are in Rome. તેથી, હું તમો રોમનોને પણ સુસમાચાર પ્રગટ કરવા આતુર છું.
16 I'm not ashamed of the gospel—it is our Father's power for salvation to everyone who believes, to the Jew first, and also the Greek. આ સુસમાચાર વિશે મને શરમ લાગતી નથી. કારણ કે વિશ્વાસ કરનાર સર્વને તારણ માટે ઈશ્વરનું એ સામથ્યઁ છે. પ્રથમ યહૂદી લોકોને પછી વિદેશીઓને.
17 For in it our Father's righteousness is revealed, from faith to faith, as it is written: "The righteous will live by faith." કેમકે સુસમાચારમાં ઇશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયું છે, તે ન્યાયીપણું જે શરુઆતથી તે અંત સુધી વિશ્વવાસથી છે, જેમ લખેલું છે ન્યાયી વિશ્વાસથી જીવશે.
18 For our Father's wrath is revealed from heaven against all human godlessness and injustice, people who suppress the truth by injustice. જે લોકો પોતાના દુષ્ટતાથી સત્યને દબાવી દે છે તેઓના બધા અધમીઁ કાયોઁ અને દુષ્ટતા પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયો છે.
19 What can be known about our Father is evident to them, for he has made it evident to them. કેમકે ઈશ્વર વિશે જે જાણે છે તે તેઓ માટે સ્પષ્ટ છે, કેમકે ઈશ્વરે જ તેઓને સ્પષ્ટ કર્યુ છે.
20 Since the world's creation, his invisible qualities—eternal power and divine nature—are clearly seen, understood from what he made. So they have no excuse. કારણ કે જગતની ઉત્પતિ થઇ ત્યારથી ઈશ્વરના અદ્રશ્ય ગુણો, એટલે તેમનું સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ સ્પષ્ટ રીતે દેખાય છે અને જે કાંઈ સૃજયું છે, તેથી લોકો કાંઈ જ બહાનું કાઢી શકશે નહિ.
21 Though they knew our Father, they didn't honor him as God or thank him—instead their thinking became empty, and their senseless hearts grew dark. કારણ કે તેઓ ઈશ્વરને જાણતા હોવા છતાં પણ તેઓએ તેમને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહિ, કે તેમનો આભાર માન્યો નહિ. પણ તેઓના વિચારો વ્યથઁ થઇ ગયા અને તેમના મુખઁ મન અંધકારમય થઇ ગયા.
22 Claiming to be wise, they became fools, પોતે જ્ઞાની છે એવો દાવો કર્યા છતાં પણ તેઓ મૂર્ખ બન્યા.
23 and exchanged our immortal Father's glory for images shaped like mortal man and birds and animals and reptiles. અને અવિનાશી ઈશ્વરના મહિમાને બદલે નાશવંત માનવી, પશુ, પક્ષી અને પેટે ચાલનારાં પ્રાણીઓનાં આકારની મૂર્તિઓ બનાવી.
24 So our Father gave them over to their hearts' desires, to impurity, dishonoring their bodies among themselves, તેથી ઈશ્વરે તેઓના હ્રદયની દુર્વાસના પ્રમાણે જાતીય અપવિત્રતાને સોંપી દીધા. જેથી તેઓ એકબીજા સાથે તેમના શરીરોને ભ્રષ્ટ કરે.
25 because they traded the truth about our Father for a lie, worshiping and serving the creation instead of the Creator, who is blessed forever. Amen. તેઓએ ઈશ્વરના સત્યને બદલી તેઓએ જુઠાણાંને પસંદ કર્યું. તેઓએ સર્વનાં સર્જનહારની ભકિત કરવાને બદલે સર્જનહારે સર્જેલી વસ્તુઓની ભકિત કરી; જે સદાકાળ સ્તુતિપાત્ર છે. આમીન.
26 Because of this, our Father gave them over to shameful desires. Their women exchanged natural relations for unnatural ones. આના કારણે ઈશ્વરે તેઓને શરમજનક વાસનાઓને સોંપી દીધા. તેઓની સ્ત્રીઓ પણ કુદરતી જાતીય સબંધોને બદલે અસ્વભાવીક સબંધો બનાવ્યાં.
27 Likewise, men too abandoned natural relations with women, burning with lust for each other—men committing indecency with men, and receiving in themselves the penalty their error deserved. એ જ રીતે પુરુષોએ પણ સ્ત્રીઓ સાથે કુદરતી જાતીય સંબંધથી જોડાવાને બદલે એકબીજા માટે વાસનાથી સળગી ઊઠયાં. માણસને માણસની વિરુધ્ધમાં શરમજનક કૃત્ય કરીને તેઓએ પોતાની ભૂલની સજા ભોગવી.
28 Since they refused to keep our Father in their knowledge, he handed them over to an unfit mind, to do improper things. વધુમાં, જેમ ઈશ્વરનું જ્ઞાન રાખવાનું યોગ્ય ન માન્યું, તેમ ઈશ્વરે તેઓને ભ્રષ્ટ મનને સોંપી દીધા, જેથી તેઓ જે ન કરવું જોઈએ તે કરે.
29 They were filled with all injustice, evil, greed, and malice; full of envy, murder, conflict, deceit, and spite; they are gossips, તેઓનાં જીવન સર્વ પ્રકારની દુષ્ટતા અને પાપથી એટલે કે અધમીઁપણું, દુરાચાર, લોભ, તિરસ્કાર, ઈર્ષા, ખૂન, લડાઈ, જૂઠ અને કડવાશથી ભરપૂર બની ગયાં,
30 slanderers, haters of our Father, insolent, arrogant, boastful, inventors of evil, disobedient to their parents, તેઓ ચાડી ચુગલી કરનારાં, નિંદાખોર, ઈશ્વરને ધિક્કારનારા, ઉધ્ધત, અભિમાની, બડાઈખોર, કપટી, તેઓ માબાપની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારાં થયા
31 foolish, faithless, heartless, ruthless. તેઓ અણસમજુ, વિશ્વાસઘાતી, નિષ્ઠુર અને નિર્દય થયા,
32 Though they know our Father's righteous decree that those who do such things deserve death, they not only do them but applaud those who do them. જો કે તેઓ ઈશ્વરના ન્યાયી નિયમને જાણે છે કે જે લોકો આવા કામો કરે છે તેઓ મૃત્યું ને પાત્ર છે, છતાં તેઓ ફક્ત તે જ કામો કરવાનું ચાલુ રાખે છે એટલું જ નહિ, પણ જેઓ તે કામો કરે છે તેમને પણ ઉત્તેજન આપે છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]