Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Revelation 4 OGCB

Side by side with the Father's Heart Bible™

સ્વર્ગમાં રાજ્યાસન

1ત્યાર પછી મેં જોયું તો જુઓ, સ્વર્ગમાં એક બારણું ઊઘડેલું હતું. અને પહેલી વાણી મેં જે સાંભળી તે રણશિંગડાંનાં અવાજ જેવી મારી સાથે બોલતી હતી. તેણે મને કહ્યું, કે, “અહીં ઉપર આવ હવે પછી જે બનવાનું છે તે હું તને બતાવીશ.” 2તે જ ક્ષણે હું આત્મામાં હતો. સ્વર્ગમાં રાજ્યાસન પર કોઈ એક બિરાજમાન હતા. 3જે બેઠેલા હતા તેમનો દેખાવ યાસપિસ અને મોતી જેવો હતો; અને રાજયાસનની આસપાસ એક મેઘધનુષ્ય હતું, જેનો દેખાવ લીલમ જેવો હતો. 4રાજ્યાસનની આસપાસ બીજા ચોવીસ આસનો હતાં, જેનાં પર ચોવીસ વડીલો બેઠાં હતા. તેઓએ શ્વેત વસ્ત્રો અને સોનાનાં મુગટ પહેર્યા હતાં. 5રાજ્યાસનમાંથી વીજળીઓ, અવાજો અને ગર્જનાઓ નીકળતાં હતાં. રાજ્યાસનની આગળ સાત દીવા સળગતાં હતા. જે ઈશ્વરના સાત આત્મા છે. 6રાજ્યાસનની સામે સ્ફટિકના જેવો ચળકતો સમુદ્ર હતો. રાજ્યાસનની મધ્યે અને તેની ચારે બાજુએ, આગળ પાછળ આંખોથી ભરપૂર એવાં ચાર જીવંત પ્રાણી ઊભાં હતાં.

7પહેલું પ્રાણી સિંહ જેવું હતું, બીજું પ્રાણી બળદ જેવું હતું. ત્રીજા પ્રાણીનું મોં મનુષ્યનાં મોં જેવું હતું અને ચોથાનું સ્વરૂપ ઊડતા ગરૂડના જેવું હતું. 8આ પ્રત્યેક જીવંત પ્રાણીઓને છ છ પાંખો હતી અને તેઓ આંખોથી ભરપૂર હતાં, રાતદિવસ વિસામો લીધા નિરંતર તેઓ કહે છે કે:“પવિત્ર, પવિત્ર, પવિત્ર છે,સર્વશકિતમાન પ્રભુ ઈશ્વર,જે હતા, જે છે અને જે આવનાર છે.”

9રાજ્યાસન પર જે બિરાજમાન છે, જે સદાસવઁકાળ જીવંત છે, તેમના જયારે તે પ્રાણીઓએ ગૌરવ, માન અને સ્તુતિ ગાશે, 10ત્યારે ચોવીસ વડીલો રાજ્યાસન પર બિરાજેલાંને ચરણે નમશે, અને જે સદાસવઁકાળ જીવંત છે તેની આરાધના કરશે, ને રાજ્યાસન સમક્ષ પોતાના મુગટ ઉતારી દઈને કહેશે કે:

11“ઓ અમારા પ્રભુ અને ઈશ્વર,સર્વ ગૌરવ, માન તથા પરાક્રમ પામવાને તમે જ યોગ્ય છો,કારણ કે સર્વનું સર્જન તમે કર્યું છે.અને તમારી ઇચ્છાથી તેઓ હતા,અને તેઓ ઊત્પન્ન થયા.”

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]