Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Romans 12 OGCB

Show OGCB only
Verse × ×
1 So brothers and sisters, by our Father's mercies I urge you: offer your bodies as a living sacrifice, holy and pleasing to him—your true, reasonable worship. આથી, ભાઈઓ અને બહેનો, ઈશ્વરની દયાને લીધે હું તમને વિનંતી કરું છું કે તમે તમારાંં શરીરોનું જીવંત, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે તેવાં બલિદાન તરીકે અપઁણ કરો.
2 Don't be shaped by this age, but be transformed by renewing your mind, so you can discern our Father's will—good, pleasing, and perfect. આ જગતના રૂપનું તમે અનુકરણ ન કરો, પરંતુ તમારા મનથી નવીનતા દ્ગારા રૂપાંતર પામો. જેથી તમે ઈશ્વરની સારી, માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા જાણી શકો.
3 By the grace given me, I tell each of you: don't think of yourself more highly than you should, but think with sound judgment, each according to the measure of faith our Father assigned. કારણ કે મને આપેલી કૃપાથી હું તમારામાંના દરેકને કહું છું: તમારે પોતાને જે જોઈએ છે તે કરતા વધુ ન ગણો, પણ ઈશ્વરે તમારામાંના દરેકને જે વિશ્વાસ વહેંચ્યો છે તે પ્રમાણે સંયમથી પોતાને ગણો.
4 Just as one body has many parts, and the parts do not all have the same function, જેમ આપણે દરેકને એક શરીર છે અને તેના અનેક અવયવો છે અને આ બધા અવયવનું કાર્ય એક સરખું નથી;
5 so we, though many, are one body in Christ, and each of us belongs to the others. તેથી મસીહમાં આપણે, ઘણા હોવા છતાં એક શરીર છીએ, અને દરેક અંગ બીજા બધાનાં છે.
6 Our gifts differ according to the grace given us: if prophecy, use it in proportion to our faith; આપણને દરેકને આપેલી કૃપા પ્રમાણે આપણને જુદાં જુદાં દાન મળ્યા છે. જો તમને પ્રબોધ કરવાનું દાન મળ્યું હોય તો તમારાં વિશ્વાસનાં પ્રમાણમાં પ્રબોધ કરવો;
7 if service, in our serving; the one who teaches, in his teaching; જો સેવા કરવાનું હોય, તો સેવા કરો; શિક્ષણ આપવાનું દાન હોય, શિક્ષણ આપો;
8 the encourager, in encouragement; the giver, with generosity; the leader, with diligence; the merciful, with cheerfulness. જો પ્રોત્સાહન આપવાનું હોય, તો પ્રોત્સાહન આપો; જો આપવાનું હોય, તો ઉદારતાથી આપો; જો આગેવાનનું હોય, તો તે ખંતથી કરો; જો દયા બતાવવાનું હોય, તો ઉમંગથી કરો.
9 Let love be genuine. Hate what is evil; hold fast to what is good. પ્રેમ નિષ્ઠાવાન હોવો જોઈએ, જે ભૂંડુ છે તેને ધિક્કારો; જે સારું છે તેને વળગી રહો;
10 Love one another with brotherly affection. Outdo one another in showing honor. પ્રેમમાં એકબીજાને સમપિઁત રહો; પોતાના કરતા બીજાઓને વધારે માન આપો;
11 Do not be lacking in zeal, but be fervent in spirit, serving the Lord. ઉત્સાહમાં કયારેય આળસ ન કરો; પણ પ્રભુની સેવા કરવામાં તમારો આત્મા ઉત્સાહી રાખો;
12 Rejoice in hope, be patient in affliction, be devoted to prayer. આશામાં આનંદ કરો, સંકટમાં ધીરજ રાખો, પ્રાથઁનામાં વિશ્વાસુ રહો;
13 Share with our Father's people in their needs; pursue hospitality. પ્રભુના લોકો જેને જરૂર છે તેની જરૂરિયાતો પૂરી પાડો. મહેમાનગતી કરવામાં તત્પર રહો.
14 Bless those who persecute you; bless, and do not curse. જેઓ તમને સતાવે છે તેઓને આશીઁવાદ આપો; આશીઁવાદ આપો, અને શાપ આપો નહિ;
15 Rejoice with those who rejoice; weep with those who weep. આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. શોક કરનારાઓની સાથે શોક કરો.
16 Live in harmony with one another. Don't be arrogant, but associate with the lowly. Don't be wise in your own eyes. એકબીજા સાથે હળીમળીને રહો. ગવઁ ન કરો. પણ સામાન્ય લોકોની સાથે રહેવા તૈયાર રહો. અભિમાની ન બનો.
17 Repay no one evil for evil; think ahead to do what is honorable before everyone. કોઇને ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી ન વાળો; બધા લોકોની નજરમાં જે સારું છે તે કરવા માટે કાળજી રાખો;
18 If possible, so far as it depends on you, live at peace with everyone. જો બની શકે તો, જયાં સુધી શકય હોય, બધા લોકો સાથે શાંતિથી રહો.
19 Beloved, don't avenge yourselves; leave room for our Father's wrath. As it's written: Vengeance is mine, I will repay, says our Father. મારા પ્રિય મિત્રો, બદલો ન લો, પણ ઇશ્વરના કોપને માટે માગઁ મૂકો, કેમકે લખેલું છે કે, “પ્રભુ કહે છે કે બદલો વાળવો મારું કામ છે હું બદલો લઈશ.”
20 Instead: "If your enemy is hungry, feed him; if thirsty, give him a drink; doing this, you'll heap burning coals on his head." એને બદલે: તારો દુશ્મન ભૂખ્યો હોય તો તેને ખવડાવ, જો તે તરસ્યો હોય તો તેને પાણી આપ; આમ કરવાથી તું તેના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરશે.
21 Do not be overcome by evil, but overcome evil with good. ભૂંડાથી તું હારી ન જા, પરંતુ સારાથી ભૂંડાનો પરાજય કર.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]