Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Romans 3 OGCB

Show OGCB only
Verse × ×
1 What advantage, then, does the Jew have? Or what is the value of circumcision? તો પછી યહૂદી હોવાનો શો લાભ? અથવા સુન્નતથી શો ફાયદો?
2 Much in every way. First of all, they were entrusted with the very words of our Father. દરેક રીતે ઘણું બધું! સૌ પ્રથમ યહૂદીઓને એ કે ઈશ્વરનાં વચનો સોંપવામાં આવ્યા છે.
3 What then? If some were unfaithful, will their unfaithfulness nullify the faithfulness of our Father? જો કેટલાક અવિશ્વાસુ હશે તો શું? શું તેમની અવિશ્વાસુતા ઈશ્વરની વિશ્વાસુતાને રદ કરશે?
4 No! Let our Father be true, though every person is a liar. As it is written: "You are proven right in your words, and win when judged." ના! કદી નહીં? ઈશ્વર સાચાં રહે અને દરેક માણસ જુઠો ઠરે. જેમ લખેલું છે કે: “જયારે તમે બોલે ત્યારે તમે સત્ય ઠરે, અને ન્યાય કરવામાં આવે ત્યારે તારો વિજય થાય.”
5 But if our wrongdoing highlights our Father's righteousness, what do we say? Is our Father unjust to bring wrath on us? (I speak in human terms.). પણ જો આપણું અન્યાયીપણું ઇશ્વરના ન્યાયીપણાને વધું સ્પષ્ટ રીતે પ્રગટ કરે છે, તો આપણે શું કહીએ? આપણા પર ક્રોધ લાવનાર ઈશ્વર અન્યાયી છે? (હું માનવ દલિલનો ઉપયોગ કરી રહ્યો છું.)
6 Certainly not! For then how could our Father judge the world? ના! એવું નથી! જો એમ હોત, તો ઈશ્વર જગતનો ન્યાય કેવી રીતે કરી શકે?
7 But if my lie makes our Father's truth overflow to his glory, why am I still judged as a sinner? કોઇ વ્યક્તિ દલિલ કરી શકે છે કે, જો મારા અસત્યથી જો ઈશ્વરનું સત્ય પ્રગટ થતું હોય અને તેથી તેમને મહિમા મળતો હોય તો પછી મને પાપી કેમ ગણવામાં આવે છે?
8 Why not say, as some slander us as saying, "Let's do evil so good may come"? Their judgment is deserved. કેમ ન કહેવાય, કેટલાક નિંદા કરે છે અને તેઓનું બોલવું એવું છે કે, “ચાલો, આપણે ભૂંડુ કરીએ જેથી સારું થાય?” એવાઓને સજા થાય એ યોગ્ય છે!
9 What then? Are we better off? Not at all—we've already charged that Jews and Greeks alike are all under sin's grip, તો પછી આપણે શું સારાંશ કાઢીએ? શું આપણને કોઇ ફાયદો છે? બિલકુલ નહિ! યહૂદીઓ અને વિદેશીઓ બંને પાપને આધીન છે માટે આપણે અગાઉથી દોષીત છે.
10 as it is written: "There is no one righteous, not even one; જેમ લખેલું છે: “કોઈ પણ ન્યાયી નથી, એક પણ નથી;
11 no one understands; no one seeks our Father. સમજનાર કોઈ નથી; ઈશ્વરને શોધનાર કોઇ નથી!
12 All have turned away; together they have become worthless; no one does good, not even one. સઘળાં ભટકી ગયા છે, સર્વ એક સાથે નકામાં થઇ ગયા છે. સારું કરનાર કોઈ નથી, એક પણ નહિ.”
13 Their throat is an open grave; they use their tongues to deceive." "The venom of snakes is under their lips. “તેઓનું ગળું ખુલ્લી કબર જેવું છે તેઓની જીભ કપટ કરે છે.” “તેઓનાં હોઠો પર સાપનુ ઝેર છે.”
14 Their mouth is full of cursing and bitterness. “તેઓનું મુખ શાપ અને કડવાશથી ભરેલું છે.”
15 Their feet are swift to shed blood; “તેઓના પગ લોહી વહેવડાવવામાં ઉતાવળા છે;
16 ruin and misery mark their ways, તેઓના માગોઁમાં વિનાશ અને વિપતિ છે.
17 and the way of peace they have not known. તેઓએ શાંતિનો માગઁ જાણ્યો નથી.”
18 There is no fear of our Father before their eyes." “તેઓની આંખો આગળ ઈશ્વરનો ડર છે જ નહિ.”
19 We know whatever the law says applies to those under it, so every mouth is silenced and the whole world stands accountable to our Father. હવે આપણે જાણીયે છીએ કે નિયમશાસ્ત્ર જે કંઇ કહે છે તે જેઓ નિયમશાસ્ત્રને આધીન છે તેઓને કહે છે જેથી દરેક મોં બંધ થાય, અને આખું જગત ઇશ્વરને જવાબદાર ઠરે.
20 No one is made right before him by works of the law; the law brings awareness of sin. તેથી નિયમશાસ્ત્રના કાર્યોથી કોઈ પણ વ્યકિત ઈશ્વરની દ્રષ્ટિમાં ન્યાયી ઠરશે નહિ; પણ નિયમશાસ્ત્ર દ્વારા આપણને પાપ વિશે જ્ઞાન થાય છે. વિશ્વાસથી ન્યાયપણું.
21 But now, apart from the law, our Father's righteousness has been revealed, testified to by the Law and the Prophets. પણ નિયમશાસ્ત્ર વિના ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયું છે, જેની સાક્ષી નિયમશાસ્ત્ર અને પ્રબોધકો આપે છે.
22 This righteousness of our Father comes through faith in Jesus Christ, to all who believe, for there's no distinction, ઈસુ મસીહ પરનાં વિશ્વાસ વડે સર્વ વિશ્વાસ કરનારાઓને આ ન્યાયીપણું આપવામાં આવ્યું છે, એમાં યહૂદી અને વિદેશી વચ્ચે કોઈ પ્રકારનો ભેદભાવ નથી.
23 since all have sinned and fall short of the glory of our Father, કારણ કે સઘળાંએ પાપ કર્યું છે અને સઘળાં ઈશ્વરના મહિમા વિશે અધૂરા છે.
24 and are justified freely by his grace through the redemption that is in Christ Jesus. અને મસીહ ઈસુથી થયેલા ઉધ્ધાર દ્રારા તેમની કૃપાથી બધા વિનામુલ્ય ન્યાયી ઠરે છે.
25 Our Father presented him as the atoning sacrifice, through faith in his blood, to show his righteousness, since in his patience he had passed over sins committed before, ઈશ્વરે મસીહને તેમના લોહી વહેવડાવીને પ્રાયશ્ચિતનાં બલિદાન તરીકે રજૂ કર્યા, વિશ્વાસ દ્ગારા સ્વીકારવા માટે તેમણે આ રીતે પોતાનું ન્યાયીપણું દશાઁવ્યુ, કારણ કે તેમની ધિરજમાં તેમણે અગાઉ થયેલા પાપોની સજા કર્યા વિના છોડી દીધા હતા.
26 to show his righteousness now, so he is both just and the justifier of whoever trusts in Jesus. વર્તમાન સમયમાં તે પોતાનું ન્યાયીપણું દેખાડે જેથી તે ન્યાયી રહીને ઈસુમાં વિશ્વાસ રાખનારાઓને ન્યાયી ઠરાવે.
27 Where then is boasting? Excluded. By what law? Of works? No—by the law of faith. તો પછી અભિમાન કરવાનું કારણ ખરું? તે રદબાતલ છે, કયાં નિયમને કારણે? જે નિયમ કરણી કરે છે તે? ના, વિશ્વાસનાં નિયમથી.
28 For we maintain that a person is justified by faith apart from works of the law. માટે આપણે એવું માનીએ છીએ કે માણસ નિયમની કરણીઓથી નહિ: પરંતુ વિશ્વાસથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે.
29 Or is our Father the Father of Jews only? Not the Father of Gentiles too? Yes, of Gentiles too, અથવા ઈશ્વર માત્ર યહૂદીઓનો જ ઈશ્વર છે? શું તે વિદેશીઓનો પણ ઈશ્વર નથી? હું, વિદેશીઓનો પણ છે.
30 since our Father is one, he will justify the circumcised by faith and the uncircumcised through faith. કારણ કે ઈશ્વર એક જ છે, અને તે સુન્નતીને વિશ્વાસથી, અને બેસુન્નતિને પણ વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરાવશે.
31 Do we cancel the law through this faith? Never—we confirm the law. ત્યારે, શું જો આપણે વિશ્વાસથી નિયમશાસ્ત્રને નિરથઁક ઠરાવીએ છે? બિલકુલ નહિ! તેના બદલે આપણે નિયમશાસ્ત્રને સ્થાન આપીએ છીએ.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]