Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Romans 2 OGCB

Side by side with the Father's Heart Bible™

ઈશ્વરનો સાચો ન્યાય

1એ માટે, બીજાનો ન્યાય કરનાર, તમારી પાસે કંઇ બહાનું નથી, કેમકે જયારે તમે બીજાને દોષિત ઠરાવો છો, ત્યારે તમે પોતે જ દોષિત ઠરો છો, કારણ કે તમે ન્યાય કરનારાઓ પણ એ જ કામો કરો છો 2હવે આપણે જાણીએ છીએ કે, એવા કામ કરનારાઓ વિરુધ્ધ ઇશ્વરનો ન્યાય સત્ય પર આધારીત છે. 3તો જયારે એક માનસ તરીકે તેઓનો ન્યાય કરે છે અને છતાં જાતે એવાં કામો કરે છે, ત્યારે શું તું એમ માને છે કે તું ઈશ્વરના ન્યાયથી બચી જઈશ? 4અથવા ઈશ્વરનો ઉપકાર પસ્તાવો કરવા પ્રેરે છે, એથી અજ્ઞાન રહીને શું તેના ઉપકારની સહનશીલતા તથા ધિરજને તું તુચ્છ ગણે છે?

5પણ તારું હઠિલાપણું અને પશ્ચાતાપરહિત અંતઃકરણને લિધે તારે પોતાને સારું તું ઇશ્વરના કોપનાં દિવસને માટે, જયારે તેમનો યથાથઁ ન્યાય પ્રગટ થશે, ત્યારે પોતાની વિરુદ્ધ કોપનો સંગ્રહ કરી રહ્યો છે 6ઈશ્વર “તે દરેકને તેની કરણી પ્રમાણે બદલો આપશે.” 7જેઓ ખંતથી સારાં કામ કરે છે અને જે અદ્રશ્ય મહિમા, માન અને અવિનાશીપણું શોધે છે તેઓને તે અનંતજીવન આપશે. 8પરંતુ જેઓ સ્વાર્થી છે, અને ઈશ્વરના સત્યને ગણકારતાં નથી અને દુષ્ટ માર્ગોમાં ચાલે છે, તેઓ પર ઈશ્વરનો કોપ ઊતરી આવશે. 9પાપમાં રચ્યાં પચ્યાં રહેનાર દરેક પર દુઃખ અને યાતના આવી પડશે. પહેલાં યહૂદી પર પછી વિદેશીઓ પર. 10પરંતુ સારું કરનાર દરેક જણને તેમના તરફથી મહિમા, માન તથા શાંતિ મળશે, પછી તે યહૂદી હોય કે વિદેશીઓ હોય. 11કેમકે ઈશ્વરને ત્યાં પક્ષપાત નથી.

12નિયમશાસ્ત્ર વગર જેટલાએ પાપ કયુઁ, તેઓ નિયમશાસ્ત્ર વગર છતાં નાશ પામશે, અને નિયમશાસ્ત્ર હોવા છતાં જેટલાએ પાપ કર્યું, તેઓનો ન્યાય નિયમશાસ્ત્ર પ્રમાણે થશે. 13કેમકે જેઓ નિયમશાસ્ત્ર સાંભળે છે તેઓ ઈશ્વર સમક્ષ ન્યાયી ઠરશે નહિ, પણ જેઓ નિયમશાસ્ત્રનું પાલન કરે છે તેઓ જ ન્યાયી ઠરશે. 14ખરેખર, વિદેશીઓ પાસે નિયમશાસ્ત્ર નથી પરંતુ તેઓ જયારે સ્વાભાવિક રીતે તે પ્રમાણે વર્તે છે. ત્યારે નિયમશાસ્ત્ર ન હોવા છતાં તેઓ પોતે પોતાને સારું નિયમરૂપ છે. 15તેઓના અંતઃકરણમાં ઈશ્વરના નિયમો લખેલાં છે, તે તેઓનાં કામ બતાવી આપે છે. તેઓનો અંતરાત્મા આ વિશે સાક્ષી આપે છે અને તેઓના વિચાર એકબીજાને દોષિત કે નિર્દોષ ઠરાવે છે અને કયારેક તેમનો બચાવ પણ કરે છે. 16મેં પ્રગટ કરેલી સુસમાચાર પ્રમાણે ઈશ્વર ઈસુ મસીહ મારફત માણસનાં ગુપ્ત કામોનો ન્યાય કરશે તે દિવસે બનશે.

યહૂદી અને કાયદો

17હવે જો તું પોતાને યહૂદી કહેવડાવે છે અને નિયમશાસ્ત્ર પર આધાર રાખીને; ઈશ્વર વિશે અભિમાન ધરાવે છે. 18જો તમે તેમની ઈચ્છા જાણો છો અને જે શ્રેષ્ઠ છે તેને માન્ય કરો છો; કેમકે તમને નિયમશાસ્ત્ર શીખવવામાં આવ્યું છે. 19વળી તમે ખાતરીપૂર્વક માનો છો કે; તમે અંધજન માટે માગઁદર્શક અને અંધકારમાં અટવાયેલા માટે અજવાળારૂપ છે; 20તું અજ્ઞાનીઓને માર્ગદર્શક, નાના બાળકોનો શિક્ષક, કેમકે તું નિયમશાસ્ત્ર જાણે છે જે જ્ઞાન તથા સત્યતાનું સ્વરૂપ છે; 21તો પછી બીજાઓને શીખવનાર, તું પોતાને કેમ શીખવતો નથી? ચોરી ન કરવાનો ઉપદેશ આપનાર, શું તું પોતે જ ચોરી કરે છે! 22વ્યભિચાર ન કરવો એવું કહેનાર, શું તું વ્યભિચાર કરે છે? મૂર્તિપૂજાથી કંટાળનાર શું તું પોતે જ મંદિરોને લૂંટે છે! 23તું જે નિયમશાસ્ત્રમાં અભિમાન કરે છે, નિયમશાસ્ત્રનો ભંગ કરીને તું ઈશ્વરનું અપમાન કરતો નથી શું? 24જેમ લખેલું છે તેમ તમારે લીધે વિદેશીઓમાં ઈશ્વરનું નામ નિંદાય છે.

25જો તમે નિયમો પાળો છો તો સુન્નત લાભકારક છે; પરંતુ જો તમે નિયમનો ભંગ કરો છો તો તમે સુન્નત ન કરાયેલા જેવા છો. 26તો પછી, જો સુન્નત ન કરાવનારાઓ નિયમોનું પાલન કરે, તો શું તેઓ તેને સુન્નત કરાયેલ જેવો નહિ ગણે શું? 27જેઓ શારિરિક રીતે સુન્નતી નથી છતાં નિયમોનું પાલન કરે છે, તે તમને દોષિત ઠરાવશે. કારણ કે તમારી પાસે લેખિત નિયમશાસ્ત્ર તથા સુન્નત હોવા છતાં તમે નિયમભંગ કયોઁ છે?

28જે વ્યકિત ફકત બહારથી યહૂદી છે તે યહૂદી નથી, અને જે દેખીતી અને શારીરિક યહૂદી છે તે સુન્નતી નથી; 29ના, જે વ્યક્તિ આંતરિક યહૂદી છે તે યહૂદી છે, અને સુન્નત એ હ્રદયની સુન્નત છે, લેખિત અક્ષરોથી નહિ પણ પવિત્ર આત્માથી થાય છે આવા લોકોની પ્રશંસા બીજા લોકો તરફથી નહિ, પણ ઈશ્વર તરફથી થાય છે.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]